Main Menu

Saturday, March 17th, 2018

 

કુંવારી હતી ત્યારથી પરિણીત અને વિધવા બન્યા ત્યાં સુધી પ્રેમીએ યુવતી સાથે કરીયા દુષ્કર્મ

રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતિ બનાવી દેવાયાના ચકચારી કિસ્સા બાદ વધુ એક આવી ફરિયાદ મહિલા પોલીસમથકે નોંધાઈ છે જેમા ૧૩ વર્ષની હતી ત્યારથી પ્રેમજાળમાં ફસાવી પરિણી ગઈ અને વિધવા બન્યા બાદ પણ ૨૭ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યાની પુર્વ પ્રેમી સામે વિધવાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી લલીત પરસોત્તમ રાઠોડ ઉ.વ.૪૩ (રહે. પુરૃષાર્થ સોસાયટી-૪ હરિધવા રોડના છેડે)ની ધરપકડ કરી છે.
વિગતો મુજબ હાલ ૪૦ ર્વિષય ફરિયાદી વિધવા ૧૩ વર્ષની હતી ત્યારે કડિયા કામે જતી હતી ત્યાં સાથે કામે આવતા આરોપી લલીતની ઓળખ થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. લલીત તેના જેતે સમયના સહકારનગર સ્થિત ઘરે લઈ જતો અને શરીર સબંધ બાંધતો હતો. એક સમયે તેનો ભાઈ પણ આવી ગયો હતો અને ખીજાયો હતો જે તે સમયે લલીતે લગ્નની ખાતરી આપી હતી પરંતુ લગ્ન નહીં કરતાં અને જામનગરથી માંગુ આવતાં લલીતે છેહ આપી ફોસલાવીને કહ્યું કે સંજોગોવસાત લગ્ન નહીં થઈ શકે કહેતા વીસ વર્ષ પહેલા જામનગર લગ્ન કરી લીધા હતા. થોડા દિવસ બાદ લલીત જામનગર પહોંચ્યો હતો અને બળજબરીથી મળ્યો હતો.
બાર વર્ષ પુર્વ પતિ અને એક પુત્રને લઈને ફરી રાજકોટ રહેવા આવી હતી અને કડીયા કામે જવા લાગી હતી. લલીતે પોતાના મોબાઈલ નંબર આપીને ફોન પર સંપર્ક વધાર્યો હતો અને ફરવા લઈ જતો હતો. પોતાની સાથે ફરીથી લગ્ન કરશે તેવી વાતો કરી ફરી ભોળવી હતી અને અમદાવાદ લઈ ગયો ત્યાં હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે લલીત ઘરે જતો અને શરીર સબંધ બાંધતો હતો. દરમિયાનમાં ૨૦૦૮ની સાલમાં પાણી ભરવા જેવી બાબતે પતિની પાડોશીના હાથે હત્યા થઈ હતી. વિધવા બન્યા બાદ લલીત અવારનવાર ઘરે જ આવવા લાગ્યો અને શારિરીક સુખ માણતો હતો. આર્થીક મદદ કરતો રહેતો.
સોમનાથ, દિવ, જુનાગઢ તેમજ અન્ય જગ્યાઓએ ફરવા લઈ ગયો ત્યાં હોટલોમાં પણ બળજબરીથી શરીર સબંધો બાંધતો રહેતો હોવાનો આરોપ મુક્યો છે. છેલ્લે અક વર્ષ પહેલા આવ્યો અને કહ્યુ કે હું તને બહુ પ્રેમ કરૃ છું, તા.૧૨/૨/૧૭ના રોજ મારો જન્મ દિવસ છે મારા ઘર પરિવાર સાથે વાત કરીને તને મારા ઘરે લઈ જઈશ તેમ કહીં શરીર સબંધ બાંધ્યો હતો. લગ્નની લાલચે છેહ દેનાર પ્રેમીના કરતુતો અંગે પાડોશી મહિલાઓને વાત કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પી.એસ.આઈ.વાય.એન. લેઉવા, રાઈટર શૈલેષ કોરાટે ગુનો નોંધીને આરોપી લલીતની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.


બગસરામાં એસ.ટી.બસ હડફેટે સરંભડાના દંપતિના મોત

બગસરા,બગસરા અમરેલી રોડ પર એસઆર પંપ નજીક ડબલ સવારી બાઇકને એસ.ટી. બસે હડફેટે લેતા પતિ પત્‍નીનાં કમકમાટીભર્યું મોત થયેલ છે.જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરના બગસરા બાજુના સરંભડા ગામના પટેલ ગોરધનભાઇ મેઘજીભાઇ હરખાણી તથા તેમની પત્‍ની લાભુબેન બગસરા હટાણુ ં (ખરીદી) કરવા પોતાના બાઇક નં.જી.જે.15 એ.એ.1634 પર આવી રહેલ ત્‍યારે અમરેલી જૂનાગઢ એસ.ટી.બસે એસઆર પંપ નજીક બાઇકને હડફેટે લેતા લાભુબેન ઉ.વ.64 નું ઘટા સ્‍થળે જ મોત થયેલ જયારે ગોરધનભાઇને ગંભીર ઇજા થતા સરકારી દવાખાને ખસેડવામાં આવેલ પરંતુ સારવાર પહેલા જ ગોરધનભાઇ ઉ.વ.66 એ દમતોડી દીધો હતા. અકસ્‍માત કરી ડ્રાઇવર નાસી છૂટયો હતો. અકસ્‍માતની જાણ થતા પોલી ઘટના સ્‍થળે દોડી આવેલ અને બંને મૃતકોને પી.એમ.માટે મોકલી ડ્રાઇવર વિરૂઘ્‍ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


અમરેલી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પુત્રીની હત્‍યા કરનાર પિતા અને ભાઇને ઝડપી લીધા

અમરેલી,અમરેલીનાં સોનારીયા ગામે બે દિવસ પહેલાં સગર્ભા પુત્રીની હત્‍યા કરનાર પિતા અને તેના ભાઇની પોલીસે ધરપકડ કરી હતી.
અમરેલીનાં સોનારીયા ગામે નયના પ્રકાશ ખેતરીયા નામની 2પ વર્ષની સગર્ભા યુવતીને તેના પિતા ભનુ નાનજી દાદુકીયા અને ભાઇ બકુલ ભનુ દાદુકીયા ઉ.વ.18 એ ગળુ દાબી મારી નાખી હતી. પ્રેમલગ્‍ન કરનાર યુવતીનાં પતિએ પોતાની પત્‍નીની જેમ પોતાની પણ હત્‍યા થશે તેવી દહેશતને કારણે લાશ સ્‍વીકારવાની અને પહેલા આરોપીની ધરપકડની માગણી કરી હતી અને લાશ 36 કલાક પોસ્‍ટમોટમ પછી દવાખાને પડી રહી હતી. દરમિયાન એસપીશ્રી જગદિશ પટેલની સુચનાથી અમરેલીના ડીવાયએસપી શ્રી મોણપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ શ્રી એચ.એસ.સેગલીયા તેમજ ડીસ્‍ટાફના હેડકોન્‍સ્‍ટેબલ મનિષભાઇ જોષી, સિકંદરભાઇ સૈયદ, જનકભાઇ કુવાડીયાની ટીમે ભનુ નાનજી અને તેના પુત્ર બકુલ ભનુને પકડી પાડી અન્‍ય એક મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.


ટ્રકે બાઈકને હડફેટે લેતા સ્કૂલે જઈ રહેલા સગા બે ભાઈઓનાં મોત

લાઠી તાલુકાના ભટ્ટવદર ગામે રહેતા બે સગા ભાઈઓ આજે સવારે બાઈક લઈ દામનગર ખાતે આવેલી શાળાએ અભ્યાસ અર્થે જઈ રહ્યા હતા ત્યારે રાભડા ગામ પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા બન્ને ભાઈઓને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવના પગલે ભટવદર ગામે રહેતો પરિવાર હતપ્રત બની ગયો હતો. ગામમાં પણ શોક વ્યાપી ગયો હતો. અકસ્માત બાદ ટ્રક મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. લાઠી તાલુકાના ભટવદર ગામે રહેતા યુવરાજ ભરતભાઈ સોલંકી (ઉ.વ. ૧૬) અને તેનો નાનો ભાઈ રૃત્વીક ભરતભાઈ સોલંકી (ઉ.વ. ૧૪) દામનગર ખાતે ગુરૃકુળમાં અનુક્રમે ધો. ૧૧ અને ધો. ૯માં અભ્યાસ કરતા હોઈ રોજ પોતાના ગામથી દામનગર અપડાઉન કરતા હતા. આજે સવારે નિત્યક્રમ મુજબ બન્ને ભાઈઓ બાઈક લઈ શાળાએ જવા નિકળ્યા હતા. સવારે ૭ વાગ્યાના સુમારે પોતાના ગામ ભટવદરથી બન્ને બાઈકમાં નિકળ્યા બાદ રાભડા ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ આવતા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બન્ને ભાઈઓને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રક મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. બે સગા પુત્રો અકસ્માતમાં ગુમાવી દેનાર માતા-પિતા બનાવના પગલે હતપ્રત બની ગયા હતા. બનાવના પગલે ગામમાં શોક વ્યાપી ગયો હતો. બન્ને વિદ્યાર્થીઓની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયુ હતું. બનાવ અંગે દામનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.


17-03-2018