Main Menu

Thursday, June 14th, 2018

 

અમરેલી પાલિકાના પ્રમુખ પદે શ્રી રાણવા અને ઉપપ્રમુખ પદે શ્રી સૈયદની વરણી

અમરેલી,

અમરેલી નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ પદની પ્રથમ ટર્મ પુરી થતા બીજી ટર્મ માટે નિયમ મુજબ ચુંટણી યોજવા એજન્‍ડા મુજબ રૂક્ષ્મણીબેન બાલમંદિર ખાતે પાલીકાની બેઠક પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં મળી હતી. અમરેલી નગરપાલીકાના 11 વોર્ડ પૈકી 44 સભ્‍યોની સંખ્‍યા ધરાવતા બોર્ડમાં આજે કોંગ્રેસના જયંતીભાઈ રાણવાએ પ્રમુખપદ માટે દાવેદારી કરી હતી. તેમજ ઉપપ્રમુખ પદ માટે શકીલબાપુ સૈયદે દાવેદારી કરી હતી. આ અંગે સભ્‍યોનો મત લેવાતા પ્રમુખ પદ માટે જયંતીભાઈ રાણવાને કોેંગ્રેસમાંથી 15 ભાજપમાંથી 6 અને 3 અપક્ષોએ સર્મથન આપ્‍યુ હતુ. આમ 24 મતોથી પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયા હતા. ચુંટણી પુરી થતા શ્રી રાણવા શ્રી સૈયદના ટેકેદારો દ્વારા વિજય સરઘસ નીકળ્‍યુ હતી. અને આતશબાજી સર્જી દીધી હતી. કડક પોલીસ બંધોબસ્‍ત વચ્‍ચેપરિણામ જાણવા લોકોના ટોળા ઉમટી પડયા હતા અને શ્રી રાણવા તથા શ્રી સૈયદને ફુલડે વધાવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે 44 સભ્‍યો પૈકી કોંગ્રેસના 35 અને ભાજપના 6 તેમજ 3 અપક્ષ મળી કુલ 44 ના બોર્ડમાં 24 મતોથી વિજય થયો હતો.


14-06-2018