Main Menu

Wednesday, March 7th, 2018

 

181 મહિલા હેલ્પલાઈનને રાજ્યવ્યાપી મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાત રાજયમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કર્તા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. જેથી તેના અભ્યાસ માટે વિવિધ રાજયોના અધિકારીઑ તજગ્નો દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આગવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સંરાહાના કરેલ છે…

મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોન ઉપર જરૂરી માહિતી… માર્ગદર્શન… કાઉન્સેલિંગનીં માહિતી, કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન. મફત કાનૂની સહાય સેવાઓ. કાઉન્સેલિંગ સેન્ટર. સ્વયંસેવી સંસ્થાઓ. રક્ષણ અધિકારી. સમાજ સુરક્ષા અધિકારી… મહિલા આયોગ્પ્નારી સંરક્ષણ ગુહ મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ. સર કારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી વી. આપવામાં આવે છે. જો કોઈ મહિલા ઉપર હિંસાની ઘટના બની હોય અથવા તો તેની ઉપર હિંસા આયરવામાં આવશે એવો તેને ડર હોય તો પણ તે પોતાને હિંસાના બનાવનાં સ્થળથી સલામત સ્થળે ખસેડવા માટે તાત્કાલિક સહાયની માંગણી જેવી ઘટનાઓમાં મદદ માટે આ હેલ્પલાઈનનો ઉપયોગ કરે છે. આ હેલ્પલાઈનને રાજ્યમાં હાલમાં કાર્ય રાત અન્ય હેલ્પલાઈન જેવીકે ૧0૯૧… ચાઈલ્ઠ હેલ્પ લાઈન… મહિલા આયોગની હેલ્પલાઈન, ૧૦૮… સાથે પણ જોડવામાં આવેલ છે જેથી જરૂર પડે આમાંની કોઈ પણ સેવાનો લાભ મહિલાને તાત્કાલિક આપવામાં આવે છે… આ હૈલ્પલાઈનનૌ ઉપયોગ કોણ કરી શકે? કોઈપણ યુવતી તેમજ મહિલા આનો ઉપયોગ કરી શકે છે .અધ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે? મહિલા સાથે થતી હિંસા (શારીરિક જાતીય માનસિક આર્થિક કાર્યના સ્થળે પ્રજોત્પત્તિને લગતી બાબતો) શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી.

૧૮૧ હેલ્પલાઇન સતત ૨૪ કલાક કાર્યરત – નિ: શુલ્ક
GPS/GIS ટેકનોલોજી દ્વારા કોમ્પુયટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર
LAN/WAN દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાર્તાલાપની માહિતીનો સંગ્રહ હાડ નકશાના ઉપયોગથી બનાવ ના સ્થળ અને નિકટની સવલતો નો જડપી સંચાર ભા/ળ/ભા લોકલ એરિયા નેટવર્ક અને વાઈડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ લાગ્ડ/ઠાડ ટેક્નોલોજી સજ્જ રેસક્યુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવર ૦થ્’વરનું સમય બદ્ધ નિયંત્રણ અને મહતમ ઉપયોગ તાલીમ બધ્ધ સાયકોલોજીકલ કાઉન્સીલીંગ માટે મહિલા કાઉન્સિલર આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવાની વ્યવસ્થા રાજ્યમાં હાલમાં કાર્યરત અન્ય હેલ્પલાઈન જેવીકે ચાઈલ્ડ હેલ્પ લાઈન, મહિલા આયોગની હેલ્પલાઈન, ૧૦૮, ૧૦૯૧, ૧૦૦ વીગેરે સાથે સુગ્રથિત સંકલન રાજય સરકારની મહિલા લક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા પ્રત્યેક કોલ નું માળખાગત બેક-ઓફિસ દ્વારા ફોલો-અપ અને સંતોષકારક નિકાલ ની ખાત્રી અને પ્રયાસ.


વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાની બુલેટપ્રુફ કારનું અકસ્માત

વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાની કારનો આજે સુરતના કામરેજ પાસે અકસ્માત થયો હતો જેમાં બુલેટપ્રુફ કારને નુકસાન થયુ હતુ પરંતુ પ્રવિણ તોગડિયા હેમખેમ બચી ગયા હતા. પ્રવિણ તોગડિયાના અકસ્માત પછી સવાલો ઉઠી રહ્યા છે કે, ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતાં અકસ્માત કેવી રીતે થયો? એક ટ્રેલરે તેમની કારને અડફેટે લઈ લેતા તેમની બુલેટપ્રુફ કારનો તો ક્ચ્ચરઘાણ નીકળી ગયો હતો પણ નેતાનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં કોઈ ઇજા નોંધાઈ નથી. તાજેતરમાં પ્રવિણ તોગડીયાએ અગાઉ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી આ એક્સિડન્ટને લઈને અનેક આશંકાઓના વમળ સર્જાઈ રહ્યા છે.  એક્સિડન્ટ પછી પોલીસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યાં હતાં. તોગડિયાએ પોલીસ પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, તેમને એસકોર્ટ પૂરું પાડવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાંય પોલીસે જાણીજોઈને તેમની સુરક્ષામાં ચૂક કરી છે. નિયમ અનુસાર, ઝેડ પ્લસની સિક્યોરિટી ધરાવતા વ્યક્તિના વાહનની પાછળ પણ પોલીસ એસ્કોર્ટ હોવું જોઈએ, જે ન હોવાથી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.


મંદિરમાં ફોટા પાડવાની મનાઇ હોવા છતાં શુટીંગ કર્યું

 રવિના ટંડન વિરૂધ્ધ ફરીયાદઃ અભિનેત્રી રવિના ટંડન વિરૂધ્ધ મંદિરના સંચાલકોની ફરિયાદ : ભૂવનેશ્વરના લિંગરાજ મંદિરમાં ફોટા પાડવાની મનાઇ હોવા છતાં શુટીંગમાં સામેલ થવા બદલ વિરોધ : મંદિરની પ્રતિબંધિત જગ્યાથી અજ્ઞાત હોવાનો,મંદિર માટે પૂરો આદર હોવાનો, તથા લાગણી દુભાવવાનો હેતુ નહીં હોવાથી રવિનાનો બચાવ.


રાજકોટમાં ધો.10 નાં છાત્રની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

રાજકોટ, તા. 6 માર્ચ 2018, મંગળવાર નાનામવા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતાં અને ધો.૧૦માં અભ્યાસ કરતા પ્રકાશ ભીમજીભાઈ બગડા નામના ૧૭ વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માલવીયાનગરના એ.એસ.આઈ. કે.કે. માઢક અને કલ્પેશભાઈની તપાસમાં બહાર આવ્યા મુજબ, લક્ષ્મીનગર – ૧માં રહેતા ભીમજીભાઈ  રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એકપુત્રી અને પ્રકાશ એકલૌતો પુત્ર હતો. પ્રકાશ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. પરંતુ તે કેટલાક સમયથી સ્કુલે જતો ન હતો દરમિયાન પરિક્ષા નજીકમાં આવતી હોવાથી સ્કુલ તરફથી પ્રકાશના માતા પિતાને ફોન દ્વારા આ અંગે જાણ કરાઈ હતી. જેથી પ્રકાશ બહાર ગયો હોય બપોરે ઘરે આવતા માતાએ તુ સ્કુલે કેમ જતો નથી કહીને કારણ પુછતા તે કંઈ જવાબ આપ્યા વિના રૃમમાં ચાલ્યો ગયો હતો અને પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બપોરે તેના માતા જમવા માટે બોલાવવા જતા દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ અંદરથી દરવાજો બંધ હોવાથી તેમણે બુમાબુમ કરતા અન્ય પરિવારના સભ્યો એકઠા થઈ જતા દરવાજો તોડીને જોતા પ્રકાશ લટકતો જોવા મળ્યો હતો. ૧૦૮ને જાણ કરાતા તેના તબીબે તેને મૃતજાહેર કર્યો હતો.


07-03-2018


error: Content is protected !!