Main Menu

April, 2018

 

ઉત્તર પ્રદેશમાં Train અને સ્કુલ વેનનો અકસ્માત, ૧૩ બાળકોનાં મોત

ઉત્તર પ્રદેશના કુશીનગર નજીક માનવ રહિત ફાટક પર સ્કુલ વેન અને ટ્રેનનો અકસ્માત સર્જાતા વેનમાં બેઠેલા ૧૩ બાળકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતના સ્કુલ વેનના ડ્રાયવરનું પણ મોત નીપજ્યું છે. કુશીનગરની ડિવાઇન મિશન સ્કૂલના બાળકોને લઇને જતી વાન માનવરહિત રેલવે ક્રોસિગને પાર કરી રહી હતી તે દરમિયાન તે પેસેન્જર ટ્રેન સાથે ટકરાઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું.


26-04-2018


Asaram સહિત ત્રણ રેપ કેસમાં દોષિત જાહેર ,આજીવન કેદની સજા થવાની સંભાવના

સગીર યુવતી સાથે બળાત્કારના કેસમાં Asaram અને અન્ય ત્રણ સાગરીતોને જોધપુરની વિશેષ અદાલતે આરોપી જાહેર કર્યા છે. જો કે તેમની સજાનું એલાન હજુ કરવામાં આવ્યું નથી.જો કે તે પૂર્વે જોધપુરના સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામાં આવી છે. તેવા સમયે આશારામના ૬ સમર્થકોને પકડીને જોધપુરથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. જો કે આશારામના સમર્થકો જેલની બહાર અને અલગ અલગ આશ્રમમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે અને પૂજાપાઠ કરી રહ્યાં હતા.

જોધપુરની અદાલતમાં નાબાલીગ યુવતી પર રેપ કેસના આરોપી Asaram ને આજે સજા સંભળાવવામાં આવવાની હતીજેના પગલે ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિત આશારામ આશ્રમ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસે ચુકાદા બાદ આશારામના સેવકો દ્વારા કે લોકો દ્વારા અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જો કે અમદાવાદના આશારામ આશ્રમમાં અત્યારથી જ મોટી સંખ્યામાં સાધકો એકત્ર થવા લાગ્યા હતા.

આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ અનેક સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે જોધપુરને લશ્કરી છાવણીમાં તબદિલ કરી દેવામાં આવ્યું છે. સગીર યુવતી સાથે બળાત્કારના કેસમાં Asaram ને જોધપુરની વિશેષ અદાલત આજે ચુકાદો આપશે. જેને પગલે જોધપુર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જો કે આસારામ આ કેસમાંથી અદાલત નિર્દોષ જાહેર કરે તો પણ તેમને જેલમાં જ રહેવું પડશે. કારણ કે તેમની વિરુદ્ધ ગુજરાતમાં પણ બળાત્કારનો કેસ ચાલુ છે. જોધપુરના પોલીસ કમિશ્નર અશોક રાઠોડે જણાવ્યું હતું કે આ ચુકાદાને દિવસે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવાની સંભાવનાને પગલે સમગ્ર જીલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

રાઠોડે જણાવ્યું હતું કે અમને આનંદ છે કે ચુકાદો જેલ પરિસરની અંદર જ સંભળાવવાની અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો. રાજસ્થાન પોલીસે આસારામના સમર્થકો જોધપુર પહોંચવાના અંદેશાના લીધે પાડોશી રાજ્યના પોલીસની પણ મદદ માંગી છે. તેમજ જરૂર પડશે તો અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરની સગીર બાળકી પર કથિત રીતે આસારામે જોધપુરની બહાર તેમના આશ્રમમાં યૌન ઉત્પીડન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે પીડિતા આશ્રમમાં રહેતી હતી અને તે ૧૬ વર્ષની હતી. આ કેસ દિલ્હીના કમલા નહેરુ પોલીસ સ્ટેશનના નોંધાયો હતો અને બાદમાં આ કેસ જોધપુર સીફટ કરવામાં આવ્યો હતો. તેમની પર પોક્સો અને એસ.સી/એસ.ટી એક્ટની કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આસારામની જોધપુર પોલીસે ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ધરપકડ કરી હતી. ત્યારથી તે જોધપુર સેન્ટ્રલ જેલમાં જ બંધ છે.


25-04-2018


Google CEO સુંદર પિચાઇ પર ધનવર્ષા, મળશે 2525 કરોડની ભેટ

ગૂગલ ના સીઇઓ સુંદર પિચાઇ પર આ અઠવાડિયે ધનવર્ષા થશે. એક અહેવાલ અનુસાર 2014માં પિચાઇનું પ્રમોશન થયુ હતું. ત્યારે તંપનીએ તેમને 3 લાખ 53 હજાર 939 શેરોનું ઇનામ આપ્યુ હતું. હવે શેરોને કેશ કરાવતા તેમને આશરે 2500 કરોડ રૂપિયા મલશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કમાં પ્રમોશન પહેલા મળેલા શેરને હવે…


24-04-2018


સલમાન ખાનને મોટી રાહત, SCએ તમામ અદાલતી કાર્યવાહી પર લગાવી રોક

વધુ એક મામલે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને કોર્ટમાંથી રાહત મળી છે આ મામલો દેશના વાલ્મિકી સમુદાય વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આ રાહત આપવામાં આવેલ છે. આપને જણાવી દઇએ કે આ કેસ દેશની વિવિધ અદાલતોમાં ચાલી રહ્યો હતો. આ મામલે દેશની વડી અદાલતે સલમાન વિરૂધ્ધ નોંધાયેલ 6 મામલે રોક મુકી દીધેલ છે.

ઉલ્લેખનીય છે કે,સલમાન ખાન દ્વારા વાલ્મીકિ સમાજ દ્વારા અભિનેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પણ આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી.

સલમાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એની વિરુદ્ધ રાજસ્થાનના ચૂરુ શહેરમાં દાખલ FIR રદ કરવાની માંગ કરી છે. અભિનેતા તરફથી દાખલ અરજીમાં એની પણ માગ કરવામાં આવી છે કે દરેક રાજ્યોની પોલીસને એવો નિર્દેશ આપવામાં આવે કે એની વિરુદ્ધ આ કેસમાં સંબંધિત કોઇ પણ ફરિયાદ, FIR દાખલ કરે નહીં. આટલું જ નહીં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં જે FIR અથવા અરજી દાખલ થઇ છે એની પર રોક લગાવવામાં આવે. અને આજ રોજ ભારતની સુપ્રિમ કોર્ટે સલમાનને રાહત આપી હતી.

આપને જણાવી દઇએ કે પોતાની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’ના પ્રમોશન દરમિયાન એની ડાન્સ સ્ટાઇલને કથિત રીતે જાતિસૂચક કરાર આપવામાં આવ્યો હતો. ઘણા શહેરોમાં સલમાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’નો પણ જોરદાર વિરોધ થયો હતો.


ભાજપથી દિકરીઓને બચાઓ: બંધારણ બચાઓ અભિયાનમાં રાહુલના મોદી પર પ્રહાર

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2018, સોમવાર કોંગ્રેસે આજથી બંધારણ બચાઓ અભિયાનની શરૂઆત કરી દીધી છે. આ અભિયાનની શરૂઆત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી થઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુસ્તક ‘કર્મયોગી-નરેન્દ્ર મોદી’થી જ પોતાની વાતની શરૂઆત કરી. રાહુલે કહ્યુ કે શું વાલ્મિકી સમાજનું આપણા દેશમાં કોઇ મહત્ત્વ…


22-04-2018-2


22-04-2018