Main Menu

Wednesday, July 4th, 2018

 

બાબરામાં ત્રિપલ વાહન અકસ્‍માતે બે મોત

અમરેલી,
બાબરા બસ સ્‍ટેન્‍ડ પાસે રાજકોટ હાઈ-વે રોડ પર આજે બપોરના ભાવનગર થી ભુજ જતી એસ.ટી. બસ વચ્‍ચે બાઈક આવી જતા વિરનગરના દેવશીભાઈ ભવાનભાઈ કાપડીયા અને અરવીંદભાઈ ભીમભાઈનું ઘટના સ્‍થળે મોત નીપજેલ.
એસ.ટી. બસ વચ્‍ચે બાઈક આવી જવાના કારણે એસ.ટી. બસના ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક સાથે એસ.ટી. બસ અથડાય હતી.
જેમાં એસ.ટી. બસના ચાલકનેપગમાં ગંભીર ઈજા થઈ હતી. જયારે એસ.ટી. બસમાં મુસાફરી કરતા પેસેન્‍જરોમાં પરવીનબેન રમજાનભાઈ મઘરા ઉ.વ. ૨૧ રહે. રાજકોટ, રમજાનભાઈ રહીમભાઈ મઘરા ઉ.વ. ૪૮ રહે. રાજકોટ, જતીનભાઈ રાજસુરભાઈ ડેર ઉ.વ. ૨૧ રહે. ચાંવડ, પંકજભાઈ ગોરધનભાઈ બલર ઉ.વ. ૩૫, તળશીભાઈ મેઘજીભાઈ મથળીયા ઉ.વ. ૬૫, લાભુભાઈ ધનજીભાઈ ગોહીલ ઉ.વ. ૬૫ રહે. આંબલા, વિરેન્‍દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા ઉ.વ. ૩૬ રહે. ભાવનગર, બલવીર પરવેજસિંહ ઉ.વ. ૪૨ રહે. રાજકોટ, મહેન્‍દ્રસિંહ પ્રવીણસિંહ પરમાર ઉ.વ. ૨૬ રહે. કચ્‍છને ઈજાઓ થતા સારવાર માટે બાબરા દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવ અંગે બાબરા પોલીસ તપાસ ચલાવી રહી છે.


અમરેલી જીલ્‍લામાં મેઘમહેર : ઝાંપટાથી ત્રણ ઈંચ વરસાદ

દિવસ દરમિયાન શરૂ રહ્યો હતો. મોટા બારમણમાં બારે મેઘ ખાંગા થતા ધોધમાર ૪.૫ ઈંચ વરસાદ પડી જતા રાયડીનદીમાં પુર આવ્‍યુ હતુ. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ૨ થી ૩ ઈંચ જેવો વરસાદ પડયો છે. જયારે ચલાલા તેમજ મોરઝરમાં ૨ ઈંચ જેવો વરસાદ પડયો છે. બગસરા અને કુંકાવાવ પંથકમાં પણ દોઢ થી બે ઈંચ જેવો વરસાદ પડયો છે. બગસરામાં મોસમનો કુલ વરસાદ ૧૦૮ મી.મી. નોંધાયો છે. જયારે બગસારાના ખારી ખીજડીયા હડાળા જેવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એક થી દોઢ ઈંચ વરસાદ પડતા ફુલઝર નદીમાં નવા નીર વહેતા અમરેલી,
અમરેલી શહેર અને જીલ્‍લામાં લાંબા સમય બાદ આજે વાતાવરણ એક રસ બનતા જીલ્‍લામાં હળવા ભારે વરસાદ થયા હતા. જયારે લીલીયા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો છે. હાથીગઢમાં આજે બપોરના ધીમી ધારે બે થી અઢી ઈંચ જેવો વરસાદ પડી જતા તળાવમાં નવુ પાણી આવેલ છે. આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. બાબરામાં અડધાથી પોણો ઈંચ જેવો વરસાદ પડયો છે અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. વીજપડીમાં દોઢ થી બે ઈંચ જેવો ધીમી ધારે વરસાદ પડી જતા ખેડુતોમાં આનંદની લાગણી વ્‍યાપી છે. ખાંભામાં અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે દિવસ દરમિયાન અડધા થી પોણા ઈંચ જેવો વરસાદ પડયો છે. જયારે રાજુલાનામોટા આગરીયામાં પણ સારો વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે. ધારી શહેરમાં વરસાદનું હળવુ ઝાપટુ પડયું હતુ. સાવરકુંડલા તાલુકાના વંડા, ઘોબા, પીપળી, મેકડા, ફીફાદ, પીપરડીમાં આજે દિવસ દરમિયાન ધીમી ધારે એક ઈંચ વરસાદ પડયો છે. જયાર ગીર પંથકના દલખાણીયા, કોટડા, મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડયો છે. લાઠીના અકાળામાં દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા પડયા હતા. અમરેલી જીલ્‍લા ફર્લ્‍ડ કંટ્રોલના જણાવ્‍યા મુજબ અમરેલી શહેર અને જીલ્‍લામાં સવાર થી બપોર સુધીમાં અમરેલી ૧૨ મી.મી., બાબરા ૧૬ મી.મી., બગસરા ૫૯ મી.મી., ધારી ૭ મી.મી., જફરાબાદ ૭૬ મી.મી., ખાંભા ૧૦ મી.મી., લાઠી ૧૪ મી.મી., લીલીયા ૪૦ મી.મી., રાજુલા ૫૭ મી.મી., સાવરકુંડલા ૮ મી.મી., વડીયા ૩૪ મી.મી. વરસાદ નોંધાયો છે.


અમરેલીમાં પરજીયા સોની સમાજના નવદંપતિઓને પાટીદાર સમાજ વતીશ્રી હિરપરાએ આર્શિવાદ પાઠવ્‍યા : સામાજીક સમરસતા

અમરેલી,સજજન વ્‍યક્‍તિ ધારે તો કેવી સામાજીક સમરસતા ઉભી થઇ શકે છે તેનું દ્રષ્‍ટાંત પુરુ પાડી અમરેલીના જાણીતા કેળવણીકાર અને સંખ્‍યાબંધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શ્રી હિરપરાએ એક સામાજીક પહેલ કરી છે અમરેલીમાં પરજીયા સોની સમાજના આદર્શ સમુહલગ્‍નોત્‍સવ યોજાયા હતા અને કોઇ એક સમાજના કાર્યક્નમમાં સ્‍વભાવીક જ એક જ સમાજ હોવાનો છે પણ અહી અનોખી સામાજીક સમરસતા જોવા મળી હતી અમરેલીમાં પરજીયા સોની સમાજના નવદંપતિઓને પાટીદાર સમાજ વતી શ્રી બાબુભાઇ હિરપરાએ આર્શિવાદ પાઠવ્‍યા હતા સાથે સાથે સમાજમાં આદર્શ સમુહલગ્‍નોત્‍સવની શરૂઆત કરવાની પ્રેરણા આપનારા પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણનું સન્‍માન કરી અને સમુહલગ્‍નોત્‍સવમાં પટેલ કન્‍યા છાત્રાલયના મંત્રી તથા જિલ્લાબેન્‍કના ડાયરેકટર અને અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શ્રી હિરપરાએ સામાજીક સમરસતાનું ક્નાંતિકારી કદમ ઉઠાવ્‍યું હતુ જેની સૌએ નોંધ લીધી હતી.


04-07-2018


રાત્રે અમરેલીના ઇશ્‍વરીયા પાસે લકઝરી બંધ ટ્રકમાં ઘુસી ગઇ : વિસાવદરના પટેલનું અરેરાટીભર્યુ મોત

અમરેલી,
અમરેલી જિલ્લાના માર્ગો ઉપર સવારથી સાંજ સુધી યમદુતોએ પેટ્રોલીંગ કરી હાહાકાર મચાવ્‍યો છે સવારથી અકસ્‍માતોની શરૂ થયેલી વણથંભી વણજાર મોડી રાત્રી સુધીત ચાલુ રહી હતી દિવસ દરમિયાન અકસ્‍માતના કુલ પાંચ બનાવામાં છ લોકોના મોત નિપજયા છે.
બાબરામાં ત્રીપલ અકસ્‍માતમાં બેના મોત નિપજયા બાદ તેની અર્ધો કલાકમાં જ બાબરાથી વાસાવડ જતા માર્ગ ઉપર રાંદલના દડવા નજીક અકસ્‍માતમાં એકનો ભોગ લેવાયો હતો અને ત્‍યાર બાદ ધારીના સરસીયા નજીક અકસ્‍માતમાં એક યુવાનનો ભોગ લેવાયો હતો તથા ત્‍યાર બાદ આદસંગ ચોકડીએ અકસ્‍માત સર્જાયો હતો અને આ ચાર અકસ્‍માતમાં પાંચના ભોગ લેવાયા હતા પણ યમદુતોનો કોટો પુરો ન થયો હોય તેમ રાત્રે વિસાવદરથી અમદાવાદ જઇ રહેલી રીયલ ટ્રાવેલ્‍સની લકઝરી બસ નં.બર 6363 અમરેલીથી વરસડા જઇ રહી હતી ત્‍યારે માર્ગં પડેલ એક બંધ ટ્રકમાં લકઝરી ધડાકાભેર અથડાઇ હતી જેમા પાછળ સીટમાંથી આગળ ડ્રાયવર પાસે આવેલ વિસાવદરના અરવિંદભાઇ વલ્લભભાઇ ભુવા નામના આધેડનું સ્‍થળ ઉપરજ મોત નિપજયુ હતુ.
અરવિંદભાઇ કીડનીની દવા કરાવવા અમદાવાદ પોતાના પત્‍ની સાથે જતા હોવાનું જાણવામળેલ છે.
આ બસ એવી ધડાકાભેર અથડાઇ હતી કે રોડ ઉપર ઉભેલ ટ્રક ઉંધો વળી ગયો હતો અને બસમાં બેઠેલા અન્‍ય ચાર જયાબેન હસમુખભાઇ કાગડા તથા રાજેશભાઇ મનસુખભાઇ ટાટમીયા (કલીનર), નિલેશભાઇ ગોર(મહેતાજી) અને ગીતાબેન મુકેશભાઇ વાવરીયાને વધારે ઇજા થતા દવાખાને ખસેડાયા છે. આ બનાવની જાણ થતા એસપી શ્રી નિર્લિપ્‍યતરાયે અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શ્રી સેગલીયાને તાત્‍કાલીક સ્‍થળ ઉપર મોકલ્‍યા હતા અને તેમને ત્‍યા જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ સવારથી રાત સુધીમાં અકસ્‍માતના કુલ પાંચ બનાવોમાં કુલ છના ભોગ લેવાયા હતા.


error: Content is protected !!