Main Menu

Saturday, June 30th, 2018

 

અમરેલીમાં જમીન મહેસુલ ઓપન ફોરમમાં જમીન પરવાનગીના પ6 આદેશો એનાયત

અમરેલી જમીન મહેસુલ કાયદા તેમજ અન્‍ય કામગીરી તળે ની કાર્યપઘ્‍ધતિ ને ઝડપી અને સરળ બનાવવા ના અભિગમ સાથે સાર્થક કરવા અને વિકાસને ગતિશીલ બનાવવા જમીન મહેસુલના આદેશો આજે કલેકટરશ્રી આયુષ ઓક ના હસ્‍તે અરજદારોને એનાયત કરવામાં આવ્‍યા હતા. તદનુસાર આજે યોજાયેલા ઓપન ફોરમ માં બાંધકામ મુદત વધારાના 48 હુકમો,બીનખેતી પરવાનગીના 6 હુકમો તેમજ સરકારી કચેરીઓ માટે ફાળવવામાં આવેલ જમીનોના ર આદેશો કલેકટરશ્રી આયુષ ઓકે સુપ્રત કર્યા હતા.આ ફોરમમાં અધિક કલેકટરશ્રી એ.બી.પાંડોર તેમજ મહેસુલી અધીકારીઓ ઉપસ્‍થિત રભ હતા.


અમરેલી જિલ્‍લા ટ્રાફિક શાખા દ્વારા શહેરના તમામ માર્ગો ઉપર સતત પેટ્રોલીંગ

અમરેલી,પોલીસ અધિક્ષક નિર્લીપ્‍તરાયની કડક સુચના મુજબ જિલ્‍લા ટ્રફિક પી.એસ.આઇ.શ્રી રામાવત,એ.એ.સાઇ હર્ષદભાઇ જાની,પ ો.કોન્‍સ.શલેશભાઇ, અજયભાઇ, બીપીનભાઇ, બાબુભાઇ, પો.કોન્‍સ વિરમાંધસિહ, સુમિતભાઇ, કમલેશભાઇ,ડ્રાઇવર મારૂભાઇ, મહમદભાઇ,ભરતભાઇ સહિત આખી ટીમ સતત અમરેલી શહેરના ટાવરચોક, શાકમાર્કેટ ,હરીરોડ , લાયમ્રેરી ચોક,નાગનાથ સર્કલ, નાનાબસસ્‍ટેન્‍ડ, કેરીયારોડ સર્કલ, એસ.ટી.ડેપો રોડ, ચક્‍કરગઢ રોડ,પટેલ સંકુલ જેવા મહત્‍વના ટ્રાફિકથી અસરગ્રસ્‍ત વિસ્‍તારો માં પેટ્રોલીંગ ચેકીંગ છેલ્‍લા ધણાજ સમયથી રાખેલ છે.અને જેના લીધે શહેરમાં સુંદર વ્‍યવસ્‍થા ઉભી થયેલ છે.આ સાથે ટ્રફિક શાખા એ ટુંકા ગાળામાં જ સ્‍યાળદંડ એન.સી૨૮૪૫ જેનો દંડ-રૂ.૨.૯૮.૭૦૦/- અને ૫૩ વાહન ડિટેઇન કરી આર.ટી.ઓ દ્વારા ૪૩ વાહન ડિટેન નો દંડ રૂ.૧.૧૮.૧૩૩વસુલ કરેલ છે.જેમાં ગેરકાદા પેસેન્‍જરો ની હેરફેર કરતા વાહનો,લકઝરીબસો,ગેરકાદા પાર્કિંગ કરેલ, અને મ્‍લેક ફિલ્‍મ વાળા વાહનો, અને એર હોર્ન વાળા વાહનો નો સમાવેશ થાય છે. હજુ આગામી દિવસોમાં રખડતી ગાયો જેવા પ્રાણ પ્રશ્‍ને અને અન્‍ય ટ્રર્ફિક ને લગતી બાબતોમાં વધુ સકિ્નય રીતે ટ્રાર્ફિક શાખા કામગીરી કરે એવી શહેરી જનો ઇચ્‍છે છે.અને તમામ રીતે કાયદાનુ પાલન કરવા લોક સહયોગ પ્રાપ્‍ત થાય તેવી અપીલ છે.


લીલીયાના અપહરણ અને હત્‍યા કેસમાં પેરોલ જમ્‍પ આરોપીને પકડી પાડતી એલસીબી

અમરેલી,અમરેલી જીલ્‍લાના મોટા લીલીયામાં ગત તા. ૧-૧૦-૨૦૧૩ ના કિકાણી પ્‍લોટમાં રહેતા શિક્ષક ગીરીશકુમાર મણીશંકર ત્રિવેદીના પુત્ર ઋષિકેશ ઉ.વ. ૧૭ નાને કોઈ અજાક્કયા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઈ ગયેલ અને તેને છોડાવવા ઋષિકેશના પિતા પાસે રૂ. ૩૫ લાખની માંગણી કરેલ હતી. સદરહુ બનાવની ગંભીરતાને ઘ્‍યાને લઈ તત્‍કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા ઋષિકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્‍દ્ર ઘનશ્‍યામભાઈ ભટ્ટ રહે. લીલીયા હાલ સુરત તથા તેના મિત્ર વિજય શામજીભાઈ ધામત રહે. સુરત વાળાઓને ટેકલ કરતા જાણવા મળેલ કે રવિન્‍દ્રને નાણાભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્‍લાન કર્યો હતો. બનાવના દિવસે રવિન્‍દ્ર અને વિજયએ તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી ઋષિકેશનો અપહરણ કરેલ અને ઋષિના મમ્‍મીનો ઋષિના ફોનમાં ફોન આવતા રવિન્‍દ્રએ ફોન રીસીવ કરેલ અને ઋષિને મુકત કરવાના બદલામાં રૂ. ૩૫ લાખની માંગણી કરેલી. ઋષિએ તેના મમ્‍મીને તેનું કિડનેપીંગ થયાની વાત કરેલી. રોહિશાળા ગામ પાસેથી ગઢડા તરફના રસ્‍તે ગાડી જવા દઈ અને બે ગામ ગયા પછી એક દરગાહ આવે છે.તેની પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે ગાડી ઉભી રાખી ઋષિને ડેકીમાંથી બહાર કાઢી બાવળની ઝાડીમાં લઈ જઈ ઋષિને વિજયે પકડી રાખેલ અને રવિન્‍દ્રએ પોતાની પાસેની છરીના ચાર થી પાંચ ઘા છાતીમાં તથા વાંસાના ભાગે મારી ઋષિકેશની હત્‍યા કરેલ હોવાનું જાણવા મળતા આ અંગે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. ૧૪/૨૦૧૩, ઈ.પી.કો. કલમ ૩૬૪(ક), ૩૦૨, ૧૨૦(બી) મજબનો ગુન્‍હો રજી. થયેલ હતો. જે ગુન્‍હાના કામે આરોપીઓ રવિ ઘનશ્‍યામભાઈ ભટ્ટ, વિજય શામજીભાઈ ધામત, જગદિશ શામજીભાઈ ધામત અને કિશન ઉર્ફે કાનો સુરેશભાઈ દવે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ચારેય આરોપીઓ વિરૂઘ્‍ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતુ. અને ચારેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે અમરેલી જીલ્‍લા જેલમાં હતા. આ કામે અમરેલી સેશન્‍સ કોર્ટ ખાતે કેસ ચાલુ હોય તે દરમિયાન આરોપીઓ વિરૂઘ્‍ધ સજજડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોકત પૈકીના આરોપી વિજય શામજીભાઈ ધામતને ગુજરાત હાઈકોર્ટમાંથી દિન-૧૫ની પેરોલ રજા મળતા તે પેરોલ રજા ઉપર મુકત થયા બાદ તા. ૧૨-૨-૨૦૧૬ ના રોજ જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ જેલમાં હાજર થયેલ નહી અને છેલ્‍લા બે-અઢી વર્ષથી નાસતો ફરતો હતો. આ પેરોલ રજાપરથી નાસતા ફરતા આરોપી વિજય શામજીભાઈ ધામત ઉ.વ. ૨૧ રહે. મોટા લીલીયા હાલ સુરત મોટા વરાછા, સીટી પેલેસ એપાર્ટમેન્‍ટ, ડી-૨૦૧ વાળાને સુરત કામરેજ ચાર રસ્‍તા મુકામેથી ચોક્કસ બાતમી આધારે ઝડપી લઈ બે-અઢી વર્ષથી પેરોલ જમ્‍પ આરોપીને પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.


ડુંગર ગામે બન્‍ને નદીમાંથી ઘોડાપુર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનો રસ્‍તો બંધ

ડુંગર, ડુંગર ગામે અને આજુ બાજુના ગામના મુસળધાર વરસાદના કારણે બન્‍ને નદીઓમાં ઘોડાપુર આવેલ છે. અને ખેડુતમાં આનંદની લાગણી સવાયેલ છે. વરસાદની સાથે પવન પણ હોવાથી વરસાદનું પાણી જમીનમાં નહી ઉતરતા વાવેતવ થયેલ બીયારણ ઉપર વધુ એક ઘા આ વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પરનો પુલ ધોવાય ગયેલ છે. અને દવાખાને દુર દુરથી આવતા દર્દીઓ અને ગ્રામજનો બે વર્ષથી વેઠી રહેલ મુશ્‍કેલીમાં વધારો થયેલ છે. ત્‍યારેએવી ચર્ચાએ જોર પકડેલ છે. બે વર્ષથી શા કારણે જ રસ્‍તો અને પુલ થતો નથી. આ બાબતે તાત્‍કાલીક જીલ્‍લા પંચાયત વિપક્ષના નેતા શુકલભાઇ બલદાણીયા, જીલ્‍લા કલેકટરશ્રી, જીલ્‍લા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ફોટા વિડિયોગ્રાફી મોકલી સ્‍થળ સ્‍થિતી થી વાકેફ કરેલ છે. અન્‍વયે તાત્‍કાલીક ધોરણે માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને સ્‍થળ મુલાકાત પણ કરી કાર્યવાહી શરૂ કરેલ છે. તેમજ ભુતકાળમાં પતી સેવા સેતુ શુકલભાઇ બલદાણીયાી રજુઆત અન્‍વયે વહીવટી તંત્રની ગ્રાંટમાંથી તે સમયના કલેકટરશ્રી શ્રીરાણા રકમ મંજુર કરી વ્‍યથા કરવા જણાવેલ પરંતુ ત્‍યારપછી બે કલેકટર બદલી જવા છતા આજ સુધીમાં વ્‍યવસ્‍થા થયેલ નથી. જેનુ દરેકને દુઃખ છે. પરંતુ આ કામના કેન્‍ડર ખોલવાની તારીખ ૩૦-૬-૧૮ હોઇ નજીકના ભવિષ્‍યમાં પુર અસંરક્ષણ દિવાલનુ કામ શરૂ કરવાનું અધિકારીશ્રીએ જણાવેલ સાથે ત્‍યા કાયમી ઉકેલ માટે સારકારશ્રીમાં પુલના કાયમી દરખાસ્‍ત મોકલાયેલ છે. જે અંગે બે દિવસમાં રીપોર્ટ કરી કલેકટરશ્રી સરકાર સુધી સાચી હકીકત પહોચાડે અને કરેલ દરખાસ્‍તની મંજુર કરવામાં આવે તો કાયમીનો ઉકેલ આવે આ શુકલભાઇ બલદાણીયાએ કલેકટરશ્રી અને જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી સાથે ટેલીફોનીક રજુઆત પણ કરેલ છે.


અમરેલી જિલ્લા પંચાયતમાં આજે ૩૪ કર્મચારીઓ એક સાથે નિવૃત થશે

અમરેલી,
અમરેલી જિલ્લાની સરકારી કચેરીઓમાંથી આજે તા. ૩૦-૬ના રોજ ડઝનબંધ કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત થશે જેમા અમરેલી જિલ્લા પંચાયતમાં જ આજે ૩૪ કર્મચારીઓ એક સાથે નિવૃત થશે જિલ્લા પંચાયતના તલાટી કમ મંત્રીઓ તથા વિવિધ શાખાઓના કુલ ૩૪ સરકારી કર્મચારીઓ અગ્‍નિપરીક્ષા જેવી સરકારી કામગીરીમાંથી હેમખેમ નિવૃત થઇને જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત જ ખુદ ડીડીઓના હસ્‍તે સન્‍માન પામશે જિલ્લા પંચાયતની સાથે સાથે અમરેલી જિલ્લાના પોલીસ બેડામાંથી પણ આજે ૧૨ પોલીસ કર્મચારીઓ નિવૃતિ લેશે


30-06-2018


error: Content is protected !!