Main Menu

Saturday, May 26th, 2018

 

જેઠાલાલ બનતા પહેલા દિલીપ જોશીને એક વર્ષ સુધી કોઈ જ કામ નહોતુ મળ્યું

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ધૂમ જેમ ટીવી પર સંભળાય છે, તેમ ઘરના બધા લોકો ટીવી સામે બેસી જાય છે. તેમાં પણ જેઠાલાલનો ચહેરો તો ક્યારેય ભૂલાય તેમ નથી. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે. આ મોકા પર તમને જેઠાલાલની અસલી જિંદગી વિશએ જણાવીશું.

મૂળ રૂપથી જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ગુજરાતના પોરબંદરથી 10 કિમી આગળ આવેલા ગોસા ગામના છે. તેઓ પરિણીત છે, અને તેમના બે બાળકો છે. તેઓ તેમના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે. તેમણે 12 વર્ષની ઉંમરમાં થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો રોલ એક સ્ટેચ્યુનો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ તે નાટકમાં 7-8 મિનીટ સુધી માત્ર સ્ટેચ્યુ બનીને ઉભા રહ્યા હતા.

તેમને બે વાર ઈન્ડિયન નેશનલ થિયેટરનો એવોર્ડ્સ બેસ્ટ એક્ટર તરીકે મળી ચૂક્યો છે. પહેલીવાર તેમણે ટેલિવીઝન પર બ્રેક મળ્યો હતો, જેમાં તેમણે હમ પંછી એક ડાલ કે શો હતો. તેના બાદ તેઓ ઝી ટીવીના જરા હટ કે શોમાં નજર આવ્યા હતા.

કરિયરની ગાડી આગળ વધી તો દિલીપ જોશીને ફિલ્મમાં કામ મળવા લાગ્યું. તેમણે હમ આપકે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખિલાડી 420, વન ટુ કા ફોર અને દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ મળતા પહેલા એક વર્ષ સુધી દિલીપ જોશીની પાસે કોઈ કામ મળ્યું ન હતુ. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કંઈ પણ નિશ્ચિત હોતું નથી. તમે ભલે કેટલા પણ મોટા સ્ટાર કેમ ન થઈ જાઓ, જ્યા સુધી તમે કામ કરો છો, ત્યાં જ સુધી તમે ટકી રહી શકો છો.

એક્ટિંગની સાથે સાથે દિલીપ જોશી મિમિક્રી માટે પણ બહુ જ ફેમસ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, દિલીપ જોશી પોતાનો રોલ કરવા માટે એક દિવસના 50 હજાર રૂપિયા લે છે. એક મહિનામાં દિલીપ અંદાજે 25 દિવસ શૂટ કરે છે. આમ, તેમની એક મહિનાની સેલેરી 12થી 13 લાખ રૂપિયા છે.


ઈરફાન ખાનએ કેન્સર ને દીધી માત , આ ફિલ્મથી બોલિવૂડમાં કરશે ધડાકેદાર એન્ટ્રી

ઈરફાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. બોલિવુડ ડાયરેક્ટર શૂજિત સરકારે એક ઈંટરવ્યૂમાં પુષ્ટિ કરી કે તે જલ્દી જ બોલિવુડમાં પાછો ફરશે તેમજ તેમની આવનારી બાયોપિકમાં ઈરફાન ખાન લીડ રોલમાં જોવા મળશે. ઈરફાન ખાન હવે શૂજિત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ક્રાંતિકારી ઉધમ સિંહની બાયોપિકમાં જોવા મળશે. શૂજિતના જણાવ્યા પ્રમાણે તે આ વાર્તા પર 18-19 વર્ષથી કામ કરે છે.


પાકિઝાની ફિલ્મ અભિનેત્રી ગીતા કપૂરનું અવસાનઃ વૃદ્ધાશ્રમમાં દમ તોડ્યો

મુંબઇઃ પાકિઝા ફિલ્મની અભિનેત્રી ગીતા કપૂરે વૃદ્ધાશ્રમમાં દમ તોડતા ફિલ્મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ઘેરો શોક છવાઇ ગયો છે .

કમાલ અમરોહીની ફિલ્મ પાકીઝામાં ગીતા કપૂરે રાજકુમારની બીજી પત્નીનો રોલ કર્યો હતો. પ્રોડ્યુસર અશોક પંડિતે ગીતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયોમાં શેર કર્યું છે , જેમાં ગીતા કપૂરનો મૃતદેહ નજરે આવી રહ્યો છે.

અશોક પંડિતે પોતાની ટ્વિટમાં લખ્યું કે , 57 વર્ષીય ગીતા કપૂરના પાર્થિવ શરીરની પાસે ઉભો છું , જ્યાં તેમના સંતાનો એક વર્ષ પહેલા એસઆરવી હોસ્પિટલમાં તેમને છોડીને જતા રહ્યા હતા. ઓલ્ડ એજ હોમમાં આજે તેઓ છેલ્લા શ્વાસ લઈ રહ્યાં છે. અમે તેમનું ધ્યાન રાખવાનો બહુ જ પ્રયાસ કર્યો , પરંતુ દીકરો અને દીકરીની રાહ તેમને દિવસેને દિવસે અસહાય બનાવતા જતા હતા.

એક રિપોર્ટમાં અશોક પંડિતે કહ્યું કે , ગત એક વર્ષથી તેઓ પોતાના સંતાનોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈ તેમને મળવા ન આવ્યું. ગત શનિવારે અમે જ્યારે તેમને ખુશ કરવા માટે એક ગ્રાન્ડ બ્રેકફાસ્ટ એરેન્જ કર્યું હતું. ત્યારે તેઓ સારા તો હતા , પરંતુ ખુશ ન હતા. કેમ કે તેઓ પોતાના સંતાનોને મળવા માંગતા હતા.


રાજકોટ: પુત્રીની છેડતી કરતો હોવાની શંકામાં પિતાએ મિત્રને ચા પીવા બોલાવી છરીના ઘા મારીયા

રાજકોટ: શહેરમાં કાયદો-વ્યવસ્થા કથળી ચુકી છે. હત્યા, દુષ્કર્મ, મારામારી જેવા બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે હત્યાની કોશિષનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મનહરપરાના પ્રમોદ કોળીએ પોતાની 14 વર્ષની દીકરીની મિત્ર સુરેશ કોળીએ છેડતી કર્યાની શંકાને કારણે ચા પીવા ઘરે બોલાવી છરીના આડેધડ 15 જેટલા ઘા ઝીંકી દેતા સુરેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

થોરાળાના મનહરપરામાં રહેતાં પ્રમોદ કોળીને ખોખડદળ પાસે રહેતો પોતાનો મિત્ર સુરેશ કોળી પોતાની 14 વર્ષની પુત્રીની છેડતી કરતો હોવાની મજબૂત શંકા હતી. આથી તેને ચા પીવા ઘરે બોલાવી આડેધડ છરીના અંધાધૂંધ 15 જેટલા ઘા ઝીંકી તેમજ હથોડી પણ ફટકારી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે સુરેશને 108 મારફતે ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


સસલાના શિકાર અને સ્ટાફ પર થયેલા ફાયરીંગ પ્રકરણમાં બંને આરોપીઓને ઝડપાયા

ધારી વનવિભાગના “દુધાળા – કરમદડી” સસલાના શિકાર અને ફાયરિંગ પ્રકરણમાં રિમાન્ડ પૂર્ણ થતા કરમદડી ગામના બે આરોપીઓ મગન ભનું ખીમાણીયા રહે કરમદડી, અને રમેશ બાબુ સિસણાંદા રહે કરમદડી અને ધારી કોર્ટે જેલ હવાલે કર્યા.. ઉપરોક્ત રમેશ બાબુ સીસણાંદા 2010માં બંદૂક સાથે શિકારમાં ઝડપાયેલ છે.
     ધારી વનવિભાગ પ્રાપ્ત વિગત અનુસાર ” દુધાળા – કરમદડી” સસલાના શિકાર અને સ્ટાફ પર થયેલા ફાયરીંગ પ્રકરણમાં બંને આરોપીઓને ઝડપી લઇ ધારી કોર્ટમાંથી ત્રણ દિવસની રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન વનવિભાગે બંને આરોપીઓની  આકરીઢબે પૂછપરછ કરતા અનેક પ્રકારના ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા અત્યારસુધી નાના-મોટા ૫૦ જેટલા પશુ-પક્ષીઓના બંદૂકથી અને ઝેરી દવાથી શિકાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ખુલાસાથી વનવિભાગના અધિકારીઓ પણ ચોકી ગયા હતા.
              આ સમગ્ર શિકારના અને ફાયરિંગના પ્રકરણમાં જાંબાઝ વનકર્મી એવા શ્રી એ.એલ.વાવડીયા એ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફાયરિંગ કરી ભાગતા બંને આરોપીઓ પૈકી એક આરોપી નો રાત્રીના અઢી વાગ્યે એકલા હાથે પીછો કરી બે મૃત સસલા સાથે રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
     અગાઉ પણ આ જાંબાજ વનકર્મીએ ગંભીર પ્રકારના વન ગુના પકડવામાં આવી જ સાહસિક અને શૂરવીરતા ભરેલી ભૂમિકા નિભાવી ચૂક્યા છે ,જેમાં ગત વર્ષે જળજીવડી ગામે થયેલા દીપડાના શિકાર પ્રકરણમાં બેજ કલાકમાં ગુનેગારોને ઝડપી લીધા હતા, તેમજ મોટા પાયે થતો ગેરકાયદેસર “લાયન શો” ના આરોપીઓને પકડવામાં, ગેરકાયદે ખનન માફિયાઓને પકડવામાં,અને ગેરકાયદે જંગલની જમીનનો કબજો કરીને બેઠેલા તત્વો પાસેથી જમીન ખાલી કરાવવામાં, તેમજ ગેરકાયદેસર વૃક્ષોના કટીંગ કરનારાઓને પકડવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.
વન વિભાગે કરેલી કડક કાર્યવાહીથી શિકાર કરતા તત્વોમાં અને વન્યગુના કરતા ફફડાટ મચી જવા પામ્યો છે…..

26-05-2018


રાજુલા ની અંદર છેલ્લા 31 દિવસથી ચાલતા ઉપવાસ આંદોલન માં હાર્દિક પટેલ ની એન્ટ્રી

આજે રાજુલા ની અંદર છેલ્લા 31 દિવસથી ચાલતા ઉપવાસ આંદોલન માં રાજુલા એ જે સભા કરી હતી,તેમાં પાસ ના પ્રણેતા એવા હાર્દિક પટેલ ની એન્ટ્રી થી ક્યેક ના હાજા ગગડી જાય તેવા માં હાર્દિક પટેલ નું જોરદાર સ્વાગત કરી ને ખેડુત સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ નરેશ વિરાણી,ભરતસિંહ વાળા, અને કેતનભાઈ,મનુભાઈ ચાવડા,રાજુલા ના લોકલાડીલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર,પ્રવીણભાઈ બારૈયા,અશોકભાઈ ભાલીયા નું પીપાવાવ ગામજનો એ તમામ આગેવાનો નું અભિવાદન કર્યું,અને તમામે ઉપવાસ છાવણી ની મુલાકાત લઈ ને જે લોકો આમરણ ઉપવાસ કરી રહ્યા છે તેમને સમજાવ્યા કે પ્રતીક ઉપવાસ કરીએ અને આંદોલન ચાલુ રાખીએ,પણ જીલુભાઈ બારૈયા સહિત તમામ ઉપવાસકારીઓ એ પારણના કરવા ની ના પાડી અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ રહેશે અને જાન દઈશું પણ જમીન નહિ દઈએ ના નારા સાથે ત્યાથી સભા સથ્લે પહોંચ્યા અને અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના પીપાવાવ ગામ ખેડૂતો ના સમર્થન માં વિશાળ જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું,જ્યાં પીપાવાવ ગામ સહિત આજુબાજુ ના 31 ગામો ની ક્ષારયુકત પડતર ગામ ના સર્વેનંબર ની જમીનો GHCL કંપની ને લીઝ પર ફાળવેલ જેની લીઝ વર્ષ ૨૦૧૧ માં પુરી થઈ ગઈ હોવા છતાં GHCL કમ્પની રોકટોક મીઠું પકવવાનું છેલ્લા આઠ વર્ષ થી ચાલુ છે.
ગામ ની અન્ય જમીનો પણ ભૂમાફિયા એ કબજો કરી ને ખેડૂતો ને આ જમીન પર આવવા નથી દેતા અને આ ભૂમાફિયા ને અહીંયા ના ભાજપ ના નેતાઓ છાવરી રહ્યા છે.આ લડાઈ ભાજપ ના ભુમાફિયા ના કબજા માંથી જમીન છોડાવવાની છે.ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે પરંતુ ખેડૂતો એ પણ આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે.

error: Content is protected !!