Main Menu

Friday, June 22nd, 2018

અમરેલી એલસીબીએ 23 લાખની જૂની ચલણી નોટો પકડી

અમરેલી,
ભાવનગર તરફથી બે શખ્‍સો બાઈક નં. જીજે 4એકે 1235 ઉપર બાબરા તરફ જાય છે અને તેમની પાસે રદ થયેલ ચલણી નોટો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ચાવંડ ચેકપોસ્‍ટ પર વોચ ગોઢવી ભાવનગર તરફથી આવતા મોટર સાઈકલ ચેક કરતા મળેલ બાતમી વાળા મોટરસાઈકલ ઉપર બે શખ્‍સો આવતા તમને રોકી ચેક કરતા અનીરૂઘ્‍ધસિંહ ઉર્ફે મુનાભાઈ ખુમાનસિંહ ગોહીલ રહે. ઉખરલા તા. ઘોઘા, રાજુભાઈ મોહનભાઈ સોલંકી રહે. રાજપરા તા. શિહોર વાળા હોવાનું જાણવા મળેલ અને
તેમની પાસે સ્‍કુલબેગ જેવો એક થેલો હોય જે ચેક કરતા રૂ. 1000 ના દરની 1500 રૂ. 15 લાખ તથા રૂ. 500 ના દરની 1650 નોટ રૂ. 8 લાખ 25 હજાર મળી કુલ રૂ. 23.25000 ની કિંમતની જુની રદ થયેલ ભારતીય ચલણી નોટો મળી આવતા આ નોટો પોતાના કમ્‍જામાં રાખવા અંગે કોઈ આધાર પુરાવો કે રીઝર્વ બેંકનો કે કોર્ટનો કોઈ ઓથોરીટી લેટર હોય તો રજુ કરવા કહેતા બંને શખ્‍સો પાસે આવો કોઈ આધાર પુરાવો ન હોવાનું જણાવતા રોકડ રકમ અને બાઈક તેમજ બે મોબાઈલ થેલો મળી કુલ રૂ. 23.50.500 નો મુદામાલ શક પડતીમિલકત તરીકે કમ્‍જે લઈ બંને શખ્‍સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી લાઠી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં ભીમ અગિયારસે પણ પોલીસ જુગારીઓને નહી છોડે

અમરેલી,
અમરેલી જિલ્લામાં જુગાર રમનારા અઠંગ ખેલૈયાઓ ઉપર પોલીસ તંત્રની ખાનગી આંખ ગોઠવાઇ ગઇ છે અને જિલ્લામાં ભીમ અગિયારસે જામતી તહેવારીયા જુગારની બાજી ઉપર પોલીસ ત્રાટકશે ત્‍યારે જબરી દોડદોડી જોવા મળશે તેમા કોઇ શંકા નથી.
અમરેલી જિલ્લામાં ભીમ અગિયારસનું અનેકગણુ સામાજીક રીતે મહત્‍વ છે ગ્રામીણ અને નાના શહેરોમાં લોકો રજા પાળી ભીમઅગિયારસના સાદા અને નિર્જળા ઉપવાસ કરે છે અને લગ્‍ન કરી ગયેલ યુવતીઓ અગિયારસ ઉજવવા માટે પીયર આવે છે તથા લોકો અગિયારસ કરવા નજીકના સ્‍નેહીઓને ત્‍યા જતા હોય છે.
તો સાથે સાથે મોટાભાગના ગામડાઓમાં તથા શહેરોમાં નાના મોટી મંડળીઓ જમાવીને કુલ હજારોની સંખ્‍યામાં જુગારીઓ બાજી માંડતા હોય આ દિવસે નિયમીત જુગાર રમનારા સીવાયના લોકો પણ જુગારની મોજ માણતા હોય છે અમરેલીના એસપી શ્રી નિર્લિપ્‍ત રાય દ્વારા આર્થિક ખુવારી કરનારા જુગાર સામે સખત પગલા લેવાઇ રહયા છે અને માત્ર દસ દિવસમાં વિક્નમજનક રેડ પાડી કેસો કરાયા છે તે પણ તહેવારોમાં વધારે પ્રમાણમાં પડશે તેમ જાણવામળેલ છે.આથી શની રવી જુગારીઓ અને પોલીસ તંત્ર વચ્‍ચે દોડદોડી જોવા મળશે.

અમરેલી જિલ્લા બેન્‍કમાં ડીપોઝીટ રૂા.1000 કરોડ ઉપર પહોંચી

અમરેલી,એમ કહેવાય છે કે જો કોઇ સબળ વ્‍યક્‍તિના હાથમાં સુકાન હોય તો તે પ્રગતિના પંથેથી સીધી વિકાસની વાટે જાય છે અને એક સક્ષમ વ્‍યક્‍તિની કુનેહનો લાભ લાખો લોકોને મળે છે આજ પ્રકારે અમરેલી જિલ્લાના સહકારી આગેવાનની શક્‍તિનો લાભ જિલ્લા બેન્‍કને મળ્‍યો જિલ્લા બેન્‍કના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્‍વમાં અમરેલી જિલ્લા બેન્‍ક સર્વોચ્‍ચ શિખરે પહોંચી છે અમરેલી જિલ્લા બેન્‍કમાં ડીપોઝીટ રૂા.1000 કરોડ ઉપર પહોંચી છે. શ્રી દિલીપ સંઘાણીએ જયારે જિલ્લા બેન્‍ક સંભાળી ત્‍યારે તેમા 19 કરોડની ડીપોઝીટ અને ટર્નઓવર રૂપિયા 45 કરોડ હતું આજે જિલ્લા બેન્‍કમાં 45 કરોડનું ટર્નઓવર 1600 કરોડની ઉપર પહોંચ્‍યું છે અને રૂા.19 કરોડની ડીપોઝીટ 1005 કરોડે પહોંચી તેમ બોર્ડ ઓફ ડીરેકટરર્સની બેઠકમાં શ્રી સંઘાણીએ જણાવતા સૌએ તેમની જાહેરાતને વધાવી લીધી હતી.શ્રી સંઘાણીએ જણાવેલ કે એ સમયે બેન્‍ક 17 ટકા વ્‍યાજ લેતી હતી આજે કેસીસી ઉપર 0 ટકા વ્‍યાજ છે. જિલ્લા બેન્‍કે નવી બીલ્‍ડીંગ બનાવવા માટે જમીન ખરીદી અને દસ્‍તાવેજ કરી નાખ્‍યા છે હાલની બીલ્‍ડીંગ બ્રાંચ તરીકે શરૂ રહેશે.ચેરમેન શ્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ વાઇસ ચેરમેન શ્રી અરૂણ પટેલ તથા એમડી શ્રીચંદુભાઇ સંઘાણી અને બેન્‍કના જનરલ મેનેજર શ્રી કોઠીયાની ટીમ બેન્‍કને પ્રગતિના પંથે લઇ ગઇ છે

22-06-2018