Main Menu

Friday, March 2nd, 2018

 

GST ના પગલે ખજૂરના ભાવમાં 15થી 20 ટકાનો વધારો

ખજૂર પર 5 ટકા વેટ લાગતો હતો જે GST આવ્યા બાદ 12 ટકા થઈ ગયો છે. જેથી ખજૂરના ભાવમાં 7 ટકાનો વધારો થયો છે. તેમજ અન્ય ખર્ચા વધવાથી હોલસેલ બજારમાં દરેક પ્રકારની ખજૂરના ભાવમાં 15 થી 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. ખજૂરના  ભાવ વધારનુ કારણ તેના પર લાગેલ વધારાનો ટેક્સ છે.

જો કે હોળીના તહેવાર સમયે સામાન્ય રીતે ખજૂરના ભાવ વધતા હોય છે. પ્રાપ્ત માહિતિ અનુસાર અમદાવાદમાં ઈરાનની ફરદી અને સાની ખજૂરનો ભાવ પ્રતિ કિલો રૂ.300 થઈ ગયો છે. ઈરાકી ખજૂરના કલમી, મુજાફતી, બરની અને બુમન ખજૂરનો ભાવ પ્રતિ કિલો  રૂ.160 થી 300 છે. ખજૂરના વેપારીના જણાવ્યા અનુસાર લાલ જાયદી ખજૂરનો ભાવ પ્રતિ કિલો રૂ.125, ઈરાની ખજૂરનો ભાવ રૂ.160, કીમિયા ખજૂરનો ભાવ રૂ.250, ફરદનો ભાવ રૂ.300, મૂજાફતીનો રૂ.240, ક્લમીનો રૂ.330, બરની અને બુમન ખજૂરનો ભાવ રૂ.140 છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખજૂરના પ્રતિ કિલોના ભાવમાં રૂ. 30 સુધીનો વધારો થયો છે.


છત્તીસગઢમાં પોલીસ-નકસલીઓ વચ્ચે ફાયરિંગ, 10 માઓવાદીઓ મોતને ભેટ્યા

છત્તીસગઢના બિજાપુરમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોને સફળતા મળી છે. બિજાપુરના નકસલ પ્રભાવિત પૂજારી કાંકેર વિસ્તારમાં તેલંગણા પોલીસ અને છત્તીસગઢ પોલીસે જોઈન્ટ ઑપરેશન કરીને એક ટૉપ કમાન્ડર સહિત 10 નકસલીઓને ઢાળી દીધા છે.

આ ઑપરેશનમાં તેલંગણા પોલીસના કમાન્ડર પણ શહિદ થયા છે. સ્પેશિયલ DG ડીએમ અવસ્થીએ નકસલીઓ વિરુદ્ધ સફળ થયેલા ઑપરેશનની પુષ્ટિ કરી છે. આ તમામ નકસલીઓ તેલંગણા સ્ટેટ કમિટી ઑફ સીપીઆઈના માઓવાદીઓ હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં હરિ ભૂષણ પણ સામેલ હતો, જે તેલંગણા સ્ટેટ કમિટીનો લીડર હતો. હરિ ભષૂણ આસપાસના વિસ્તારોમાં કુખ્યાત હતો.

જાણકારી બાજ વિસ્તારમાં તેલંગણાના ગ્રેહાઉન્ડ દળ અને બિજાપુર જિલ્લાના ડીઆરજી, એસટીએફ અને જિલ્લા દળના જવાનોને ફાયરિંગ માટે રવાના કરી દીધા હતા. સવારે લગભગ 6.30 વાગ્યે ગ્રેહાઉન્ડની ટીમ પૂજારી કાંકેર ગામના જંગલમાં પહોંચી હતી, ત્યારે જ નકસલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. થોડા સમય ચાલેલી ફાયરિંગ બાદ નકસલીઓ ફરાર થવા લાગ્યા હતા.


પીપાવાવમાં મુંબઈ,અમદાવાદ અને જામનગર ડી આર આઈ ના દરોડા

રાજુલાને પીપાવાવમાં સાંજે મુંબઈ,અમદાવાદ અને જામનગર ડી આર આઈ દ્વારા એક કંપની ના શેડમાં ચેકઇન્ગ હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે અને દાણચોરીથી પ્રતિબંધિત વસ્તુ ભારતમાં ઘુસાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે.

પીપાવાવ પોર્ટ માં દેશ વિદેશ માં માલ સમાન ઈમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે આજે સાંજે આવેલા કન્ટેનરમાં પ્રતિબંધિત એવા સ્ક્રેપના ઝેરોક્ષ મશીન ભારતમાં દાણચોરીથી ઘુસાડી ડ્યૂટી ચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે   ડી આર આઈ ની ટીમઓ એ દરોડા પાડયા હતા અને મોડી રાત્રી સુધી સર્ચની  કાર્યવાહી ચાલુ છે અને પીપાવાવ પોર્ટ ના જવાબદાર કસ્ટમ અધિકારીઓનો અવધ ટાઇમ્સે સંપર્ક કરતા તેમના ફોન બંધ આવ્યા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર આઠથી દસ જેટલા કન્ટેનરો પ્રતિબંધિત ઝેરોક્ષ  મશીન ભરેલા હોવાની શક્યતા છે. જેને ભંગારના ભાવે વિદેશથી ભારત લાવી અને કસ્ટમ ડ્યુટીની ચોરી કરાઈ રહી હોવાની શક્યતા છે.


error: Content is protected !!