Main Menu

Thursday, March 22nd, 2018

 

જૂનાગઢમાં શનિવારે ઉજવાશે ૫૮૦મી નરસિંહ મહેતા તપ પ્રયાણ જ્યંતી

જૂનાગઢમાં આગામી તા.૨૪ના શનિવારે ૫૮૦મી નરસિંહ મહેતા તપ પ્રયાણ જયંતિ ઉજવાશે. આ પ્રસંગે સાંજે હાટકેશ શિવાલય ખાતે કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાએ ભાભીના કટુવચનો સહન ન થતા વગડામાં જઈ ભગવાનને રિઝવ્યા હતા. અને સાત દિવસ અને સાત રાત કઠોર તપ બાદ ભગવાન આશુતોષ પ્રસન્ન થયા હતા. નરસિંહ મહેતાની ઘર છોડવાની ઘટના ચૈત્રી સુદ સાતમના વિક્રમસંવત ૧૪૯૪ના બની હતી. આ પ્રસંગને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નરસિંહ મહેતા તપ પ્રયાણ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આગામી તા.૨૪ના શનિવારે ૫૮૦મી તપ પ્રયાણ જયંતિ ઉજવાશે. જેમાં સાંજે ૫-૪૫ વાગ્યે રાજ્યના સુવિખ્યાત સર્જક કવિયત્રીઓ દ્વારા કાવ્ય પઠન કરવામાં આવશે


જો તમે ફેસબુક ઉપર તમારો ફોન નંબર રાખ્યો હોય તો તરત જ ડિલીટ કરી દેજો

નવી દિલ્‍હીઃ સોશ્યલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થવા અથવા ડેટામાં ઉપયોગ અયોગ્‍ય રીતે કરવાના બનાવો વારંવાર આવી રહ્યા છે ત્યારે ફેસબુક યુઝર્સના ડેટા લીક સ્‍કેન્‍ડલ કનિદૈ લાકિઅ અંગે માર્ક ઝકરબર્ગે પોતાની ભૂલ સ્‍વીકારી છે અને યુઝર્સની ખાનગી માહિતી જાળવી રાખવા માટે જુદા-જુદા પગલા લેવા જણાવ્યું છે અને ૭ માહિતીઓ કનિદૈ લાકિઅ ફેસબુક ઉપરથી અકિલા હટાવી દેવા સૂચન કર્યું છે. જો તમે ફેસબુક પર તમારો ફોન નંબર રાખ્યો હોય તો તરત ડિલીટ કરી દેવો જોઈએ. કારણકે કોઈ તમારા કનિદૈ લાકિઅ નંબરનો મિસયુઝ કરી શકે છે. જો કોઈ તમારો સંપર્ક કરવા ઈચ્છતું હોય તો તે મેસેંજર અકીલા પર વાત કરી શકશે. પહેલા જ્યારે ફેસબુક પર રજિસ્ટ્રેશન કરાવવાનું કનિદૈ લાકિઅ હતું ત્યારે ફેસબુક ફોન નંબર માગતું હતું. ફેસબુક પર જન્મતારીખની કોઈ જરૂર નથી. ડેટ ઓફ બર્થના ઉપયોગથી હેકર્સ ઘણા પ્રકારની માહિતી મેળવી કનિદૈ લાકિઅ શકે છે. માટે જ જન્મતારીખ હટાવી લેવી જોઈએ. ઘણીવાર તમે પબ કે પાર્ટીમાં ગયા હોવ ત્યાં દારૂ પીતા ફોટા પડાવ્યા હોચ છે. જે ફેસબુક પર અપલોડ કનિદૈ લાકિઅ પણ કર્યા હોય છે. શું તમે જાણો છો કે પ્રાઈવસી સેટિંગને પણ હેક કરી શકાય છે. જો તમારા પરિવારમાંથી કોઈ આ પ્રકારની તસવીર જોવે તો તેમને ખરાબ લાગી કનિદૈ લાકિઅ શકે છે. ઉપરાંત કંપનીઓ પણ જોબ આપતાં પહેલા તમારી સોશિયલ એક્ટીવિટીઝ ચકાસે છે. એટલે આવી તસવીરો અપલોડ કરવાથી બચવું, જેથી તમારી છાપ ખરાબ ન કનિદૈ લાકિઅ પડે. ઘણીવાર આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણું લોકેશન શેર કરીએ છીએ. આમ કરવાથી તમે ક્યાં છો તેની જાણકારી મળે છે, જેનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. એરપોર્ટ અને ફરવા ગયા હોવ ત્યારેની તસવીરો અપલોડ કરવાનું ટાળવું. એવું બની શકે કે તમારી ગેરહાજરીમાં કોઈ ચોર તમારા ઘરે ચોરી કરી જાય. એવું ઘણીવાર જોવા મળ્યું છે કે તમારા પર્સનલ ઓપનિયન કે વિચારને કારણે બોસે નોકરીમાંથી કાઢી મૂક્યા હોય. માટે જ બોસને ફ્રેંડ લિસ્ટમાં ન રાખવા. ફેસબુક પરથી તમારા એક્સ ગર્લફ્રેંડ કે બોયફ્રેંડની તસવીરો હટાવી લેવી જોઈએ. કારણકે આની અસર તમારા ભવિષ્ય પર થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સિંગલ હોવ અને તમારા અરેંજ મેરેજ થવાના હોય.


વિશ્વ જળ દિવસ : ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે બેંગલુરૂ સહિતના 200 શહેરો

દુનિયાભરના 200 શહેર અને 10 મેટ્રો સિટી ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે. આ શહેરોમાં ભારતના બેંગલુરૂનો પણ સમાવેશ થાય છે. ‘ડે ઝીરો’નો અર્થ એ છે કે, એ દિવસ જ્યારે પાણીના નળમાં પાણી આવવાનું બંધ થઈ જાય. જો આમ થશે તો અનેક શહેરોમાં પાણીની ભયાનક અછત સર્જાશે અને લોકોનું જીવવું દુર્લભ થઈ જશે.

સેંટર ફોર સાયંસ એન્ડ એન્વાયરમેન્ટ્ય (સીએસઈ) દ્વારા પ્રકાશીત એક પત્રિકા ‘ડાઉન-ટુ-અર્થ’ માં છપાયેલા રિપોર્ટે વર્લ્ડ વોટર ડે (વિશ્વ જળ દિવસ) પર દુનિયાના તમામ શહેરોને ચેતવ્યા છે. છેલ્લા 22 વર્ષથી વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આફ્રિકાના શહેર કેપટાઉનની માફક દક્ષિણ ભારતના બેંગલુરૂ શહેરમાં પણ ઝડપથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે. થોડા જ વર્ષો કે મહિનાઓમાં અહીં પાણીની ભંયંકર સમસ્યા ઉભી થઈ શકે છે. થોડા જ સમયમાં અહીં ‘ડે ઝીરો’ રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. જેને અંતર્ગત શહેરની તમામ પાણીના નળને બંધ કરીને પાણીનો બચાવ કરવામાં આવશે.

સીઆઈએના નિર્દેશક સુનીતા નારાયણે કહ્યું હતું કે, કેપટાઉન હોય કે બેંગલુરો હોય કે પછી ચેન્નઈ, આ શહેરો વચ્ચે કોઈ ખાસ અંતર નથી. આ બધાની સમસ્યા એક સરખી જ છે. પ્રશ્ન એ છે કે શું આ શહેરો એક નવું અને સુરક્ષિત ભવિષ્ય બનાવી શકશે, જ્યાં પાણીને લઈને કોઈ સમસ્યા જ ન હોય. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 30 વર્ષોમાં બેંગલુરૂમાં કુવાઓની સંખ્યા 5,000માંથી સીધી 4.5 લાખ થઈ ગઈ છે.

એટલું જ નહીં, કોઈ પણ પ્રકારના આયોજન વગર વસી રહેલા શહેરોમાં ગ્રાઉંડ વોટર રીચાર્જ કરવાની દિશામાં કોઈ જ કામ નથી થઈ રહ્યું. બેંગલુરૂ તેના ભાગનું માત્ર અડધા જેટલું પાણી ફરીથી ઉપયોગમાં લઈ શકે છે જ્યારે બાકીનું પાણી નદીઓ કે શહેરોમાં વહી જાય છે.

અનેક વૈશ્વિક અહેવાલને લઈને કરવામાં આવેલા વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં દુનિયાભરના 36 ટકા શહેરો સામે પાણીની ભયંકર સમસ્યા મોં ફાડીને ઉભી હશે. 2050માં શહેરોમાં પાણીની માંગ 80 ટકા જેટલી વધી જશે.

બેંગલુરૂ ઉપરાંત આ છે દુનિયાના શહેરો

બેઈજિંગ (ચીન), મેક્સિકો સિટી (મેક્સિકો), સના (યમન), નૈરોબી (કેન્યા), ઈસ્તાંબુલ (તુર્કી), સાઉ પાઉલો (બ્રાઝિલ), કરાંચી (પાકિસ્તાન), કાબુલ (અફઘાનિસ્તાન) અને બુએનસ આઈરસ (આર્જેન્ટિના).


ઉના-અમદાવાદ વાયા દેવકા અને કુંભારીયા ડુંગર-માંડળ ચાલતી નાઇટ બસનાં ધાંધીયા

ડુંગર ,
છેલ્લા ઘણાં સમયથી આ બસ રાત્રીના ડુંગરથી ચાલે છે.રાત્રે ડુંગર થી ભાવનગર,અમદાવાદ જવા માટે આ એક જ બસ છે.જો આ બસને બંધ કરી દેવામાં આવશે તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, પણ થોડા સમયથી આ બસમાં ધાંધીયા ચાલી રહયાં છે. ઉના-અમદાવાદ બસમાં મુસાફરો ઓનલાઇન બુકિંગ કરે છે તો બસ તેમાં બતાવતા નથી.તેના લીધે મુસાફરોને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.

ઓનલાઇન બસનું બુકિંગ ન થતાં જયારે મુસાફરો દ્વારા ઉના એસ.ટી.ડેપોમાં ફોન કરવામાં આવે છે તો ત્‍યાંનાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય છે.

જો અમરેલી આ બાબતની ફરિયાદ અંગે ડિવીઝન કંટ્રોલરને ફોન કરવામાં આવે છે તો ડિવીઝન કંટ્રોલર મુસાફરો સાથે મન ફાવે તેમ, અપમાનજનક વર્તન કરે છે.જેથી મુસાફરોને આવી વિકટ પરિસ્‍થિતિનો સામનો કરવો પડે છે.
મુસાફરોની પરિસ્‍થિતિ સાંભળવાને બદલે એસ.ટી.તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે.


આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ટી-૨૦ જંગનો પ્રારંભ.

ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં આવતીકાલથી વિમેન્સ ક્રિકેટમાં ત્રિકોણીય ટી-૨૦ જંગનો પ્રારંભ થશે, જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ૦-૩થી વ્હાઈટવોશ સહન કર્યા બાદ ભારતની મહિલા ટીમ ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે. સવારે ૧૦.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. જ્યારે તારીખ ૨૩મી માર્ચને શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે જંગ જામશે. ભારતીય ટી-૨૦ મહિલા ટીમની કેપ્ટન તરીકે હરમનપ્રીત છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ઈંગ્લેન્ડની કેપ્ટન હેથર નાઈટ છે. ભારતની ટીમનો મદાર ઈન ફોર્મ ઓપનર સ્મ્રિતિ મંધાનાની સાથે સાથે હરમનપ્રીત તેમજ મિતાલી રાજ પર રહેશે. આ ઉપરાંત વેદા ક્રિષ્નમૂર્તિ, પૂજા વસ્ત્રાકર અને જેમીમા રોડ્રિગ્યુઝની જવાબદારી ભરી બેટીંગની આશા ટીમને છે. ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી ફિટનેસ સાથે ટીમમાં પાછી ફરી છે, જે ઉત્સાહની બાબત છે. તેની સાથે શિખા પાંડે ફાસ્ટ બોલર તરીકેની જવાબદારી સંભાળશે.


આમીર ખાન મુકેશ અંબાણી સાથે મળીને મહાભારત બનાવશે,બજેટ સાંભળશો તો આંખો થઇ જશે મોટી

મુંબઈ,

બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન પોતે મહાભારત ફિલ્મ બનાવવાની ઇચ્છા પહેલાથી જ જાહેર કરી ચુક્યો હતો. ત્યારે હવે આ ફિલ્મ અંગે નવા સમાચાર સામે આવી છે. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બાદ મહાભારત પર આધારીત ફિલ્મ સીરીઝ પર કામ શરુ કરશે. માનવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કો-પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. આ વાતની પુષ્ટી સોશિયલ મીડિયા ટ્વીટર પર પણ કરવામાં આવી છે.

બોલીવુડના સુત્રો કહે છે કે આ ફિલ્મ સીરીઝ આશરે ૧૦૦૦ કરોડથી વધુના બજેટની હશે. આ ભારે ભરખમ બજેટથી તેને ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ કહેવામાં આવશે. ટ્રેડ એનલિસ્ટ રમેશ બાલાના એ કરેલાં ટ્વીટ મુજબ આ ફિલ્મ સીરીઝ હોલીવુડની પ્રસિદ્ધ સીરીઝ ધ લોર્ડ ઓફ ધ રિંગ અને ગેમ ઓફ થ્રોન્સ જેવા પ્રોડક્શન વેલ્યુ પર બનાવવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ, આમિરે પોતાના બર્થ-ડે પર મીડિયા સાથે વાતચીત કરતા આ અંગે જણાવ્યુ હતું કે, તે અત્યારે પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પર જ કામ કરી રહ્યો છે. મહત્વનુ છે કે, આમિર ખાન સાથે આ ફિલ્મમાં કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન પણ નજરે પડશે.


22-03-2018


error: Content is protected !!