Main Menu

Wednesday, March 14th, 2018

 

નવા આગરીયા ગામે : રાજુલા ના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ને વિધાનસભા માંથી સસ્પેન્ડ કરાતા

રાજુલા ના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ને વિધાનસભા માંથી સસ્પેન્ડ કરાતા રાજુલા ના નવા આગરીયા ગામે ગામ ના લોકો દ્રારા રોડ ઉપર ટાયર સળગાવી વિરોધ કરવામા આવ્યો.


રાજુલા હિંડોરણા ચોકડી :શ્રી અમરીશભાઈ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાતા

રાજુલા:-વિધાનસભામાં ધારાસભ્ય અમરીશભાઈ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના પડઘા
રાજુલા હિંડોરણા ચોકડી પર રાજુલા શહેર કોંગ્રેસ સમિતિ,એન.એસ.યુ.આઈ,યુથ કોંગ્રેસ,ખેડૂત આગેવાનો,તથા કોંગી કાર્યકરો દ્વારા હાઇવે પર ચક્કાજામ કર્યો…
સતત 1 કલાક નેશનલ હાઇવે પર ચક્કાજામ કરતા 2500 થી 3000 કાર્યકરોની અટકાયત.


રાજુલામાં ધારાસભ્ય શ્રી અમરીશ ડેર ના સસ્પેન્શન સામે રાજુલામાં ચક્ક્રશનો માહોલ

રાજુલા શહેર


ભાવનગર:અલંગશિપ બ્રેકિંગ યાર્ડ માં પ્લોટ નંબર ૩૨માં ગેસ લિકેજ થતાં ૨ મજુરના મોત

બંને મજુરની બોડીને પીએમ અર્થે તળાજા હોસ્પિટલ ખસેડાઇ


અમિતાભ બચ્ચને મુંબઇથી ડોક્ટરોની ટીમ જોધપુર બોલાવતાં ચાહકોમા ગભરાટ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આજે બ્લોગ ઉપર પોસ્ટ મૂકીને ડોકટરોને રાજસ્થાન બોલાવી પોતાની નજીક રહેવા જણાવતા ચાહકોમાં તેમની તબીયત અંગે ચિંતા ફેલાઇ હતી. જોકે જયા બચ્ચને અમિતાભની તબીયત સારી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે તેમની ડોક અને પીઠમાં સામાન્ય દુઃખાવો હતો. બચ્ચનની પોસ્ટ વાંચ્યા પછી ડોકટરોની ટીમ તાબડતોબ જોધપુર પહોંચી ગઇ હતી. તેઓ હાલમાં એક ફિલ્મના શૂટિંગ માટે જોધપુર ગયા છે. તેમણે બ્લોગમાં લખાયું હતું કે તેમણે સવારે ડોકટરોને બોલાવી તેમની નજીક રહી તપાસ કરાવવા જણાવ્યું છે. પાટનગર દિલ્હીમાં પત્રકારોએ જયા બચ્ચનને તેમની તબીયત અંગે પૂછતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મ માટે ભારે ડ્રેસ પહેરવો પડયો હોવાથી પીઠમાં દુઃખાવો થયો હતો. તેમની તબીયત સારી છે. આ સમાચાર ચાહકોમાં પ્રસરી જતાં જોધપુરની હોટલની બહાર લોકોના ટોળા જામ્યા હતા. ડોકટરોએ તેમની  તબીયત અંગે કંઇ કહેવા ઈનકાર કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ તેમને સારી તબીયતની શુભેચ્છા પાઠવી હતી. અમિતાભે બ્લોગમાં ફિલ્મમાં અતિશય વ્યસ્ત શૂટિંગ માટે પણ લખ્યું હતું. સવારથી મોડી સાંજ સુધી કામ કર્યું. કેટલાક લોકોને જીવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. પરંતુ આ કામ અતિશય ભારે હતું પરંતુ પોતે તેમાં સફળ થયા હતા.


ગુજરાત સરકારને નવરાવવામાં પણ નિરવ અને મેહુલ કાંઈ બાકી રાખ્‍યું નથી

નિરવ મોદી અને કાર્તિ ચિદમ્‍બરમે આખા દેશને માથે લીધો છે. આ ઉપાડો ક્‍યારે ઠરશે એ તો રામ જાણે. આરબીઆઇના નિર્ણયમાં ઔચિત્‍યભંગ નીરવ મોદી- મેહુલ ચોક્‍સી કૌભાંડ પછી શરૂ થયેલી કડીબદ્ધ તપાસનું ઉલ્લેખનીય જમા પાસું એ છે કે તપાસકર્તા એજન્‍સીઓ કોઈની પણ શેહશરમમાં આવ્‍યા વિના શંકા પડે તેને પૂછપરછ માટે બોલાવે છે અને કૌભાંડોના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્‍ન કરી રહી છે.
એજન્‍સીઓનો આ બદલાયેલો અભિગમ મોદી સરકારના કડપને પ્રતાપે છે, કારણ કે આ જ એજન્‍સીઓ વડા પ્રધાન મનમોહન સિંઘના નેતૃત્‍વવાળા યુપીએ સરકારના શાસનકાળમાં કૌભાંડો પ્રતિ ઉપેક્ષાવૃત્તિ સેવતી હતી. આ સંદર્ભમાં 80:ર0 સ્‍કીમ હેઠળ સોનાની આયાત માટે મોદી-ચોકસીને સવલત કરી આપવાની ભૂમિકા ભજવવા માટે જેની સામે આંગળી ચિંધાઈ છે તે રિઝર્વ બૅન્‍ક ઑફ ઇન્‍ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સુધી તપાસનો રેલો પહોંચશે તો એજન્‍સીઓનું કેવું વલણ હશે તે અત્‍યારથી ઉત્‍કંઠાનો વિષય બને છે. યુપીએ સરકારના શાસનનો અંતકાળ નજીકમાં હતો અને મોદી સરકાર સત્તા ગ્રહણ કરવાની હતી તે સંઠ્ઠાંતિકાળમાં રિઝર્વ બૅન્‍ક ર014ની ર1 મેના દિવસે એક પરિપત્ર દ્વારા ખાનગીઆયાતકારોને 80:ર0 સ્‍કીમની વિભાવનાનો ભંગ કરી સોનાની આયાત માટે માર્ગ મોકળો કરી આપ્‍યો તેમાં કાયદાનો ભંગ કદાચ ન હોય તોપણ ઔચિત્‍યભંગ જરૂર છે. મોહિત કમ્‍બોજે ઇન્‍ડિયન બુલિયન ઍન્‍ડ ન્નવેલર્સ ઍસોસિયેશનના પ્રમુખની રૂએ રિઝર્વ બૅન્‍ક ગવર્નરને લખેલા આ પત્રને ગંભીરતાથી લેવાવો જોઈતો હતો, પણ તેવું થયું નથી. ચિદમ્‍બરમે કમ્‍બોજના આ પત્રોની નોંધ લેવાની દરકાર કરી નહીં, કદાચ તેમને કમ્‍બોજના ભાજપ સાથેના સંબંધોનો અંતરાય નડયો હશે, પરંતુ ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રાજન માટે તો આવું વલણ લેવાનું કોઈ કારણ નહોતું. તત્‍કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્‍બરમનાં દબાણ હેઠળ ભૂતપૂર્વ ગવર્નરે પસંદગીના 13 સ્‍ટાર ટ્રેડિંગ હાઉસીસને આ સુવિધા કરી આપી હતી તેવી શંકા જાય તો નવાઈ નથી. આરબીઆઇના કોઈ ગવર્નરની સામે ઔચિત્‍યભંગની કે પક્ષપાતની ફરિયાદ થઈ નથી. ડૉ. રાજન સામે આંગળી ચિંધાઈ છે ત્‍યારે તેમણે પોતાની ગરિમા જાળવવા માટે પણ સ્‍પષ્ટતા કરવા આગળ આવવું જોઈએ.
આરબીઆઇની સ્‍વાયત્તતાના હિમાયતી ડૉ. રાજને જો નાણાપ્રધાનની સૂચનાનું પાલન કર્યું હોવાનું તપાસમાં બહાર આવશે તો તે આરબીઆઇના ઇતિહાસમાં એક કમનસીબ ઘટના ગણાશે. પાયાની વાત તો એ કે સોનાની આયાત વિશેના નિર્ણયો લેવાનું કામ વેપાર મંત્રાલયનુંહતું, નહીં કે નાણાં મંત્રાલયનું અને રિઝર્વ બૅન્‍કનું તો નહોતું. આમ છતાં, જે થયું તેમાં મોદી-ચોકસી-ચિદમ્‍બરમની ભૂમિકા તપાસકર્તા એજન્‍સીઓ શોધશે તો કબાટમાંથી વધુ હાડપિંજર બહાર આવશે. સોનાની 80:ર0 સ્‍કીમમાં જે ર0 ટકા સોનું નિકાસ કરવાની શરત. હતી તેમાં લઘુતમ મૂલ્‍ય વૃદ્ધિની જોગવાઈ સૂચવવાઈ નહોતી. કમ્‍બોજે વેપાર મંત્રાલયના તત્‍કાલીન સચિવ રાજીવ ખેરને જાણ કરી હતી. આનો અર્થ એ કે વેપાર મંત્રાલય આ બાબત અજાણ નહતું. આ કૌભાંડની તપાસ આગળ વધશે અને ચિદમ્‍બરમની સંડોવણી બહાર આવશે તો તેઓ પરાજકીય ઇરાદાજ્જની બુમરાણ મચાવશે. આ અનપેક્ષિત નહીં હોય, પરંતુ મોદી સરકારે વિચલિત થયા વિના કૌભાંડની તપાસને તેના તાર્કિક છેવાડા સુધી લઈ જઈને તમામ ગુનેગારોને ધડારૂપ સજા કરવી જોઈએ. ગુજરાતમાં અને ખાસ તો આપડા અમરેલીમાં વિદ્યાસભાના દાતા અને ટ્રસ્‍ટી એવા અને પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં મેહુલ ચોકસીનું વાયબ્રન્‍ટ ગુજરાતમાં કોઈ રોકાણ ન હોવાની માહીતી સરકારે અગાઉ જાહેર કરી હતી પરંતુ હવે એવો ઘટસ્‍ફોટ થયો છે કે વેટ પેટે ગુજરાત સરકારના પણ નીરવ મોદી પાસે મોટી રકમ લેવાની નિકળે છે અને તેના અનુસંધાને નોટીસ ફટકારવામાં આવી છે.
સુરતનાં બેલ્‍જીયમ ટાવરમાં નીરવ મોદીની માલીકીની ફાઈવસ્‍ટાર ઈન્‍ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની છે. ર013-14 ના નાણાંકીય વર્ષમાં 3પ00 કરોડના આંતર રાજય વેપાર તથા જવેલરી નિકાસ પેટે વેટ ચુકવવાનો બાકી છે અને તે પેટે સરકારે ઉઘરાણી કરી છે. બાકી લેણી રકમ પર 18 ટકા વ્‍યાજ અને 1પ0 ટકાની પેનલ્‍ટીની વસુલાત માટે નોટીસ ફટકારવામાં આવી છે. કરવેરા વિભાગના સુત્રોએ કભ્‍ું કે વેટ રીટર્નના આધારે 1ર.પ0 ટકા વેટ થતા ર.પ0 ટકાના વધારાના વેરાની ગણતરી કરવામાં આવે તો તે આંકડો પરપ કરોડ થવા જાય છે. 1ર મી માર્ચ સુધીમાં તમામ દસ્‍તાવેજો સાથે કંપની સંચાલકો હાજર ન થાય તો ઉકત રકમમાં વ્‍યાજ અને પેનલ્‍ટી વસુલાશે.
વેટની બાકી રકમનો ચોકકસ આંકડો વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્‍યો નથી. સુરતના જોઈન્‍ટ કમીશ્નર ઓફ સ્‍ટેટ ટેકસ દ્વારા ગુજરાત વેટ કાયદા ર003 તથા કેન્‍દ્રીય વેચાણવેરા કાયદા 19પ6 હેઠળ કલમ 9 (ર) હેઠળ ર013-14 ના નાણા વર્ષની ઓડીટ આકારણી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. નીરવ મોદીની કંપનીને ફટકારાયેલી નોટીસમાં એમ કહેવાયું છે કે આંતર રાજય તથા નિકાસ વ્‍યવહારોનાં શીપીંગ બીલ, નિકાસ મેનીફેસ્‍ટો, બેંક વ્‍યવહારો વગેરે દસ્‍તાવેજો રજુ કરવામાં આવ્‍યા નથી. એર-વે બીલમાં શીપીંગ બીલ દર્શાવવા છતા ઓડીટ આકારણી માટે સામેલ કરવામાંઆવ્‍યા નથી.ગુજરાત વેટ કાયદા ર003 ની કલમ 33 અને 63 હેઠળ કંપનીએ ફોર્મ ર00પ માં વાર્ષિક રીટર્ન તથા ઓડીટ રીપોર્ટ પણ રજુ કર્યા નથી કંપનીએ પેશ કરેલા દસ્‍તાવેજોની ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની વેબસાઈટમાં આંકડા સાથે ચકાસણી કરવામાં આવી હતી તેમાં એવુ માલુમ પડયુ હતું કે ર479 કરોડની નિકાસ મંજુર થઈ હતી અને 990 કરોડની નિકાસ નામંજુર થઈ હતી. કંપની શાખાએ 40 કરોડથી વધુનો માલ ટ્રાન્‍સફર કર્યો હતો પરંતુ ડીસ્‍પેચીંગ અને કાયદાકીય ફોર્મ પેશ કરાયા ન હતા.
સુરતમાં નિરવ અને મેહુલના અન્‍ય હવાલા કૌભાંડો અંગે પણ સીબીઆઈ દ્વારા તપાસ થઈ રહી છે.


નક્સલીઓની કાયર હરકત , CR-PF નું વાહન ઉડાવ્યું : 9 જવાનો શહીદ

રાઇપુર, તા,૧૩.3.18

છત્તીસગઢમાં નક્સલીઓ ફરી સક્રીય થઇ ગયા છે. અહીંના સુકમા જિલ્લામાં સીઆરપીએફના જવાનો લઇને જઇ રહેલા વાહનને ઉડાવી દીધુ હતું, જેને પગલે નવ જવાનોના મોત નિપજ્યા છે. એક વર્ષ પહેલા જ આ જ વિસ્તારમાં નક્સલી હુમલામાં ૧૨થી વધુ જવાનો માર્યા ગયા હતા.  તે સમયે સરકારે દાવા કર્યા હતા કે નક્સલવાદ સામે પહોંચી વળવા માટે નવી નીતીનો અમલ કરવામાં આવશે જોકે એક વર્ષ બાદ ફરી હુમલો થતા સરકારના વાયદાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીઆરપીએફના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના બપોરે સાડા બાર કલાકે બની હતી. નક્સલીઓએ આયોજપૂર્વક આ હુમલાને અંજામ આપ્યો હતો. એવા અહેવાલો છે કે આ હુમલાની આખી રણનીતી બીજાપુરના જંગલોમાં તૈયાર કરવામાં આવી હતી અને ૨૦૦થી વધુ નક્સલીઓ તેમાં જોડાયા હતા. અહીના સુકમા વિસ્તારમાં કિસ્તરામ અને પલોદી વચ્ચેના રસ્તામાં નક્સલીઓએ આયોજનપૂર્વક વિસ્ફોટક સામગ્રી ધુળમાં દાટીને રાખી હતી. જેવુ જવાનોથી સવાર વાહન આ વિસ્ફોટક પરથી પસાર થયું તે સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ સુરંગ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જવાનોનુ વાહન હવામાં ઉછળ્યું હતું. સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું હતું કે જે વાહનમાં જવાનો જઇ રહ્યા હતા તે કોઇ સાધારણ નહીં પણ એન્ટી માઇન્સ એટલે કે જમીનમાં છુપાવીને કરાતા વિસ્ફોટ સામે રક્ષણ આપનારુ વાહન હતું. આ વાતની જાણકારી નક્સલીઓને પણ હોવાથી વિસ્ફોટ માટે જુદી જુદી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (આઇઇડીએસ)નો ઉપયોગ કર્યો હતો. થોડા દિવસ પહેલા નક્સલી કમાન્ડરનું જવાનોના ઓપરેશનમાં મોત નિપજ્યું હતું જેનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. નક્સલીઓ જવાનોના ડ્રેસમાં આવ્યા હતા. જ્યારે કેટલાક જવાનો કાળા કપડામાં હતા. હુમલાને અંજામ આપીને નક્સલીઓ નજીકના જંગલોમાં જતા રહ્યા હતા. આ હુમલામાં નવ જવાનો ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા જ્યારે અન્ય છથી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલ જવાનોમાં કેટલાકની સ્થિતિ બહુ જ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સીઆરપીએફની ટુકડીને ઉતારવામાં આવી છે અને નક્સલીઓ જંગલોમાં જ હોવાની માહિતીના આધારે ઓપરેશન જારી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ જ વિસ્તારમાં ગયા વર્ષે ૧૧મી માર્ચે પણ નક્સલીઓએ જવાનો પર હુમલો કરી દીધો હતો. જેમાં ૧૨ જવાનો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગયા વર્ષે એપ્રીલ માસમાં પણ સુકમામાં નક્સલીઓએ કરેલા હુમલામાં ૨૬ જવાનો માર્યા ગયા હતા. નક્સલીઓ હથીયારો પણ લુટી ગયા હતા. તે સમયે ગોળીબાર કરી હુમલો કર્યો હતો જોકે આ વખતે નક્સલીઓએ સુરંગ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.

હુમલા પહેલા ૨૦૦ નક્સલીઓએ જંગલમાં મીટીંગ કરી હતી

એવા અહેવાલો સામે આવ્યા છે કે અહીંના બીજાપુરના જંગલોમાં નક્સલીઓએ એક મીટીંગ કરી હતી, જેમાં ૨૦૦થી વધુ નક્સલીઓ જોડાયા હતા. આ મીટીંગમાં જ હુમલાનું આખુ આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. નક્સલી કમાંડર હિડમા અને પુલારી પ્રસાદે હુમલાની આગેવાની લીધી હતી. સુકમા વિસ્તારમાં આ નક્સલી કમાંડરો વધુ સક્રિય છે. આ પહેલા પણ હિડમાનું નામ અન્ય હુમલાઓમાં સામે આવ્યું હતું. જંગલોમાં નક્સલીઓને વિસ્ફોટક સામગ્રી પહેલાથી જ એકઠી કરીને રાખી હતી. જોકે જવાનો આ વિસ્તારમાંથી પસાર થવાના છે તેની જાણકારી નક્સલીઓને કેવી રીતે મળી તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. નક્સલી હુમલાની ૭ મહત્વની વાતો -હુમલાને અંજામ આપવા માટે નક્સલીઓએ લેંડ માઇનથી વાહન લગાવી ઉડાવી દીધું. -વાહનના ટુકડે ટુકડા થઇને ૩૦ ફુટ દુર જઇને પડયા -૧૫ જવાનો વાહનમાં સવાર હતા જેમાંથી નવના મોત જ્યારે છ ઘાયલોને સારવાર અપાઇ રહી છે -બસ જેવા આ વાહનને એમપીવી એટલે કે માઇન પ્રોેટેક્ટેડ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે -હુમલા બાદ નક્સલીઓ ગ્રાઉંડ ઝીરોમાં છુપાઇ ગયા હોવાની શક્યતા, તપાસ અભિયાન જારી -છત્તીસગઢનો ગુપ્તચર વિભાગ ઉંઘતો રહ્યો નહીં તો હુમલાથી જવાનોને બચાવી શકાયા હોત -છત્તીસગઢના ૨૭માંથી ૧૮ જિલ્લામાં નક્સલવાદ ફેલાયેલો છે, સુકમા જિલ્લો વધુ પ્રભાવીત -૨૦૦ જેટલા નક્સલીઓએ હુમલો કર્યો હોવાની શક્યતા

સવારે નક્સલીઓ અને જવાનો વચ્ચે ઘર્ષણ થયું અને બપોરે વિસ્ફોટ થયો

મંગળવારે સવારે જ નક્સલીઓ અને સીઆરપીએફના જવાનો વચ્ચે સુકમા વિસ્તારમાંના જંગલોમાં ઘર્ષણ થયું હતું. જોકે નક્સલીઓને પાછા ખસેડવામાં જવાનો સફળ રહ્યા હતા. જે બાદ નક્સલીઓએ સુરંગ વિસ્ફોટને બપોરના સમયે અંજામ આપ્યો હતો. એટલે કે આ વિસ્તારમાં પહેલાથી જ નક્સલીઓ સક્રિય હોવાની જાણકારી મળી ગઇ હતી. તેમ છતા પ્રશાસન દ્વારા કોઇ આક્રામક પગલા ન લેવામાં આવ્યા. થોડા દિવસ પહેલા તેલંગણા પાસે જવાનોના ઓપરેશનમાં નક્સલીઓના મોટા નેતાઓ માર્યા ગયા હતા. જેમા નક્સલીના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. એટલે કે નક્સલીઓએ પોતાના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે જવાનોને નિશાન બનાવ્યા હતા અને આ હુમલાને અંજામ આપ્યો હતો. છત્તીસગઢમાં નક્સલી હુમલાઓનો સીલસીલો ૬ એપ્રીલ, ૨૦૧૦: દંતેવાડામાં તાડમેટલામાં સીઆરપીએફના ૭૬ જવાનો શહીદ થઇ ગયા હતા. ૧૧ માર્ચ, ૨૦૧૪: ટાહકવાડામાં સીઆરપીએફના જવાનો પર નક્સલી હુમલામાં ૧૧ જવાનો માર્યા ગયા હતા. ૧ ડિસેમ્બર, ૨૦૧૪: સુકમામાં સીઆરપીએફની ૨૩૩ બટાલિયનને ટાર્ગેટ બનાવી હતી, ૧૩ જવાનોના મોત થયા હતા. ૧૧ માર્ચ, ૨૦૧૭: સુકમા વિસ્તારમાં દુર્ગમ ભેજ્જીમાં નક્સલી હુમલામાં ૧૧ જવાનો મોત થયા હતા. એપ્રીલ, ૨૦૧૭: છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલામાં ૨૬ જવાનો મૃત્યુ પામ્યા હતા.


હેવાનીયત ની હદ :પૌત્રીની ઉંમરની બાળાને ગર્ભવતી બનાવી, બે નરાધમ ઝબ્બે

રાજકોટ તા.14/03/2018

શહેરમાં હેવાનીયતની હદ વાળોટતી ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની પૌત્રી જેવડી ઉંમરની ૧૧ વર્ષની બાળાને ૬૭ અને ૫૩ વર્ષનાં બે વૃધ્ધે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધાનો સભ્ય સમાજની આંખો શરમથી ઝૂકી જાય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભક્તિનગર પોલીસે પરોઢીયે ગુનો નોંધી બંને નરાધમ વૃધ્ધોને પકડી મહિલા પોલીસને સોંપી દીધા હતાં. પુછપરછમાં આ બંને આરોપીઓને કોઈ અફસોસ હોય તેવું પોલીસને લાગ્યું ન હતું. આ અગાઉ શહેરમાં એક ત્રણ વર્ષની માસુમ ફૂલસરીખી બાળાનું અપહરણ કરી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતી તેને મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો હજુ લોકો ભૂલ્યા નથી. ત્યાં ૧૧ વર્ષની બાળાને ગર્ભવતી બનાવી દેવાયાનાં ઘૃણાસ્પદ કિસ્સાથી લોકોમાં આરોપીઓ પ્રત્યે ફીટકારની લાગણી જન્મી છે. શહેરીજનોમાં ભારે રોષની લાગણી જન્માવનાર આ કિસ્સામાં જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી નાનજી ધનજી જાવીયા (૬૭) બધીર છે અને તેની પુછપરછ માટે મહિલા પોલીસે પોતાનાં ગળા ફાડવા પડયા હતાં. જયારે અરવિંદ લખમણદાસ કુબાવત (૫૩) ને આંખે ઓછું દેખાય છે. નાનજીની પત્ની હયાત નથી. તે કડિયા કામ કરે છે. એક પુત્રી છે તે સાસરે છે. અરવિંદ નિવૃત્ત જીવન ગાળે છે. તેને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જે સાસરે છે. એક પુત્રને માનસિક તકલીફ છે. બંને નરાધમ આરોપીઓનાં મોડીસાંજે મહિલા પોલીસે મર્દાનગી ટેસ્ટ કરાવ્યા હતાં. જેમાં નાનજી પાસ થઈ ગયો હતો. જયારે અરવિંદનો આવતીકાલે ફરીથી ટેસ્ટ કરાવવામાં આવશે. આ ફિટકાર જગાવનારી ઘટના અંગે પરોઢીયે ભોગ બનનાર બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તેનાં પતિ માનસીક બીમાર હોવાથી કોઈ કામ ધંધો કરતા નથી. તેને સંતાનમાં એક પુત્રી છે. જે ૧૧ વર્ષની છે અને ધો.૭માં અભ્યાસ કરે છે. તેનાંથી નાનો દસ વર્ષનો પુત્ર છે ગઈ તા.૮મીએ તેની પુત્રીનું પેટ વધી ગયાનું તેનાં ધ્યાને આવતાં મહિલા ડોકટર પાસે તપાસ કરાવ્યા બાદ તેનાં કહેવાથી સોનો ગ્રાફી કરાવી હતી. બે લેડીઝ ડોકટરોએ સોનો ગ્રાફી કર્યા બાદ કહ્યું કે તેની પુત્રીને આઠ માસનો ગર્ભ છે. આ વાત સાંભળી તે ચોંકી ઉઠી હતી. તેણે પુત્રીને વિશ્વાસમાં લઈ પુછતાછ કરતાં તે સતત રડતી રહી હતી અને કોઈ જણાવ્યું ન હતું. એટલું જ નહીં બીમાર જેવી થઈ જતાં અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેણે સતત ત્રણેક દિવસ પુત્રીની પુછતાછ કરી હતી. અંતે તેની પુત્રીએ ગઈ ૧૨મીએ આપવીતી જણાવી કહ્યું કે, આઠેક માસ પહેલા આ બાજુનાં કવાર્ટરમાં રહેતાં નાનજીએ કામ માટે પોતાનાં કવાર્ટરમાં બોલાવી હતી ત્યારે ત્યાં બાજુનાં કવાર્ટરમાં રહેતો અરવિંદ પણ હાજર હતો. તે અંદર જતાં જ અરવિંદે કવાર્ટરનો દરવાજો બંધ કરી દીધા બાદ નાનજીએ તેને હવસનો શિકાર બનાવી હતી. આ પછી પણ અવારનવાર બંને તેને ઘરે બોલાવી એક ાસથે દેહ ચૂંથતાં હતાં આ વાત સાંભળી તે હતપ્રભ બની જતાં પરિવારનાં સભ્યોને બધી વાત ચીત કર્યા બાદ અંતે ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવતા ભક્તિનગરનાં પી.આઈ. ગઢવીએ ગેંગરેપ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી રાતોરાત બંને નરાધમ વૃધ્ધોને સકંજામાં લીધા હતાં. ત્યારબાદ બંનેને મહિલા પોલીસને સોંપ્યા હતાં. જે હવે આ કેસની તપાસ કરી રહી છે.


14-03-2018


રાજકોટ જુના માર્કેટ યાર્ડમાં સરકારી બારદાન વાળા ગોડાઉનમાં લાગી ભયંકર આગ…

રાજકોટ: ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલ આગના અંગારા હજી ઠર્યા નથી ત્યાં આજરોજ રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. યાર્ડમાં રાખેલા બારદાનમાં લાગી ભીષણ આગ હતી. ફાયર બ્રિગેડની 10 ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં.

પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો.આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ રાજકોટ શહેરના ફાયરબ્રિગેડના ફાયર ફાઇટરો દોડી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આ ભીષણ આગથી આકાશમાં ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો.આ ઘટનાને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

જાહેર માધ્યમો સાથે વાત કરતા રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા ગુજકોટના પ્લેટફોર્મમાં લાગેલી આગ ભીષણ છે. જેમાં 15 લાખ ખાલી બારદાન હતા. એક બારદાનની કિંમત 80થી 100 ગણીએ તો કુલ 15 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે.જો કે આ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.


error: Content is protected !!