Main Menu

Thursday, April 5th, 2018

 

કાળા હરણ શિકાર કેસ : Salman Khan ને ૫ વર્ષની સજા, જોધપુર સેન્ટ્રલ જેલ લઈ જવાશે.

જોધપુર કોર્ટે Salman Khan ને કાળા હરણ શિકાર કેસમાં પાંચ વર્ષની સજા સંભળાવી છે. સજાના એલાન બાદ હવે સલમાન ખાનને જેલ જવું પડશે. આ સિવાય કોર્ટે સલમાનને ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. કોર્ટમાંથી સલમાન ખાનને ડાયરેક્ટ જોધપુર સેન્ટ્રલ જેલમાં લઇ જવાશે. વિશ્નોઈ સમાજ જોધપુર કોર્ટના નિર્ણયથી ખુશ છે

Salman Khan કાળા હરણ શિકાર કેસમાં દોષિત જાહેર. અન્ય કલાકારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કાળા હરણ શિકારના બે દાયકા જૂના કેસમાં અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારી આરોપી હતા. તેમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારી નિર્દોષ જાહેર થયા છે જ્યારે સલમાન ખાન દોષિત જાહેર થયા છે. કોર્ટના નિર્ણય બાદ સલમાન ખાન ઉદાસ નજર આવ્યા હતા.

જોધપુરની એક કોર્ટે કાળા હરણ શિકારના બે દાયકા જૂના કેસમાં અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારી પર આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ૧૯૯૮માં થયેલ આ ઘટનાના સંબંધમાં ૨૮ માર્ચે કેસની સુનવણી પૂર્ણ કરતા નિર્ણય સંભળાવવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નિર્ણય સંભળાવતા સમયે બધા આરોપી કલાકાર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ કોર્ટમાં હાજર રહ્યા હતા. સલમાન ખાન જોધપુર પહોચ્યા હતા. સલમાન ખાનની બે બહેનો અલવીરા અગ્નિહોત્રી અને અર્પિતા ખાન તેની સાથે જોધપુરમાં છે.ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા

તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો. જો કે, ૧૮ વર્ષ જૂના કાળા હરણ શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા

ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળા હરણનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર બીજો આરોપ હતો કે, તેમને કાળા હરણ શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું.


કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮ : પી.ગુરૂરાજા : એ વેઈટલિફ્ટિંગમાં જીત્યું સિલ્વર મેડલ

વેઇટલિફટર પી.ગુરૂરાજા એ ૨૧ માં રાષ્ટ્રમંડલ રમતમાં પ્રતિસ્પર્ધાના પ્રથમ જ દિવસે પુરુષોના ૫૬ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતી ભારતને પ્રથમ મેડલ જીતાડ્યું હતું.

પચ્ચીસ વર્ષના ગુરુરાજાએ પોતાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન કરતા ૨૪૯ કિલો (૧૧૧ અને ૧૩૮) વજન ઉઠાવ્યું હતું.

મલેશિયાના ત્રણ વખત ચેમ્પિયન મોહમ્મદ ઈઝહાર અહેમદે રમતમાં નવો રેકોર્ડ બનાવતા ૨૬૧ કિલો (૧૧૭ અને ૧૪૪) વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યું હતું. ગુરુરાજા સ્નેચ બાદ ત્રીજા સ્થાન પર હતા જેમને બે પ્રયાસમાં ૧૧૧ કિલો વજન ઉઠાવ્યો હતો. ક્લીન અને જર્કમાં પ્રથમ બે પ્રયાસમાં તે નિષ્ફળ રહી પરંતુ અંતિમ પ્રયાસમાં ૧૩૮ કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ સુનિશ્વિત કર્યું હતું.


કેટલા કરોડો રૂપિયા છે દાવ પર જાણો સલમાનના નામે ફિલ્મ પ્રોડ્યુસર્સના

સલમાન ખાનના કાળિયાર હરણ શિકાર કેસમાં 5મી એપ્રિલે ચૂકાદો આવવાનો છે. આ ચૂકાદાને લઈને જેટલી અકળામણ સલમાન અને તેના પરિવારને છે એટલી જ પરેશાની સલમાનની ફિલ્મોના પ્રોડ્યુસર્સને પણ છે. કારણ કે સલમાનના નામે ફિલ્મ પ્રોડ્યુસર્સના કરોડો રૂપિયા દાવ પર લાગેલા છે.

સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે. તેની દરેક ફિલ્મો મેગા બજેટ ફિલ્મો હોય છે. અને તે એક સમયે ઘણી બધી ફિલ્મો પર કામ કરતો હોય છે. એક અખબારના રિપોર્ટ અનુસાર અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રિના 600 કરોડ માત્ર સલમાન ખાનની ફિલ્મોમાં રોકાયેલા છે.

સલમાન ખાન અત્યારે રેસ 3, ભારત અને દબંગ 3ને ગ્રીન સિગ્નલ આપી ચૂક્યો છે. આ સિવાયની બીજી ઘણી અનટાઈટલ્ડ ફિલ્મો પર પણ સલમાન કામ કરી રહ્યો છે. 100 કરોડના બજેટમાં બની રહેલી રેસ 3 ફિલ્મનું શૂટિંગ તો લગભગ પુરુ થઈ ગયુ છે. તો ભારત ફિલ્મનું શૂટિંગ જૂન મહિનામાં શરૂ થવાનુ છે પંજાબ, મુંબઈ, દિલ્હી અને આબુધાબીમાં થશે. જ્યારે કે દબંગ 3નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાનું છે.

ફિલ્મો સિવાય સલમાન ખાન ટીવી રિઆલિટી શો બિગ બોસને પણ હોસ્ટ કરે છે. જેની બારમી સિઝન આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થશે. બિગ બોસ સિવાય સલમાનના બીજા એક ટીવી ગેમ શો દસ કા દમની નવી સિઝન પ્રોમો પણ ઘણા સમયથી ઓન એર થયા હતા. હવે જો બ્લેક બક કેસનો ચૂકાદો સલમાનની વિરુદ્ધમાં આવે તો આ બધી જ ફિલ્મોની તારીખો પોસ્ટ પોન્ડ કરવી પડશે જેના કારણે ફિલ્મ અને ટીવી શોના પ્રોડ્યુસર્સને નુકશાન થઈ શકે છે.

જો કે, સલમાનના વકિલોનું કહેવુ છે કે આ કેસમાં સલમાનને નિર્દોષ જાહેર કરવામાં આવશે અને જો કોર્ટ તેને સજા આપશે તો તેઓ ઉપલી કોર્ટમાં અપિલ કરશે. એટલે સલમાનની ફિલ્મોના પ્રોડ્યુસર્સે ચિંતા કરવાની જરૂર નથી.


ગીરસોમનાથના પીજીવીસીએલના સબસ્ટેશનમાં દીપડો ઘૂસતા કર્મચારીઓના જીવ તાળવે

ગીર સોમનાથના પ્રાચી નજીક આવેલા પીજીવીસીએલ ના ૨૨૦ કેવી સબસ્ટેશનમાં દીપડાએ ધામા નાખ્યા છે અને આ સમગ્ર ઘટન પીજીવીસીએલના સીસીટીવી કેમેરામા ઝીલાઈ હતી. આજે વહેલી સવારમાં દીપડો લટાર મારતો જોવા મળતા કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો હતો. પ્રાચી નજીક આવેલા ટીંબડી પીજીવીસીએલ સબસ્ટેશનના સીસીટીવી કેમેરામાં દીપડો દોડતો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા.

નોંધનીય છે કે આ ટીંબડી સબ સ્ટેશનમાં કર્મચારીઓના ક્વાર્ટર છે અને તેમાં ઘણા બધા લોકો નિવાસ કરે છે. અને સબસ્ટેશનમાં ૨૦ મજૂરો પણ કાર્યરત હોય છે તેવામાં દીપડાના ધામાએ સૌ લોકોમાં ડર ઉભો કર્યો છે. સ્થાનિક મજૂરે જણાવ્યું હતું કે સિંહનો લોકોને ભય નથી કારણ કે મોટા ભાગે સિંહ માણસો પર હુમલો કરતા નથી, પરંતુ દીપડો કોઇનો પણ શિકાર કરી શકે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે

૮, ૧૦ દિવસથી ટીંબડી ૨૨૦ કેવી સબસ્ટેશનમાં દીપડાના ધામા હોવા છતાં લેબરો જીવના જોખમે કરે છે કામ. જયારે સબસ્ટેશન માં ફરજ બજાવતા જુનયર એન્જીયર ના જણાવ્યા મુજબ ઘણી વાર અહીં દિવસે પણ દીપડો દેખાય છે.

જોકે હાલ તો વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા પાંજરું મૂક્યું છે પણ દીપડો પાંજરે પૂરાય એ દરમિયાન કોઈ લેબર અથવા ત્યાં વસવાટ કરતાં માનવજીવ પર દીપડો હુમલો કરે તો જવાબદારી કોની? તે પણ એક સવાલ ઉભો થયો છે. અને હાલ તો ત્યાં રહેતા લોકો ફફડતા જીવે દિવસ પસાર કરી રહ્યા છે.


05-04-2018


error: Content is protected !!