Main Menu

Wednesday, May 30th, 2018

 

પશુપાલનની મહત્‍વકાંક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી

આઇખેડૂત પર ઓનલાઇન અરજી કરવાની છેલ્‍લી તા.૫ જુલાઇ-૨૦૧૮

રાજયમાં પશુપાલન એક સ્‍વતંત્ર વ્‍યવસાય તરીકે વિકસી રહ્યો છે અને રાજય સરકાર દ્વારા પશુપાલન વ્‍યવસાયના વિકાસમાં વધુ ગતિ લાવવા ઘનિષ્‍ઠ પ્રયાસ કરી રહેલ છે. રાજયના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સરળતાથી રોજગારી ઉભી થઇ શકે તે માટે રાજયના પશુપાલન ખાતા દ્વારા દૂધાળા પશુના ફાર્મની સ્‍થાપના માટે મહત્‍વકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ તમામ ઘટકોના પેકેજની સહાય દ્વારા રોજગારી ઉભી કરવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માટે રાજય સરકારે બજેટમાં સમગ્ર રાજય માટે કુલ રૂ.૧૪૦ કરોડની જોગવાઇ કરી છે. લાભાર્થીએ બેંકમાંથી પશુ ખરીદી માટે ધિરાણ મેળવ્યા બાદ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. રાજયના તમામ કેટેગરીના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

આ યોજના અંતર્ગત ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્‍થાપના કરવા માટે પશુની ખરીદી પરની લોન પર પાંચ વર્ષ સુધી ૭.૫ ટકા વ્‍યાજ સહિત (અનુ.જાતિ, અનુ. જનજાતિના લાભાર્થીઓ તેમજ કોઇપણ જાતિના મહિલા લાભાર્થી માટે ૮.૫ ટકા વ્‍યાજ સહાય), તબેલાના બાંધકામ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ.૧.૫૦ લાખ સુધીની સહાય જયારે મિલ્‍કીંગ મશીન પર મહત્તમ રૂ.૩૩,૭૫૦, ચાફકટર પર મહત્તમ રૂ.૧૫ હજાર, ફોગર સીસ્‍ટમ પર મહત્તમ રૂ.૭,૫૦૦ અને પશુના ત્રણ વર્ષના વીમા પર મહત્તમ રૂ.૪૩,૨૦૦ (ખર્ચ પર ૭૫ ટકા મુજબ) સહાય આપવામાં આવે છે.

વધુમાં રાજયમાં સ્‍થાનિક ઓલાદની ગીર તથા કાંકરેજ ગાયોના સંવર્ધન માટે ખાસ પ્રોત્‍સાહન આપવા માટે આવા એકમોને મહત્તમ ૧૨ ટકા લેખે વ્‍યાજ સહાય બાંધકામ ખર્ચના ૭૫ ટકા પ્રમાણે મહત્તમ રૂ.૨.૨૫ લાખ તેમજ ચાફકટર, મિલ્‍કીંગ મશીન, ફોગર સિસ્‍ટમ તેમજ પશુ વિમાની રકમના ૯૦ ટકા પ્રમાણે વધુમાં વધુ અનુક્રમે રૂ.૧૮ હજાર, રૂ.૪૦,૫૦૦ અને રૂ.૯હજાર અને રૂ.૫૧,૪૮૦ સહાય મળવાપાત્ર થશે.

લાભાર્થીએ બેંકમાંથી પશુ ખરીદી માટે ધિરાણ મેળવ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ૧૨ દૂધાળા પશુના ફાર્મની સ્‍થાપના માટેની નવી યોજના માટે આઇખેડૂત પર ઓનલાઇન અરજી કરવાની છેલ્‍લી તા.૫ જુલાઇ-૨૦૧૮ સુધી રહેશે. અમરેલી જિલ્‍લાના પશુપાલકોને આ યોજનાનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામકશ્રી-જિલ્‍લા પંચાયત-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ નવે.-૧૮ સુધીમાં પીએનજી-એલપીજી જોડાણ મેળવી લેવું

કેરોસીન મેળવતા એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોએ આગામી તા.૩૦ નવેમ્‍બર-૨૦૧૮ સુધીમાં સ્‍વખર્ચે પીએનજી-એલપીજી જોડાણ મેળવવાનું રહેશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી અમરેલી શહેરના વિસ્‍તારોમાં એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે તેમ ઠરાવવામાં આવ્‍યું છે, તેની સંબંધિતોને નોંધ લેવા, અમરેલી-મામતલદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


અમરેલી સ્વાગત  કાર્યક્રમ માટે તા.૧૦ જુન સુધીમાં અરજી કરવી

તા.૨૭ જુન-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ જુન-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે, તેમ મામલતદારશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવાવામાં આવ્‍યું છે.


દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રનિદન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા શ્રી રણછોડદાસજી હોસ્પિટલ ના સહયોગ થી નેત્રનિદન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો
દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના દર્દી નારાયણો એ લાભ મેળવ્યો
 દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વૃદ્ધો અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ના તબીબો ની સુંદર સેવા વ્યવસ્થા સવાર થી જ દર્દી નારાયણો નો અવરીત પ્રવાહ  ગાયત્રી મંદિર તરફ શરૂ રહ્યો  નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ ને સુંદર સફળતા દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વૃદ્ધો નું વાત્સલ્ય મેળવતા દર્દી નારાયણો માટે નેત્રનિદાન કેમ્પ યોજી જરૂરિયાત મંદ દર્દી ઓ ની સેવા કરતા ટ્રસ્ટ ના અગ્રણી ઓ રજીસ્ટેશન થી લઈ તપાસ સારવાર ચા પાણી અલ્પહાર દર્દી ઓ ને લાવવા લઈ જવા સુધી ની ઉત્તમોત્તમ સેવા પૂરી પડતા દેવચંદભાઈ આલગિયા વજુભાઈ રૂપાધડા બાધુભાઈ બુધેલીયા અરવિંદભાઈ પરમાર રવજીભાઈ માલવીયા ભુપતભાઇ નારોલા રવજીભાઈ નારોલા વલ્ભભભાઈ ગજેરા ભરતભાઇ ભટ્ટ આર કે નારોલા સહિત અનેકો અગ્રણી ઓ ની સુંદર સેવા થી નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ ને ભવ્ય સફળતા મળી હતી

30-05-2018