Main Menu

Friday, June 29th, 2018

 

રાજુલાના દાતરડીમાં સાડાત્રણ ઇંચ,મોરંગીમાં ત્રણ ઇંચ ખાબકયો : માંડળમાં પોણાચાર ઇંચ

રાજુલા,
રાજુલા પંથકમાં આજે બપોર બાદ ૪ વાગ્‍યા પછી ચોમાસા નો પ્રથમ વરસાદ ખાબક્‍યો હતો જેમાં રાજુલા શહેરમાં મુશળધાર વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્‍તાર માં વરસાદ ના કારણે પાણી ભરાયા છે અને ડુંગર બર્બટાણા મોરંગી માંડલ સહીત ના વિસ્‍તાર માં વરસાદ ના કારણે ઠેર ઠેર નદી નાળા છલકાય ગયા છે મોરંગી માંડલ માં પોણા ૪ ઇંચ વરસાદ થી ગામ ની સ્‍થાનિક નદી માં ઘોડાપુર આવ્‍યું છે જેને લઇ ને ગામ લોકો નદી જોવા ઉમટી પડ્‍યા હતા તો કેટલાક ખેતરો માં પાણી ભરાયા હતા રાજુલા થી ડુંગર આસરાના સુધી ના ગામો માં ખુબ વરસાદ પડ્‍યો હોવાનું જાણવા મળી રભ્‍ું છે જાફરાબાદ તાલુકો પીપાવાવ સહીત ના વિસ્‍તાર કોરાધાકોર હોવાનું જાણવા મળી રભ્‍ું છે રાજુલા શહેર અને ગ્રામ્‍ય પંથક માં મુશળધાર વરસાદ જોવા મળી રભે છે રાજુલા શહેરના અનેક વિસ્‍તાર માં પાણી ભરાયા


ધારીમાં નિર્દોષને ફીટ કરવા માટે ખોટી બાતમી આપનારાનો પર્દાફાશ કરી ધરપકડ કરતી પોલીસ

અમરેલી,
પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ પ્રવૃતિઓ બંધ થાય અને અમરેલી જિલ્લાના સજન્નન વ્‍યકિતઓને કોઇ પણ પ્રકારનીહેરાનગતિ ન થાય તે માટે તટસ્‍થ રહી અને કોઇ નિર્દોષ નાગરીકો ઉપર કોઇ ખોટા કેસો ન થાય કે અન્‍ય કોઇ રીતે હેરાન ન થાય.અને ન્‍યાય મળે તે શુભ આશયથી તે રીતેની કામગીરી કરવા સુચનાઓ કરેલ હતી.
ધારી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્‍સ.મહેન્‍દ્રભાઇ મેરામભાઇ વાળા ને ગઇ તા.ર૬/૦૬/ર૦૧૮ ના રોજ પોલીસના બાતમીદાર સીરાજભાઇ વલીભાઇ ઓણુા રહે.ધારી નવી વસાહત વાળાએ બાતમી આપેલ કે ધારી નવી વસાહતમાં રહેતાં રમેશભાઇ બાબુભાઇ મકવાણા ના મકાનના ધાબા ઉપર ઇગ્‍લીશ દારૂ સંતાડેલ છે.તે જે તારીખે નાઇટ રાઉન્‍ડમાં રહેલ ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ. ઉમેશભાઇ ભાણકુભાઇ માંજરીયાનાઓને પોલીસના બાતમીદાર સતીષભાઇ ડેડાણીયા રહે.ધારી વેકરીયા પરાવાળાએ પણ રમેશભાઇ બાબુભાઇ મકવાણાના ધરે છત ઉપર ઇગ્‍લીશ દારૂ હોવાની બાતમી પોલીસને આપેલ હતી.
ધારી પોલીસ સ્‍ટેશનના બે પોલીસ કોન્‍સ.ને એકજ વ્‍યક્‍તિના ધરે ઇગ્‍લીશ દારૂ હોવાની અલગ-અલગ બાતતીદારોએ માહિતી આપેલ હતી.જે બાતમી આધારે ધારી નવી વસાહત ખાતે રહેતાંરમેશભાઇ બાબુભાઇ મકવાણા ના રહેણાંક મકાને પંચો સાથે રેઇડ કરતાં મકાનના ધાબા (છત) ઉપરથી રોયલ સ્‍ટાઇલ જીન ની પ્રરપ્રાંતના દારૂની કૂલ બોટલ-૧૯ કિ.રૂા.૭૬૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો. જેથીસદરહું મકાનના માલીક રમેશભાઇ બાબુભાઇ મકવાણા રહે.ધારી નવી વસાહત વાળાની પુછપરછ કરતાં તેઓ કયારેય કોઇ પ્રકારનો દારૂ લાવેલ નથી. કે દારૂ પીતા પણ નથી.અને આગલી રાત્રે મારી છત ઉપર કાંઇક અવાજ આવતો હતો પરંતુ ચોમાસા જેવું વાતાવરણ હોય હું જોવા ગયેલ નથી. આ દારૂ મને ખોટા કેસમાં ફીટ કરવા માટે કોઇ મુકી ગયેલ છે. તેવી વિગત જણાવેલ હતી.
જેથી ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ.શ્રી કે.ડી.ગોહિલનાઓને મકાન માલીકની વાતમાં સત્‍ય જણાયેલ અને ખરેખર ઈગ્‍લીશ દારુ અન્‍ય કોઇનો હોઇ શકે તેવું જણાઇ આવતાં પોલીસના બાતમીદારો (૧)સીરાજભાઇ વલીભાઇ ઓણુા રહે.ધારી નવી વસાહત (ર) સતીષભાઇ ડેડાણીયા રહે.ધારી વેકરીયા બોલાવી યુક્‍તિ -પ્રયુકિતીથી પુછપરછ કરતાં આ ઈગ્‍લીશ દારૂ પોતેજ ત્‍યાં મુકેલાની હકિકત જણાવેલ જેથી વધુ કડક પુછપરછ કરતાં નીચે મુજબની હકિકત જાણવા મળેલ.
આરોપીઓ (૧) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે.ધારી ખોજાપા શેરી તા.ધારી.(ર) સીરાજભાઇ વલીભાઇ ઓઠા રહે.નવી વસાહત ધારી (૩) સતીષભાઇ કરશનભાઇ ડેડાણીયા રહે.વેકરીયાપરા ધારી (૪) નીતીનભાઇ પુનાભાઇ બાભણીયા રહે.ઉના મોદસર હજરતશાહપીર ની દરગાહ પાછળ તા.ઉના જી.ગીરસોમનાથ હાલ ધારી વેકરીયા પરા વાળાઓને ધારી નવી વસાહતમાં રહેતાંરમેશભાઇ બાબુભાઇ મકવાણા સાથે મિલકત બાબતે વાંધા ચાલતા હોય અને રમેશભાઇ મકાન ખાલી ન કરતાં હોય જેથી ઉપરોકત ચારેય ઇસમોએ ઇગ્‍લીશ દારુ મંગાવી રમેશભાઇ મકવાણાની છત ઉપર મુકી ગુન્‍હાહીત કાવતરૂ રચી પોલીસને ખોટી બાતમી આપી ખોટા કેસમાં ફીટ કરી દેવાનો પ્‍લાન બનાવેલ જેથી રમેશભાઇ મકવાણા તેના મકાનનો કબ્‍જે ખાલી કરી આપે.તેવી વિગત જણાયેલ.
જેથી આરોપી ૧) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે.ધારી ખોજાપા શેરી તા.ધારી.(ર) સીરાજભાઇ વલીભાઇ ઓઠા રહે.નવી વસાહત ધારી (૩) સતીષભાઇ કરશનભાઇ ડેડાણીયા રહે.વેકરીયાપરા ધારી (૪) નીતીનભાઇ પુનાભાઇ બાભણીયા રહે.ઉના મોદસર હજરતશાહપીર ની દરગાહ પાછળ તા.ઉના જી.ગીરસોમનાથ હાલ ધારી વેકરીયા પરા વાળા વિરૂઘ્‍ઘ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ અને ઉપરોકત ચારેય ઇસમોની ધરપકડ કરવામાં આવેલ હતી.
હાલની તપાસમાં આરોપીઓએ ઇગ્‍લીશ દારુ જુનાગઢથી ભાર રીક્ષામાં મંગાવેલાની હકિકત જણાવેલ હોય તે ભાર રિક્ષા તથા અન્‍ય ગુન્‍હામાં વપરાયેલ વાહનો તથા દારૂ આપનાર તથા સદરહું ગુન્‍હાની તપાસ હાલ શરૂ છે.અને અન્‍ય આરોપીઓના નામ ખુલવાની શકયતા હોય જે બાબતે આગળની વધુ તપાસ ધારીના પોલીસ સબ ઇન્‍સ.શ્રી કે.ડી.ગોહિલનાઓ ચલાવી રહેલ છે.
આમ, પોલીસના બાતમીદારોએપોલીસને ખોટી માહિતી આપી નિર્દોષ નાગરીકને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાના કાવતરાનો પર્દાફાસ થયેલ છે.અને પોલીસને ખોટી બાતમી આપી નિર્દોષ વ્‍યકતિને ફસાવી દેવાનું વિચારતાં લોકો માટે આ એક દાખલા રૂપ કિસ્‍સો છે.અને ભવિષ્‍યમાં આવી રીતે પોલીસને કોઇ ખોટી બાતમી આપી નિર્દોષ વ્‍યક્‍તિઓને ફસાવી દેવા ખોટી બાતમી આપનાર વિરૂઘ્‍ઘ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સદરહું કામગીરી પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ.શ્રી કે.ડી. ગોહિલ તથા ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ.મહેન્‍દ્રભાઇ વાળા તથા ઉમેશભાઇ માંજરીયા તથા જાવેદભાઇ શેખ તથા મનિષદાન ગઢવી તથા જિતેન્‍દ્રકુમાર મકવાણા તથા મહેશભાઇ રાઠોડ તથા જિતેન્‍દ્રભાઇ ભેડા તથા મહેશદાન ગઢવી વિગેરેનાઓએ કરેલ છે.


અમરેલી ફર્લો સ્‍કોર્ડની કામગીરી પુર જોશમાં વિવિધ સ્‍થળોએથી પાંચ આરોપી ઝડપાયા

પોલીસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓએ આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્‍ય ધાર્મિક તહેવારો સબબ કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત રાજયમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તા.૧૮/૬/૧૮ થી તા.ર૮/૬/૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્‍વયે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ ગુન્‍હાની તપાસના કામે પકડવાના બાકી અને નાસતા-ફરતા આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઇ. બળરામભાઇ વી. પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ.સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્‍સ. દિક્ષીતભાઇ રામાણી દ્રારા લીલીયા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૭/૧પઆઇ.પી.સી.કલમ ૧ર૦(બી),૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૩૩૩,૧૮૬,૪ર૭,પ૦૬(ર) તથા પબ્‍લીક પ્રોપર્ટી એકટ ક.૪,પ,૬ મુજબના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ (૧) કાનાભાઇ વિરાભાઇ ગરણીયા તથા (ર) ગણેશભાઇ જેરામભાઇ તાવેથીયા તથા (૩) ઠાકરશીભાઇ નરશીભાઇ તાવેથીયા રહે.ત્રણેય ખારા તા.લીલીયા જી.અમરેલી વાળાઓને આજરોજ તા.ર૭/૬/૧૮ના રોજ મજકુર આરોપીઓને ચોક્કસ બાત્‍મી આધારે પકેડી પાડલ છે.ઙ્ગ
બે વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં જાવેદબાપુ ઉર્ફે જાહીદબાપુ અબ્‍દુલામીયા કાદરી તથા અશરફબાપુ તથા જુનેદબાપુ તથા અકીલબાપુ વાળાઓ ઉપર સાવરકુંડલાના રહેવાસી લાભુબેન નાનકદાસભાઇ મારૂ (અનુ.જાતી) વાળીએ ફરીયાદ કરેલ જે અનુસંધાને અમદાવાદ શહેર કારંજ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૪૬/૧૬ આઇ.પી.સી.ક. ૩૭૬,૩૬૬,૧૧૪,પ૦૬(૧),પ૦૭ તથા એટ્રોસીટી એકટ ક.૩(૧)(ઠ)(ઈં) તથા (ઈંઈં) તથા ૩(ર)(પ) તથા ૩(૧)(ફ) તથા આઇ.ટી.એકટ ક.૬૭(ફ) મુજબ રજી. થયેલ જે કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી જાવેદબાપુ ઉર્ફે જાહીદબાપુ અબ્‍દુલામીયા કાદરી રહે. જેલ રોડ, ખડપીઠ, અવલમીયાનું નાકું, અમરેલી તા.જી.અમરેલી વાળાને આજરોજ તા.ર૮/૬/૧૮ ના રોજ મજકુર આરોપીને ચોક્કસ બાત્‍મી આધારે પકડી પાડી અમરેલી સીટી પો.સ્‍ટે. ખાતે અમદાવાદ શહેર કારંજ પો.સ્‍ટે. ફોન નં.(૦૭૯)રપપ૦૭પ૮૦ ઉપર જાણ કરીઆગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ સોંપી આપેલ છે.


જાફરાબાદમાં પહેલીથી પ્‍લાસ્‍ટીક ઉપર સંપૂર્ણ પ્રતીબંધ

જાફરાબાદ, તા.1/7/18 રવિવારથી દરેક પ્રકારના પ્‍લાસ્‍ટીક જેવા કે ઝબલા, ચાનાકપ, માવાના કાગળ, ગ્‍લાસ,ચા પાર્સલ વીગેરે બીન જરૂરી પ્‍લાસ્‍ટીક નાના-મોટા દરેક વેપારી ભાઇઓએ સદંતર બંધ કરવા આદેશ છે. પછી બાબત કોઇ પ્રકારની ફરીયાદને અવકાશ રહેશે નહી તેમ પાલીકાના સેક્નેટરી તથા વેપારી એશો.ના પ્રમુખની યાદીમાં જણાવાયુ છે.


29-06-2018