Main Menu

Friday, May 18th, 2018

 

રાજુલાના અનેક ગામોમાં સુજલામ સુફલામ યોજના અંતગર્ત તળાવો ઉંડા થયાં

રાજુલા,
રાજુલા તાલુકા ના અનેક ગામો મા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા થય રહયમ છે ત્‍યા સ્‍થળ મુલાકાત લેતા કેબીનેટ મંત્રી શ્રી આર.સી ફળદુ સાહેબ તથા માજી ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી તથા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા તથા અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ તથા મહેશભાઈ કસવાળા કન્‍વિનર મીડીયાસેલ ઇઉંઢખ ગુજરાત પ્રદેસ તથા જીગ્નેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઇ બોસ તથા તા.પં.સદસ્‍ય પ્રતાપભાઈ મકવાણા તથા સરપંચ એસો પ્રમુખશ્રી વિરભદ્રભાઇ ડાભીયા તથા તા.યુવાભાજપ પ્રમુખ હર્ષ પટેલ તથા પ્રાત અધિકારી ડાભી સાહેબ તથા રાજુલા મામલતદાર.


ગારીયાધાર સુજલામ-સુફલામ યોજનાનું ખાત મુહુર્ત કરતા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગારીયાધાર સુજલામ-સુફલામ યોજનાનું ખાત મુહુર્ત કરતા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગારીયાધાર,ગારીયાધાર તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સવારે 9:00 કલાકે નાનાવાવડી ગામના તળાવનું ખાત મુહુર્ત કરી ગારીયાધાર શહેરના તોળપાણ તળાવનું ખાત મુહુર્ત કરવામાં આવ્‍યુ હતુ. ત્‍યારબાદ 10 કલાકે મુખ્‍યમંત્રી તાલુકા શાળાની સભામાં પહોચ્‍યા હતા. જયા જીલ્‍લા કલેકટર હર્ષદ પટેલ, ધારાસભ્‍ય કેશુભાઇ નાકરાણી, ન.પા.પ્રમુખ ગીતાબેન વાઘેલા, વાલમ જળ સંચય અભિયાન સમીતી દ્વારા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને મોમેન્‍ટો, શાલ અને પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવેલ. સભામા હાજર કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાદ્યદ ભારતીબેન શિયાળનુ જીલ્‍લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. રાજય સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કરવામાં આવતી જળ અભિયાનની કામગીરી અને તેનાથી થતા આગામી સમયના લાભો અંગે મોટી એલઇડી સ્‍ક્નીન પર પ્રસારણ કરવામાં આવ્‍યુ હતુ. દાયકાઓથી જળ અભિયાન ચલાવનારા મથુરભાઇ સવાણી દ્વારા જણાવ્‍યુ હતુ કે પાણી માટેનુ અભિયાન સૌથી મોટુ અભિયાન છે. 1998માં ગુજરાતમાં પાંચ લાખ ગાંસડી કપાસનુ ઉત્‍પાદન હતુ જે સરકારની જળઅભિયાનના કારણે 1કરોડ 8લાખ ગાંસડીનુ ઉત્‍પાદન થઇ રહ્યુ છે. તેમણે ગારીયાધારના ખેડુતો અને આગેવાનોની માંગણી સંતોષવા પોતાના વક્‍તવ્‍યમાં પાંચટોબરા ગામ નજીક સૌની યોજનાની લીંક જોડવા વાલ મુકી વીરડી-બેલા સાથે જોડી શેત્રુજીના જોડાણને માંગ સભામાં કરી હતી. જયારે જીતુભાઇ વાઘાણીએ સરકારની આ યોજનામાં લોકોને જોડી માણસ પણાનો ભાવ સંવેદનાનો ભાવ સાથે જોડી એક ભગીરથ કાર્ય ગણાવ્‍યુ હતુ. અને દાતાઓના સહયોગથી આ ભગીરથ કાર્ય સંપન્‍ન થઇ રહ્યુ છે. મુખ્‍યમંત્રી વિજપભાઇ રૂપાણીએ પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે ગારીયાખ3ધાર વાલમ જળ સંચય અભિયાન સમીતીને અભિનંદન પાઠવી પોતે સૌરાષ્‍ટ્રના પનોતા પુત્ર હોવાથી પાણી માટે લોકો કેટલા વલખા મારે છે. જેનાથી તેઓને જાણ છે. પોતે મહિલાઓને બેડા લઇને પવણી ભરતી હોવાના દ્રશ્‍યો જોયેલા છે. સારા ચોમાસા અને દુષ્‍કાળની પરિસ્‍થિતીથી વાકેફ હોવાથી સુજલામ-સુફલામ યોજના સફળ બનાવવા રાજય સરકારે નિર્ધાર કર્યો છે. પાણીના સંગ્રહને વધારીને સૌરાષ્‍ટ્રની ધરાના રળ ચરોતરની ધરાની જેમ 25 ફુટે પાણી તળ ઉચા લાવવા છે. અભિયાનના કારણે માત્ર રાજય સરકાર જ નહી સેવાભાવી સંસ્‍થાઓ, ટ્રસ્‍ટો, મંડળો અને ખેતી કામ કરતો ખેડુત પણ નદી-નાળા-તળાવ-ખેત તલાવડીપોત પોતાની રીતે જવાબદારી સમજીને બનાવી રહ્યા છે. ગુજરાત રાજય દ્વારા કરવામાં આવી રહેલ જળ અભિયાન ભારતનુ સૌથી મોટુ જળ અભિયાન ગણાવ્‍યુ હતુ. જેનાથી ખેતી-પશુપાલન અને બધી જ વ્‍યવસ્‍થામાં વ્‍યાપક પ્રમાણમાં સુધારો આવશે. તેમણે સૌની યોજનાના કામની વાત કરી આગામી 1 વર્ષમાં નર્મદા સાથે 115 ડેમો જોડીને તે ડેમોને યમામ તળાવો જોડાણ કરવામાં આવશે. તાજતરમા જ સરકાર દ્વારા 800 કરોડના જોડીયામાં ડિસ્‍ટીંગ પ્‍લાંટ શરૂ થશે. યેમજ રાજયોની તમામ મહાનગરોમાં ગટરોમાં જતા પણીને ફરીથી રીસાઇકલીંગ કરી ઉદ્યોગ એકમોમાં વાપરવામાં આવે તેવી ફરજીયાત નીતીની યોજના લાવી રહ્યા છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં રોજનું 50એમ.એલ.ડી કંપનીને આપવામાં આવશે. જેના કરારો પણ થઇ ચુકયા હોવાની વાત મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરતના ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આઇ.જી. સહિત ભાવનગર અને અમરેલી જીલ્‍લાની પોલીસ અને હોમગાર્ડ સહિતનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. અને તમામ સરકારી કચેરીના અધિકારીઓ વ્‍યવથામાં ખડે પગે જોડાયા હતા.


18-05-2018


error: Content is protected !!