Main Menu

Saturday, March 3rd, 2018

 

અમેરિકાની સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બે ના મોત

વોશિંગટન : અમેરિકાના મિશિગન રાજ્યાના માઉન્ટ પ્લીસેંટમાં આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે આરોપી બિલ્ડીંગમાં જ છે, પોલીસ દ્વારા બિલ્ડીંગને ધેરી લેવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.


આજે રામેશ્વરમાં શ્રીદેવીની અસ્થિઓનું વિસર્જન

નવી દિલ્હી, તા. 3 માર્ચ 2018 શનિવાર બોલિવુડની સુપરસ્ટાર શ્રીદેવીની અસ્થિઓનું રામેશ્વરમ ખાતે આજે વિસર્જન કરાશે. ગઈકાલે એક ખાસ વિમાનમાં શ્રીદેવીની અસ્થિઓને લઈને પતિ બોની કપૂર ચેન્નઈ પહોંચ્યા. 54 વર્ષની ઉંમરમાં 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું નિધન થઈ ગયુ હતુ. તેમના મૃત્યુનું કારણ હોટલના બાથટબમાં ડૂબી જવાથી થઈ ગયુ હતુ. બાથરૂમમાં બેલેન્સ ગુમાવવાના કારણે શ્રીદેવી પાણીથી ભરેલા બાથટબમાં પડી ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા અને ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શ્રીદેવીના અચાનક મૃત્યુ બાદ બોલિવુડ સહિત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. દુબઈમાં તમામ ઔપચારિકતાઓને પૂરા કર્યા બાદ 27 ફેબ્રુઆરીએ તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવાયો હતો. બાદમાં 28 ફેબ્રુઆરીએ સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શ્રીદેવીનો જન્મ તમિલનાડુના એક ગામમાં થયો હતો. અભિનેત્રી તરીકે તમિલનાડુ ફિલ્મોમાં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શ્રીદેવીએ માત્ર 4 વર્ષની ઉંમરમાં બાળ કલાકાર તરીકે પ્રથમ ફિલ્મ કરી હતી.


અમરેલીના હઠીલા હનુમાન મંદિરમાં ચોરી : પોલીસને પડકાર

અમરેલી,

અમરેલીના હઠીલા હનુમાન મંદિરમાં મઘ્‍યરાત્રીના સયમે ચોરી થઇ હતી જેમાં તસ્‍કરોએ રોકડ, ચાંદીનું છતર જેવા આભુષણની તસ્‍કરી કરી નાસી ગયા હતા. આ વિસ્‍તારમાં અવાર નવાર નાની મોટી ચોરી થતી હતી પણ કોઇ પણ પ્રકારની ફરિયાદ થતી ન હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી સવજી પરા રોડ ઉપર આવેલ હઠીલા હનુમાનના મંદિરમાં ગત રાત્રી દરમીયાન કોઇ અયક્કયા તસ્‍કરો મંદિરના તાળા તોડી અંદર પ્રવેસ કરી અંદર રાખેલ પાડુકા, મોટુ છત્‍તર, નાનુ છત્‍તર, ચીલર, સ્‍થાપનાનો મુગટ, દાન પેટી, બે ટેબલ, નવુ મોટુ છત્‍તર અંદાજીત કિ. રૂ.12380 ના મુદ્દામાલની કોઇ તસ્‍કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હઠીલા હનુમાનના પુજારી અતુલભાઇએ નોંધાવતા પોલીસે તજવીજ હાથધરી છે.


02-03-2018


error: Content is protected !!