Main Menu

Friday, March 9th, 2018

 

અમરેલીમાં ઈન્ક્મ ટેક્સ ની નવી ઓફિસે નું સ્થળાંતર

૯૩ વર્ષ જૈની ઐતિહાસિક ઈમારતમાંથી અમરેલી આયકર વિભાગની કચેરીનું આજે વિધિવત રીતે શરુ થયેલા આયકર સેવા કેન્દ્ર સાથે અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા બિલ્ડીંગમાં આયકર વિભાગની તમામ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
અમરેલીમાં ૯૩ વર્ષ જૂના બિલ્ડીંગમાં છેલ્લા ૪૪ વર્ષોથી આયકર વિભાગની કચેરી બેસતી હતી. આ ઐતિહાસિક ઈમારતનું ખાતમૂહુર્ત મહાત્મા ગાંધીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આઝાદીની ચળવળમાં લાલા લજપતરાય આ ઐતિહાસિક ઈમારતમાં અજ્ઞાતવાસમાં રહ્યા હતા. એ કચેરીમાં સુવિધાના અભાવે લોકો તથા કર્મચારીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. કેરીયારોડ પર નવા સ્થળે આજે અધ્યતન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી કચેરીનું લોકાર્પણ કરતા આયકર વિભાગ રાજકોટના મુખ્ય આયુક્ત પાંડેએ જણાવ્યું કે, અમરેલીમાં પહેલા આયકર વિભાગની વિધિવત કચેરી નહોતી. આ નવી કચેરીમાં સિંગલ વિંડો સિસ્ટમથી આયકરને લગતી તમામ કામગીરી અસક જ સ્થળે થશે. આયકર સેવા કેન્દ્રની સેવા પહેલા નહોતી તે અવે શરુ થઈ છે. અમરેલી જિલ્લામાં બે લાખથી વધું આયકર ખાતા છે તેમાંયી ૪૦ થી ૪૧ અજાર જેટલા રીટર્ન ભરવામાં આવે છે. આ આંકડામાં વધારો થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
અમરેલીના કલેક્ટર સંજય અમરાણીઅી જણાવ્યું કે, અમરેલી જિલ્લો પાણી વાળો જિલ્લો છે. કલાપી, કાંત અમરેલીના હતા. ૩૧ માર્ચ પહેલા રીટર્ન ભરીને દેશભક્તિ વ્યક્ત કરવા તેમણે અનેરોધ કર્યો હતો.


09-03-2018