Main Menu

Thursday, March 15th, 2018

 

કુંડલા પાસે રાજુલાના હોટેલમાલિક ઉપર ફાયરીંગ

અમરેલી,
સાવરકુંડલાના ઓળીયા નજીક રાત્રે ફાયરીંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર રાત્રે સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે રાજુલાના હોટલ વૃંદાવનના માલિક મેહુલભાઇ પટેલની ફોર્ચ્‍યુનર કાર નં. જી.જે.18 બીસી 4111 ને એક બ્રેઝા કારે ઓવરટેક કરી આંતરી અને તેની ઉપર બે રાઉન્‍ડ ફાયરીંગ કરાયું હતુ જોકે કારની અંદર રહેલા હોટલમાલિક તથા સુરેશભાઇ ઠકકર અને લોઠપુરના ધીરુભાઇ ખુમાણ સહિતના લોકોના બચાવ થયા હતા પણ આ સમયે સામેથી લાલ લાઇટ વાળી પોલીસની કાર આવી રહેલી જોઇને હુમલાખોર ફરાર થઇ ગયો હતો અને પોલીસની કારની આડે પોતાની કાર આડી રાખી મેહેલભાઇએ મદદ માંગતા તાત્‍કાલીક વાયરલેસથી જિલ્લાભરમાં પોલીસ તંત્રને નાકાબંધી કરવાનો આદેશ અપાયો હતો અને અમરેલીથી એસપીશ્રી જગદીશ પટેલ ઓળીયા દોડી ગયા હતા તથા ભાવનગરથી આઇજી શ્રી અમીતકુમાર વિશ્‍વકર્મા પણ ઓળીયા આવવા રવાના થયા હોવાનું જાણવા મળેલ છે અને રાત્રે સાવરકુંડલ તાલુકા પોલીસમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે તથા એસઓજીના પીએસઆઇ શ્રી રામાવત દ્વારા જિલ્લાભરમાં આરોપીને પકડવાની જાળ બીછાવાઇ છે.

જાણવામળતી માહીતી અનુસાર હોટલ વૃંદાવનના માલિક મેહુલભાઇ પટેલ ઉપર તા. 19 જાન્‍યુઆરીએ છરી વડે શીવા વાલાભાઇ ધાખડા નામના શખ્‍સે છરી વડે હુમલો કર્યો હતો અને તે આરોપી હજુ પકડાયો નથી ત્‍યારે આ બનાવ પાછળ તેનો હાથ હોવાની શંકા સુત્રોએ વ્‍યકત કરી છે અને તે દીશામાં તપાસ હાથ ધરાઇ છે.


હરિયાણા વિધાનસભામાં પસાર થયું ઐતિહાસિક બિલ: રેપના કરનારાઓને થશે મૃત્યુંદંડ

બાળકો સાથે થઇ રહેલા રેપના મામલે હરિયાણા વિધાનસભામાં એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. વિધાનસભાએ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકી સાથે રેપ કરનારને મૃત્યુંદંડ આપવાનું એક બિલ પાસ કર્યું છે. જે હેઠળ દોષિતોને મૃત્યુંદંડ પણ મળી શકે છે. હરિયણામાં છેલ્લા ઘણાં સમયથી સગીર બાળકીઓ પર રેપની ઘટના વધી રહી હતી. જેના કારણે હરિયાણા સરકારની ટીકા થઇ રહી હતી. એક દિવસ પહેલા રોહતકમાં એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. આ પહેલા માર્ચ મહિનામાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તેમજ સોનીપતમાં સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવવાની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય રાજ્યમાં આવી ઘણીબધી દુષ્કર્મની ઘટના સામે આવી છે અને તેથી રાજ્યમાં વધતીજતી દુષ્કર્મની ઘટનાને કારણે રાજ્ય સરકારે હરિયાણા વિધાનસભામાં આ પ્રકારનું બિલ પસાર કર્યું છે. જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ કરનારને મૃત્યુંદંડની સજાની જોગવાઇ કરવામાં આવી છે.


અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં ચક્કાજામ પાલિકાની વેરા વસૂલાત સામે વિરોધ વંટોળ

અમરેલીમાં નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડીંગ નજીક આવતા જ વેરાની વસૂલાત શરુ કરવામાં આવી છે પણ શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી ન જોવાથી લોકોમાં પ્રચંડ રોષની લાગણી ભભૂકી ઊઠી છે અને ઉગ્ર વિરોધ વંટોળ શરુ થયો છે. વેરા વસૂલવા માટે નીકળેલી પાલિકાની ગાડીને લોકોએ રોકી દીધી હતી અને ચક્કાજામ કર્યો હતો.

આ અંગેની વિગતો મુજબ માર્ચ એન્ડીંગ નજીક આવતા જ અમરેલી નગરપાલિકા દ્વારા રીકવરીનો લક્ષ્યાંક પૂરો કરવા માટે વેરા વસૂલાત ઝૂંબેશ શરું કરવામાં આવી છે. બીજી તરફ શહેરમાં પાલિકા દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નથી અને લોકો પાસેથી કડક રીતે વેરાની વસૂલાત કરાતી હોવાથી ઠેર ઠેર વિરોધ શરુ થયો છે. પાલિકાની ગાડી આજે વેરા વસૂલવા માટે નીકળી અને બ્રાહ્મણ સોસકયટીમાં પહોચી ત્યારે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકાની ગાડીને અટકાવી દીધી હતી અને ઢોલ નગારા વગાડીને રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

આ વિસ્તારના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, બ્રાહ્મણ સોસાયટીના લોકો ૯૦ ટકા વેરો ભરે છે તેની સામે આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી. મોટા ભાગના માર્ગો બિસ્માર હાલતમાં છે, રોડ ખોદ્યા બાદ ખાડા બુરવામાં આવતા નથી જેના કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. લાંબા સમયથી આ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નિયમિત મળતું નથી. આ સમસ્યાઓ અંગે લોકો દ્વારા પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વેરાની કડક ઉઘરાણી કરવામાં આવે છે. લોકોએ વેરાનો બહિષ્કાર કરીને આંદોલન શરુ કર્યું હતું.

હે/પાલિકાએ પોલીસને બોલાવવાની
ચીમકી અપાતા લોકો ઉશ્કેરાયા
ભ્રાહ્મણ સોસાયટી વિસ્તારના લોકોએ વેરા વસૂલવા માટે આવેલી પાલિકાની ગાડીને રોકી લીધી હતી અને જ્યાં સુધી મુખ્ય અધિકારી દ્વારા ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી જવા ન દેવાની ચીમકી આપી હતી. લોકોએ પાલિકાના મુખ્ય અધિકારીને ફોન દ્વારા જાણ કરાતા મુખ્ય અધિકારી દ્વારા સુધરાઈની ગાડીને ગોડવામાં ન આવે તો પોલીસની ગાડી મોકલવાની ચીમકી આપી હતી જેથી લોકો ઉશ્કેરાયા હતા અને રોડ પર ઊતરીને ચક્કાજામ કર્યો હતો.


રાજકોટ શહેરમાં ૧૧ વર્ષની બાળકીને હવસનો શિકાર

બે નહીં છ નરાધમોએ બાળાને ગર્ભવતી બનાવ્યાનો શહેરમાં ૧૧ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દઈ હેવાનીયતની હદ વાળોટતાં કિસ્સામાં બે નહીં પરંતુ છ-છ નરાધમો સંડોવાયેલા હોવાનો પોલીસ તપાસમાં ઘટ્ટસ્ફોટ થતાં આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી એક અંધ અને બીજો તરૃણ વયનો છે. બાકીનાં બે આરોપીઓને ઝડપી લવા મહિલા પોલીસે તજવીજ જારી રાખી છે. ૧૧ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યા બાદ તેને ગર્ભ રહી ગયો હતો તેનું પેટ ફૂલેલું જોઈ તેની માતાને શંકા જતાં તબીબો પાસે ચકાસણી કરાવતા તેની પુત્રીનાં પેટમાં આઠ માસનો ગર્ભ હોવાની માહિતીથી ચોંકી ઉઠેલી માતાએ અંતે પુત્રીને સમજાવીને પુછપરછ કરતા તેણે પોતાનાં જ બ્લોકમાં રહેતાં બે વૃધ્ધોએ કુકર્મ ગુજાર્યાનું કહેતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નેતા આધારે મહિલા પોલીસે બે નરાધમોમાં બધીર નાનજી વનજી જાવીયા (૬૭) અને અંધ અરવિંદ લખમણદાસ કુબાવત (૫૩) ની ધરપકડ કરી હતી. તપાસનાં અંતે બંનેને કોર્ટ હવાલે કરાતા જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. ગઈકાલે ભોગ બનનાર બાળા કે જે હાલ ઝનાના હોસ્પિટલમાં દાખલ છે તેનું મહિલા પોલીસે નિવેદન લેતા તેણે પોલીસને વધુ બે શખ્સોએ હવસનો શિકાર બનાવ્યાનું કહેતા તે બે શખ્સોમાં સામેલ વિજાનંદ રમાભાઈ મૈયડ (૪૭) કે જે અંધ છે ઉપરાંત એક તરૃણની આજે મહિલા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ભોગ બનનારની ફરીથી પોલીસે પુછપરછ કરતાં તેણે વધુ બે નામો આપતાં પોલીસ ચોંકી ઉઠી છે. આ બાળાની પુછપરછ પરથી તેને બે નહીં પરંતુ કુલ છ શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવ્યાની ચોંકાવનારી માહિતી બહાર આવતાં બાકીનાં બે નરાધમોને ઝડપી લેવા પોલીસે તજવીજ આદરી છે. ભોગ બનનાર બાળાની સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં પેનલ ઓફ ડોકટર્સની નિયુક્તિ કરવામાં આવી છે. તબીબો માટે ભોગ બનનારની વય માત્ર ૧૧ વર્ષ હોવાથી આ જોખમી પ્રસુતિનો કેસ છે જેથી તબીબો સતત નિષ્ણાંત તબીબોનાં અભિપ્રાયો તો લઈ જ રહ્યાં છે, આ માટે જે પણ જરૃરી ટેસ્ટ છ તે કરાઈ રહ્યાં છે. તબીબોએ કહ્યું કે, બાળાની પ્રસુતિ નોર્મલ રીતે કરાવી કે પછી સિઝેરીયનથી તેનો નિર્ણય બે દિવસમાં પેનલ ઓફ ડોકટર્સ લેશે. બીજી તરફ પોલીસે અત્યાર સુધિમાં જે આરોપી આરોપીઓની ધરપકડ કરી છે તેમનાં ડીએનએ સેમ્પલ લઈ પૃથકરણ અર્થે ગાંધીનગર મોકલી દીધા છે. બાકીનાં જે આરોપીઓની ધરપકડ બાકી છે તેમનાં પણ પોલીસ ડીએનએ સેમ્પલ લેશે. આજે જે તરૃણની પોલીસે ધરપકડ કરી તેની ઉંમર ૧૭ વર્ષની છે. તે સગીર હોવાથી તેને બાળ અદાલતમાં મોકલી દેવાયો હતો.


ભાણવડમાં દૂષ્કર્મનો ભોગ બનેલી ૧૬ વર્ષીય તરૃણી દ્વારા વિષ લેવાયુ

ભાણવડમાં રહેતી ૧૭ વર્ષની વયની એક તરૃણીનું ગયા મહિનાની ૧૬મી તારીખે અપહરણ થયા પછી તેણી પર દૂષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ભાણવડ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જેના અનુસંધાને ભાણવડ પોલીસે એક સગીર શખ્સ તેમજ અન્ય શખ્સની મદદગારીમાં ધરપકડ કરી લીધી હતી. દરમિયાન આજે તરૃણીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાઇ છે અને તરૃણીના પિતા દ્વારા પોતાની પુત્રી પર ગેંગરેપ થયાનો આક્ષેપ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

તરૃણીના અપહરણ અને દૂષ્કર્મ અંગે એક તરૃણ તથા મદદગારીમાં અન્ય શખ્સની અટકાયત થઇ હતી
ભાણવડમાં રહેતી ૧૭ વર્ષની વયની એક તરૃણીનું ગત ૧૬મી ફેબુ્રઆરીએ અપહરણ થઇ ગયું હતું. તરૃણીની માતાએ સૌ પ્રથમ ભાણવડ પોલીસ મથકમાં પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુમ નોંધની તપાસમાં પોલીસને તરૃણી મળી આવી હતી જેની પુછપરછમાં તેણીનું ભાણવડમાં જ રહેતો એક સગીર વયનો તરૃણ પોતાની સાથે લઇ ગયો હતો અને તેમાં નસાળી જવા માટે ભાણવડના જ એક યુવાને મદદગારી કરી હોવાનુ જણાવ્યું હતું. જેથી ભાણવડ પોલીસ દ્વારા ૧૮મી તારીખે ભાણવડમાં પોલીસ મથકમાં તરૃણીની માતાની ફરિયાદના આધારે અપહરણ કરી જવા અંગે એક સગીર શખ્સ અને મદદગારી કરનાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો.

ત્યાર પછી તરૃણીને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તેણી સાથે એક વખત દૂષ્કર્મ આચરાયું હોવાનું અભિપ્રાય આવ્યો હતો. જેથી પોલીસે સગીર આરોપી સામે પોકસો તેમજ બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો અને બાળ આરોપી હોવાને કારણે તેને રાજકોટ રીમાન્ડ હોમમાં મોકલી અપાયો હતો. જયારે અન્ય શખ્સ પુખ્ય વયનો હોવાથી તેને મદદગારી ના કેસમાં તથા પોસ્કોની કલમ હેઠળ અટકાયત કરી અને ભાણવડની અદાલતમાં રજૂ કરતા તેને જેલમાં ધકેલી દેવાયો છે. જે હાલ જામનગરની જિલ્લા જેલમાં છે.

દરમિયાન ગઇકાલે મોડી રાત્રે અથવા આજે હવેલી સવારે તરૃણીએ વિષ પાન કરી લેતા તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઇ છે અને તેણી બેશુધ્ધ અવસ્થામાં હોવાથી નિવેદન આપીશકે તેમ નથી. આવા સંજોગોમાં ભોગ બનનાર તરૃણીના પિતા દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પોતાની પુત્રી પર ગેંગરેપ થયો છે પરંતુ તેની પુત્રીની ગેંગરેપની ફરિયાદ લેવામાં આવતી નથી અને પોતાને ન્યાય મળી શકે તેમ ન હોવાથી પુત્રીની ગેંગરેપની ફરિયાદ લેવામાં આવતી નથી અને પોતાને ન્યાય મળી શકે તેમ ન હોવાથી પુત્રીએ ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. જેથી ખંભાળિયાના ડીવા. એસ.પી. આ પ્રકરણમાં જોડાયા છે અને વિશેષ તપાસ હાથ ધરી છે.

તરૃણીના પિતા દ્વારા એવો પણ આક્ષેપ કરાયો છે કે, મારી પુત્રીનું અપહરણ કરાયા પછી ત્રણેક શખ્સો દ્વારા ગેંગરેપ કરાયો છે અને આ સમગ્ર પ્રકરણ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. તરૃણીના મામા સાથે પણ આરોપીઓ દ્વારા મોટી રકમનો તોડ કરી દઇ સગીરાનો કબજો મામા હસ્તક મને સોંપી દેવામાં આવ્યો છે. આ તમામ આક્ષેપોને લઇને ઉચ્ચ અધિકારીઓ ઉંડાણપૂર્વકની તપાસમાં જોડાયા છે. ભાણવડ પોલીસ સામે પણ નિષ્ક્રિયતા દાખવવા અંગેનો આક્ષેપ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તે અંગે પણ તપાસ કરી રહ્યા છે.


15-03-2018


નયનાની લાશ સ્‍વીકારવાનો તેના પતિ પ્રકાશનો ઇન્‍કાર

અમરેલી,
અમરેલીના સોનારીયામા બનેલી ઘટના બાદ મરનાર નયનાનું પોસ્‍ટમોર્ટદ કરાયા બાદ તેના પતિ પ્રકાશ પ્રેમજીભાઇ ખેતરીયાએ લાશ સવીકારવાનો ઇન્‍કાર કર્યો હતો અને જણાવેલ કે તેને હત્‍યારાઓથી ભય છે જયા સુધી ધરપકડ ન થાય ત્‍યા સુધી લાશ નહી સ્‍વીકારીએ બીજી તરફ પોલીસે જુદી જુદી ટીમો બનાવી ફરાર થયેલી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને નયનાની લાશને કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામા આવી છે.અત્રે ઉલ્‍લેખનીય છે કે નયનાને યણ માસનો ગર્ભ હતો અને પોલીયોના ઇન્‍જેકશન માટે ગઇ હતી ત્‍યારે તેના બાળકના જીવનની રક્ષાને બદલે તેને અને બાળકને બન્‍નેને મોત મળ્‍યા છે તેમ જણાવ્‍યું હતુ.


ઓનર કિલીંગ : પ્રેમલગ્‍ન કરનાર ગર્ભવતી યુવતીનું ગળુ દબાવીને હત્‍યા

અમરેલી,અમરેલીનાં સોનારીયા ગામે ભાગીને ગામનાં જ યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્‍ન કરનારી યુવતીને તેના માતા-પિતા અને ભાઇએ જાહેરમાં ઢસડી ઘરે લઇ જઇને બેરહેમીથી પતાવી દેતા નાનકડા એવા ગામમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
આ અંગે ભોગ બનેલી યુવતીના પતિ પ્રકાશ પ્રેમજીભાઇ ખેતરીયા ઉ.વ.26 રે.સોનારીયા તા.અમરેલી અનુજાતિ વાળાએ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામમાં જ રહેતી નયના ભનુભાઇ કોળી નામની યુવતી સાથે પ્રેમલગ્‍ન કર્યા હતાં. તા.14 ના રોજ સવારે 10:30 વાગ્‍યાના અરસામાં પ્રકાશ ડોકટરને ત્‍યાં તબીયત બતાવવા માટે ગયો હતો અને નયના એકલી જ ઘરે હતી ત્‍યારે ગામમાં જ રહેતા નયનાના પિતા ભનુભાઇ નાનજીભાઇ કોળી માતા હંસાબેન ભનુભાઇ કોળી અને ભાઇ બકુલ ભનુભાઇ કોળી આવ્‍યા હતાં અને નયનાને માર મારી બળજબરીપૂર્વક અપહરણ કરી લઇ ગયા હતાં. ક્નોધના આવેસમાં હેવાન બની ગયેલા પરિવારે વ્‍હાલસોયી દિકરીએ મરજી વિરુઘ્‍ધ અનુજાતિ યુવક સાથે લગ્‍ન કર્યા હોવાથી ક્નોધીત બનીને નયનાને બેફામ માર માર્યો હતો. જાહેરમાં ધુળમાં ઢસડીને પોતાના ઘર સુધી લઇ ગયા હતાં અને ઘરે લાવીને બેફામ માર મારી બળજબરીથી નયનાનું ગળુ દબાવીનેમોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીના પતિ પ્રકાશે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી અને બારોબાર અંતિમ સંસ્‍કાર કરવામાં આવે તે પહેલા જ મૃતદેહ જપ્‍ત કરાયો હતો અને મોડી સાંજે મૃતદેહને પોસ્‍ટમોટમ માટે અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ અને ત્રણેય આરોપીઓને રાઉન્‍ડઅપ કરવામાં આવ્‍યા છે.


error: Content is protected !!