Main Menu

Monday, March 26th, 2018

 

“સલમાન ખાન” તેમની ફેમિલી સાથે અહીં સેલિબ્રેટ કરશે ભાણિયા આહિલનો બર્થડે

સલમાન ખાન નો ભાણીયો અને અર્પિતા ખાન શર્માનો પુત્ર આહિલ શર્મા ૩૦ માર્ચે 2 વર્ષનો થઇ જશે. અર્પિતાએ આ વર્ષે પુત્રનો બર્થડે અબુધાબીમાં સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે. અર્પિતાના આ નિર્ણયનું એક મોટું કારણ પણ છે. સલમાન ખાન અત્યારે અબુધાબીમાં તેમની અપકમિંગ ફિલ્મ રેસ ૩ નું શૂટિંગ કરી રહ્યા છે. જો આહિલનો બર્થડે મુંબઈ અથવા બીજે ક્યાંય સેલિબ્રેટ કરવામાં આવે તો સલમાન તેમાં સામેલ થઇ શકે નહિ. આ કારણે અર્પિતાએ વિચાર્યું કે આહિલનો બર્થડે આબુધાબીમાં સેલિબ્રેટ કરવો જોઈએ.

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન કરવામાં આવશે. જે 29 માર્ચથી શરુ થશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ પાર્ટીમાં આયુષના પેરેન્ટ્સ, અરબાઝ ખાન, સોહેલ ખાન, અલવીરા ખાન અને તેમની ફેમિલીના લોકો સામેલ થશે. પ્રથમ દિવસે વેલકમ લંચ હશે અને પછી ફેન્સી ડિનર. ત્યારબાદ આહિલનો બર્થડે સેલિબ્રેશ શરુ થશે. ફેમિલી ડેઝર્ટ સફારી અને ફેરવેલ ડિનર ત્રીજા દિવસે એન્જોય કરવામાં આવશે. પાર્ટીમાં રેસ ૩ ની ટીમમાંથી પ્રોડ્યુસર રમેશ તૌરાની, ડિરેક્ટર રેમો ડિસોઝા, જેકલીન ફર્નાડીઝ, ડેઝી શાહ અને સાકીબ સ્લેમ પણ સામેલ થશે. ગયા વર્ષે આહિલનો બર્થડે માલદીવમાં સેલિબ્રેટ થયો હતો. બર્થડે કેક દુબઈના ફેમસ કેક ડિઝાઈનર વોવ સ્વીટ્સ તૈયાર કરશે.

બોલિવુડના સુલતાન અને દબંગ ખાન સલમાન ખાનના ફેંસ તો ઘણા છે. સલમાન બોક્સ ઓફિસ પર એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપતા રહે છે. સલમાન તેમના ફેંસની સાથે તેમની ફેમિલીને પણ એટલો ટાઈમ આપતા હોય છે. સલમાન હંમેશા તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢી તેમની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.


IPL: રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન પદ પર સ્મિથની જગ્યા લીધી આ ભારતીય બેટ્સમેનએ

સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગના વિવાદ પછી ઑસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી ગુમાવ્યા પછી સ્ટીવ સ્મિથને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્ટીવ સ્મિથને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રાજસ્થાન રૉયલ્સની ટીમની કેપ્ટન્સીથી પણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની પુષ્ટિ ટીમની ફ્રેન્ચાઇઝીએ કરી છે. સ્ટીવ સ્મિથની જગ્યાએ ભારતીય બેટ્સમેન અંજ્કિય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

IPLમાં બે વર્ષનો વનવાસ પૂરો કરી પાછી ફરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની કેપ્ટનશિપ આગામી સિઝન માટે સ્મિથને સોંપવામાં આવી હતી. IPLની ગત સિઝનમાં સ્મિથ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન હતો. IPL-10માં તેની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે બોલ છળકપટના મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ઑસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટસમેન કેમરન બેનક્રૉફ્ટને દોષિત ગણાવ્યા હતા. ICCએ સ્મિથને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો તથા તેને 100% મેચ ફીનો દંડ પણ ફટકાર્યો હતો. જ્યારે ઓપનિંગ બેટ્સમેન કેમરન બેનક્રૉફટને મેચ ફીનો 75% દંડ ફટકાર્યો હતો. આ સિવાય તેને 3 ડીમેરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યા હતા.

એક નિવેદન મુજબ, ICCના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને સ્મિથ પર આચારસંહિતાના અનુચ્છેદ 2.2.1ના ઉલ્લંઘન અંતર્ગત આરોપ લગાવ્યા છે.


6 મહિનાથી છે ભંગાણ સાવરકુંડલા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં

સાવરકુંડલા નજીક આવેલા સિમરણ ગામની સીમમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો બેફામ બગાડ થતો જોવા મળી રહ્યો છે. એક બાજુ સરકાર પાણીની અછત અને ખેતરમાં ઉભા પાકને પાણી આપતી નથી ત્યારે બીજી બાજુ પીવાનું હજ્જારો લીટર પાણી વેડફાઈ રહ્યું હોવાછતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય તેવું જોવા મળે છે. સરકાર દ્વારા પાણીને મામલે જે ચોકસાઈ રાખવી ઘટે તે ક્યાંકને ક્યાંક રાખવામાં આવતી નથી. છાશવારે પીવાના પાણીના વેડફાટના બનાવો નોંધાવા પામે છે. જાણીને નવાઈ લાગશે કે સાવકુંડલા નજીકની આ લાઈનમાં ભંગાણ આજકાલનું નથી પણ છેલ્લા 6 મહિના છે. પાણી વહીને છેક 5 કિમી દૂર ચેક ડેમ સુધી પહોંચી ગયું છે છતાં સરકારનું નઘરોળ તંત્ર ઉંઘી રહ્યું છે. મસમોટા નિવેદનો કરવામાં અવ્વલ સરકારી પ્રતિનિધિઓ આ મામલે કઈં જ પડી ન હોય તેમ વર્તી રહ્યાં છે.

અમરેલીના સાવરકુંડલાના સિમરણ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ લાઈન દ્વારા વિસ્તારના 130 ગામોને પાણી મળે છે. આ લાઈનમાં છેલ્લા 6 મહિનાથી ભંગાણ છે. હજારો લીટર પાણી વહી ગયું છે. પાણી વહીને 5 કિમી દૂર આવેલા ચેક ડેમ સુધી પહોંચી ગયું છે છતાં તંત્ર અજાણ છે. છાશવારે સમાચારો દ્વારા જ માહિતી મળતી હોય તેવો ઘાટ છે. સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. એક બાજુ ગુજરાત ભરમાં આટલા વર્ષેય પીવાના પાણીનો કકડાટ છે, નર્મદામાં પાણી નથી તેવી કાગારોળ સરકાર છેલ્લા કેટલાંક મહિનાઓથી કરી રહી છે ત્યારે નર્મદા કેનાલ લાઈનમાં મહિનાઓથી પડેલા ગાબડા અને પાણીના બગાડ અંગે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. શું તંત્ર દ્વારા આ મામલે તાકિદે કોઈ પગલાં ભરવામાં આવશે? જવાબદારો સામે પગલાં ભરાશે કે પછી આ વાત પર પડદો પાડી દઈ છાવરવામાં આવશે તે તો સમય જ કહેશે પણ હાલમાં લોકોના ભાગે પાણી વેડફાઈ રહ્યું છે.

આઉપરાંત વાપીના દમણગંગા નદી નજીકમાં જેટકો કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી દરમ્યાન જેસીબી મશીનથી ખોદકામ કરતા વાપી પાલિકાની પીવાના પાણીની મુખ્ય લાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. પાઈપલાઈન જ્યાં સુધી રિપેર નહિં થાય ત્યાં સુધી લોકોને પીવાના પાણીની તકલીફ પડશે તેમ જાહેરાત કરવામાં આવી છે. જેને પરિણામે આગામી બે દિવસ વિસ્તારમાં પાણી નહિં અપાય.

 

 


સિહોનાં રહેઠાણ સળાવા ડુંગરમાં વિકરાળ દવ ભભુકયો

અમરેલી,
ખાંભા તાલુકાનાં મોટા બારમણ પાસે આવેલ સળાવા ડુંગરમાં વિકરાળ આગ ભભુકી હતી. અવધ ટાઇમ્‍સને મળતી માહીતી પ્રમાણે આગ એટલી વિકરાળ બની હતી કે 300 થી વધુ હેકટરમાં ફેલાઇ ગઇ હતી.
સ્‍થાનિક રહીશોએ અવધ સાથેની વાતચીતમાં જણાવેલ છે કે, આગને બુઝાવવા માટે ગ્રામજનો તથા વનતંત્ર સળાવા ડુંગરે દોડી ગયું હતું. આગને કાબુમાં લાવવા માટે ગામ્‍ય વિસ્‍તારના 35થી વધુ લોકો મદદ માટે ગયા હતા. વનતંત્ર સાથે ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો સળાવા ડુંગરમાં રહેતા સીંહ તથા વન્‍ય પ્રાણીઓને બચાવમાં લાગી ગયા હતા. આગ કેવી રીતે લાગી છે તે તપાસ વનતંત્ર દ્વારા શરૂ કરવામા આવી છે.આ અવધ ટાઇમ્‍સને મળતી પ્રાથમિક વિગતો અનુસાર આ ડુંગર ઉપર 7થી8 સિંહ તથા દીપડા અને અન્‍ય પ્રાણી વસે છે અને આગને કાબુમા લેવાના પ્રયાસો ચાલુ છે.