Main Menu

Monday, April 23rd, 2018

 

સલમાન ખાનને મોટી રાહત, SCએ તમામ અદાલતી કાર્યવાહી પર લગાવી રોક

વધુ એક મામલે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને કોર્ટમાંથી રાહત મળી છે આ મામલો દેશના વાલ્મિકી સમુદાય વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આ રાહત આપવામાં આવેલ છે. આપને જણાવી દઇએ કે આ કેસ દેશની વિવિધ અદાલતોમાં ચાલી રહ્યો હતો. આ મામલે દેશની વડી અદાલતે સલમાન વિરૂધ્ધ નોંધાયેલ 6 મામલે રોક મુકી દીધેલ છે.

ઉલ્લેખનીય છે કે,સલમાન ખાન દ્વારા વાલ્મીકિ સમાજ દ્વારા અભિનેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પણ આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી.

સલમાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એની વિરુદ્ધ રાજસ્થાનના ચૂરુ શહેરમાં દાખલ FIR રદ કરવાની માંગ કરી છે. અભિનેતા તરફથી દાખલ અરજીમાં એની પણ માગ કરવામાં આવી છે કે દરેક રાજ્યોની પોલીસને એવો નિર્દેશ આપવામાં આવે કે એની વિરુદ્ધ આ કેસમાં સંબંધિત કોઇ પણ ફરિયાદ, FIR દાખલ કરે નહીં. આટલું જ નહીં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં જે FIR અથવા અરજી દાખલ થઇ છે એની પર રોક લગાવવામાં આવે. અને આજ રોજ ભારતની સુપ્રિમ કોર્ટે સલમાનને રાહત આપી હતી.

આપને જણાવી દઇએ કે પોતાની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’ના પ્રમોશન દરમિયાન એની ડાન્સ સ્ટાઇલને કથિત રીતે જાતિસૂચક કરાર આપવામાં આવ્યો હતો. ઘણા શહેરોમાં સલમાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’નો પણ જોરદાર વિરોધ થયો હતો.


ભાજપથી દિકરીઓને બચાઓ: બંધારણ બચાઓ અભિયાનમાં રાહુલના મોદી પર પ્રહાર

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2018, સોમવાર કોંગ્રેસે આજથી બંધારણ બચાઓ અભિયાનની શરૂઆત કરી દીધી છે. આ અભિયાનની શરૂઆત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી થઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુસ્તક ‘કર્મયોગી-નરેન્દ્ર મોદી’થી જ પોતાની વાતની શરૂઆત કરી. રાહુલે કહ્યુ કે શું વાલ્મિકી સમાજનું આપણા દેશમાં કોઇ મહત્ત્વ…