Main Menu

Friday, March 16th, 2018

 

જામનગરમાં દુધના કેનમાં દેશી દારૃની થતી હેરાફેરીનો ભાંડાફોડ થયો..

જામનગરમાં દુધના કેનમાં દેશી દારૃ છુપાવીને સપ્લાય કરવા આવતા લાલપુર પંથકના શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી લઇને ભાંડાફોડ કર્યો હતો. જેમાં એક દંપતીની પણ સંડોવણી ખુલી છે. લાલપુર તાલુકાના પીપળી ગામનો સુખરાજ લુણાભાઇ ગોધાણી નામનો શખ્સ પોતાના બાઇકમાં બંને તરફ દુધના કેન રાખીને દુધની આડસમાં દારૃ ભરીને જામનગરમાં આવ્યો છે તેવી બાતમી સીટી સી ડીવી.નો પોલીસ સ્ટાફને મળતા જામનગરના અંધાશ્રમ આવાસ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન વહેલી સવારે દુધ વેચવાના બહાને આવેલા સુખરાજ ચારણને પોલીસે આંતરી લઇ તેના બાઇકમાં બાંધેલા બે કેનને ખોલીને ચકાસણી કરતા ૩૦ લી. દુધને બદલે દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચારણ શખ્સને દારૃબંધી ભંગ બદલ ધરપકડ કરી લઇ તેનું બાઇક અને દારૃ ભરેલ બે કેન વગેરે કબ્જે કરી લીધા છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આવાસ કોલોની બ્લોક નં. ૧૦૩ રૃમ નં. ૨માં રહેતા ભાનુબેન વિજયભાઇ થાપલીયા અને વિજયભાઇ થાપલીયાના રહેણાંક મકાન ે દુધના બદલે દેશી દારૃનો જથ્થો સપ્લાય કરવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તે દિશામાં પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


16-03-2018