Main Menu

April, 2018

 

29-04-2018


બાબરાના ગામોમાં પાકવિમામાં અન્‍યાય

બાબરા,
ગુજરાત રાજયની ભાજપ સરકાર દ્વારા બાબરા, દરેડ, ખાનપર, પાનસડા તાલુકાનાં ત્રણ ગામોમાં પાકવિમો આપવા ભારોભાર અન્‍યાય કરવા પામ્‍યાના આક્ષેપ સાથે વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો દ્વારા 96 લાઠી, બાબરાનાં કોંગ્રેસી ધારાસભ્‍ય શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મરનીઆગેવાનીમાં આવેદનપત્ર બાબરા મામલતદારને આપી ન્‍યાય અપાવવા માંગ ઉઠાવી હતી. આ તકે ઉપસ્‍થિત ધારાસભ્‍ય શ્રી ઠુંમ્‍મર દ્વારા ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ કરવાના બદલે અપોષણક્ષમ બજારભાવ જીજીઆરસી યોજનામાં છબરડા જંગલી રોઝ ભૂંડના ત્રાસ ઉપરાંત અપુરતો પાક વિમો આપતા ખેડૂતનું જીવન દુષ્‍કર બનવા પામ્‍યું છે ગુજરાત મોડલની વાતો કરતી સરકારમાં ખેડૂત આપઘાત કરી રહયો હોવાનું જણાવ્‍યું હતું આવેદનપત્રમાં પિયત બીનપિયતનાં અલગ વિભાગ પાડવા તથા સત્‍વરે પુરતો વિમો ચૂકવી આપવા ખેડૂત સમાજ અમરેલીના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવેલું આ તકે નિલેશ પાટીદાર, પ્રભાતભાઇ કોઠીવાળ, બીપીનભાઇ વસાણી, ગોવિંદભાઇ ખોખરીયા સહિતનાં આગેવાનો ખેડૂતો ઉપસ્‍થિત રહેવા પામેલ હતાં.


સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ જમાત બાબરા દ્વારા સમુહ શાદી સંપન્‍ન

બાબરા,
બાબરાનાં તાઇવદર રોડ સ્‍થિત હજરત ભંગડશાવલીનાં ઉર્ષ મુબારકનાં દિવસે આજે સુન્‍ની મુસ્‍લિમ જુમાત દ્વારા સમુહ શાદીનું બેનમુન આયોજન થવા પામ્‍યું હતું. આ અવસરે 14 યુગલો જાનૈયાપક્ષ સહિત 8 હજારની મેદનીની ઉપસ્‍થિતિમાં હજરત ભંગડશાવલીનો ઉર્ષ સાથોસાથ સમાજની જરીયાતમંદ પરિવારની 14 દિકરીનાં લગ્‍નોત્‍સવનું આયોજન થવા પામ્‍યુ હતું. બાબરાના દિલેર દિલનાં દાતા હાજી સતારભાઇ સુલેમાનભાઇ સૈયદ દ્વારા તમામ કન્‍યાઓને લખલૂંટ કરીયાવર એડવાન્‍સમાંદાનમાં આપવામાં આવ્‍યો હતો આ તકે ઉપસ્‍થિત રહેલા બાબરા લાઠીના ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમ્‍મર દ્વારા સમુહ લગ્‍નોત્‍સવ થકી સમાજની એક્‍તા અને હિન્‍દુ મુસ્‍લિમ સમાજનો ભાઇચારો વધુમાં વધુ મજબૂત બન્‍યાનો જણાવ્‍યું હતું. સમુહલગ્‍નથી આર્થિક વેડફાટ સહિત સમસ્‍યાનો બચાવ થતો હોવાનું જણાવી ગરીબ ગુરબા પરિવારને મદદની ભાવનાને બિરદાવી કૌમી એખલાસનો નમુનો પૂરો પાડયાનું જણાવેલ. આ તકે સુન્‍ની મુસ્‍લિમ સમાજનાં માજી પ્રમુખ મુસાભાઇ મામતભાઇ, પ્રમુખ યુનુસભાઇ ગોગદા, ઉપપ્રમુખ રહિમભાઇ અજમેરી દ્વારા ધારાસભ્‍યશ્રીનું સન્‍માન કરવામાં આવેલ. ઉપસ્‍થિત મુસ્‍લિમ સંત સોયબબાપુ કાદરી દ્વારા નિકાહવિધિ સંપન્‍ન કરાવવામાં આવેલ. ગ્રામ્‍ય આગેવાનો મુસાભાઇ પરમાર, મનસુખભાઇ પલસાણા, હરેશભાઇ શિયાણી, રમજાનભાઇ જીવાણી, જાહાભાઇ મ્‍લોચ, વનરાજભાઇ વાળા, બાબુભાઇ કારેટીયા સહિત બહોળી સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરો ઉપસ્‍થિત રહયા હતાં.


ધારીના જંગલમાં ટેન્‍ક્‍રો દ્વારા પ્રાણીઓ માટે પોહ્ચતું પાણી

અમરેલી,


વૈશાખી વાયરા ધરતી ઉપરથી પાણીને સુકવી રહયા છે ત્‍યારે ગીરના જંગલમાં પણ પાણીની કપરી પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે વનતંત્ર દ્વારા પ્રયાસો કરાઇ રહયા છે. ધારીના જંગલમાં ટેન્‍ક્‍રો દ્વારા પ્રાણીઓ માટે પાણી પહોચાડાય રહયું છે.
પાણી પૂર્વગીરમાં રાવળ, મસુંદરી સહિતના ડેમોમાં અને બનાવવામાં આવેલા ડેમોમાં હજુ પણ પાણી છે અને અંદાજીત26 જેટલા પાણી માટે ઉભા કરાયેલા પોઇન્‍ટમાં વનતંત્ર દ્વારા ટેન્‍કરોથી પાણી અપાય રહયું છે જેનેથી જંગલના પશુ પંખીઓ તૃપ્‍ત થઇ રહયા છે પણ, જો ગરમી 43 ડિગ્રીની ઉપર જશે અને તે 44 કે 45 ડિગ્રીએ પહોંચશે તો ગીરનાં જંગલમાં સરીસૃપો અને નાના પક્ષીઓ ઉપર જોખમ ઉભુ થશે ગરમીની મોસમને ઘ્‍યાનમાં રાખી વનતંત્ર દ્વારા ચાંપતા પગલાઓ લેવાઇ રહયા છે અને અગાઉ જંગલમાં છાશવારે લાગતા દવ પણ સદ્દનસીબે લાગતા બંધ થઇ ગયા છે.


ચલાલામાં નગરપાલિકા દ્વારા નવા સી.સી.રોડનું ખાતમૂર્હુત કરાયું

ચલાલા,
ચલાલા નગરપાલિકાનાં પ્રમુખ શ્રી હિંમતભાઇ દોંગાના વડપણ હેઠળ નગરપાલિકા ઉપપ્રમુખ તથા સભ્‍યો દ્વારા તીનબતીચોકથી સ્‍મશાન સુધીનાં અતિ મહત્‍વનાં શાકભાજીની બજાર અને ચલાલાના સતત ધમધમતા રહેતા માર્ગનાં નવીનીકરણનો પ્રારંભ કરાયો હતો. ચલાલાના લોકોને આ રોડ બનતા વધારે સુવિધા મળવાની હોય લોકોમાં આનંદ છવાયો છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા એમ પણ જણાયું છે કે,જે વિસ્‍તારમાં કામ બાકી હોય તે વિસ્‍તારમાં પણ માર્ગના અને વિકાસનાં કામો નગરપાલિકા દ્વારા યુઘ્‍ધના ધોરણે શરૂ કરવામાં આવનાર છે તેમ પાલિકા વતી શ્રી પ્રકાશભાઇ કારીયાએ જણાવ્‍યું છે.


અમરેલીમાં મહિલા સ્‍વામીનારાયણ મંદિરે ઉદ્યાપન મહોત્‍સવ

અમરેલી


ભગવાન શ્રી સ્‍વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીને શોભાવતા સમગ્ર સ્‍ત્રી ભકતોના ગુરૂપદે બિરાજતા પ.પુ. અ.સૌ.ગાદિવાળા માતૃશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી પ.પુ. અ.સૌ.બંનેવહુજીમહારાજશ્રીની પ્રેરણાથી સત્‍સંગની મા એવા ભકત મુકતાનંદસ્‍વામી જેવા સંતવર્યની જન્‍મભુમી એવા અમરેલી શહેરના આંગણે તા.25/4 વૈશાખ સુદ 10 થી તા.27/4 વૈશાખ સુદ 12 સુધી શ્રીમદ્દ સત્‍સંગ જીવન પ્રમાણે મોક્ષદા એકાદશીનુ વ્રત લાડુબા અને જીવુબાએ કર્યુ હતુ અને એનુ ઉજવણુ અર્થાત ઉદ્યાપન વિધી સ્‍વયં શ્રી હરીએ કરાવી છે એવીજ રીતે મોક્ષદા એકાદશી વ્રતના ઉજવણાનુ આયોજન શ્રી ધર્મકુળ આશ્રીત ભકિત મહિલા મંડળ અમરેલી પાણીદરવાજા દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે લગ્‍ન પણ યોજાયેલ તેમજ રાધારમણ દેવ નુ રસોડુ પુરવા ચાંદિના થાળ અર્પણ કરવા માટેનુ આયોજન કરવામાં આવેલ તેમજ ભગવાનને અન્‍નકુટ ધરવામાં આવ્‍યો હતો.


અમરેલી બની ધર્મનગરી : નાગનાથ મહાદેવની વિરાટ શોભાયાત્રા

અમરેલી,

અમરેલી શહેરમાં આજે સાંજના 4 કલાકે નાગનાથ મહાદેવથી દ્વિ શતામ્‍દી પાટોત્‍સવ પ્રસંગે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ શોભાયાત્રામાં જુદા-જુદા સમાજ દ્વારા વાહનોમાં ફલોટ બનાવી જોડાયા હતાં. શોભાયાત્રા પ્રથમ રામજીમંદિર અવધ ટાઇમ્‍સ પાછળથી મહાત્‍મા મુળદાસચોક, જિલ્લાપંચાયત રોડ, એસ.ટી.ડેપોથી રાજકમલચોક જુની બજાર, ટાવરચોક, હવેલીથી નાગનાથ મહાદેવ મંદિરે પહોંચતા મહાઆરતી કાર્યક્નમ યોજાયો હતો. આ શોભાયાત્રામાં ડો.આંબેડકરના સ્‍ટેચ્‍યુ પાસે સંસદ સભ્‍ય નારણભાઇ કાછડીયા, ડો.ભરતભાઇ કાનાબાર સહિત ભાજપનાં અગ્રણીઓ દ્વારા મહાદેવની શોભાયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ. ત્‍યાંથી આગળ આવતા રજવાડી પૈંડાવાળા પુનાભાઇ ભગત પરિવાર દ્વારા આઇસ્‍ક્નીમની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. આ શોભાયાત્રા પસાર થતા રસ્‍તામાં વાહન વ્‍યવહાર માટે વનવે વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.


28-04-2018


27-04-2018-2


27-04-2018


error: Content is protected !!