Main Menu

June, 2018

 

17-06-2018


16-06-2018


વિશ્વ રકત દિનઃ સિવિલ હોસ્‍પિટલ ખાતે સ્‍વૈચ્છિક રક્તદાન કેમ્‍પ યોજાયો

અમરેલી તા.૧૪ જુન-૨૦૧૮, ગુરૂવાર

તા.૧૪મી જુનના રોજ વિશ્વ રકત દિનની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે સ્‍વૈચ્છિક રક્તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. અમરેલી જિલ્‍લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા સદસ્‍યોએ રક્તદાન કરવા માટે કતાર લગાવી હતી. તેમણે સામાજિક સેવાકાર્ય કરી અન્‍ય યુવાનોને પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે સિવિલ સર્જનશ્રી ડૉ. રાઠોડે કહ્યું કે, રકતદાન એ અતિ ઉપયોગી સમાજ સેવા છે. આજના દિવસે સ્‍વૈચ્છિક દાતાશ્રીઓ તેમજ સિવિલ હોસ્‍પિટલના અધિકારી-કર્મચારીશ્રીઓ પણ રક્તદાન કરવાના છે. રકતદાન કેમ્‍પમાં સિવિલ હોસ્‍પિટલ તેમજ આરોગ્ય શાખાના ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓએ ઉપસ્‍થિત રહી સમગ્ર કામગીરી સુપેરે બજાવી હતી


પૂ.પા.ગો.108 શ્રીદ્વારકેશલાલજી મહારાજશ્રીનો આજે પ્રાગટયદિન

અમરેલી,
વૈષ્‍ણવનગરી અમરેલીના આંગણે આજ રૂડો અવસર આવ્‍યો છે.
ગાયકવાડ સરકાર પણ અમરેલીમાં જેમને રોકવા માટે આતુર હતી અને તેના આગ્રહથી જ અમરેલીને પાવન કરનારા ભગવાન દ્વારકાધિશજીના સ્‍વરૂપને લઇ બિરાજેલ ચંપારક્કયધામ પ્રાગ્‍ટય પીઠના પિઠાધિશ્‍વર પૂ.પા.ગો.108 શ્રીદ્વારકેશલાલજી મહારાજશ્રીનો આજે પ્રાગટયદિન છે.
જેને લઇને અમરેલીના વૈષ્‍ણવો અને નગરજનોમાં આનંદ છવાયો છે.
પૂ. જેજેના પ્રાગટયદિન નિમીતે આયોજન સમીતી દ્વારા હવેલીએ વિવિધ ધાર્મિક કાર્યક્નમો યોજાશે.
વિચારક વિદ્વવાન અને જેને સતત સાંભળવાનું મન થાય તેવા પૂજય દ્વારકેશલાલ મહરાજ (પૂ.જેજે)ના પ્રાગ્‍ટયદિને અમરેલીના લોકોમાં હરખની હેલી ચડી હોય ઉત્‍સવ ઉજવવા માટે લોકો થનગની રહયા છે વૈષ્‍ણવ સંપ્રદાયના સર્વોચ્‍ચ ધામ ચંપારક્કયમાં પણ આનંદ અને ઉત્‍સવ ઉજવાઇ રહયો છે.અમરેલીમાં હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્નમો યોજાઇ રહયા છે અને વૈષ્‍ણવો પણ આજે પૂ.દ્વારકેશલાલજીના પ્રાગ્‍ટયદિનને ઉજવવા હરખઘેલા બન્‍યા છે.


15-06-2018


અમરેલી પાલિકાના પ્રમુખ પદે શ્રી રાણવા અને ઉપપ્રમુખ પદે શ્રી સૈયદની વરણી

અમરેલી,

અમરેલી નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ પદની પ્રથમ ટર્મ પુરી થતા બીજી ટર્મ માટે નિયમ મુજબ ચુંટણી યોજવા એજન્‍ડા મુજબ રૂક્ષ્મણીબેન બાલમંદિર ખાતે પાલીકાની બેઠક પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં મળી હતી. અમરેલી નગરપાલીકાના 11 વોર્ડ પૈકી 44 સભ્‍યોની સંખ્‍યા ધરાવતા બોર્ડમાં આજે કોંગ્રેસના જયંતીભાઈ રાણવાએ પ્રમુખપદ માટે દાવેદારી કરી હતી. તેમજ ઉપપ્રમુખ પદ માટે શકીલબાપુ સૈયદે દાવેદારી કરી હતી. આ અંગે સભ્‍યોનો મત લેવાતા પ્રમુખ પદ માટે જયંતીભાઈ રાણવાને કોેંગ્રેસમાંથી 15 ભાજપમાંથી 6 અને 3 અપક્ષોએ સર્મથન આપ્‍યુ હતુ. આમ 24 મતોથી પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયા હતા. ચુંટણી પુરી થતા શ્રી રાણવા શ્રી સૈયદના ટેકેદારો દ્વારા વિજય સરઘસ નીકળ્‍યુ હતી. અને આતશબાજી સર્જી દીધી હતી. કડક પોલીસ બંધોબસ્‍ત વચ્‍ચેપરિણામ જાણવા લોકોના ટોળા ઉમટી પડયા હતા અને શ્રી રાણવા તથા શ્રી સૈયદને ફુલડે વધાવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે 44 સભ્‍યો પૈકી કોંગ્રેસના 35 અને ભાજપના 6 તેમજ 3 અપક્ષ મળી કુલ 44 ના બોર્ડમાં 24 મતોથી વિજય થયો હતો.


14-06-2018


13-06-2018


12-06-2018


10-06-2018