Main Menu

Saturday, March 10th, 2018

 

અમદાવાદ મા વેપારી ની અમરેલી ના 2 શૂટર એ હત્યા કર્યા ની આશંકા……

અમદાવાદ મા મંદિર મા દર્શન કરવા આવેલ ટ્રાન્સપોટ ના વેપારી સુરેશભાઈ શાહ એક્ટિવા બાઇક લઇ ને આવતા ફાયરીંગ કરી હત્યા કરી નાખવા મા આવી છે ક્રાઇમબ્રાંચ સહીત ના અધિકારી ઓ નો કાફલો ઘટના સ્થળે પોહચી જુદી જુદી દિશા મા તપાસ હાથ ધરી 2 કાર્તિશ મળી આવ્યા અમરેલી ના 2 શૂટર એ હત્યા કરીયા ની પોલીસ ને શંકા.


દેશમાં બેકવર્ડની નહી ફોરવર્ડની હરિફાઈ કરવી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ વિકાસના મુદ્દા પર પછાત જિલ્લાઓના 101 સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી.  વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણે દેશમાં બેકવર્ડની સ્પર્ધા કરવી નથી પરંતુ દેશમાં ફોરવર્ડની સ્પર્ધા કરવી છે. સંસદમાં સેન્ટ્રલ હોલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાધ્યો હતો સંવાદ. વડાપ્રધાન મોદીએ જિલ્લામાં તૈનાત મોટી ઉંમરના અધિકારીઓનો વિકાસમાં અડચણરૂપ માન્યા હતા અને જવાન અધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, જો તમામ બાળકોને શિક્ષણ મળે છે તો એ સામાજિક ન્યાયની દિશામાં એક પગલું હશે.. તમામ ઘરોમાં વિજળી મળે છે તો તે પણ સામાજિક ન્યાય તરફ વધુ એક પગલું હશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણે દેશમાં બેકવર્ડની સ્પર્ધા કરવી નથી પરંતુ દેશમાં ફોરવર્ડની સ્પર્ધા કરવી છે. વડાપ્રધાને કહ્યું કે, જ્યારે આપણે સામાજિક ન્યાયની વાત કરવી છે તો સમાજની અવસ્થા સુધી સિમિત રહે છે. જ્યારે એક ઘરમાં વિજળી છે અને તેની બાજુમાં આવેલા ઘરમાં વિજળી નથી તો શું એ જવાબદારી નથી બનતી કે ત્યાં વિજળી હોવી જોઇએ. જો પાંચ જિલ્લાનો વિકાસ થયો છે અને ત્રણ જિલ્લાનો નથી થયો તો એનો અર્થ એ થયો કે આ ત્રણ જિલ્લાને પણ એ પાંચ જિલ્લાની બરોબરમાં લાવી શકાય છે. જો રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વિકાસ છે તો એનો અર્થ છે કે રાજ્યની અંદર પોર્ટેશલ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે જિલ્લા કે બે રાજ્યો પાસે સંસોધન યોગ્ય છે છતાં એક આગળ અને એક પાછળ છે તો એનું શું કારણ છે. કારણ સંસાધન નહી પરંતુ ગર્વનન્સ છે. લીડરશીપ, ઇમ્પ્લીમેન્ટેશન વગેરે તેનું કારણ હોઇ શકે છે. 40-45 ઉંમરના અધિકારીઓ પાસે અનેક ચિંતાઓ હોય છે. સ્ટેટ કેડરના પ્રમોટી ઓફિસરને જ બેકવર્ડ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. હું આ અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું.


અમરેલી ખાતે યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમમાં

અમરેલી, તા.૧૦ માર્ચ, ૨૦૧૮ શનિવાર

ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ, મહિલા સંમેલન કાર્યક્રમને દીપ પ્રગટાવી ખૂલ્લો મૂક્યો હતો.

અમરેલી ખાતે યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે, સ્‍ત્રી શક્તિ સ્‍વરૂપ છે. દીકરી બે કુળને તારે છે, તેમને સંસ્‍કાર સાથેનું શિક્ષણ આપવામાં આવે તે જરૂરી છે. રાજય સરકારે સ્‍ત્રીશિક્ષણને મહત્‍વ આપી કન્‍યા કેળવણી કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. રાજયની મહિલાઓને આર્થિક રીતે સ્‍વનિર્ભર બનાવવા પશુપાલન, આરોગ્ય, ગૃહઉદ્યોગ, લઘુઉદ્યોગ જેવી અનેકવિધ પ્રવૃત્તિ માટે જુદી-જુદી સહાય પૂરી પાડવામાં આવે છે.

શ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ ઉમેર્યુ કે, અમરેલી-ગાયકવાડી રાજય, તેમાં મફત અને ફરજિયાત શિક્ષણ હતુ. રાજય સરકારે પણ સ્‍ત્રી શિક્ષણને મહત્‍વ આપી વિદ્યાર્થીનિઓને ગણવેશ-સાયકલ-શિષ્‍યવૃત્તિ તેમજ ફીમાં રાહત આપવાની જોગવાઇ કરી છે. રાજયમાં ૩૩ ટકા મહિલા અનામતનો અમલ પણ કરવામાં આવ્‍યો છે. આમ, રાજય સરકાર મહિલા વિકાસના કાર્યો માટે સતત પ્રયત્‍નશીલ છે.

આ પ્રસંગે સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ, જ્યાં નારીઓનું સન્‍માન થાય છે ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. તેમણે ભારતીય સંસ્‍કૃત્તિમાં મહિલાઓના સન્‍માન-ગરિમા અને મહિલાઓની શક્તિ વિશે જણાવ્યું હતુ. તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને કેન્‍દ્ર-રાજય સરકારની મહિલાલક્ષી યોજનાઓની વિગતો આપી હતી.

શાબ્‍દિક સ્‍વાગત કરતા જિલ્‍લા કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્યું કે, સ્‍ત્રીઓની ગરિમા-અસ્‍મિતા જાળવવી એ ભારતીય પરંપરા-સંસ્‍કૃત્તિ છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. સૌરાષ્‍ટ્રના વીરાંગનાઓ અને વિવિધ ક્ષેત્રની ખ્‍યાતનામ મહિલાઓના પ્રેરણાદાયી વ્‍યક્તિત્વની યાદોને તાજી કરી હતી.

લાઠી તાલુકા પોલીસ સબ ઇન્‍સપેકટરશ્રી આહિરે અને આઇસીડીએસના હિરલબેન અજમેરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સ્‍ત્રીસશક્તિકરણની વિગતો રજૂ કરી હતી. આઇસીડીએસ વર્કર-તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને આ પ્રસંગે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આરોગ્ય શાખાના આશા બહેનોને સાડી વિતરણ કરવામાં આવેલ. જિલ્‍લાના શ્રેષ્‍ઠ પશુપાલક મહિલાઓને પણ આ પ્રસંગે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જુદી-જુદી યોજનાઓના મહિલા લાભાર્થીઓને સાધન તેમજ ચેક સહાય અર્પણ કરવામાં આવેલ.

ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયા, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ કલેકટરશ્રી સંજય અમરાણી, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવોએ સ્‍વચ્‍છતા રથને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતુ.

કાર્યક્રમમાં નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયા, પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. નરોડીયા, જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, મુખ્‍ય જિલ્‍લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જગદીશ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સતાણી, શ્રી પ્રજાપતિ, મામલતદારશ્રી જાદવ, નગરપાલિકા પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલીયા, ચીફ ઓફિસરશ્રી, અગ્રણી સર્વશ્રી મયુરભાઇ હિરપરા, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી રેખાબેન માવદીયા, શ્રી અલ્‍કાબેન દેસાઇ, શ્રી જીતુભાઇ ડેર, શ્રી મોટાભાઇ સાવંટ સહિતના મહાનુભાવો તેમજ આઇસીડીએસ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી અને આરોગ્ય શાખાના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

નવા ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે યોજવામાં આવેલ બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારિત મહિલા સંમેલન કાર્યક્રમમાં બાળાઓએ રાસ-ગરબા અને બેટી બચાઓ બેટી પઢાઓ અને લિંગ પરીક્ષણ કરવું-કરાવવું ગુન્‍હો નાટિકાઓ સહિતની સાંસ્‍કૃત્તિક કૃત્તિઓ રજૂ કરતા મહાનુભાવોએ તેમને રોકડ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેને કર્યુ હતુ.


૧૬ દિવસ,૫૩ રેડ, ૭૯ લાખની વેટચોરી પકડાઈ

જીએસટી લાગુ થયો હોવાથી વેપારીઓને સમય આપવા લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેલો વાણિજ્યિક વેરા વિભાગ છેલ્લા ૧૬ દિવસથી ફરી એક્શનમાં આવ્યો છે. રાજકોટ વર્તૂળમાં ૫૩ વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં રૃા.૭૯.૭૮ લાખની વેટચોરી બહાર આવી છે.  આગામી દિવસોમાં પણ આ સિલસિલો જારી રહેશે એવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જીએસટી લાગુ થયા પછી પણ રાજ્ય સરકાર દ્વારા જૂની વેટ વસૂલાત ચાલુ રાખવામાં આવી છે. આથી જે કરચોરોને એમ લાગતું હતું કે તેઓ ફાવી ગયા છે તેમની માન્યતા ખોટી સાબિત થઈ છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસનો દોર ચાલ્યો તેમાં રૃા.૭૯.૭૮ લાખની વેટચોરી બહાર આવી છે. જોકે આમાં મોટા ભાગના વેપારીઓ નાના છે. મોટા કરચોરો પર પણ તવાઈ બોલાવવામાં આવે તે જરૃરી છે. જ્યાં સુધી કરચોરોમાં ભય નહીં પેસે ત્યાં સુધી રાજ્ય સરકારની ટેક્સની આવકમાં થવી જોઈએ એવી વૃદ્ધિ થવી સંભવ નથી. દરમિયાન આજે રાજકોટમાં વધુ એક તપાસ હાથ ધરવામાં આવી હતી. પેકેજિંગ મટિરિયલના વેપારીને ત્યાં રેડ કરી હિસાબી સાહિત્ય તપાસવાનું શરૃ કરાયું હતું. લાખો રૃપિયાની કરચોરી બહાર આવશે એવી આશંકા સેવાઈ રહી છે.


જાસપુરમાં દિવાલ પડી જતા બે મજૂરોના મોત થયા

જાસપુર ગામમાં આવેલા પ્રજાપતિવાસમાં દિવાલ પડવાની દુર્ગટનામાં બે મજૂરોના કરૃણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક મજૂરનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સાંતેજ પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે. કલોલના જાસપુર ગામમાં આવેલા પ્રજાપતિ વાસમાં અકસ્માતે દિવાલ પડવાની દુર્ગટના સર્જાતા કડીયાકામ કરતા બે મજૂરોના કરૃણ મોત નીપજ્યા હતા. ખોરજ ગામમાં રહેતા લાલાભાઇ પ્રહલાદભાઇ બજાણીયા (ઉ.વ.૩૦) અને પ્રવિણ ઉર્ફે જીવાભાઇ શનાભાઇ સલાટ (ઉ.વ.૪૦) કડીયા કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આ બંને જાસપુર ખાતે આવેલા પ્રજાપતિ વાસમાં એક મકાનનું કડીયા કામ કરતા હતા. ઇશ્વરભાઇ પ્રજાપતિના મકાનનું કામ ચાલતું હતું. તે વખતે અચાનક દિવાલ ધરાશાયી થતા બંને મજૂરો દિવાલ નીચે દટાયા હતા. મજૂરોની મરણચીસોથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બંનેને દિવાલ નીચેથી બહાર કાઢ્યા હતાં. જેમાં શરીરે ગંભીર ઇજાઓને લીધે પ્રવિણ ઉર્ફે જીવાભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે લાલાભાઇ બજાણીયાને પણ શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે કલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેણે પણ હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો. બંને મજૂરોના મોતના સમાચાર મળતા તેમના પરીવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હૈયાફાટ આક્રંદ મચાવી મુક્યું હતું. સાંતેજ પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી બંનેની લાશનું કલોલના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબ્જો વાલીવારસોને સોંપી આ ઘટના અંગે વધુ તપાસ શરૃ કરી છે. ત્યારે દિવાલ પડવાની આ ઘટનામાં બે મજૂરોના મોત થતા જાસપુર ગામમાં ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે કંસ્ટ્રક્શન સાઇટ ઉપર પણ સેફટી સાધનોના અભાવે અકસ્માતે મજૂરોના મોત નીપજવાની ઘટનાઓ બનતી હોવાથી ફફડાટ પણ ફેલાયો છે.


બૂટલેગરની કાર હડફેટે ગાયનું મોત બે થાંભલા ૩ કારને હડફેટે લીધા

રાજકોટ, તા. 9 માર્ચ, 2018, શુક્રવાર

ગોંડલ રોડ તરફથી દારૃ ભરેલી કાર નિકળવાની છે તેવી ચોક્કસ બાતમી મળતા ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ વોચમાં ગોઠવાઈ ગયો હતો. બાતમી મુજબની એસેન્ટ કાર નિકળતા ક્રાઈમ બ્રાંચના સ્ટાફે તેને રોકવાની કોશિષ કરતા કાર ચાલકે પૂરઝડપે કાર ભગાડી મુકતા ક્રાઈમ બ્રાંચે તેનો ખાનગી વાહનમાં પીછો શરૃ કર્યો હતો. અંતે તે કાર વાણિયાવાડી પહોંચી હતી. ત્યાં એક થાંભલા સાથે ધડાકાભેર અથડાતા તે થાંભલો ધરાશાયી થઈ ગયો હતો. તેને કારણે બીજો થાંભલો પણ પડી જતા તેના વાયરો રસ્તા પર પડતા શોર્ટ સર્કિટ શરૃ થતા ભય ફેલાઈ ગયો હતો. તે પહેલા કાર ચાલકે આગળ એક રિક્ષા, એક કાર અને એક્ટિવાને હડફેટે લઈ નુકસાન પહોંચાડયું હતું. આ ઉપરાંત એક ગાય કારની હડફેટે ચડી જતા તેનું મોત નિપજ્યું હતું. પછીથી કારમાં પોલીસે તપાસ કરતા ૭૦ બોટલ જેની કિંમત ૩૫ હજાર ગણવામાં આવી છે, દારૃ કબ્જે થયો હતો. કારની કિંમત પોલીસે બે લાખ ગણી હતી. કારનો પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લે કાર વાણિયાવાડીમાં બે થાંભલા સાથે અથડાતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેમને રોડ પર પડેલા જીવતા વાયરોથી બચાવવા પોલીસે મહેનત કરવી પડી હતી. સ્થળ પર કાર્યવાહી બાદ પોલીસ કાર પોલીસ મથકે લઈ જતી હતી ત્યારે વિરાણી ચોકમાં અચાનક કારમાં આગ ભભૂકી ઉઠતા નવી મુસીબત ખડી થઈ હતી. ફાયર બ્રિગેડે આવી આગ બુઝાઈ હતી. કાર પર કચ્છ પાર્સીંગની નંબરપ્લેટ છે તે ખોટી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે દારૃ ભરેલી કાર મુકી ભાગેલા બૂટલેગરની શોધખોળ જારી રાખી છે.


જૂનાગઢમાં આજે 17 લાખના બાકી વેરા બદલ ૧9 મિલકત કરાઈ સીલ

જૂનાગઢ, તા. 9 માર્ચ, 2018, શુક્રવાર જૂનાગઢ મનપા દ્વારા આજે ઢોલ નગારા વગાડી બાકી વેરાની વસુલાત ઝુંબેશ કરાઈ હતી. જેમાં ૧૭ લાખના બાકીવેરા બદલ ૧૯ મિલ્કત સીલ કરવામાં આવી હતી. જૂનાગઢ મનપાના ટેકસ વિભાગના નાયબ કમિશનર પ્રફુલ કનેરીયા સહિતનાં સ્ટફ દ્વારા આજે બાકી વેરાની વસુલાત માટે ઢોલ-નગારા સાથે ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં સહયોગ કોમ્પ્લેક્ષમાં સાધુ બળદેવ કાશીરામની બે મિલ્કતના ૨.૧૫ લાખ ગ્રીન લોજના ડેલામાં વલ્લભદાસ પાનાચંદ તથા વિષ્નુરાય પાનાચંદની મિલ્કતના બાકી ૩.૪૦ લાખ, હવેલી ગલીમાં દ્વારકેશ કોમ્પ્લેક્ષમાં સુભાષચંદ્ર દ્વારકાદાસની ૧૧ દુકાનના ૧.૮૦ લાખ, લક્ષ્મી માર્કેટમાં હરિભાઈ સલાટની દુકાન તથા વિજયભાઈ અગ્રવાલની દુકાનના બાકી ૪૦ હજાર બદલ તેને સીલ કરાઈ હતી. જયારે જી.આઈ.ડી.સી.-૧માં આવેલી લક્ષ્મી ટીન ફેકટરીના બાકી ૪.૧૩ લાખ, સુરેશ ભંભાણીયાની ક્રિસ્ટલ ફર્નિચરના બાકી ૫.૭૭ લાખના વેરાબદલ તેને પણ સીલ મારવામાં આવ્યું હતું. આગામી ૩૧ માર્ચ સુધીમાં બાકી વેરા ભરપાઈ નહી થાય તો હજુ વધુ મિલ્કત સીલ કરવા કાર્યવાહી થશે.


ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ ને આવકારવા વડાપ્રધાન પ્રોટોકોલ તોડીને એરપોટ પહોંચ્યા

નવી દિલ્હી, તા. 10 માર્ચ 2018, શનિવાર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને મેક્રોનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેક્રોની સાથે તેમની પત્ની બ્રિગિટ પણ આવ્યાં છે. શનિવારે સવારે મેક્રો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા અને આતંકવાદ જેવાં મુદ્દે વાતચીત થવાની આશા છે. મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી છે. મેક્રો જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી આવનારાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે.


10-03-2018


error: Content is protected !!