Main Menu

Friday, July 6th, 2018

 

રાજુલાના બાબરીયાધારમાં સરાજાહેર મોરનો શિકાર કરાતા ભભુકતો ભારે રોષ

રાજુલા,
રાજુલા તાલુકા માં આવેલ બાબરીયાધાર ગામ માં સોમનાથ મંદિર પાસે આવેલ 66 કેવી નજીક કેટલાક યુવાનો એ જે રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે તે મોર ની હત્‍યા કરી નાખતા ચકચાર મચી ગય છે અહીં રીતસર સરાજાહેર માં શિકાર કરવા માં આવ્‍યો હતો આ ઘટના ની જાણ થતાં પ્રથમ ગામ ના સરપંચ અનિલભાઈ લાડુમોર ને જાણ થતાં વનવિભાગ ને જાણ કરવા આ આવી આ ઘટના ની ગંભીરતા દાખવી આર.એફ.ઓ.રાજલ પાઠક સહિત વનતંત્ર નો સ્‍ટાફ અહીં દોડી આવ્‍યો હતો ઘટના સ્‍થળ પર પોહચી જુદી જુદી દિશા માં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે અહીં અલગ અલગ લોકો ની પૂછ પરચ પણ કરવા માં આવી રહી છે ગામ માં આગેવાનો પણ એકઠા થયા હતા હાલ માં વનવિભાગ ને સમગ્ર ઘટના ઠ્ઠમ ની હકીકત મળી ગઈ છે પરંતુ અહીં ના શિકાર પ્રવુતિ કરતા કેટલાક લોકો આ ઘટના બાદ ફરાર થયા છે અને શિકાર કોને કર્યો તેને લઇ ને તપાસ ચાલી રહી છે વનવિભાગ ની 1 ટીમ આરોપી ની શોધખોળ કરી રહી છે આ શિકાર થતા ગામ ના લોકો માં પણ રોષ જોવા મળી રભે છે મોર પ્રેમી ઓ માં નારાજગી જોવા મળી રહી છે રાજુલા પંથક ના અનેક ગામડા માં ખૂબ મોટા પ્રમાણ માં મોર નો વસવાટ છે બીજી તરફબાબરીયાધાર ના ભૂતકાળ ની વાત કર્યે તો અહીં અનેક વન્‍યપ્રાણી ના મૃતદેહ પણ મળી ચુક્‍યાછે અને અગાવ દીપડા નો પણ શિકાર થયો હતો જેને લઈ ને વનતંત્ર આ ઘટના ની ખૂબ ગંભીરતા દાખવી તપાસ કરી રહી છે દીપડા ના શિકાર માં આ ગામ ના આરોપી ના જ નામ વર્ષો પહેલા ખુલ્‍યા હતા જેને લઈ ને અલગ અલગ દિશા માં વનતંત્ર તપાસ કરી રભ્‍ું છે આ અંગે વનવિભાગ ના આર.એફ.ઓ.રાજલ પાઠક નો સંપર્ક કરતા ટેલિફોનિક વાતચીત માં જણાવ્‍યું ઘટના સ્‍થળે અમારી ટીમ પોહચી તપાસ કરી છે મોર નો શિકાર થયો છે હાલ માં શિકાર કરનારા ને ઝડપી પાડવા ની કાર્યવાહી હાથ ધરી છે


અમરેલીમાં આંગડીયાની પેઢીમાં 11 લાખની તસ્‍કરીઃતજવીજ શરૂ

અમરેલીમાં એક આંગડીયાની પેઢીમાં કામ કરતો પરપ્રાંતીય શખ્‍સએ રોકડ અને બાઇકની ચોરી કરી નૌ દો ગ્‍યારા થઇ જતા તેની વિરુઘ્‍ધ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ હાથધરી છે.
આ બનાવની વધુ વિગતો અનુસાર અમરેલીમાં હિરામોત ચોક નજીક આવેલ બોમ્‍બે માર્કેટમાં મહેન્‍દ્ર અરવિંદ નામની આંગણીયા પેઢીમાં કામ કરતો પરપ્રાંતીય શખ્‍સ રમેશ મોહન પટેલ (રહે પાટણ)એ પેઢીમાંથી 11 લાખની રોકડ તથા બાઇક લઇ તા.4-7ના રોજ નાસી ગયો હતો જેથી લાંભશંકરભાઇ મંગળભાઇ ત્રીવેદીએ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશ્‍નમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ.શ્રી દેસાઇએ ફરિયાદ નોંધી તજવીજ હાથધરી છે.


અમરેલીના વરસડા પાસે લુંટ કરનાર આરોપી ઝડપાયો

અમરેલી જિલ્લામા મિલ્‍કત સંબંધી બનાવ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા માટે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ તથા શ્રી.એલ.બી.મોણપરાની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્‍ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા તથા પો.સ.ઇ.શ્રી. જી.પી.જાડેજા તથા પો.સ્‍ટાફના માણસો હેડ કોન્‍સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્‍સ પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્‍સ. સીકંદરભાઇ સૈયદ તથા હેડ.કોન્‍સ. જયરાજભાઇ વાળા તથા ડ્રા. પો.કોન્‍સ. રમેશભાઇ ગોહીલ તથા નીરજભાઇ વાધેલા તથા ઠ્ઠીપાલસિહ ગોહીલ વિ.સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. પપ/ર૦૧૮ આઇ.પી.સી. ૩૯ર, ૩૯૪, પ૦૪ મુજબના ગુન્‍હાના કામનો રીઢો ગુન્‍હેગાર ચંપુભાઇ વલકુભાઇ ધાધલ રહે. વરસડા તા.જી. અમરેલી વાળો કેરીયાનાગસ ગામ થી વરસડા ગામ તરફ જતા કાચા રસ્‍તે હોય તેવી હકિકત આધારે તુરતજ બાતમીવાળી જગ્‍યાએઆવી આરોપીને પકડી પાડી પુછપરછ કરતા આરોપીએ પોતે આશરે દસેક દીવસ પહેલાવરસડા થી દુધાળા ગામ તરફ જતા કાચા રસ્‍તે એક મોટરસાયકલ તથા બે મોબાઇલ કુલ કિ.રૂ. ૩૧,૦૦૦/- નુ લુંટ કરી નાસી ગયેલ હોય જે ગુન્‍હાના કામે આજદિન સુધી નાસતો ફરતો હોય જે ગુન્‍હાની કબુલાત આપેલ હોય અને આ કામે લુંટમાં ગયેલ તમામ મુદામાલ આરોપી પાસેથી રીકવર કરી આરોપીને કાયદેસર અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


ધારીના ડીએફઓ તરીકે શ્રી પી.પુરુષોતમ, અમરેલીમાં શ્રી પ્રિયંકા ગેહલોત

જૂનાગઢ,
ગુજરાતનુજ નહિ પરંતુ દેશનું સૌથી મોટા ગૌરવ એવા એશિયાઈ સિંહ જાય વશે છે તે ગીર ના જંગલમાં કેટલાક સમય થી મહત્‍વના અધિકારીઓની જગ્‍યાઓ ખાલી હતી અને તેને કારણે જાણે કોઈ ગીરનું રણીધણી ના હોય તે રીતે ગેરકાયદેસર ના લાઈન શો અને સિંહોને પજવણીના કિસ્‍સાઓમાં નિંઢપત્ર વધારો થતા મીડિયા જગતમાં આ અંગેના અહેવાલો આવતા સરકારે આજે ૧૧ યાક અધિકારીઓની બદલીઓ કરી છે જેમાં અત્‍યંત મહત્‍વની ગણાતી ગીર જંગલ ની પૂર્વ, પશ્ચિમ, સાસણ ગીર સેન્‍ચુરી અને ભાવનગર ની ખાલી જગ્‍યા ઓ માં તેમજ અરસપરસ બદલીઓ કરી છે, જેમાં અમરેલી, બોટાદ, સુરેન્‍દ્રનગર સહીત નડિયાદ, બનાસકાંઠા ના વેન અધિકારીઓ ની બદલી થતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી મોજું ફરી વળ્‍યું છે. ડૉ. સંદીપ કુમાર,નાયબ વનસંરક્ષક – વન સંશોધન વિભાગ – ગાંધીનગર ની બદલી નાયબ વન સંરક્ષક – ભાવનગર વિભાગ મોહન રામ, નાયબ વન સંરક્ષક – ભાવનગર વિભાગ ની બદલી અધિક્ષક – ગીર અભ્‍યારણ્‍ય – સાસણ ગીર રાજ સંદીપ નાયબ વન સંરક્ષક – સંરક્ષણ વિભાગ ; ગાંધીનગર ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – બોટાદ
ડૉ. પ્રિયંકા ગહેલોત, નાયબ વન સંરક્ષકઃ સામાજિક વનીકરણ વિભાગ – બોટાદ ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – અમરેલી ડૉ. સાકીરા બેગમ, નાયબ વન સંરક્ષકઃ સામાજિક વનીકરણ વિભાગ – અમરેલી ની બદલી સંરક્ષણ વિભાગ ; અમદાવાદ
નિશા રાજ, નાયબ વન સંરક્ષકઃ સામાજિક વનીકરણ વિભાગ – નવસારી ની બદલી વન સંશોધન વિભાગ – ગાંધીનગરડૉ. ગંગા શરણ સીંગ, નાયબ વન સંરક્ષકઃ ટ્રેનિંગ વિભાગ ગાંધીનગર ની બદલી વન્‍ય પ્રાણી વિભાગ – બનાસકાંઠા પી. પુરુષોત્તમ, નાયબ વન સંરક્ષકઃ સુરેન્‍દ્રનગર ની બદલી નાયબ વન સંરક્ષકઃ ગીર જંગલ (પૂર્વ) – ધારીડૉ. કરુપ્‍પાસ્‍વામી, નાયબ વન સંરક્ષકઃ ગીર જંગલ (પૂર્વ) – ધારી ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – નડિયાદએ. એમ. પરમાર, નાયબ વન સંરક્ષકઃ સામાજિક વનીકરણ વિભાગ – નડિયાદ ની બદલી સામાજિક વનીકરણ વિભાગ – સુરેન્‍દ્રનગરડૉ. ધીરજ મિત્તલ, નાયબ વનસંરક્ષકઃ ડાંગ (દક્ષિણ) ની બદલી નાયબ વન સંરક્ષકઃ ગીર જંગલ (પશ્ચિમ) – જૂનાગઢ


અમરેલી જિલ્લામાં રેતબંધીથી મઘ્‍યમવર્ગના બજેટ ખોરવાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં હાલમાં રેતીની સર્જાયેલી અછતને કારણે ભારે મુશ્‍કેલી સર્જાઇ છે.અને એવો ઘાટ ઘડાયો છે કે, લોકોને ઘર બનાવવા છે રેતી નથી…શ્રમીકોને મજુરી કરવી છે પણ રેતી નથી…. રેતી શા માટે નથી મળતી તેનાથી કોઇને નિસબત નથી પણ રેતી ન હોવાને કારણે જે મુશ્‍કેલી ઉભી થઇ રહી છે તેની બહુ ગંભીર અસરો ઉભી થઇ રહી છે જે આવનારા સમયોમાં દેખાવાની છે અત્‍યારે ચોમાસામાં પાણીનો ઉપયોગ ઓછો થતો હોવાને કારણે લોકો બાંધકામ શરૂ કરતા હોય છે પણ છેલ્લા ઘણા સમયથી અહી સર્જાયેલી રેતીની રામાયણને કારણે ઘરના ઘર બાંધવા માંગતા અનેક મઘ્‍યમ વર્ગના બજેટ ખોરવાઇ ગયા છે અને ઉછીના લઇને પણ રેતી ખરીદવા નીકળે તો ઉચા ભાવે પણ લાચારી કરે ત્‍યારે માંડ માંડ રેતી મળે છે જેના કારણે સમાન્‍યજન ત્રાહીમામ પોકારી ગયો છે અને સાવ ગરીબ એવા શ્રમીકને તો રેતી ન હોવાને કારણે બાંધકામ અટકતા રોજી મળતી નથી ચોમાસુ પણ હવે આવી રહયુ છે આવા સમયે ટંકે ટંકના રોટલા રળતા ગરીબોની હાલત તો ખુબ જ દયાજનક થઇ છે


6-07-2018


error: Content is protected !!