Main Menu

Monday, March 5th, 2018

 

ચીનનાં રક્ષા બજેટથી ભારતની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચીન પોતાની શક્તિ વધારવાની તૈયારીમાં છે તો બીજી બાજુ ભારતનાં મુકાબલે ચીન પોતાની સેના પર ત્રણ ઘણો ખર્ચ વધારવાની તૈયારીમાં છે. સોમવારનાં રોજ તેઓએ પોતાનાં રક્ષા બજેટની જાહેરાત કરી હતી કે જેમાં છેલ્લાં વર્ષની તુલનામાં 8.1 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.

ચીને પોતાનો રક્ષા ખર્ચ કરવા 175 અરબ ડૉલરનો પ્રસ્તાવ રાખેલ છે કે જે ભારતનાં 52.5 અરબ ડૉલર બજેટ કરતા ત્રણ ઘણો વધારે છે.

રક્ષા બજેટ પર વધારે ખર્ચ કરવા માટેનો બીજો દેશ ચીનઃ
સમાચાર એજન્સી શિન્હુઆએ નેશનલ પીપુલ્સ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલ અધિકારીક દસ્તાવેજનાં હવાલે એવું કહ્યું કે 2018નું રક્ષા બજેટ 1110 અરબ યુઆન (175 અરબ ડૉલર) હશે. ગયા વર્ષે ચીને રક્ષા ખર્ચને વધારી 150.5 અરબ ડૉલર કર્યો હતો.

હવે અમેરિકા બાદ રક્ષા ક્ષેત્ર પર ખર્ચ કરનારો દેશનો આ બીજો સૌથી મોટો દેશ છે. અમેરિકાનું રક્ષા બજેટ 602.8 અરબ ડૉલર છે. ચીનની અધિકારીક મીડિયાએ રક્ષા ખર્ચને વધારીને 175 અરબ ડૉલર કરવા પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે આ છેલ્લાં બે વર્ષની તુલનામાં થોડોક વધારે છે.

2013 બાદ ત્રીજી વાર રક્ષા બજેટમાં ઇકાઇ અંકની વૃદ્ધિ કરવામાં આવેલ છે. 2016માં રક્ષા ખર્ચમાં 7.6 ટકા અને 2017માં 7 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હતી.

સેનાને બનાવવામાં આવી સૌથી બેસ્ટઃ
એનસીપીનાં પ્રવક્તા ઝાંગ યેસુઇએ જણાવ્યું કે અન્ય પ્રમુખ દેશોની તુલનામાં ચીનનું રક્ષા બજેટ જીપીડી અને રાષ્ટ્રીય રાજકોષીય વ્યયનો જ એક નાનો ભાગ છે.

તેનો દરેક વ્યક્તિનો સૈન્ય ખર્ચ અન્ય પ્રમુખ દેશોની તુલનામાં ઓછો છે. તેઓએ જણાવ્યું કે રક્ષા બજેટની વૃદ્ધિનો એક મોટો ભાગ પૂર્વમાં કરવામાં આવેલ ઓછા સૈન્ય ખર્ચની ભરપાઇ છે.


BSA 36 કંપનીઓને સ્ટોક માર્કેટમાંથી હટાવી, વ્યાપાર પર લગાવી રોક

દેશના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)માંથી 36 કંપનીઓને હટાવવામાં આવી છે. આજથી એટલેકે 5 માર્ચથી આ 36 કંપનીઓમાં વ્યાપાર બંધ થઇ ગયો છે. જોકે, બીએસઈએ પહેલેથી જ શેરના વ્યાપારને સસ્પેન્ડ કરી દીધો છે. બીએસઈએ આ જાણકારી પોતાના એક સર્કલ્યુલરમાં આપી છે.

BSA તરફથી આ પગલું એવાં સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે સરકાર બોગસ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહીં છે. જેમાં લિસ્ટેડ અને બિન-લિસ્ટેડ બંને કંપનીઓનો સમાવેશ થાય છે. બીએસઈએ પોતાના સર્કલ્યુલરમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે 28 કંપનીઓનો ત્રણ વર્ષથી વ્યાપાર સસ્પેન્ડ ચાલી રહ્યો હતો. જેથી આ કંપનીઓને હટાવવામાં આવી છે.


આજે દિલ્હીમાં નીટ મુદ્દે ગુજરાત સહિતના રાજ્યોના વાલીઓ કરશે વિરોધ પ્રદર્શન

નીટ મુદ્દે ગુજરાત સહિતના રાજ્યોના વાલીઓ આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાના છે. દિલ્હીમાં આજે વાલીઓ આરોગ્યપ્રધાન સાથે મુલાકાત કરશે અને નીટ-એમસીઆઈ રજિસ્ટ્રેશન મુદે સ્પષ્ટતા કરી નોટિફિકેશનની માગણી કરશે. જો સરકાર સ્પષ્ટતા નહીં કરે તો વાલીઓ સુપ્રીમકોર્ટમાં જશે. વાલીઓની માંગ છે કે સરકાર ૨0૧૭ માં ફિલિપાઈન્સ ગયેલા વિદ્યાર્થીઓને નીટ અને એમસીઆઈના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપે. ગુજરાતમાંથી ફિલિપાઈન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે ગયા છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે આ વર્ષે યુજી મેડિકલ પ્રવશ માટે નીટ અંતર્ગત નવો નિયમ જાહેર કર્યો હતો. નવા નિયમ મુજબ તા વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓએને નીટ ફરજીયાત આપવી પડશે. આ મુદ્દે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા માટે આજે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના વાલીઓ દિલ્હી પહોચ્યા છે. કેન્દ્ર સરકારે આ વર્ષે નીટને લઈને કરેલા નવા નોટિફિકેશન મુજબ વિદેશમાં એમબીબીએસ કરવા જનારા વિદ્યાર્થીઓએ પણ ફરજીયાત નીટ આપવી પડશે તેવી જાહેરાત કરી હતી. ગત વર્ષે પ્રથમવારની ફરજીયાત નીટ હોવાથી અનેક વિદ્યાર્થીઓ સારો સ્કોર ન લાવી શકતા ગુજરાત અને દેશની સરકારી અને સારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શક્યા નથી. ૨0૧૭ માં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક વિદ્યાર્થીઓએ નીટ આપી પણ ન હતી અને આવા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સ,ચીન સહિતના વિવિધ દેશોમાં એમબીબીએસ અભ્યાસ માટે જતા રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આ વર્ષે વિદેશ અભ્યાસ માટે પણ નીટ ફરજીયાત કરતા ખાસ કરીને ફિલિપાઈન્સ ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે ફિલિપાઈન્સમાં એમબીબીએસ પહેલા પ્રીમેડિકલ અભ્યાસ કરવો પડતો હોઈ હજુ સુધી તેઓનું એમબીબીએસ શરૂ થયુ નથી. આજે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના વાલીઓ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રીને મળવા દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરશે.


આજથી રાજ્યમાં મગફળીની ખરીદી શરૂ કરશે સરકાર, ૯ માર્ચ સુધી

ગુજરાત ગાંધીનગરઃ રાજ્ય સરકાર આજથી મગફળીની ખરીદી શરૂ કરશે. 5 માર્ચથી 9 માર્ચ સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. નાફેડના સહયોગથી અને સીસીટીવી કેમેરાના વીડિયોગ્રાફીથી ખરીદી કરવામાં આવશે. તો ગુજકોમાસોલ અને ગુજકોટ મગફળીની ખરીદી કરશે. 22 જિલ્લામાં 110 કેન્દ્ર પર મગફળીની ખરીદી કરવામાં આવશે. સાથે જ રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી મગફળીની ખરીદી અટકી હતી. મગફળીની ખરીદીની મંજૂરી મળી હતી પરંતુ ખરીદી અટવાઇ હતી. પરંતુ હાલ મગફળી શરૂ કરી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ઓનલાઇન નોંધણી કરાવી હશે જેમનું રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા ખેડૂતોની મગફળીની જ ખરીદી કરાશે.


ગુજરાતમાં ઉનાળા પૂર્વે વ્યાપક બન્યું જળસંકટ સી.એમ. રૂપાણી એ હાથ ધરી સમીક્ષા

ગુજરાતમાં આ વર્ષે ઉભા થનારા જળસંકટના ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. જેના પગલે રાજ્ય સરકારે હવે આ સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના નામે મીટીંગોનો દોર શરુ કરી દીધો છે. જેમાં રાજ્ય સરકારે જાહેર કરેલા નિર્ણય ,મુજબ તેવો ૧૫ માર્ચ બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં કરાવે. જો કે રાજ્ય સરકારની આ મીટીંગો જોવા જઈએ ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી લાગી રહી છે. કારણ કે જે સમયે નર્મદા ડેમમાં પાણી હતું તે સમયે ચુંટણીમાં દેખાડો કરવા પાણી વહેવડાવી દીધું હતું. તેમજ હવે જયારે પાણીની તકલીફ ઉભી થઈ છે ત્યારે મીટીંગો કરીને આગોતરા આયોજનની ગુલબાંગો પુકારી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરમાં આગામી ઉનાળાના દિવસો દરમિયાન પણ પાણીની મુશ્કેલી સર્જાય નહી તે માટે આગતરુ આયોજન કરી અગાઉ મંજુર કરાયેલા તાકીદના રૂ. ૨૦૬ કરોડના ૩૨ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ પાણીની સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા કરાયેલા આયોજન સંદર્ભે ઉચ્ચ અધિકારીશ્રીઓની બોલાવેલી સમીક્ષા બેઠકને સંબોધતા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે કામને હંમેશાં પ્રાધાન્ય આપ્યુ છે અને એટલે જ આ વર્ષે નર્મદા ડેમમાં ૫૦ ટકાથી પણ ઓછુ પાણી ભરાયુ હોવા છતા રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને 31 મી જુલાઇ સુધીમા પાણીની ઉભી થનારી જરુરીયાતને પહોંચી વળવા યુધ્ધના ધોરણે કામગીરી આરંભી છે. મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં પીવાના પાણી માટે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જળાશયોમાં આગામી ચોમાસાને ધ્યાને લઇ જુલાઇ-૨૦૧૮ સુધીનો પાણીનો જથ્થો અનામત રાખવાની સુચના પણ આપી હતી. રાજ્ય સરકારે જે રૂ. ૨૦૬ કરોડના ૩૨ કામોને મંજુરી આપેલી તે તમામ કામોની હાલની સ્થિતિની – પ્રગતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી આ કામો ઝડપથી પુર્ણ કરવા સુચના પણ આપી હતી. રાજ્ય સરકારના આ આગોતરા આયોજનથી ૧૪૦૦થી વધુ ગામ અને ૨૩ જેટલા શહેરોને વૈકલ્પિક આયોજન દ્વારા ઉનાળાના દિવસોમાં પણ પીવાનુ પાણી ઉપલબ્ધ થશે. આ કામો થકી સૌરાષ્ટ્રના જે જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવે છે તે ઉપરાંત સાની, વર્તુ-૨, ઘી, ઓઝત-૨, બ્રામણી-૧, બ્રામણી -૨, ફોદાળા ડેમ અને કચ્છના ફતેહગઢ, ગોધતડ, મીઠ્ઠી, સુવાઇ જેવા ડેમમાંથી વધારાનો જથ્થો નર્મદાના વિકલ્પે પુરૂ પાડવાનું આયોજન કરાયું છે. આ સમીક્ષા બેઠકમાં કચ્છ જીલ્લાની જીવાદોરી સમાન ટપ્પર ડેમ તેમજ રાજકોટ જીલ્લાના આજી-૧ ડેમમાં જરૂરીયાત મુજબનો પાણીનો જથ્થો ભરવાના નિર્ણયની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી આ કામની પ્રગતિની પણ માહીતી મેળવી હતી. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌ અધીકારીઓ અને દરેક જીલ્લાના કલેક્ટરઓને દર અઠવાડીયે પીવાના પાણીની સ્થિતિની સમિક્ષા કરવાની પણ સુચના આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના તથા દરિયાકાંઠાના અગરિયાઓને પાણીની મુશ્કેલી પડે નહી તેના માટે વધુ ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવા માટેનું આયોજન કરવા ભારપુર્વક જણાવ્યુ હતુ. આ ઉપરાંત તેમણે જરુર જણાય તેવા વિસ્તારોમાં નવા પાતાળકુવા અને હેન્ડપંપ શારવાની પણ સુચના આપી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર અને કચ્છની નગરપાલિકાઓ પીવાના પાણીનું દૈનિક રીતે સુચારુ વિતરણ કરી શકે તે માટે શહેરી વિકાસ વિભાગને લાંબાગાળાના આયોજન માટે નિષ્ણાંતોની સેવાઓ લઇ યોજના બનાવવા પણ સુચના આપી હતી. સમિક્ષા દરમ્યાન અધિકારીઓએ એવુ જણાવ્યુ હતુ કે રાજ્યના દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના જીલ્લાઓ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ખેડા અને આણંદ જીલ્લામાં પીવાના પાણી માટે પુરતા સ્ત્રોત છે. આ જીલ્લાઓમાં જરૂર જણાય ત્યાં ટેન્કર મારફત પાણી આપવાનું પણ આયોજન કરાયું છે. આદિજાતિ વિસ્તારોમાં હેન્ડપંપની મરામત કરવા માટે પુરતી સંખ્યાની રીંપેરીંગ ટીમો ઉપલબ્ધ થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લાના ૨૮૦ ગામો ફતેપુર અને ખેડ તળાવ આધારિત છે. નર્મદા મુખ્ય નહેરથી પાઇપલાઇન મારફત આ તળાવો પીવાના પાણી માટે ભરવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પણ અધિકારીશ્રીઓએ આપી હતી. રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રૂ. ૨૦૬ કરોડનુ જે તાકીદનુ આયોજન કર્યુ છે તેમાં પ્રગતિ હેઠળના કામોમા મુખ્યત્વે અમદાવાદ જીલ્લા માટે અંદાજે રૂ. ૨૨.૪૦ કરોડ, દેવભુમિ દ્વારકા માટે અંદાજે રૂ. ૪૪.૫૦ કરોડ, કચ્છ માટે અંદાજે રૂ. ૪૧.૩૨ કરોડ, મોરબી માટે અંદાજે રૂ. ૨૦.૬૬ કરોડ, ભાવનગર માટે અંદાજે રૂ. ૨૬.૨૦ કરોડ, સુરેન્દ્રનગર માટે અંદાજે રૂ. ૧૭.૮૦ કરોડ, જુનાગઢ માટે અંદાજે રૂ. ૧૪.૨૦ કરોડ, રાજકોટ માટે અંદાજે રૂ. ૯.૫૦ કરોડ અને પાટણ-બનાસકાંઠા જીલ્લા માટે રૂ. ૭.૩૪ કરોડના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રગતિ હેઠળના કામોની મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી. જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના ૧૨૬ ગામોને ઝીંઝુવાડા બ્રાંચ કેનાલના પ્રથમ પુલ ખાતે ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરવા અંદાજીત રૂ. ૧૬ કરોડના કામ, દેવભૂમિદ્વારકા જીલ્લામાં ખંભાળીયા અને કલ્યાણપુરતાલુકાના કુલ ૧૬ ગામ માટે રૂ. ૭.૬૯ કરોડની ઘી જળાશય મુખ્ય પાઇપલાઇનના કામો, ખંભાળીયા તાલુકાના ૮૦ અને લાલપુર તાલુકાના ૩૯ ગામો અને ત્રણ શહેર માટે પાંચદેવડા તળાવની મુખ્ય પાઇપલાઇના રૂ. ૧.૧૪ કરોડના કામો તેમજ કલ્યાણપુર અને ઓખામંડળના ૯૯ ગામ અને ત્રણ શહેર માટે સાની ડેમથી ૧૭ કિ.મી. લંબાઇની પાઇપલાઇન માટે રૂ. ૩૨.૪૦ કરોડના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના માણાવદર શહેર તથા માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે બાંટવા ખર ડેમથી ૧૦ કિ.મી. લંબાઇની પાઇપલાઇનના અંદાજિત રૂ. ૨.૭૧ કરોડના કામો તથા ઓઝત – ૨ ડેમથી પાઇપલાઇન માટે રૂ. ૨.૪૦ કરોડના કામો કરાશે તથા પોરબંદર જીલ્લાના ગામો માટે ફોદરા ડેમની પાઇપલાઇનનું રૂ. ૧.૬૫ કરોડનુ કામ પણ હાથ ધરાશે. રાજકોટ જીલ્લાના ભાદર – ૧ ડેમથી અમરનગર હેડવર્કસ સુધી ૧૪.૫૦ કિ.મી. લંબાઇની પાઇપલાઇન યોજનાના રૂ. ૯.૫૦ કરોડના કામનો સમાવેશ થાય છે.મોરબી અને સુરેન્દ્રનગર માટે બ્રાહ્મણી -૨ ડેમ આધારીત પાઇપલાન દ્વારા હળવદ અને મૂળી તાલુકાના કુલ ૭૯ ગામ અને ૧ શહેર માટે રૂ. ૨૦.૬૬ કરોડ જ્યારે નાયકા ડેમ આધારીત સુરેન્દ્રનગર જીલ્લાના ૨૩ ગામ માટે ૨ કી.મી. લંબાઇની પાઇપલાનનું રૂ. ૧.૩૨ કરોડનું કામ અને લીંબડી શહેર અને ૧૪ ગામો માટે વડોદ ડેમ આધારિત પાઇપલાઇનના રૂ. ૧.૫૬ કરોડના કામ જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ૫૭ ગામો અને ધ્રાંગધ્રા શહેર માટે ૪.૨૫ કિ.મી. લંબાઇની પાઇપલાઇન માટે રૂ. ૮.૨૭ કરોડ તથા ધોળીધજા ડેમ ખાતે નવીન પંપીંગ મશીનરી માટે ૨.૩૫ કરોડ થકી સુરેન્દનગર જીલ્લાના સાયલા, ચોટીલા, થાનગઢ, મૂળી અને વાંકાનેર તાલુકાના કુલ ૩૨૪ ગામ અને બે શહેરને પાણી પુરવઠો આપી શકાશે. કચ્છ જીલ્લાના ફતેગઢ ડેમથી ૨ કિ.મી. પાઇપલાઇન માટે રૂ. ૪.૧૭ કરોડનું કામ જેનાથી રાપર તાલુકાના ૫૭ ગામને લાભ મળશે જ્યારે ગોધાતળ ડેમ આધારીત પાઇપલાઇનના રૂ. ૨.૦૨ કરોડના કામથી ૨૧ ગામોને લાભ થશે આજ રીતે અબડાસા તાલુકાના ૨૭ ગામો માટે મીટ્ટી ડેમથી ૨૩ કિ.મી. પાઇપલાઇનના કામ માટે રૂ. ૧૬.૭૪ કરોડ ખર્ચાશે જ્યારે સુવઇ ડેમ ખાતેની ૧૩.૩૨ કિ.મી. લંબાઇની પાઇપલાઇનની રૂ. ૭.૪૧ કરોડની યોજના અને કચ્છ જીલ્લાના ૮ ગામો માટે ગજનસર ડેમથી ૬.૫૦ કિ.મી. લંબાઇની પાઇપલાઇન રૂ. ૧.૪૮ કરોડના ખર્ચે નંખાશે. આ ઉપરાંત ભાવનગર જીલ્લામાં ૧૬૨ ગામ અને ૨ શહેરને પાણી પુરુ પાડવા માટે વલ્લભીપુર બુધેલ બલ્ક પાઇપલાઇન માટે રૂ. ૨૬.૧૮ કરોડનો ખર્ચ થશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં સિંચાઇ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ, મુખ્ય સચિવજે.એન.સિંઘ, ગૃહ અને નર્મદા વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી, પાણી પુરવઠા પ્રભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તા, જળ સંપત્તિ સચિવ શ્રી એમ.કે.જાદવ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!