Main Menu

Tuesday, June 5th, 2018

 

સાવરકુંડલામાં વરસાદ થતાં પ્રી મોન્‍સુનના દાવાઓની પોલ ઉઘડી

સાવરકુંડલા,

અમરેલી જિલ્લામાં પડેલા વરસાદ માં સાવરકુંડલા માં ત્રણ ઇંચ વરસાદ અને નાવલી નદીમાં પુરના પ્રકોપથી સરકાર દ્વારા પ્રી-મોન્‍સૂન ના દાવાઓની પોલ ઉઘાડી પડી ગઈ હતી સાવરકુંડલા ના ગ્રાઉન્‍ડ જીરો પરથી મળતી માહિતી મુજબ ભારે પવનથી વ્‍યાપક નુકશાની જોવા મળી રહી છે
તો પૂર્ણ પાણી થી નવલી નદીમાં શનિવારી બજારો માં બેસતા નાના વેપારીઓને નુકશાની વધુ થઇ છે તો મહુવા રોડ પર આવેલી ઓઈલ ઇન્‍ડસ્‍ટ્રીઝ વાવાજોડા ને કારણે જમીનદોસ્‍ત થઇ ગઈ છે ગઈકાલે હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં મોસમનો પ્રથમ વરસાદ ત્રણ ઇંચ ખાબકતા સ્‍થાનિક નાવલી નદીમાં પૂર્ણ પાણી બે કાંઠે વહેતા નદી બજારમાં બેસીને વેપાર કરતા નાના વેપારીઓને ભારે નુકશાની વેઠવી પડી છે ગઈકાલના વરસાદ બાદ પ કલાક ઉપરાંત વીજળીરાણી ગુલ રહી હતી મુખ્‍યમંત્રી કાર્યાલય થી તંત્રને ખડેપગે રહેવાના આદેશનો તંત્રના બાબુઓએ ઉલળીયો કર્યો હોય તેમ મોડી રાત સુધી વીજળી રાણી ના દર્શન લોકો કરી શક્‍ય ન હતા સાવરકુંડલા ના સ્‍થાનિકો દ્વારા પૂરના પ્રકોપથી પોતાની મિલકતને થયેલ નુકશાની બાદ જાત મહેનત જીંદાબાદ થકી નાવલી નદી માંથી પોતાનો માલ સમાનકાઢતા સવારથી નજરે પડી રભ છે સ્‍થાનિકપાલિકાનું જે.સી.બી. નદીના વહેણ માં આવતા ઓવાળો દૂર કરવાની કામગીરી સિવાય કશું કરતી નજરે પડતી ન હતી ત્‍યારે નાવલી નદીમાં બેસતી શાકમાર્કેટ ની હાલત અતિ દયનીય બનવા પામી હતી જેનો સ્‍થાનિકોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો
સાવરકુંડલામાં તાજેતર માં બનેલા સી.સી.રોડ તૂટી ને બેહાલ થઈ ગયા છે પ્રથમ પડેલા ત્રણ ઇંચ વરસાદથી સરકાર સાથે પાલિકા તંત્રની ભષ્ટાચારની પોલ 1પ દિવસ પહેલા બનેલા સી.સી.રોડ થી પ્રજા સમક્ષ આવી હતી ન્નયારે મહુવા રોડ પર આવેલી ગ્રીન ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ ધબોય નમઃ થઈ ગઈ હતી ઓઇલમિલ ભારે વાવાજોડા ને કારણે જમીન દોસ્‍ત થઈ ગઈ છે ઓઈલમિલ ઇન્‍ડસ્‍ટ્રીઝ ને 30 લાખનું નુકશાન થયું હોવાના વાવડ મળી રભ છે ઓઇલમિલ ધારક સહિત નાવલી નદીના કિનારે બેસતા નાના વેપારીઓને નુકશાનીથી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા હતા તો વરસાદ બાદ મુખ્‍યમંત્રી કાર્યાલય થી છુટેલા આદેશો ને સરકારી બાબુઓએ ઉલાળિયો કર્યો હોય તેવો ઘાટ ઘડાયો જોવા મળતો હતો.


અમરેલી સોની જ્ઞાતિની વાડીમાં નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો

અમરેલી,
અમરેલી સોની જ્ઞાતિની વાડીમાં તા. 3 ને રવીવારના રોજ સવારના 8 થી બપોરના 1 સુધી લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી, જીલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલી સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુકત ઉપક્નમે વિનામુલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો હતો. જેમા 50 દર્દીઓને વિનામુલ્‍યે મોતીયાના ઓપરેશન તેમજ 400 દર્દીને આંખનીતપાસ કરી આપવામાં આવેલ આ કેમ્‍પને સફળ બનાવવા સુદર્શન નેત્રાલયના ડોકટરા,ે સ્‍ટાફ લાયસન્‍સ ઓફ કલબ અમરેલી સીટીના મેમ્‍બરશ્રીઓ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા આવેલ તેમ લાયસન્‍સ ઓફ કલબ અમરેલીના પ્રમુખ રીઘ્‍ધેશભાઈ નાકરસણીની યાદીમાં જણાવાયું છે.


ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ

ચલાલા,

ચલાલામાં-શ્રી યુગ નિર્મણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અનેક સેવાના કાર્યો થતા રહયા છે જેમાંનુ એક નવું કાર્ય એટલે મંગળવારના દિવશે વિઠલદાદાની વાડીએ સત્‍સંગની સાથે કેરી ખવરાવવામાં આવી હતી જેમાં બે ટે્રક્‍ટર ભરી વિધવા બહેનો તથા વૃઘ્‍ધાશ્રમમાં રહેતા વૃઘ્‍ધોને કેરીના પેકેટ તૈયાર કરી આપવામાં આવ્‍યા હતાં. સાથે ટ્રેક્‍ટરની સેવા આપનાર મનસુખભાઇ વાધાણી,હિમતભાઇ સાસકીયા અને કેશુભાઇ દોંગાનું મંત્ર પટ્ટો તથા દેવ સ્‍થાપનાનો ફોડો અર્પણ કરી શ્રી રતિદાદા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતુ .રતિદાદા એ બધા બહેનોને આનંદીત રહેવાનું અને બધાને યાત્રા પ્રવાસમાં લઇ જવા માટેની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્નમને બનાવવા સંસ્‍થાના વડા શ્રી રતિદાદા,મનસુખભાઇ વાધાણી,કેશુભાઇ દોંગા.મેહુલભાઇ તથા મંજુબાએ જહેમત ઉઠાવી હતી.


વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતીર્થીએ શહીદને વીરાજં અપાઇ

અમરેલી,

બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામના વતની વીર શહીદ મેનેજર ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતિર્થિ ઉજવણી નિમિતે ઋષિકેશ રામાણી મેમોરીય ટ્રસ્‍ટ દ્વારા મેને.ટ્રસ્‍ટી વલ્‍લભભાઇ રામાણીના માર્ગદર્શન હેઠળ વાઘણીયા ગામ સમસ્‍ત શોભાયાત્રા, સર્વરોગ નિદાન કેમ્‍પ, રક્‍ત દાન શિબિર, સુપ્રસિઘ્‍ધ લોક સાહિત્‍ય કલાકાર ઘનશ્‍યામભાઇ લાખાણીના ભવ્‍ય લોક ડાયરો મેજર ઋષિકેશ રામાણીની પ્રતિમાને પૂપ્‍પાજંલી તથા વીરાજંલીના અવિસ્‍મરણીય કાર્યક્રમનુ આયોજન કરાયું હતુ સમારોહના પ્રારંભે શમ્‍દોથી સ્‍વાગત ગામનાં સરપંચ મતિ દક્ષાબેન બાબરીયાએ કર્યુ હતુ તથા મેમોરિયલ ટ્રસ્‍ટની સેવા પ્રવૃતિમાં યોગદાન આપનારા દાતાનુ ખોડલધામ ટ્રસ્‍ટકાગવડના ટ્રસ્‍ટી માન.વસંતભાઇ મોવલીયા, વલ્‍લભભાઇ રામાણી, અનિલભાઇ રાદડીયા, ભાવિક પેથાણી, જલ્‍પેશ બાંભરોલીયા, ધુ્રવ તોગડીયા તથા આમંત્રિત મહેમાનોનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતું તથા ખોડલધામ સમિતિ અમરેલી સુરત સમિતિ ઋષિકેશ રામાણી ટ્રસ્‍ટ આયોજક યુવા સમિતિ દ્વારા મેને.ટ્રસ્‍ટી વલ્‍લભભાઇ રામાણીનું સેવા પ્રવૃતિ બદલ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ તથા ધારાસભ્‍ય જે.વી.કાકડીયા દ્વારા લાઇબ્રરી હોલ માટે પાંચ લાખ તથા બગસરા તાલુકા પંચાયત દ્વારા રૂ.પચીસ હજારની ગ્રાટ જાહેર કરવામાં આવેલ હતી મેજર શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતિર્થિ નિમિતે ઉપસ્‍થિત લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ લા.વસંતભાઇ મોવલીયા રીટાયર્ડ લેફલન્‍ટ મેજર ગજેરા વલ્‍લભભાઇ રામાણી વિ. મહાનુભાવોએ દિપ પ્રજવલ્‍લિત કરીને પુંપ્‍પાજંલી કરીને શ્રઘ્‍ધાજંલી અર્પણ કરીને રાષ્‍ટ્રજોગ સંદેશો પ્રાસંગિક પ્રવચનમાં આપ્‍યો હતો. આ તકે અમદાવાદ, સુરત, નવસારી, વડોદરા, મુંબઇના ઔધોગિક રત્‍નો સહકારી આનેવાનો ઉપસ્‍થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા.હરેશ બાવીશએ કર્યુ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત વાઘણીયા ગામના ગ્રામના ગ્રામજનોએ ભારે જહેમત ઊંઠાવી હતી.


અમરેલીમાંપરણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કરી

અમરેલી,

અમરેલીની પરણીતા કૈલાશબેનને સાસરીયાઓએ મેણાટોણા મારી સોનાના દાગીના ઉતારી લઈ પીયરમાંથી પૈસા લાવવા માંગણી કરી ત્રાસ આપી મરી જવા મજબુર કરી કેરોસીન છાંટી સળગાવી મોત નીપજવ્‍યા અંગે પતિ રોહીત જગદીશ મકવાણા, સાસુ રેખાબેન, સસરા જગદીશ છગન મકવાણા, નણંદ વર્ષાબેન સામે અમરેલી સીટી પોલીસ મથકમાં મૃતકના માતા લાભુબેન મધુભાઈ જમોડે ફરિયાદ નોંધાવી છે.


અમરેલીમાં ધારાસભ્‍યશ્રી ઠુમ્‍મરના ઘર સામે પુતળા દહન કરતા ફરિયાદ

અમરેલી,અમરેલી માણેકપરા ખોડીયાર ચોકમાં ધારાસભ્‍ય ઠુમ્‍મરના નિવાસ સ્‍થાન સામે રોડ ઉપર રેલી ધરણા યોજી પુતળા દહન કરી અધિક જીલ્‍લા મેજી. ના જાહેરનામાનો ભંગ કર્યાની મનીષભાઈ હકુભાઈ ધરાજીયા સામે એ.એસ.આઈ. સી.વી. ગોસ્‍વામીએ અમરેલી સીટી મથકમાં ફરિયાદ નોંધાવી છે.


નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાય

અમરેલી,
અમરેલીના એસપી જગદીશ પટેલનો બીટકોઇનમાં ભોગ લેવાયા બાદ તે જેલમાં છે અને તેવા સમયે અમરેલીના એસપીની ખાલી પડેલી જગ્‍યા ઉપર આખરે નિમણુ ક કરાઇ છે.અને અમરેલીના નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાયની નિમણુ ક થઇ છે.ગાંધીનગરના ઇન્‍ટેલીજન્‍ટ વિભાગમાં ફરજ બજાવતા 2010ની બેચના આઇપીએસ અધિકારી શ્રી નીર્લીપ્‍ત રાઇને અમરેલીના એસપીની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદના સરખેજ સહિતની જગ્‍યાએ ફરજ બજાવી ચૂકેલા શ્રી નીર્લીપ્‍ત રાયની અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુ ક કરતો હુકમ ગૃહવિભાગ દ્વારા કરાયો હતો.હાલમાં ગૃહવિભાગની સીધી દેખરેખ હેઠળ ભાવનગરના રેન્‍જ આઇજી શ્રી અમીતકુમાર વિશ્‍વકર્મા દ્વારા અમરેલી જિલ્લાનું મોનીટરીંગ કરાતુ હતુ અને ઇન્‍ચાર્જ એસપીશ્રી બીએમ દેસાઇને જિલ્લાનો હવાલો


05-06-2018


error: Content is protected !!