Main Menu

Saturday, June 9th, 2018

 

અમરેલીમાં ખેડૂતો માટે શ્રી પરેશ ધાનાણીના સરકાર સામે ધરણા

અમરેલી,
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેડુતોના પ્રશ્‍નોની સતત અવગણના કરી ગુજરાતના ખેડુતોને બેહાલ કરી દિધા છે. માત્ર મોટી મોટી જાહેરાતો અને બણગા ફુંકવામાં માહિર ભાજપ સરકાર પાસે ખેડુતોના દેવા માફ કરવાના રૂપિયા નથી. ખેડુતો પાસેથી પાકવિમવ પ્રિમીયમના અબજો રૂપિયા ઉઘરાવી પાક નિષ્‍ફળ જાય તો વિમો દેવાની દાનત નથી. ખેડુતોને સારો પાક થાય તો પોષનક્ષમ ભાવ દેવાની કે ટેકાના ભાવે પારદર્શક ખરીદી કરી ખેડુતોને આત્‍મહત્‍યા કરતા રોકવાની દાનત નથી. ખેડુતોને સસ્‍તુ બિયારણ કે ખાતર દેવાની દાનત નથી. ત્‍યારે હવે ભાજપ સરકારની હદ થઇ ગઇ છે. આવા સંજોગોમાં આજે અમરેલીના ડો.જીવરાજ મહેતા ચોકમાં સવારે 9:00 વાગ્‍યાથી વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી ધરણા ઉપર બેસેલ છે. તેમની સાથે જીલ્‍લાના ધારાસભ્‍યો જે.વી.કાકડીયા, વિરજીભાઇ ઠુમ્‍મર, પ્રતાપભાઇ દુધાત, જી.પં.ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડા, દલસુખભાઇ દુધાત, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મોહનભાઇ નાકરાણી, માર્કેટ યાર્ડના ડાયરેકટર જયેશભાઇ નાકરાણી, સંજયભાઇ ગજેરા, પાલીકાના સદસ્‍ય જયંતીભાઇ રાણવા, પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, ઉપપ્રમુખ નટુભાઇ સોજીત્રા, અરવીંદભાઇ સીતાપરા,કે.કે.વાળા, ડી.કે.રૈયાણી, રફીકભાઇ મોગલ, શંભુભાઇ દેસાઇ સહિતના કોંગ્રસના અગ્રણીઓ અને કાર્યકરો વિશાળ સંખ્‍યામાં ધરણામાં જોડાયા હતા. આજે સાંજે 4:30કલાકે ખેડુતોના પ્રાણ પ્રશ્‍નો હલ કરવા ગુજરાતની ભાજપ સરકારને મામલતદાર મારફતે આવેદન પત્ર અપાશે. તા.9 શનીવારના જીલ્‍લાભરના તમામ ગામોમાં સાંજે 6:00 થી 7:00 વાગ્‍યા સુધી અંધી-બહેરી-મુંગી ભાજપ સરકારની આંખ અને કાન ખોલવા ઘંટારવ કાર્યક્નમ આપેલ છે. અને જો બે દિવસમાં ભાજપ સરકાર ખેડુતોના પશ્‍ને વિપક્ષ અને ખેડુતોના આગેવાનો સાથે ચર્ચા નહી કરે તો તા.10ને રવિવારના ગામે ગામ ચક્કજામ અને જેલભરો આંદોલન કરવામાં આવશે. તેમ જીલ્‍લા કોંગ્રસ પ્રમુખ પંકજભાઇ કાનાબારની યાદીમાં જણાવેલ છે.


09-06-2018


error: Content is protected !!