Main Menu

Tuesday, March 6th, 2018

 

અમરેલી નાગરીક સહકારી બેંક લી દ્વારા લોન બાકીદારના ફલેટ તથા અગાસી સીલ કરવામાં આવ્‍યા

અમરેલી,

અમરેલી નાગરીક સહકારી બેંક લી. માંથી લોન લઇ નિયમનુસાર હપ્‍તા નહિં ભરતા બાકીદાર જીગીશાબેન યાસીનશાહ મદાર રે.અમરેલી (હાલ દુધસાગર મેઇનરોડ, એચ.જે.સ્‍ટીલ સામે, ગુ.રા.હાઉસીંગબોર્ડ, ઉજાલા ઇલેકટ્રોનીકસ, સાગરચોક, રાજકોટ) ને બેંકના રીકવરી ઓફિસરે વારંવાર લોનની ચડત રકમ ભરપાઇ કરવા જાણ કરેલ તેમ છતાં લોનનાં હપ્‍તા ભરવાની કોઇ દરકાર નહિં કરતા આજરોજ બેંકના રીકવરી ઓફિસરશ્રીએ બટારવાડી, જન્‍નત ફલેટ નં.601 તથા અગાસીની તમામ મિલક્‍તને સિલ કરેલ છે. આગામી દિવસોમાં હજુ વધુ નિયમીત હપ્‍તા ન ભરતા અન્‍ય બાકીદારોની મિલક્‍તો પણ સીલ કરવામાં આવશે.


રાજકોટમાં ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પોલીસે કર્યો પર્દાફાર્ષ

 રાજકોટ ના વિજય પ્લોટમાં રહેતો કેવલ માંડલીયા ૪૦ ડુપ્લીકેટ ઘી અને ૧૪ સોયાબીન તેલના ડબ્બા સાથે ઝડપાયો : છેલ્લા ઘણા સમયથી નારાયણનગરમાં ધમધમી રહી હતી આ ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી.


રશિયન કાર્ગો વિમાન સીરિયા માં થયું ક્રેશ

પ્લેમાં રહેલ તમામ 32 યાત્રીઓ સહિત કેબીન ક્રું સ્ટાફ માર્યા ગયા : રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને રશિયન સમાચાર એજન્સીઓએ પુષ્ટી કરી – મંત્રાલયનાં કહેવા પ્રમાણે વિમાન લટાકીયા પ્રાંતમાં રશિયાના હમેયમીમ હવાઇ બૅઝમાં ક્રેશ થઈ ગયું હતું અને પ્રારંભિક માહિતી અનુસાર ક્રેશ કોઈ તકનીકી ખામીને કારણે થયું હોવાનું જાણવા મળે છે.


યોગી આદિત્યનાથ : હું હિન્દુ છું ઇદ નથી ઉજવતો અને મને તેનો ગર્વ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારના રોજ યુપી વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર સંબોધન કર્યું. તેમણે કહ્યું કે 11 મહિનામાં એક પણ સંપ્રદાયિક રમખાણો થયા નથી. હોળી અને જુમા એક દિવસે હતી તો અમે જુમાને બે કલાક લંબાવી દીધા અને કહ્યું કે પહેલા હોળી ઉજવવામાં આવશે. યોગીએ કહ્યું કે અમે તમામ પોલીસ લાઇને સ્ટેશનમાં જન્માષ્ટમીની ઉજવણી શરૂ કરી. એક પત્રકારે જ્યારે મને પુછ્યું કે તમે દિવાળી અયોધ્યામાં અને હોળી મથુરામાં ઉજવવી તો ઇદ ક્યાં ઉજવશો. ત્યારે મે કહ્યું, હિંદુ છું, ઇદ નથી ઉજવતો અને તેનો મને ગર્વ છે. પરંતુ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ઇદની ઉજવણી થાય તે માટે સરકાર હંમેશા કામ કરતી રહેશે. સમાજવાદી પાર્ટીએ પોતાની તોડફોડની નીતિ પોતાના સુધી મર્યાદિત રાખવી જોઇ, યુપીમાં અને દેશને તોડવાનો પ્રયત્ન કર્યો તો શિક્ષાત્મક નીતિનો સામનો કરવો પડશે.


અમરેલી વિદ્યાસભામાં વસંતોત્સવ ઉજવાયો


મંગળ અને શનિની યુતિ

ગ્રહોમાં સેનાપતિ મંગળ મહારાજ 7મી માર્ચ 2018ના રોજ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યા તેઓ શનિ મહારાજ સાથે યુતિમાં આવશે. મંગળ મહારાજ 7મી માર્ચ 2018 થી 2જી મે 2018 સુધી ધન રાશિ મા રહેશે જેથી મંગળ અને શનિની યુતિ લગભગ બે માસ માટે અગ્નિ તત્વની ધન રાશિમા રહેશે.
મંગળ અને શનિ બંને ક્રુર ગ્રહો છે તથા અગ્નિતત્વની રાશિ મા સ્ફોટક અને જડપી કાર્ય કરે છૅ. મંગળ અને શનિ બંને સ્વભાવે ઉગ્ર છે, બંને ની યુતિ ઇચ્છનીય નથી. મંગળ આતંકી ઘટના, દંગા , યુધ્ધ, સરહદ પર તંગદિલી બતાવે છે, વળી અગ્નિતત્વમા હોવા થી આગજની જેવી ઘટનાઑ જન્માવનાર બને. શનીનો સાથ મળવાથી તેની વિદ્ધવંસક તાકાત ઓર વધી જાય છે. વળી મંગળનુ આધીપત્ય સેના, પોલીસ અને રમતવીરો પર  છે તેથી આ બે માસના ગાળામા રમતવીરોઍ વધુ સાવધ રહેવુ પડે સેના અને પોલીસની પણ કસોટી થતી જણાય અને દંગા ફસાદ નીવારવા પડે, ખાસ કરીનૅ બે જુથ વચ્ચે અથડામણ થતી જોવા મળે તથા આ સમય મા આતંકી ગતિવિધિ પણ તેજ થતી જોવા મળે. બે દેશો વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિનુ નિર્માણ થતુ જોવા મળે. આ સમય મા ઉતર કોરિયા પણ નવા નવા પરીક્ષણ કરે અને યુધ્ધ માટે પેતરા કરે તો રશિયા પણ પોતાનુ શક્તિ પ્રદર્શન ચાલુ રાખે…વિશ્વના અનેક દેશો સરહદ બાબતે બાખડતા જોવા મળે…ભારત પાકિસ્તાન માટે પણ સમય કપરો રહેશે તથા સરહદ પર ભારે તંગદિલી જોવા મળે.
શનિ અને મંગળ અગ્નિ તત્વમાં સાથે હોવાથી પેટ્રોલિયમના ભાવ ભડકે બળે વળી તેલના કુવાઓ મા આગ ની ઘટના બનતી જોવાં મળે. આ ઉપરાંત ખાણમાં વિસ્ફોટ કે હોનારત થવની શક્યતા રહે. આ સમય મા આગ અને અકસ્માતની હારમાળા સર્જાતિ જોવા મળે. ખાસ કરીની પ્લેન ક્રેશ કે ટ્રેન દુર્ઘટના સામે વધુ કાળજી રાખવી પડે. અગ્નિ તત્વ મા મંગળ અને શનિની બે માસ માટેની યુતિ ઘણી સ્ફોટક કહી શકાય.
રોહિત જીવાણી
94 264 71470

પતિએ ટિફીન પાછું મોકલતા માઠું લગાડી પત્નીનો આપઘાત

વાપી,

તા. 5 માર્ચ 2018, સોમવાર વાપી નજીકના ચણોદગામે રહેતી પરિણીતાએ આજે કંપનીમાં પતિને મોકલેલું ટિફીન પતિએ પરત મોકલી આપતા માઠું લગાડી ઘરમાં જ પંખા સાથે ફાસો ખાઇ લીધો હતો. વાપી નજીકના ચણોદ ગામે મણીનગરમાં કામેશ્વર રામેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. આજરોજ કામેશ્વર રાબેતા મુજબ નોકરી પર ગયો હતો. પત્ની રાજપતદેવી (ઉ.વ.૪૩)એ મોટા પુત્રને કંપનીમાં ટિફીન આપવા મોકલ્યો હતો. જોકે, કામેશ્વરને જમવાની ઈચ્છા નહીં હોવાથી પુત્ર સાથે ટિફીન પરત મોકલી આપ્યું હતું. જેના થોડા સમય બાદ રાજપતદેવીએ ઘરમાં જ પંખા સાથે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પુત્રએ માતાની લાશ જોતા જ પિતાને જાણ કરી હતી. ડુંગરા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમમાં મોકલી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. પતિએ ટિફીન પરત મોકલતા માઠું લગાડી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાપી છરવાડાની યુવતિનો ભેદી સંજોગોમાં આપઘાત વાપી,સોમવાર વાપીના છરવાડા ગામે રમઝાનવાડીમાં રહેતા પ્રેમકુમાર રાયની ૨૧ વર્ષીય પુત્રી જયોતિએ ગઈકાલે સાંજે ઘરમાં રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હતો. ડુંગરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે. યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કોઈ વિગત બહાર આવી ના નથી.


1.11 કરોડનો વિદેશી દારૃ ભરેલા 2 ટ્રક વિરપુર પાસેથી પકડાયા

ગુજરાતમાં શરાબબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ દારૃની રેલમછેલ થઈ રહી છે. નશાબંધીની સખ્તાઈથી અમલવારી કરાવવામાં રાજ્ય સરકારની ખોરા ટોપરા જેવી દાનતને કારણે બીજા રાજ્યોમાંથી કરોડો રૃપિયાનો વિદેશી દારૃ બેરોકટોક ગુજરાતમાં ઠલવાય છે. ગઈકાલે રાત્રે રાજકોટ રેન્જ ડીઆઈજીના આરઆર સેલે વિરપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ૧.૧૧ કરોડનો અંગ્રેજી દારૃ ભરેલા બે ટ્રક સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. ચોંકાવનારી અને આશ્ચર્યની વાત એ છે કે, આ દારૃનો જથ્થો હરિયાણાથી આવતો હતો. રસ્તામાં અનેક ચેક પોસ્ટ હોવા છતાં તે છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયો હતો. આવા કિસ્સાઓમાં કોઈ પણ ચેક પોસ્ટના સ્ટાફની જવાબદારી નક્કી કરી પગલા લેવાતા ન હોવાથી છાશવારે ગુજરાતના ખૂણેખૂણા સુધી વિદેશી દારૃ પહોંચી જાય છે અને છૂટથી વેચાય છે. જે બે ટ્રકમાંથી ૧.૧૧ કરોડનો અંગ્રેજી દારૃ પકડાયો હતો તે બંને ટ્રક માત્ર તાલપત્રીથી ઢંકાયેલા હતા. એક જ વખત કોઈપણ તાલપત્રી હટાવીને જુએ તો પણ આસાનીથી આ વિદેશી દારૃની પેટીઓ દેખાય તેમ હતી. આમ છતાં બધી ચેકપોસ્ટ પરથી આ બંને ટ્રકો બેરોકટોક પસાર થઈ છેક રાજકોટ સુધી પહોંચી ગયા હતા!! આ પહેલી વખત નથી બન્યું. આ અગાઉ પણ લાખો-કરોડોન અંગ્રેજી દારૃ ઘણી ચેક પોસ્ટો પાસ કરી સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. રાજકોટ રેન્જ ડીઆઈજીનાં આરઆર સેલનાં પીએસઆઈ કૃણાલ પટેલે બાતમીના આધારે ગઈકાલે મોડીરાત્રે વીરપુર નજીકનાં પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. થોડીવારમાં જ બાતમી મુજબનો ટ્રક આવતા તેની તાલપત્રી હટાવી જોતા અંદરથી અંગ્રેજી દારૃની ૧૪૯૧૬ સાતસો પચાસ એમએલની બોટલો મળી આવી હતી. જેની કિંમત પોલીસે ૫૫ લાખ ૪૦ હજાર ગણી તેની સાથે ટ્રક ચાલક કશ્મીરસિંઘ બચીતરસિંઘ શિખ (ઉ.વ. ૪૩, રહે. ગામ ખેલા, તા. અમૃતસર), ક્લિનર હરજીન્દરસિંઘ જાકસિંઘ લોહાર (ઉ.વ. ૪૫ રહે. ગામ સુલતાનવાડી, જી. અમૃતસર) ઉપરાંત અંગ્રેજી દારૃની ડિલેવરી લેવા આવેલા સાગર પ્રભુદાસ બાવાજી (ઉ.વ. ૩૦, રહે. રાણપર, તા. ભાણવડ) અને આ અંગ્રેજી દારૃનો જથ્થો મંગાવનાર ભાણવડ પંથકના બૂટલેગર અરજણ આલા કોડીયાતરના ભાઈ ધાના (ઉ. ૨૫ રહે. રાણપર, તા. ભાણવડ)ને ઝડપી લીધા હતા. આ ટ્રક ચાલકે આપેલી માહિતી અને મળેલી બાતમીના આધારે આરઆર સેલે એકાદ કિ.મી. દૂરથી બીજો અંગ્રેજી દારૃ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. જેમાંથી અંગ્રેજી દારૃની ૭૫૦ એમએલની ૧૪૯૮૮ બોટલો મળી આવી હતી. જેની કિંમત પોલીસે ૫૫.૭૬ લાખ ગણી ટ્રક ડ્રાઈવર સોમનાથ પ્રકાશચંદ દલીત (ઉ.વ. ૩૯, રહે. મુળ જમ્મુ-કશ્મીર, હાલ ગુરૃદાસપુર)ની ધરપકડ કરી હતી. બંને ટ્રકમાંથી પોલીસે કુલ ૧ કરોડ ૧૧ લાખની ૨૯૯૦૪ બોટલ અંગ્રેજી દારૃ સાથે પાંચ શખ્સોને ઝડપી લઈ બંને ટ્રક વગેરે મળી કુલ ૧.૫૧ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે બંને ટ્રકમાં દારૃ હરિયાણાથી લવાતો હતો. પહેલો જે ટ્રક પકડાયો તેનો જથ્થો ભાણવડના રાણપરના બૂટલેગર અરજણ આલા કોડીયાતરે મંગાવ્યો હતો. આ કેસમાં તેની સાથે ટ્રકના માલીક તરીકે ધરમસીંગ ઉર્ફે પાંડે સજનસીંગ (રહે. બરીયાવાસ, જી. રેવાડી, હરિયાણા), ત્યાંથી આ દારૃનો જથ્થો મોકલનાર તરીકે સુરેશ સુચના આપનાર તરીકે મદન, ટ્રક સુધી સાગર કે જે દારૃના ટ્રકમાં બેસી જવાનો હતો તેને સ્વીફ્ટ કારમાં ત્યાં લાવનાર તરીકે વિરારબારીનું નામ ખુલ્યું છે. જ્યારે બીજો જે ટ્રક પકડાયો છે તેનો જથ્થો જૂનાગઢના બૂટલેગર ધીરેન કારીયાએ મંગાવ્યાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ટ્રક માલીક તરીકે દેવશી જેઠાભાઈ લગારીયા (રહે. નવાનગર, ગોકુલનગર, જામનગર), સુચના આપનાર તરીકે મદન અને દારૃ મોકલનાર તરીકે સુરેશ નામના શખ્સનું નામ ખુલ્યું છે. આ તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.


ભાવનગરમાં જાન લઈને જઈ રહેલ ટ્રક નાળામાં ખાબક્યો: 3૨ જાનૈયાના મોત

પાલીતાણાના અનેડાથી ગઢડાના ટાકમ ગામે જઈ રહી હતી જાન – ૬0 લોકો હતા સવાર, 108ની 5 ટીમો ઘટનાસ્થળે

ભાવનગર, તા. 6 માર્ચ 2018, મંગળવાર ભાવનગરમાં રંઘોળા નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 26 લોકોના મોત થયા છે. પાલીતાણાના અનેડા ગામથી ગઢડાના ટાકમ ગામે જાન જઈ રહી હતી. જાન લઈને જઈ રહેલા ટ્રકમાં 60થી વધુ લોકો સવાર હતા. રંઘોળા નજીક ટ્રક નાળામાં ખાબક્યો હતો અને લગ્ન પ્રસંગ મરણ પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો. તાત્કાલિક સારવાર માટે 108ની 5ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ છે. ઘાયલોને સારવાર અર્થે સિહોર અને ટીંબીની હોસ્પિટલોમાં ઘાયલોને ખસેડાયા છે. મૃત્યઆંક વધવાની શક્યતા છે. વરરાજાના માતા-પિતા પણ આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.

 


06-03-2018


error: Content is protected !!