Main Menu

Saturday, March 24th, 2018

 

રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવ પુરાણનો પ્રારંભ

રાજુલા,
રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવમહાપુરાણ કથાનો પ્રારંભ થયેલછે,વ્‍યાસપિઠ ઉપર શાસ્‍ત્રી રમેશગીરી બાપુ કથાનુ રસપાન કરાવી રહયા છે
આ પ્રસંગે જગ્‍યાના મહંત રમેશભાઇ પુજારી દ્વારા મહા-આરતી-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે સપ્‍તાહનુ દિપ પ્રાગટય મનુભાઇ ધાખડાએ કરેલ આપ્રશંગે દેવદાસ બારોટ,બાવુભાઇ લુણવારા,ગોસ્‍વામી રાજુબાપુ,જયોતિષ કાર એ.ડી.ભટ્ટ .સામતભાઇ લાખણોત્રા, રમેશભાઇ ઉપાઘ્‍યાય, વિપુલભાઇ લહેરી સહીતે લાભ લીધો હતો આપ્રસંગે તા.22/3 ગુરૂવારનાં ધારાસભ્‍ય અમરીશભાઇ ડેર,પાલીકા પ્રમુખ પ્રવિણભાઇ વાઘેલા, ઉપ પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા, તેમજ પાલીકાના સદસ્‍યો ભરતભાઇ સાવલયા, કનુભાઇ ધાખડા, અમીતભાઇ જોષી, ભાવનાબેન બાંભણીયા, ભુપતગીરી કંડકટર, ઘનશ્‍યામભાઇ લાખણોત્રા, અલ્‍પેશભાઇ દુધાત,તેમજ ભગુભાઇ માત્રાભાઇ કોટીલા,દીલુભાઇ વરૂ, ઓઢાભાઇ નાગેશ્રીવાળા, દયાશંકરભાઇ દવે,બાવભાઇ લુણવરા, બીજલભાઇ લાખણોત્રા, વજસુરભાઇે, ચેતનભાઇ કાન્‍તીભાઇ-કૈલાશ કોલ્‍ડ્રીંકસ,બાબુભાઇ મોહનભાઇ હાડીયા,ભનુભાઇ કે ઓડેદર-કાંધલીકૃપા હોટલ,ભીમભાઇ આપાભાઇ બોરીચા,ઠકકર ચત્રભૃજ દીયાળજી.રમશેભાઇ પી ઉપાઘ્‍યાય,લાલભાઇ ટીડાભાઇ લાખણોત્રા,બીજલભાઇ ટયુભાઇલાખણોત્રા,બાવભાઇ લુણવરા દરબાર,અમીતભાઇ બી જોષી,ધનશ્‍યામભાઇ અરશીભાઇ જીજાળા, કરશનભાઇ એભાભઇ,પ્રતાપભાઇ મકવાણા-વાવેરાવાળા,ભરતભાઇ પી,ભાલીયા,કમલેશભાઇ રાણીંગભાઇ વરૂ,ધનશ્‍યામભાઇ ભોળાભાઇ લાખણોત્રા,દિલુભાઇ વરૂ-કોહિનુર હોટલ,બિપીન જોષી નુ ધારનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.કાયૅક્રમનું સંચાલન બીપીનભાઇ જોષી એ કયૅુ હતુ.


ઉના પોલીસે દીવ ઘોઘલા તરફથી આવેલ કવાલીસમાંથી 60 બોટલ ઇંગ્‍લીશ દારૂ 120 ટીન બીયર કમ્‍જે કર્યો

ઉના,ગીર સોમનાથ પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નીચે ઉના પોલીસ ઇન્‍સપેકટર વી.એમ.ખુમાણ, ડી.સ્‍ટાફના પો.હેડ. કોન્‍સ.પી.જે વાઢેર, એ.ડી.ધાધલ, સરમણભાઇ , પ્રદિપસિંહ હરિસિંહ, ભીખાભાઇ કેસુરભાઇ એહમદપુર માંડવી ચેક પોસ્‍ટ પર વાહનની કામગીરીમાં હતા તે દરમ્‍યાન દિવ ઘોઘલા તરફથી એક ટોયોટા કંપનીની સફેદ કલરની કવાલીસ ગાડી નં.ડી.ડી.03 એફ.0024 ની આવતા જેને ચેક કરતા જ ેમાંથી પર પ્રાંતનો ઇંગ્‍લીશ દારૂ 60 બોટલ રૂા.44,400 તેમજ બીયર ટીન 120 રૂા.12000 મળી રૂા.56, 400 એક મોબાઇલ તેમજ કવાલીસ ગાડી મળી રૂા.2,08400 ાન મુદ્દામાલ સાથે ધ્રૃતેશ ઉર્ફે ધુતલો મહેન્‍દ્રભાઇ સોલંકી ખારવા રહે.ઘોઘલા ને ઝડપી પાડેલ તેમજ દારૂ ભરાવી આપનાર જોન ઉર્ફે જાવિદ હબીબભાઇ શેખ રહે.નાલીયા માંડડી તેમજ દારૂ મંગાવનાર ભરત રહે.સુત્રાપાડાવાળા વિરૂઘ્‍ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


ચલાલા પોલીસની ટ્રાફીક ઝુંબેસ માં ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહન ચાલકો દંડાયા

ચલાલા,
પોલીસ સ્‍ટેશન માં નવા પી.એસ.આઇ.શ્રીબી.વી.બોરીસાગરે ચૉજ સભાળીયા બાદ ચલાલા માં કાયદો વ્‍યવસ્‍થાની પરીસ્‍થીતી સંગીન બનાવવા માટે રોમીયોગીરી.ટ્રફીક નિયમના અસામાજીક પ્રવૃતી.લુખાગીરી.પુરજડપે બાઇક ચલાવતા સહીતની પ્રવૃૅતી પર કડક હાથે કામલેતા નગર જનોમાં આનંદની લાગણી વ્‍યાપેલ છે.
આજે ટ્રાફીક જુંબેસ માં પી.એસ.આઇ.શ્રી બી.બી.બોરીસાગરે.વાહનો પરથી મ્‍લેક ફીલ્‍મ હટાવાની કામગીરી હાથ ધરી આપેલ.તેમજ ફેન્‍સી નંબરપ્‍લેટ. સીટબેલ્‍ટ.બાંધયા વગર ચાલકો તેમજ બાઇક પર ટ્રીપલ સવારી કરતા ઇસ્‍મોને દંડ ફટાકારવામાં-આવેલ તેમજબોડૅની પરિક્ષા પુરી થતા એસ.ટી.બસસ્‍ટેન્‍ડમાં-રોમયોગીરી કરતા ત્રણ ઇસમોને જાહેરમાં કામ પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદા નું ભાન કરાવતા અસામાજીક પ્રવૃૅતી અને ટ્રાફીક નો ભનગ કરતા શખ્‍સોમાં ફફડાટ ફેલાયો છે.


અમરેલી જીલ્‍લામાં પોલીસ પેટ્રોલીંગ દરમ્‍યાન 9 શરાબીઓ ઝડપાયા

અમરેલી,અમરેલી જીલ્‍લામાં પોલીસ પેટ્રોલીંગ દરમ્‍યાન 9 શરાબીઓને ઝડપી લઇ પોલીસે સરભરા કરી પોલીસે જેલની હવા ખવરાવી હતી. જેમાં ટપુ ઉનડ વાઘ રહે.રામપરા-2, કેશુ ઉર્ફે ઘુઘા આંબા ડાબસરા રહે.સીતારામ નગર દામનગર, ભુપત જગુવાળા રહે.સરંભડા, અશોક રાઘવ સાકરીયા રહે.હીરાવાવ, ભાવેશ ઉર્ફે ઘુનો વશરામભાઇ કનેજા રહે.ખાંભા, હિતેષ ચિમન ડાંગર રહે.અમરેલી, સંજય શંભુ પંચાળા રહે.અમરેલી, ઘનશ્‍યામ મનજી મકવાણા રહે.રાજુલાવાળાને પોલીસે શરાબ પીધેલ હાલતમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યાવાહી કરી હતી.


અમરેલીમાં આરોગ્‍યતંત્રની છ ટીમ દ્વારા સોનોગ્રાફી સેન્‍ટરોનું ચેકિંગ

અમરેલી,
અમરેલી શહેર જિલ્લામાં તમામ રજીસ્‍ટ્રર્ડ સોનોગ્રાફી સેન્‍ટરોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરી જુદી-જુદી 6 ટીમોએ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અમરેલીમાં એક હોસ્‍પિટલ ધરાવતા ડોકટર ન હોવાના કારણે ખુલ્‍લુ મળેલું સોનોગ્રાફીનું મશીન સીલ કરવામાં આવ્‍યું હતું આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ગત તા.23-3-18 ના રોજ જિલ્લાવિકાસ અધિકારી યોગેશ નિરગુડેના આદેશથી અમરેલી જિલ્લામાં ઘટતા જતા રેકસ રેસ્‍યો અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે અમરેલી શહેરના તમામ રજીસ્‍ટ્રર્ડ સોનોગ્રાફી સેન્‍ટરોનું કુલ 6 ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું તે મુજબ અમરેલી જિલ્લાના 20 સોનોગ્રાફી સેન્‍ટરોની અલગ-અલગ ટીમ દ્વારા સોનોગ્રાફી મશીન, રેકર્ડ, રજીસ્‍ટ્રર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન અમરેલી શહેરની એક હોસ્‍પિટલ ખાતે લાયકાત ધરાવતા ડોકટર ન હોવાને કારણે ખુલ્‍લુ મળેલું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ અને બે હોસ્‍પિટલોમાં પીસી એન્‍ડ પી.એન.ડી.ટી.એકટ 1994 હેઠળ રેકર્ડ રજીસ્‍ટ્રર્ડ નિભાવવામાં ન આવતા નોટીસો પાઠવવામાં આવી હતી. સઘન ચેકિંગમાં અમરેલી જિલ્લાની કુલ 6 સબ ડિસ્‍ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરોટી સાથેનાસ્‍ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી હજુ પણ અમરેલી જિલ્લામાં આ સઘન ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડો.જે.એચ.પટેલે જણાવ્‍યું હતું.


24-03-2018


error: Content is protected !!