Main Menu

Tuesday, May 29th, 2018

 

બાબરામાં શ્રી વિરજીભાઇ ઠુમ્‍મરના પુતળાને બચાવી લેતી કોંગ્રેસ

અમરેલી જિલ્લાના લાઠીના ધારાસભ્‍યશ્રી વિરજીભાઇ ઠુમ્‍મર સામે ભાજપના શ્રી જીતુભાઇ વાઘાણીના માતુશ્રી વિશે અશોભનીય ઉચ્‍ચારણ કરાતા વિરોધનો વંટોળ જાગ્‍યો છે ત્‍યારે આજે બાબરામાં ભાજપ દ્વારા શ્રી ઠુમ્‍મરનું પુતળુ બાળવાના કાર્યક્નમમાં ભારે દોડધામ મચી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છેકે,સુરેન્‍દ્રનગર જિલ્લાના માલવણ ગામ ખાતે પાટીદાર મહા પંચાયત માં ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમર દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ના માતૃશ્રી વિશે અશોભનીય શબ્‍દો ઉચારતા સમગ્ર રાન્નયમાં ઘેરા પડઘા પડ્‍યા હતા અને પ્રદેશ ભાજપ દ્વારા ભારે દેખાવો અને પ્રદશન કરી વીરજીભાઈ ઠુંમર ના રાજીનામાં ની માંગ સાથે જાહેરમાં માફી માંગવા ની માંગ કરવામાં આવી રહી છે.
ત્‍યારે બાબરામાં નાગરીક બેન્‍ક ચોકમાં તાલુકા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાની આગેવાની હેઠળ ભુપેન્‍દ્રભાઈ બસિયા,જીવનભાઈ પીઢડિયા, રાજુભાઇ વિરોજા, દિલીપભાઈ મહેતા,જીવરાજભાઈ લાહર, દિપક કાવઠીયા હીમતભાઇ દેત્રોજા મનોજભાઈ જસાણી સહિત ના આગેવાનો અને કાર્યકરો દવરા ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમરના પૂતળા દહનનો કાર્યઠ્ઠમ યોજવામાં આવ્‍યો હતો જોકે પોલીસની ઉપસ્‍થિતીમાં પૂતળા ને પાછળથી ભાજપમાં આગેવાન દ્વારા લાવવામાં આવતા અગાવથી રાહ જોયને બેઠેલા કોંગ્રેસના આગેવાનોએ પૂતળું આચકી ભાગતા ભારે નાસભાગ મચી હતી થોડી વાર માટે કોંગ્રેસ અને ભાજપ ના આગેવાનો આમને સામને આવી ગયા હતા જોકે પૂતળું નહિ રહેતા ભાજપ ના આગેવાનો એ સુત્રોચાર ના બેનરો સળગાવી સંતોષ માન્‍યો હતો.


બગસરામાં આઘ્‍યાત્‍મિક ખેડુત શીબીર અને સન્‍માન સમારોહ યોજાયો

બગસરા,
બગસરા માર્કેટીંગયાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયા બોર્ડ ઓફ ડીરેકટરો દ્વારા આઘ્‍યાત્‍મિક ખેડુત શીબીર અને નિવૃતી સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતુ. કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાને ગુજકો માસોલ તેમજ નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ. આ કાર્યક્નમનું ઉદ્‌ઘાટન પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડના હસ્‍તે કરવામાં આવેલ. મુખ્‍ય મહેમાન અમરેલી જીલ્‍લાના સાંસદ નારણભાઈ કાછડીયા, અમરડેરીના ચેરમેન અશ્‍વીનભાઈ સાવલીયા, પુ. વિવેકસ્‍વરૂપદાસજી સ્‍વામી, મનસુખભાઈ કયાડા, જીલ્‍લા ભાજપમંત્રી રાજુભાઈ ગીડા, તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઈ માયાણી, શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા, પ્રફુલભાઈ સેંજલીયા સહીતના આગેવાનો તેમજ બગસરા કુંકાવાવ વડીયા તાલુકાના ખેડુત ભાઈઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા. તેમને પુ. વિવેકસ્‍વરૂપદાસજીસ્‍વામી, રોહીતભાઈ ગોટી, અજીતસિંહ, જગદિશભાઈ મેતલીયા, દેવચંદભાઈ સાવલીયા, હરેશભાઈ ગાજીપરા દ્વારા ખેતી વિશે માર્ગદર્શન આપતા જણાવેલ કે પાણીનો સદ ઉપયોેગ અને ગાય આધારીત ખેતી થાય છે. જયારે એક ગાયથી 30 એકર જમીનમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કર્યા વિના ખેડુતો ખેતીમાં કેવી રીતે પુરેપુરુ વળતર મેળવી શકે છે અને ઝીરો બજેટ દ્વારા કેવી રીતે ખેતી થાય છે. તેની વિસ્‍તૃત માહીતી આપવામાં આવી રહેલ હતી. આ શીબીરમાં અમરેલી જીલ્‍લામાં ફરજ બજાવી ચુકેલ અને હાલ જુનાગઢ જીલ્‍લાના વિકાસ અધિકારીના ચાર્જમાં ફરજ બજાવતા અને જેઓ આ મહીનાના અંતમાં નિવૃત થતા હોય એવા જાબાઝ અધિકારી જે.કે. ઠેસીયાનો નિવૃત વિદાય સન્‍માન સમારંભ યોજવામાં આવેલ જેમાં દિલીપભાઈ સંઘાણી, બાવકુભાઈ ઉંધાડ, નારણભાઈ કાછડીયા, કાંતિભાઈ સતાસીયા, અશ્‍વીનભાઈ સાવલીયા, રાજુભાઈ ઠુમ્‍મર, ભોળાભાઈ હીરપરા, વિકાસભાઈ મોદી, પરસોતમભાઈ કુનડીયા, રાજુભાઈ ગીડા, એ.વી. રીબડીયા, રાજુભાઈ, મુકેશભાઈ ગોંડલીયા, વિપુલભાઈ કયાડા, પ્રવિણભાઈ રફાળીયા, કનુભાઈ કોલડીયા, ધીરૂભાઈ માયાણી, પ્રકાશભાઈ રાણીંગા, પ્રફુલભાઈ સેંજલીયા, બાબુભાઈ પરમાર તેમજ બોર્ડ ઓફ ડીરેકટરો દ્વારા સાલ ઓઢાડી જે.કે. ઠેસીયા સાહેબને સન્‍માનીત કર્યા હતા.


તુલસીશ્‍યામ રેન્‍જના પીપળવા અને ભણીયામાંથી દીપડા અને સિંહબાળના મૃતદેહ મળી આવ્‍યા

ખાભાલ
તુલસીશ્‍યામ રેન્‍જ ના પીપળવા અને ભણીયા માંથી દીપડા અને સિંહબાળ ના મૃતદેહ મળી આવ્‍યા. પીપળવા ના રેવન્‍યુ વિસ્‍તાર માં 1ર વર્ષ ના દીપડા મૃતદેહ મળી આવ્‍યો. ભાણીયા જંગલ ની અનામત વિડી માંથી 1 વર્ષ ના સિંહબાળ નો મૃતદેહ મળી આવ્‍યો. તુલસીશ્‍યામ રેન્‍જ માં એક જ દિવસ માં ર વન્‍ય પ્રાણીઓના સિંહબાળ અને દીપડા નાઞ્‍ મોત થી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ.1 વર્ષ ના સિંહબાળ ની ઇનફાઈટ માં મોત થાય નું સામે આવ્‍યું.1ર વર્ષ ના દીપડા નું ઉમર ના કારણે અશકતી ના કારણે મોત થયા નું સામે આવ્‍યું.ખાંભા તાલુકા ના પીપળવા રેવન્‍યુ અને ભાણીયા વિડી વિસ્‍તાર માંથી દીપડા અને સિંહબાળ ના મૃતદેહ મળી આવ્‍યા આ ઘટના ની જાણ થતાં વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી અને બને મૃતદેહ ને કબ્‍જે કરી પીએમ કરવામાં આવ્‍યું હતું એક જ દિવસ માં બને સિંહબાળ અને દીપડા ના મોત થી પ્રયાવારણ પ્રેમીઓમાં રોષ જોવા મળી છે.


એશિયાટીક સિંહોના રહેણાંક ગણાતા ગીરના ચોંકાવનારા વિડીઓ મીડીયામાં ચમકયા

એશિયાટિક સિંહોના એક માત્ર રહેઠાણ ગણાતા ગુજરાતના ગીર વિસ્‍તારના ચોંકાવનારા વિડિઓ ગઈ કાલેમીડિયામાં ચમક્‍યા હતા. પર્યાવરણ બચાવો સમિતિ ના પ્રમુખે વન વિભાગ પર લાયન શો ને લઇ ગંભીર આરોપ પણ લગાવ્‍યા હતા. આજે વધુ એક ગેેર કાયદે લાયન શો નો વિડિઓ સામેં આવ્‍યો છે.તમે પણ આ વિડિઓ જોઈ ચોકી ઉઠશો કે આખરે શુ થઇ રભ્‍ું છે…?વાઇરલ વિડીયો પર થી લીધેલ તસ્‍વીરૉ મા જે દેખાઈ છે તે ગીરગઢડા, ઉના અથવા જામવાળા ના જંગલ વિસ્‍તારનો હોવાનું મનાઈ રભ્‍ું છે. વન વિભાગ નું કહેવું છે આ વીડિયોમાં આપ જોઈ રભ છો હાથમાં મુરઘી પકડીને એક શખ્‍સ સિંહને પ્રલોભન આપી રભે છે. સામે દૂર એક સિંહણ દેખાય છે. આ શખ્‍સ તેને મુરઘી દેખાડી રભે છે. એ થોડો દૂર હટી જાય છે. ફરી નજીક આવી મુરઘી નો સિંહણ સામે ઘા કરે છે.થોડીવાર નીરવ શાંતિ છવાઈ જાય છે. સિંહણ આવે છે. મુરઘીને ઉપાડીને જંગલમાં ચાલી જાય છે. આ લાઈવ વિડિઓ પણ વન વિભાગ પાસે હોવાનું ચર્ચાઈ રભ્‍ું છે. જો કે વન વિભાગ આ મુદ્યે કશુજ બોલવા ઇન્‍કાર કરી રભ્‍ું છે. સમજાતું એ નથી કે વન વિભાગ આ બાબતે કોની શરમ ભરી રભ્‍ું છે..? આ સિવાય બીજા અન્‍ય વિડિઓ પણ એટલા ચોંકાવનારા છે કે વન વિભાગ કોઈ પણ કિંમતે તે બહાર લાવતા ડરીરભ્‍ું છે. જો બીજા વિડિઓ બહાર આવે તો કઈક ના તપેલા ચડી જાય તેમ છે.. ગેરકાયદે લાયન શો સિંહ માટેહાનિકારક છે. આવા લાયન શો થી સિંહ પાલતુ જેવો બની જાય છે.અથવા તો આવુ મારણ નાખનાર વ્‍યક્‍તિ મારણમા કોઈ પદાથઁ નાખી સિંહ ને બેભાન કરી તેના શરીર ના નખ જેવા અવયવો કાઢવાનું ગેરકૃત્‍ય પણ કરી શકે છે જે ગંભીર બાબત છે.આમ ગેરકાયદેસર સિંહ દશઁન પ.વૃતી અંગે જંગલ ખાતા દ્વારા કડક પગલા લેવાય તે જરૂરી છે


29-05-2018


error: Content is protected !!