Main Menu

Tuesday, March 27th, 2018

 

શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી

શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી
ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત તથા રાજુલા જાફરાબાદને ધારાસભ્ય અમરીશ ડેર સહિત 3 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછી ખેંચાતાં લીલીયા સાવરકુંડલા ડેડાણ રાજુલા સહિત જિલ્લાભરમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ આતીશબાજી કરી હરખ વ્યક્ત કર્યો હતો.


ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાયા બાદ પરેશ ધાનાણીએ આમ કહીંયુ

બુધવારે ગૃહનો અંતમ દિવસ છે ત્યારે ગૃહના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને પાછી ખેંચવામાં આવી છે. તે પછી પરેશ ધાનાણીએ દરખાસ્ત પરત ખેંચી હોવાનું જણાવી તે વિશે એક નિવેદન આપ્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અધ્યક્ષનું પદ ગૃહમાં ગૌરવવંતુ છે. અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા નથી થઈ. ગૃહનાં ઈતિહાસમા અત્યાર સુધી આવી ચર્ચા નથી થઈ. અમે દરખાસ્તને પરત ખેંચી છે. આવો બનાવ ફરી ન બને તે માટે ચિંતન કરીશું.

પરેશ ધાનાણીએ વધુંમાં જણાવ્યું હતું કે વારસામાં મળેલી લોકશાહીનું જતન કરીએ. CMની અપીલને અમે સકારાત્મક લીધી. અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત સર્વાનુમતે પાછી ખેંચવામાં આવી.

પરેશ ધાનાણીએ ગૃહમાં વિનંતી કરી હતી. જેને લઈને શૈલેષ પરમારે પ્રસ્તાવ દરખાસ્ત પરત ખેંચી હતી. નીતિન પટેલે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને કમનસીબ ગણાવી હતી. જગદીશ પંચાલે ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે તે પછી હાઈકોર્ટમાં ધારાસભ્યોના સસપેન્શનને મામલે દાદ માંગતી કરેલી અરજી પરત ખેંચી લીધી હતી.

કોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસપેન્શન ટૂંકાવાયું છે. તેમનું સસપેન્શન આ સત્ર પુરતું રહેશે. ઉલ્લેખનિય છે કે અમરિશ ડેર અને પ્રતાપ દૂધાત તેમજ બળદેવ ઠાકોરને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં બે ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રતાપ દૂધાતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે હું ખુશી વ્યક્ત કરુ છું. ગૃહમાં ક્ષણિક બનેલી ઘટનાથી દુ:ખ થયું હતું. અમારા હક્ક પર તરાપ ગેરબંધારણીય હતી. ગૃહમાં બનેલી ઘટના વ્યાજબી નહોતી. એક્શનનું એ રિએક્સન હતું. ગૃહમાં ફરી આવું નહિં થાય તેવી આશા રાખીએ.


રાજકોટઃ યુવતીનું અપહરણ બાદ ગેંગરેપ, બે આરોપીઓને ૨૦ વર્ષની સજા

રાજકોટના મોરબીરોડ પર દિયર સાથે જઈ રહેલી યુવતીને અટકાવી દિયરને મારમારી, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ લૂંટી લઈ યુવતીનું અપહરણ કરી ગોંધી રાખી છરીની અણીએ બળાત્કાર ગુજારવાનો કેસ ચાલી જતાં બે આરોપી રૃખડીયાપરામાં રહેતા સુલતાન ઉર્ફે લતીફ ગુલામ હુશેન મકવા અને રાજીવનગર ઈમ્તિયાઝ ઉર્ફે બાડો સીદીક શેખને અદાલતે ૨૦ વર્ષની કેદ અને દસ- દસ હજારનો રોકડ દંડ જો દંડ ન ભરે તો વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે નામીચા શખસ અબ્દુલ ઉર્ફે ગુલીયો ગફાર કટારીયા અને કિશોર મનસુખ માલકીયાનો છુટકારો થયો હતો.

વિગતો મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતી યુવતી પાંચ વર્ષ પહેલા તા.૧૯/૧૧/૨૦૧૩ના રોજ પોતાના દિયર સાથે પસાર થઈ રહી હતી ત્યારે લૂખ્ખાઓએ બંનેને આતંર્યા હતા જેમાં યુવકને સુલતાન ઉર્ફે લતીફ ગુલામ, ઈમ્તિયાઝ, અબ્દુલ ઉર્ફે ગુલીયો અને કિશોરે મારમારી, છરી બતાવી લૂંટ ચલાવી છોડી મુક્યો હતો અને યુવતીનું અપહરણ કરી અવાવરૃ સ્થળે લઈ ગયા હતા. જ્યાં યુવતી પર ગેંગરેપ થયો હતો. જેતે સમયે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરાયા હતા.

અધિક સેસન્સ જજની કોર્ડમાં કેસ ચાલી જતાં ૬૮ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૩૩ સાહેદોને તપાસાયા હતા. સરકાર, ફરિયાદ પક્ષે રોકાયેલા વકિલોની દલીલો અને જધન્ય કૃત્ય અંગે થયેલી રજુઆત ધ્યાને લઈને સજા ફટકારાઈ હતી.


ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત પૂર્વે વ્હાઈટહાઉસ હરખ પદૂડું

હજી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખ્તયાર કિમ જોંગ ઉન વચ્ચે બેઠકની તારીખ પણ નક્કી નથી થઈ ત્યાં તો અમેરિકા તેના માટે ઘણું ઉત્સાહી થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉ.કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચેની બેઠક માટે વોશિગંટન ઘણું જ ઉત્સાહી છે.

આ મહિનાની શરૂઆતમાં દ.કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વવાળા પ્રતિનિઘિમંડળે ટ્રમ્પને કિમ તરફથી આપવામાં આવેલ આમંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ તરફ ઉ.કોરિયા પણ પોતાના પરમાણું શસ્ત્રને નાબુદ કરવા માટે પણ પોતાની તૈયારી દર્શાવી છે, જેના કારણે બંને દેશો વચ્ચેની ઉગ્રતામાં નવું અધ્યાય શરૂ થઈ રહ્યો હોય તેવું લાગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, કિમે બેઠક થવા પહેલા કોઈ પણ પ્રકારના મિસાઈલ પરીક્ષણ ન કરવાનું વચન આપ્યું છે. આ અંગે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ તરફથી કહેવામાં આવ્યું કે, આગામી કેટલાક મહિનામાં બંને રાષ્ટ્ર નેતાઓ વચ્ચે કોઈ પણ વાતચીત થઈ શકે છે.

કિમ જોંગ ઉનના ચીનમાં હોવાની બાબતે અમેરિકાને કોઈ જ માહિતી નથી તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, હજી સુધી કિમના ચીન પ્રવાસ અંગે અમને કોઈ જ માહિતી મળી નથી.


કોંગ્રેસના ધારાસભ્યોના સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવશે…

ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા અમરેલી જીલ્લાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીશ ડેર સહિત ત્રણ ધારાસભ્યો ના સસ્પેન્શનને આ સત્ર પૂરતું જ રાખવું અને બાકીના સમય સુધીના સસ્પેન્શનને રદ કરવું તેની સામે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના અધ્યક્ષની સામે મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવી તેવી ફોર્મ્યુલા બંને પક્ષે ઘડાય હોવાનું મનાઈ રહ્યું છે આજે સત્તાવાર તેની જાહેરાત થાય તેવી શક્યતા છે.


27-03-2018