Main Menu

Wednesday, April 4th, 2018

 

અમરેલીના કલેકટરશ્રી સંજય અમરાણીને જિલ્લાા પત્રકાર સંઘ તેમજ માહિતી કચેરી દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું.

કલેકટરશ્રી સંજય અમરાણીની મ્‍યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર-ગાંધીનગર ખાતે બદલી થતા અમરેલી જિલ્‍લાના પત્રકારમિત્રો અને જિલ્‍લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે વિદાયમાન આપવામાં આવ્‍યું હતુ.

કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્યું કે, વહીવટીતંત્રની સેવા દરમિયાન અમરેલી જિલ્‍લાની કામગીરીએ મને વ્‍યક્તિગત રીતે ઘણું શીખવ્‍યું છે. તમામ પરિસ્‍થિતિઓમાં અમરેલી જિલ્‍લાના પત્રકારોએ આપેલ સહકાર મારા માટે અવિસ્‍મરણીય રહેશે. ન્‍યાયી અને પારદર્શી ચૂંટણી યોજાઇ અને તે વખતની સંવેદનશીલ કામગીરી વખતે પણ પત્રકારોએ આપેલ સહયોગથી ઘણી સરળતા ઉભી થઇ હતી. પ્રધાનમંત્રી-મુખ્‍યમંત્રીના કાર્યક્રમો અને તેના કવરેજમાં પણ સ્‍થાનિક અખબારો-પત્રકારોની ભૂમિકા મહત્‍વની રહી છે.

કલેકટરશ્રી સંજય અમરાણીએ વધુમાં કહ્યું કે, લોકોની નાડીનો ધબકાર પારખવાનું કામ પત્રકારો કરે છે. પત્રકારોની કામગીરી પ્રત્‍યક્ષ-પરોક્ષ રીતે ઘણી મહત્‍વની હોય છે. અમરેલી જિલ્લામાં વિકાસની ઉમદા તકો છે. પ્રવાસન અને ખેતીના ક્ષેત્રમાં પત્રકારો વધુ સ્‍ટોરી-પ્રસિધ્‍ધી કરી નવા આયામો સ્‍થાપી શકે છે. વહીવટીતંત્ર-નવા આવનાર કલેકરટશ્રીને પણ પૂરતો સહકાર પૂરો પાડવા તેમણે પત્રકારોને અનુરોધ કર્યો હતો.

નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ. બસીયાએ જણાવ્યું હતુ કે,  પ્રધાનમંત્રી-મુખ્‍યમંત્રીના કાર્યક્રમો, ચૂંટણીની સંવેદનશીલ કામગીરી દરેક વખતે સકારાત્‍મક-રચનાત્‍મક વલણ દાખવી કલેકટરશ્રીએ પત્રકારોને પૂરતો સહકાર આપી દ્રષ્‍ટાંત પૂરું પાડ્યું છે. પત્રકારોએ પણ સમતોલપણું રાખી યોગ્‍ય પ્રસિધ્ધિ પૂરી પાડીને રાજય સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરીને-કાર્યક્રમોને પ્રસિધ્‍ધિ આપી સહકાર પૂરો પાડ્યો છે.

આ પ્રસંગે અવધ ટાઇમ્‍સ દૈનિકના તંત્રી અને પત્રકારસંઘના શ્રી ભરતભાઇ ચૌહાણ, ગીરિરાજ ટાઇમ્‍સના તંત્રીશ્રી કેતનભાઇ પટ્ટણી, આગમનના તંત્રીશ્રી નિલેશભાઇ જાની, શ્રી ભાણજીભાઇ બગડા, શ્રી બી.બી. રાણવા, શ્રી મનસુખભાઇ રાવલ, શ્રી શ્યામલભાઇ મહેતા, શ્રી કમલેશભાઇ તળપદે, શ્રી રાજુભાઇ કામદાર, શ્રી કિરીટભાઇ વ્‍યાસ, શ્રી જયેશભાઇ મલકણ, શ્રી ધર્મેશભાઇ ત્રિવેદી, શ્રી પ્રકાશભાઇ ચંદારાણા, શ્રી મજીદખાનભાઇ પઠાણ, શ્રી હસમુખભાઇ રામાણી, શ્રી રોમિલભાઇ ચૌહાણ, શ્રી યોગેશભાઇ કવિશ્વર, શ્રી જયેશભાઇ ચૌહાણ, શ્રી જીલ્લુભાઇ વાળા, શ્રી અતુલભાઇ કારીયા સહિતના પત્રકારશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અમરેલી જિલ્‍લાના પત્રકારો-ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર સહિતના તમામ કલેકટરશ્રી સંજય અમરાણીને પુષ્‍પગુચ્‍છ, શાલ, સાકરનો પડો-શ્રીફળ આપી વિદાયમાન આપ્‍યું હતુ.

આ ઉપરાંત નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ. બસીયા અને અમરેલી જિલ્‍લા માહિતી કચેરીના સર્વશ્રી જી.વી. દેવાણી શ્રી બી.ડી. પાથર, શ્રી એમ.એમ. ધડુક, ડી.જે. છાટબાર, શ્રી ડી.ડી. રાજયગુરૂ, શ્રી એચ.બી. વાઘેલા, શ્રી એમ. વી. રાઠોડ સહિતના સ્‍ટાફગણે કલેકટરશ્રીને મેમેન્‍ટો આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.


dr રાહુલ ગુપ્તા ને ગિરનાર અમ્બાજી મંદિર ના મહંત તન્સૂખ ગિરી બાપુ એ માતાજી ની ચૂંદડી સાલ ઓઢાડી બહુમાન સાથે આશીર્વાદ આપ્યા

 

જૂનાગઢ બદલી પામી વિદાય લય રહેલા જિલા કલેકટર dr રાહુલ ગુપ્તા ને ગિરનાર અમ્બાજી મંદિર ના મહંત મોટા પીર બાવા તન્સૂખ ગિરી બાપુ એ માતાજી ની ચૂંદડી સાલ ઓઢાડી બહુમાન સાથે આશીર્વાદ આપ્યા હતા અને લોકો ના સારા કામ કરો અને ખૂબ તરીકી કરો ના શુભાશિષ આપ્યા હતા.


અવસાન નોંધ

રજનીભાઇ નંદલાલ સવાણી ના ધર્મ પત્નિ ગીતાબેન રજનીભાઇ સવાણી ઉ. 64 નું તા.4/4/2018 ના રોજ શ્રી જી ચરણ પામેલ છે જે કલ્પેશ (અમરેલી R.N. હેન્ડલુમ વાળા) તેમજ હિતેશ તથા હેતલબેન ચેતન કુમાર તન્ના ના માતુશ્રી થાય ,
જેમનું ઉઠમણું તા.6/04/2018 ને શુક્રવાર બપોર ના 4 થી 6 બગસરા લોહાણા સમાજ ની વાડી ખાતે રાખેલ છે.

મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘શ્રી મંગલમ્ વિદ્યામંદિર’-ઠવી સંસ્થામાં સાતમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત

‘શ્રી મંગલમ્ વિદ્યામંદિર’-ઠવી સંસ્થામાં

સાતમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વંદનીય સંતો શ્રી ધનસુખનાથ બાપુ, જસુબાપુ, હંસાબેન તેમજ આ કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રી માયાભાઈ આહીર, અતિથિગણ તરીકે મુખ્ય આરોગ્ય અધિકારી જયેશભાઇ, સ્નેહલભાઈ જોષી (પ્રબુદ્ધ વક્તા),  હરસુરભાઈ કસોટીયા (પ્રમુખ – માલધારી સેલ અમરેલી), ડો. અંકિત સર (સા.કુંડલા), ડો. કાવઠીયા (સા.કુંડલા), મધુભાઈ સવાણી (અમેરિકા), લીલીયા તાલુકાના માલધારી સેલનાં પ્રમુખ બેચરભાઈ, પી. પી. એસ. હાઇસ્કૂલના ગુરુજનો તેમજ મોટી સંખ્યામાં પધારેલ વાલીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે માયાભાઈ તેમજ સ્નેહલ ભાઇનાં સુંદર વક્તવ્યે રમઝટ બોલાવી હતી. બાળકોને પ્રોત્સાહન અર્થે મધુભાઈએ ₹ ૫૦૦૦ તેમજ અન્ય સભાજનોએ પણ પ્રોત્સાહિત રકમ ફાળવી હતી. આ ઉપરાંત નવી બિલ્ડીંગના મુહૂર્ત નિમિત્તે મધુભાઈ સવાણીએ ₹ ૫૧૦૦૦ તેમજ માયાભાઈએ ₹ ૨૧૦૦૦ની રકમ ફાળવી હતી. સમગ્ર સંસ્થા વતી શાળાનાં સંચાલકશ્રી ભાવેશભાઈ ભુવા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે. આ યાદી સંચાલકશ્રી તરફથી મળેલ છે.


error: Content is protected !!