Main Menu

Monday, March 12th, 2018

 

હજારો સમર્થકો વચ્‍ચે શ્રી રૂપાલા,શ્રી માંડવિયાની રાજયસભામાં ઉમેદવારી

ગાંધીનગર,
રાજયસભામાં ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત ઉમેદવારીપત્ર ભરી રહેલા શ્રી પરસોતમભાઇ રૂપાલાની ઉમેદવારીથી ગુજરાતભરમાં ઉત્‍સાહના માહોલમાં આજે હજારો સમર્થકો વચ્‍ચે શ્રી પરસોતમભાઇ રૂપાલા તથા શ્રી મનસુખભાઇ માંડવિયાએ રાજયસભામાં ઉમેદવારી નોંધાવી હતી.
શ્રી પરસોતમભાઇ રૂપાલાની ઉમેદવારી સમયે ઉપસ્‍થિતિ રહેવા માટે અમરેલી જિલ્લાના ગામે ગામથી ભાજપના આગેવાનો અને કાર્યકરોનો વહેલી સવારથી ગાંધીનગરમાં અવિરત પ્રવાહ શરૂ થઇ ગયો હતો અને ગુજરાતભરમાંથી શ્રી રૂપાલાના સમર્થનમાં હજારો કાર્યકરો અને ચાહકો ગાંધીનગર ખાતે તેમના નિવાસ્‍થાને ઉમટી પડતા ઘ રોડ ઉપર ટ્રાફીક જામ જેવી સ્‍થિતિ સર્જાઇ હતી.શ્રી રૂપાલાના નિવાસ્‍થાને દિગ્‍ગજ લેખક શ્રી શોભીતભાઇ દેસાઇ,તથા અવધ ટાઇમ્‍સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી રૂપાલાના ઉમેદવારીપત્ર ભરવાના સમય પુર્વ અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીન સાવલીયા, અમરેલી જિલ્લા સંઘના ચેરમેન શ્રી શરદ લાખાણી, ડો. ભરતભાઇ કાનાબાર, પુર્વ ધારાસભ્‍યશ્રી મનસુખભાઇ ભુવા, શ્રી કૌશિક વેકરીયા, શ્રી રામભાઇ સાનેપરા, ચિતલથી શ્રી જુગલકિશોર કુબાવતબાપુ,અમરેલી નગર પાલિકાના પુર્વ પ્રમુખ શ્રી કીલુભાઇ શુકલ,શ્રી કાળુભાઇ પાનસુરીયા, શ્રી કમલેશ કોરાટ, શ્રી જયેશ ટાંક, રાજુલાથી શ્રી રવુભાઇ ખુમાણ, વરસડાથી શ્રી દેવકુભાઇ વાળા, સાવરકુંડલાથી શ્રી કાળુભાઇ વિરાણી, શ્રી મનજીબાપા તળાવિયા, શ્રી ચીમનભાઇ શેખડા, શ્રી હસુભાઇ વિરાણી, શ્રી સુરેશ સાવજ, શ્રી ચિરાગભાઇ હિરપરા, શ્રી પ્રવિણભાઇ સાવજ, શ્રી પરાગ ત્રિવેદી, શ્રી શરદ પંડયા (ભાઇસુખભાઇ),શ્રી કાળુભાઇ લુણસર, શ્રી અમીત રાદડીયા,શ્રી મનુભાઇ વડલી સહિત જિલ્લાભરમાંથી આગેવાનો તથા શ્રી રૂપાલાના શુભેચ્‍છકો અને ચાહકો ઉમટી પડયા હતા.


અમદાવાદમાં ટ્રાન્સપોર્ટરની હત્યા : કુખ્યાત ડોન રાજુ શેખવાનો હાથ

અમરેલી,અપહરણ હત્‍યા ખંડણી સહિતનાં અસંખ્‍ય અપરાધમાં સંડોવાયેલ ગુજરાતનાં ટ્રાન્‍પોર્ટરકિંગ અને કુખ્‍યાત ડોન રાજુ શેખવાનું નામ ફરી એક વખત ઉછળ્‍યું છે. અમદાવાદમાં ધોળે દિવસે મંદિરમાં દર્શન કરવા આવેલ ટ્રાન્‍પોર્ટર અને ભુતકાળમાં રાજુ શેખવાની હત્‍યાનો પ્રયાસ કરવા સહિતના ગુનામાં સંડોવાયેલ સુરેશ શાહની ગોળી ધરબી કરાયેલી હત્‍યામાં રાજુ શેખવા જવાબદાર હોવાનું સુત્રો માની રહયા છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમદાવાદનાં વાસણાંમાં માધવપુર ચાર રસ્‍તા પાસે રહેતા અને એફસીઆઇમાં તથા પ્રાઇવેટ ટ્રાન્‍સપોર્ટનું કામ કરતા સુરેશ


સુરતમાં કરોડો ના બીટકોઈન ની હેરાફેરી

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે કરોડોના બિટકોઈન્સ પડાવી લેવામાં થયેલ અરજીમાં ચોંકાવનારા આક્ષેપો થયા છે : બહાર આવતી વિગતો મુજબ સુરતમાં 8 હજાર કરોડમાં ઉઠી કનિદૈ લાકિઅ ગયેલ પાર્ટી માટે તોડબાજી શરુ થઇ હતી : આ ઉઠી ગયેલ કંપનીમાં પોલીસ અધિકારીના કટકીના મનાતા નાણાં સંડોવાયાની છે ભારે ચર્ચા : સલવાયેલ પૈસા વસૂલવા કનિદૈ લાકિઅ બિટકોઈન્સમાં અકિલા રોકાણ કરનારાને નિશાન બનાવાયેલ : પોલીસ અધિકારીઓ અને સુરતના રાજકારણીઓ વચ્ચેના કનેક્શન ખુલવા સંભવ : સુરતની એક આંગડિયા કનિદૈ લાકિઅ પેઢીએ 32 કરોડનો હવાલો સ્વીકારેલ : આંગડિયા પેઢી અને હવાલા સાથે સંકળાયેલ મનાતો ઇકબાલ કોણ ? : તેની ભૂમિકા શંકાના દાયરામાં : બિટકોઈન્સના ધંધામાં કનિદૈ લાકિઅ પડેલા અનેક લોકો સાથે તોડ થયાની ચર્ચા:


ભારત-મ્યાંમાર સરહદ ૪.૮ કરોડની ૯૭ સોનાની લગડી ઝડપી

આસામ રાઇફલ્સના જવાનોએ, મણિપુરના ટેંગ્નોપાલ જિલ્લામાંથી, ભારત-મ્યાંમાર સરહદે એક વાહનમાંથી ૪.૮ કરોડની કિંમતની ૯૭ સોનાની લગડીઓ ઝડપી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઇમ્ફાલ-મોર્હ હાઈવે પર કુંન્ડેન્ગથાબી ચેક પોસ્ટ પર એક વાહનને અટકાવીને એક કરતા, તેમાંથી આ જથ્થો ઝડપાયો હતો. આ મોટરની ચેસીસના ખાંચામાં સોનું છુપાવેલું હતું. ટેંગ્નોપાલ જિલ્લામાંના કુંન્ડેન્ગથાબી ચેક પોસ્ટ પરથી આવાહન રાજ્યની સરહદેથી પાટનગર તરફ આગળ વધી રહ્યું હતું. ઝડપાયેલા વ્યક્તિને રેવન્યુ ઇન્ટેલીજન્સના અધિકારીઓને સોનાના જથ્થા સાથે સોંપી દેવાયો હતો તેમ આસામ રાઈફલ્સના પ્રવક્તાએ માહિતી આપી હતી.


ફરજમાં બેદરકારી બદલ નવસારી ટાઉન PSI અને બે જવાન સસ્પેન્ડ

નવસારીમાં બે દિવસ અગાઉ પોલીસના સ્વાંગમાં રસ્તે ચાલતી મહિલાને આંતરીને ત્રણ અજાણ્યા શખ્સોએ મહિલાના હાથમાંની સોનાની બંગલી અને ગળામાં પહેરેલું મંગળસૂત્ર ઉતરાવી  ફરાર થયા હતા.  આ બનાવની બે દિવસ બાદ મોડી ફરિયાદ નોંધનાર ટાઉન પોલીસનાં પી.એસ.આઇ. સહિત ત્રણ પોલીસ જવાનને ડીએસ.પી.એ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર મચી છે. નવસારી સબજેલ પાછળઆવેલી ટાગોરનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા  નયનાબેન અરવિંદભાઇ પારેખ તા. ૭-૩-૨૦૧૮ના  રોજ સવારે ૯-૩૦ કલાકે અગ્રવાલ કોલેજમાં મેડીકલ ચેકઅપ કેમ્પમાં ઘરેથી પાડોશીઓ સાથે રીક્ષામાં બેસીને ગયા હતા.  જ્યાં બ્લડ આપીને ઘરે પરત  આવવા નીકળ્યા ત્યારે રીક્ષા નહીં મળતા કાલીયાવાડી રોડ તરફ ચાલતા જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના શખ્સોએ તેમને  આંતરી પોલીસના માણસો હોવાનું જણાવી આગળ જોખમ છે એવું કહી બંને હાથમાં પહેરેલી ૩૮ ગ્રામ સોનાની બંગડી અને મંગળસૂત્ર  ઉતરાવીલઇ ફરાર થયા હતા. આથી ગભરાયેલા નયનાબેન ઘરે પહોંચીને પરિવારને બનાવ અંગે  જાણ કરી હતી. પરિવારજનો નવસારી ટાઉન પોલીસમાં સવારે ૧૦-૩૦ કલાકે ફરિયાદ આપવા ગયા હતા ત્યારે ફરજ ઉપરનાં પોલીસ અધિકારી અને અમલદારે  માત્ર અરજી લઇને તેમને રવાના કરી દીધા હતા. બે દિવસ વીતી જવા છતાં પોલીસે બનાવની ફરિયાદ નહીં નોંધતા  ભોગ બનનાર પરિવારે સમગ્ર મામલો ડી.એસ.પી. પાસે લઇ ગયા હતા. આથી નવસારી ડી.એસ.પી. ડો. ગિરીશ  પંડયાએ ટાઉન પોલીસને આ બનાવનો ગુનો નોંધવા આદેશ આપતા પોલીસે ત્રણ દિવસ બાદ એફ.આઇ.આર. નોંધી હતી! જ્યારે બીજી તરફ ડી.એસ.પી.એ ફરજમાં બેદરકારી બદલ ટાઉન પી.એસ.આઇ. એન.સી. ફીળવીયા, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર જયરામને અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ નાનુભાઇને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસબેડામાં ચકચાર મચી છે.


નાગકા ગામે મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસના દરોડો

પોરબંદર નજીકના નાગકા ગામે મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને મકાન માલિક મહિલા ઉપરાંત પત્તા રમતી પાંચ મહિલા અને ત્રણ પુરૃષો સહિત કુલ નવની ધરપકડ કરી અડધા લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી છે. નાગકા ગામની સીમમાં પાણીના ટાંકા પાસે રહેતા સોનલ રાજુ ઓડેદરાએ તેના મકાનમાં જુગારધામ શરૃ કર્યું હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમાડી રહેલી સોનલ ઉપરાંત નવઘણ ભુરા રાણાવાયા, પ્રતાપ નાગા પરમાર, સરમણ નથુ બાપોદરા ઉપરાંત દેવીબેન ઉર્ફે જુમીબેન કાના બોખીરીયા, હંસાબેન પ્રતાપ પરમાર, શીતલ પરબત રાણાવાયા, મંજુબેન ઉર્ફે લાખીબેન સરમણ બાપોદરા, લીલુબેન નાથા ભુતિયા વગેરેને જુગાર રમતા પકડી ૪૯ હજારની રોકડ તથા ૬ હજારના બે મોબાઇલ સહિત કુલ રૃા. ૫૫ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.