Main Menu

Tuesday, July 3rd, 2018

 

અમરેલી પંથકમાં ગુનાઓ આચરી ફરાર થયેલા બે ઝડપાઇ ગયા

અમરેલી,પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તા.ર૭/૬/૧૮ થી તા.૧૦/૭/૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્‍વયે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ ગુન્‍હાની તપાસના કામે પકડવાના બાકી અને નાસતા-ફરતા આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી દ્રારા છેલ્લા છ વર્ષથી વંડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૪/૧ર આઇ.પી.સી.ક.૩૬૩,૩૬૬,૩૮૦,૧૧૪ ના કામે નાસતો ફરતો આરોપી બાવચંદભાઇ ઉર્ફે બાવ કનુભાઇ ચારોલા રહે.ગામ-ભાક્ષી-૧ તા.રાજુલા જી.અમરેલી વાળાને તા.૦ર/૦૭/૧૮ ના રોજ ચોક્કસ બાત્‍મી આધારે પકડી પાડી વંડા પો.સ્‍ટે. ખાતે આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ સોંપી આપેલ છે.
ં ભાવનગર રેન્‍જ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્‍વકર્માની સૂચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ સ્‍ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, આર.આર.સેલ સ્‍ટાફનાં એ.એસ. આઈ. વી.ડી.ગોહિલ તથા હેડ કોન્‍સ. કિરણભાઈ સોલંકી અમરેલી ગ્રામ્‍યવિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન *એ.એસ.આઈ. વી.ડી. ગોહિલને બાતમી મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં.૩૮/ર૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૩ર૬,પ૦૪ જી.પી.એકટ કલમ-૧૩પ મુજબનાં ગુન્‍હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી પ્રવીણ આલાભાઈ ચાવડા રે.મોટા માંડવડા જી.અમરેલી વાળો* જે બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ આવતાં પ્રવીણ આલાભાઈ ચાવડા રે.મોટા માંડવડા જી.અમરેલી વાળો મળી આવતાં તેનાં વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અમરેલી તાલુકા પો.સ્‍ટે.માં સોંપી આપવામાં આવેલ છે.આમ,અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાં ગુન્‍હામાં છેલ્લાં એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર આર.આર. સેલ ટીમને સફળતા મળેલ છે.