Main Menu

Tuesday, March 20th, 2018

 

‘રેસ ૩’ માં કંઇક આ લૂકમાં નજર આવશે જેક્વેલિન ફર્નાન્ડીઝ

બોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રેસ ૩’ સતત ચર્ચામાં છે. સલમાન ખાનના ફર્સ્ટ લૂક પછી ફિલ્મની લીડ એક્ટ્રેસ Jacqueline Fernandez નો લૂક પણ રિલીઝ થઇ ગયો છે. Jacqueline Fernandez ના લૂકને સલમાન ખાને તેમના ટ્વીટર પર શેર કર્યો છે. સલમાનની ટ્વીટને જેકલીને પણ તેના ટ્વીટર પર રીશેર કરી છે. ગ્લેમરસ અંદાજમાં ગનની સાથે નજર આવી રહેલ જેકલીન ફિલ્મમાં એક્શન અવતારમાં નજર આવશે.

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રેસ ૩ વર્ષ ૨૦૧૮ ની સૌથી ખાસ ફિલ્મોમાંથી એક છે. તેના બે કારણ છે. પહેલું કારણ રેસ ૩ રેસ સીરીઝની ત્રીજી ફિલ્મ છે. બીજું કારણ આ ફિલ્મ આવતા વર્ષે ઇદના અવસર પર રીલીઝ થશે. બીજી એક ખાસ ખબર એ છે કે, સલમાન ખાને ખુદ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, બોલિવુડના જક્કાસ કપૂર (અનિલ કપૂર) ફિલ્મ રેસ ૩ નો મહત્વનો હિસ્સો હશે. ભાઈજાને ટ્વીટ કરી જણાવ્યું કે, અનિલ કપૂરના આવવાના કારણે રેસ ૩ ની કાસ્ટ વધારે જક્કાસ થઇ ગઈ છે.

સલમાન ખાન ‘રેસ ૩’ નું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ શરુ કરતા તેમણે આ ફિલ્મથી તેમનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં સલમાન ગુસ્સામાં દેખાઈ રહ્યા છે અને તે હાથમાં ગન પકડેલ નજર આવી રહ્યા છે. તેને જોઈ કહી શકાય કે, રેસ ૩ માં પણ સલમાન ખાન જબરદસ્ત એક્શન કરતા નજર આવશે. સલમાને તેમની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ટ્વીટર પર શેર કર્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે જેકલીન ફર્નાડીઝ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ સિવાય ફિલ્મમાં સલમાન ખાનની સાથે બોબી દેઓલ પણ લીડ રોલમાં નજર આવશે.

તમને જણાવી દઈએ કે, ૨૦૦૮ માં આવેલ રેસની ફર્સ્ટ ફિલ્મમાં સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી નજર આવ્યા હતા. જ્યારે ૨૦૧૩ માં રીલીઝ થયેલ આ ફિલ્મના બીજા ભાગમાં સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, અમીષા પટેલ અને અનિલ કપૂર નજર આવ્યા હતા. હવે રેસ ૩ આવતા વર્ષે રિલીઝ થશે, જેનું નિર્દેશન રેમો ડિસોઝા કરી રહ્યા છે.


IPL 2018: કિંગ્સ ઈલેવન પંજાબે હોમ મેચોનું બદલયું શેડ્યૂલ.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ફ્રેન્ચાઇઝી, કિંગ્સ ઇલેવન પંજાબે મંગળવારે લીગની 11મી આવૃત્તિ માટે તેના શેડ્યૂલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. બદલાયેલી કાર્યક્રમ હેઠળ, તેની લીગની પ્રથમ ત્રણ મેચ હવે મોહાલી સ્ટેડિયમમાં રમવામાં આવશે અને બાકીના ચાર મેચ તે પોતાના બીજા ગૃહ શહેર ઇન્દોરમાં રમશે.

અગાઉ, પંજાબને ઇન્દોર ખાતેના પ્રારંભના ત્રણ મેચો અને મોહાલીમાં બાકીની મેચો રમવાની હતી. પંજાબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સતીશ મેનને જણાવ્યું હતું કે, “આ કમનસીબ બાબત છે કે અમારે કાર્યક્રમનો અંત લાવવો પડશે.”

તેમણે કહ્યું, ‘જો તમારી પાસે અતિરિક્ત મુશ્કેલીઓ હંમેશા તમારી સામે ફરતી રહે છે. બિનજરૂરી સંજોગો હોવા છતા પણ મોહાલીમાં લીગ શરૂ કરવા માટે અમે ખૂબ ખુશ છીએ કારણ કે છેલ્લે તો આ બંને અમારા પોતાના હોમ ગ્રાઉન્ડ છે.’


404 ગ્રામ ડ્રગ્સ સાથે નાઈજીરીયન મહિલાની વડોદરા રેલ્વેસ્ટેશનમાં ઝડપાઇ

શહેરમાં નાર્કોટીક્સ વિભાગે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી 404 ગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. નાર્કોટીક્સ વિભાગે આ નાઇજીરીયન મહિલાની ધરપકડ કરી હતી. નાઈજીરીયન મહિલાએ બિસ્કીટના ડબ્બામાં ડ્રગ્સ છુપાવીને લાવી હતી.  ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાંથી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.


સાવરકુંડલા પાલિકામાં 40 કરોડનું બજેટ ના મંજુર

સાવરકુંડલા,સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસ શાસીત પાલિકાની બજેટ બેઠકનો ભાજપ સહિત કોંગ્રેસે પણ વિરોધ કરતા બજેટનો ઉલાળીયો થયો હતો. અમરેલી જિલ્લાનાં ઇતિહાસમાં શાષિત પક્ષે બજેટનો વિરોધ કર્યો હોય તેવી પ્રથમ ઘટના ઘટી છે ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનાં સાવરકુંડલામાં કોંગ્રેસ વિરોધ કરીને બજેટ ઉલાળીયો થતા નવા રાજકીય સમીકરણો તેઝ થયા છે. આજે સાવરકુંડલા નગરપાલિકાની બજેટ બેઠક હતી. સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસની સ્‍પષ્‍ટ બહુમતી છે. કુલ 36 સદસ્‍યોમાંથી 20 કોંગ્રેસ અને 16 ભાજપ છે ત્‍યારે આજની બજેટ બેઠકમાં 40 કરોડનું બજેટ શાસીત કોંગ્રેસ પક્ષના સતાધિશોએ મુકયું હતું. પણ કોંગ્રેસનાજ અમુક સભ્‍યોએ ભાજપની સંગાથે રહેતા પ્રથમ 2017 ના હિસાબો બાદ બજેટમાં પણ ભાજપ સાથે કોંગ્રેસ સભ્‍યોએ વિરોધ નોંધાવતા સતાધિશ કોંગ્રેસના તમામ સભ્‍યોએ બજેટનો ઉલાળીયો કર્યો હતો ત્‍યારે ભાજપના વિરોધપક્ષના નેતાએ બજેટમાં ખામી હોય અને ગોટલા કાર્ય હોવાનો આક્ષેપ કર્યો હતો.
સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખ શ્રી કુંદનબેન અઢીયા દ્વારા જણાવ્‍યું છે કે, સાવરકુંડલા નગરપાલિકામાં છેલ્‍લા બે વર્ષથી કોંગ્રેસનુંશાસન છે. જેમાં કોંગ્રેસના 20 સદસ્‍યો ચૂંટાયેલા છે જેમાંથી ચૂંટાયેલા પાંચ-છ સદસ્‍યો દ્વારા પ્રમુખને અવાર-નવાર માનસીક ત્રાસ આપે છે અને ન સંતોષી શકાય તેવી માંગણી કરે છે. શહેરના વિકાસકાર્યોમાં સાથ દેતા પણ નથી અને વારંવાર અવરોધો ઉભા કરે છે. જેથી શહેરનો વિકાસ રૂંધાતો જાય છે જેના અનુસંધાને બાકી રહેલા કોંગ્રેસના સદસ્‍યો દ્વારા નક્કી કરવામાં આવ્‍યું કે ત્રણ વાર બજેટ બેઠક બોલાવી ત્રણે ત્રણ વાર નામંજૂર કરી સાવરકુંડલા નગરપાલિકામાં વહીવટદાર નિમાઇ અને આવા કોંગ્રેસના સદસ્‍યો લોકોની ચિંતા કરવાને બદલે પોતાની ચિંતા કરે છે. તેવા સદસ્‍યો ઘરે બેસી જાય અને શહેરનો વિકાસ વહીવટદાર દ્વારા થાય તેવા હેતુથી પાંચ-છ સદસ્‍યો સિવાઇ ચૂંટાયેલા તમામ સદસ્‍યો એક સાથે શહેરના હિતમાં બજેટ નામંજૂર કરવાનો નિર્ણય કરી આવતા દિવસોમાં શહેરનો વિકાસ કરી શકાય તેમ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ કુંદનબેન અઢીયાની યાદી જણાવેલ છે.
વિપક્ષના નેતાના જણાવ્‍યાનુસાર નવમાસિક હિસાબોમાં ગોટલા છે બજેટમાં પણ ખામી છે ત્‍યારે ખર્ચાઓનું પ્રમાણ વધુ હોવાનો આક્ષેપ વિપક્ષનાં નેતાએ કર્યો હતો. તો કોંગ્રેસના સતાધિશ પાલિકાના ઉપપ્રમુખે બજેટ ના ઉલાલીયા અંગે પોતાના પક્ષનાજ કોંગ્રેંસી સદસ્‍યો સામેઆંગળી ચીંધી હતી.
સાવરકુંડલા પાલિકાના આજે બજેટ બેઠક કોંગ્રેસનાજ અમુક સદસ્‍યો વિકાસનાં કામોમાં વિરોધ છેલ્‍લા બે વર્ષથી કરતા હોય શહેર વિકાસ કરતાં સ્‍વવિકાસ માટે તત્‍પર રહેતા કોંગ્રેસનાજ સદસ્‍યો સામે વધુ વિરોધ શાષિત સતાધિશોને છે આથી ત્રણે ત્રણ બજેટનો ઉલાળીયો કરીને વહીવટદાર શાસન આવે બાદ નવી ચૂંટણી કરીને સારા ઉમેદવારો મુકીને ચૂંટણી કરવાની શાસીત પાલિકાના ઉપપ્રમુખે જણાવ્‍યું હતું ત્‍યારે પાલિકાના ચીફઓફિસરે પણ શાસિત સતાધિશોએ બજેટનો વિરોધ કર્યાનું આશ્ચર્ય વ્‍યક્‍ત કર્યું હતું.
આજે હિસાબો જે રજૂ થયા તેમાં પણ કોંગી સદસ્‍યોએ મતદાનમાં વિરોધ કર્યો હતો જયારે બજેટમાં સતાધારી પક્ષના તમામ સદસ્‍યો સાથે ભાજપે વિરોધ કરીને બજેટનો ઉલાળીયો કરી નાખતા વિધાનસભામાં ભાજપના ધારાસભ્‍ય પર હુમલો કરનાર કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાતના સાવરકુંડલાની નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચ્‍યો છે અને અમરેલી જિલ્લાની નગરપાલિકામાં સતાધારી પાર્ટીએ બજેટનો ઉલાળીયો કર્યો હોય તેવી પ્રથમ ઇતિહાસ અંકાયો હતો.


20-03-2018


error: Content is protected !!