Main Menu

Tuesday, July 10th, 2018

 

રાજુલા તાલુકા માં સિંહો ના મારણ પર ગીધો આવ્‍યા

રાજુલાલ
રાજુલા તાલુકા માં સિંહો ના મારણ પર ગીધો આવ્‍યા ર6 થી વધુ ગીધો નો રાજુલા પંથક માં વસવાટ હોવાનું મનાય છે અને હવે ગીધો લુપ્ત થવા ના આરે છે ખૂબ ઓછા જોવા મળતા હોય છે રાજુલા વનવિભાગ ની રેન્‍જ મા આજે વહેલી સવારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિંહો એ પશુ નો શિકાર કર્યો હતો અને શિકાર બાદ અહીં મોટી સંખ્‍યા માં ગીધો આવી પોહચિયા હતા સાથે સાથે શ્‍વાન હોવાથી ગીધો પર ખૂબ મોટો ખતરો કહી શકાય હાલ માં રાજુલા ના ખાખબાઈ ઉછેયા નાગેશ્રી માંડલ ડુંગર સહિત ના ગામો માં ગીધો નો વસવાટ છે બીજી તરફ આ ગીધો અહીં આવેલી નારાયેલી જેવા ખૂબ ઊંચાય વાળા વૃક્ષો માં રહે છે અને આજે વહેલી સવારે રાજુલા આસપાસ આવેલી સિમ વિસ્‍તારમાં સિંહો એ શિકાર કર્યો હતો અને ત્‍યાં ગીધો આવી સડયા હતા બીજી તરફ રાજુલા રેન્‍જ ના આર.એફ.ઓ.રાજલ પાઠક સહિત ફોરેસ્‍ટ સ્‍ટાફ ટ્રકરો સતત દેખરેખ અને નજર રાખી રભ છ


વાંકિયામાં રજવાડી પ્રવેશદ્વારનું અષાઢી બીજે શ્રીરૂપાલાના હસ્‍તે લોકાર્પણ

અમરેલી
અમરેલી તાલુકાના વાંકિયા ગામના વતની તથા અમદાવાદ સ્‍થિત નિજાનંદ સેવા સંઘના પ્રમુખ, ઉદ્યોગપતિ બાબુભાઈ રામજીભાઈ પેથાણી પરિવાર દ્વારા વતન વાંકિયામાં રૂ. 11 લાખના ખર્ચે ભવ્‍ય, રજવાડી પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે જેનો લોકાર્પણ સમારોહ તા. 14-7-18 શનિવાર, અષાઢીબીજના વાંકિયાગામે સવારના 9.00 કલાકે રાખેલ છે. પ્રવેશદ્વારનું લોકાર્પણ કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાના હસ્‍તે થશે. જયારે ગુજરાતના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, મ્‍યુ.ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, જીલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, જીલ્‍લા સંઘના ચેરમેન શરદ લાખાણી, અમરડેરીના ચેરમન અશ્‍વીનભાઈ સાવલીયા, નિરજભાઈ અકબરી તા. પંચાયત અમરેલી મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે. વતન વાંકિયામાં રામદેવજી મંદિર, સ્‍વામીનારાયણ વિદ્યાલયમાં સખાવત કરનાર તથા પૂર્વ અમદાવાદના પટેલ સમાજના કદાવર આગેવાન તથા ઔદ્યોગિક રત્‍ન બાબુભાઈ પેથાણી દ્વારા નિર્મિત રજવાડી પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્નમમાં ગુજરાતભરમાંથી આગેવાનો સર્વશ્રીમગનભાઈ રામાણી-અમદાવાદ, વિઠ્ઠલભાઈ સાવલીયા, ખોડલધામના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, કાંતીભાઈ વઘાસીયા, દિનેશભાઈ બાંભરોલીયા, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ કાથરોટીયા, ભરતભાઈ ચકરાણી, ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી, મ્‍યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના પદાધિકારીશ્રીઓ વિ. ઉપસ્‍થિત રહીને ભામાષા એવા વતન વાંકિયાના રતન બાબુભાઈ પેથાણીનું અવિસ્‍મરણીય સન્‍માન કરશે. કૃષીમંત્રીશ્રીનો પદભાર સાંભાળ્‍યા બાદ પ્રથમ વખત જ એક નહી પરંતુ બે-બે વર્તમાન કૃષિમંત્રીશ્રી તથા પૂર્વ કૃષિમંત્રીશ્રી વાંકિયા ઈતિહાસમાં પ્રથમ વખત આવી રહયા છે.
તયારે પેથાણી પરિવાર-વાંકિયાના અશ્‍વીનભાઈ બી. પેથાણી-કાઉન્‍સિલર દિનેશભાઈ બી. પેથાણી-દેવમ ડેવલપર્સ, મહેશ બી. પેથાણી-રામદેવ ડેવલપર્સ, હરેશ બાવીશી, પ્રમુખશ્રી ડાયનેમિક-ગૃપ-અમરેલી વાંકિયા ગામના તમામ વર્તમાન અને પૂર્વ આગેવાનો તડામાર તૈયારી કરીને સમગ્ર સમારોહને સફળ અને અવિસ્‍મરણીય બનાવવા માટે આખરી ઓપ આપી રહયા છે.


રાજુલાના માંડણમાં બીયારણની થેલીમાંથીં ઝેરી પાઉચ ખાઇ જતા ચાર ગાયો અને એક વાછરડાનું મોત નિપજયું

માંડળ,રાજુલા તાલુકાના માંડળ ગામે બીયારણની થેલીમાંર્થી ઝેરીપાઉંચ ખાઇ જતા ચાર ગાયો અને એક વાછરૂના મોત નીપજેલ. ગામના એગ્રોવાળા કપાસની થેલી માંથી પાઉચ નીકળે તે ઉકરડામાં નાખી દેવામાં આવતા ગાયો ઝેરી પાઉચ ખાઇ જવાના કારણે મોતને ભેટેલ. જેના કારણે માંડળના ગ્રામજનો અને માલધારી સમાજમાં રોશની લાગણી વ્‍યાપીછે. માંડળના એગ્રોમાં નકલી બીયારણ બીલ વગરની દવા પણ વેચાય છે. તેવી ધણા ખેડૂતોની રાવ છે છતા પણ તંત્રની બેદરકારી કે કોઇ તપાસ કરતું નથી. એગ્રેવાળા દ્વારા બીયારણ થેલીમાંથી નિકળતા ઝેરી પાઉચ જયા ત્‍યા ન નાખતા તેમનો નાશ કરવા જમીનમાં ખાડો કરી તેનો નાશ કરવો પડે. પરંતુ એગ્રોવાળાની બેદરકારી ના કારણે અબુ પક્ષીના મોત થાય છે.અને તંત્ર તપાસ કરે તેવી લોકમાંગણી ઉઠી છે. ગામની ઠાકર ધણી ગૃપ ગૌરક્ષાના પ્રમુખ ભોળાભાઇ ભરવાડતથા ગૃપના સભ્‍યો આના માટે પગલા ભરવા પડે તેમાટે તૈયાર છે.


અમરેલીના રેતી પ્રશ્‍ને ડો. કાનાબાર ગાંધીનગર દોડી ગયા

અમરેલી,
અમરેલી જીલ્‍લાના રેતી પ્રશ્‍ને અમરેલી જીલ્‍લા ભાજપના પુર્વ અઘ્‍યક્ષ ડો.ભરતભાઇ કાનાબારના નેતૃત્‍વમાં મુખ્‍યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીને અમરેલી જીલ્‍લા વિશ્‍વકર્મા કારીમર મંડળના હોદેદારોએ રજુઆત કરી હતી. તેમની સાથે અમરેલી જીલ્‍લાભાજપના યુવા મોરચાના પુર્વ મહામંત્રી દિપકભાઇ વઘાસીયા, જીલ્‍લા ભાજપના પુર્વ કોષાઘ્‍યક્ષ જયેશભાઇ ટાંક, જીલ્‍લા કોન્‍ટ્રાકટર એસોસીએશનના પ્રમુખ હસુભાઇ સતાણી તથા વિશ્‍વકર્મા કારીગર મંડળના ભાવેશભાઇ પરમાર, કનુભાઇ ટાંક, વિજય ચોટલીયા, પ્રશાંતભાઇ ગેડીયા, શૈલેષભાઇ વેગડ, રમેશભાઇ વાઘેલા, રાજુભાઇ ટાંક અને પ્રકાશભાઇ ચૌહાણ પણ રજુઆતમાં જોડાયા હતા. મુખ્‍યમંત્રી શ્રીવિજયભાઇની સુચના મુજબ ડો.કાનાબાર અને તમામ આગેવાનો શ્રીકૈલાસનાથન ખાણ-ખનીજ કમીશ્‍નર શ્રીરૂપસિંહ સાથે પણ મુલાકાતરી હતી. ડો.કાનાબારે શેત્રુંજીના ઇકોઝાનના પ્રશ્‍નનો નિકાલ આવે ત્‍યા સુધીવચગાળામાં જીલ્‍લાની નાની નાની અન્‍ય નદીઓના પટ્ટમાં રેતી ઉપાડવી મંજુરી માટે તાતકાલી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
આ પ્રશ્‍ને મુખ્‍યમંત્રી અને કમીશ્‍નરે હકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો હતો તેમ ડો.ભરતભાઇ કાનાબારે જણાવ્‍યુ છે.


કાવેરી ગોળવાળા શ્રી નાસીર ટાંકનો આજે જન્‍મદિવસ : ઝુપડપટ્ટીના સાત બાળકોને પ્‍લેનમાં લઇ જશે

અમરેલી,
અમરેલી ની ભાગોળે જન્‍મ પ્રાપ્ત કરી અમરેલી માટે નાની વય થી જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા યુવા કોમનમેન એવા નાસીર ટાંક નો આજ જન્‍મ દિવસ છે. જન્‍મ ભૂમિ અમરેલી અને કર્મભૂમિ સુરત હોવા છતાં શક્‍ય એટલો સમય ગાળો અમરેલી માં પસાર કરે છે. અમરેલી માં ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિ ના સંચાલકોઅને સંગઠનો સાથે જોડાયેલ આ આગેવાન અમરેલી પર કોઈ કુદરતી આફત કે પડકારો આવે તો એ જગ્‍યા પર આ નવ યુવાન પેહલા નજરે ચડે ના માત્ર ધન થી પણ તન,મન,ધન ત્રણેય પ્રકારે લોક ઉપયોગ માં જોતરાય જતા આ નવ યુવાન ની અમરેલી ના છેવાડા ના લોકો સુધી ચાહના જુવા મળે છે. નાસિર ટાંક ગરીબો ના બેલી તરીકે પણ ઓળખાય છે ત્‍યારે અમરેલી ના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભા ના વિપક્ષી નેતા એવા સન્‍માનીય પરેશભાઈ ધાનાણી ના થ્‍ઋમ્‍સ ?ત્‍સ્‍ભ્‍ઙ્ખત્‍ઝ માનવા માં આવે છે. યુવાનો માટે અબાલ વૃદ્ધ સહુ કોઈ માટે હકારાત્‍મક કાર્યઠ્ઠમો આપવા માટે જાણીતા છે.ત્‍યારે લાખો લોકો ના આશીર્વાદ મેળવી નવી ક્ષિતિજો સરકરતા યુવાનો ના હદય સમ્રાટ આજ તદ્યન અલગ પ્રકારે પોતાનો જન્‍મ દિવસ અન્‍ય ના ચેહરા પર સ્‍મિત રેલાવી ઉજવશે.


જીલ્‍લામાં હળવા ભારે ઝાપટાથી ધોધમાર ચાર ઈંચ જેવો વરસાદ

અમરેલી,
અમરેલી જીલ્‍લાના લોર અને નિંગાળામાં ધોધમાર દોઢ ઈંચવરસાદ પડી જવાના કારણે ધાતલ નદીમાં બીજી વખત પુર આવ્‍યુ હતુ. અને સારા વરસાદના કારણે ખેડુતોમાં ખુશી લાગણી વ્‍યાપી છે. જયારે સાવરકુંડલામાં પણ આજે બપોરના ધોધમાર દોઢ ઈંચ જેવો વરસાદ પડયો હતો. તેમજ રાજુલા શહેરમાં સાડા ચાર ઈંચ જેવો વરસાદ પડયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થતા શહેરના નીચાણવાળા કલેકટર સામેનો રોડ, છતડીયા રોડ, નીચલી બજાર, રેન્‍બો સોસાયટી જેવા સ્‍થળોએ પાણી ભરાયા હતા અને ભારે વરસાદ કારણે વીજળી ગુલ ગઈ હતી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. રાજુલા નજીક ટીંબીમાં અને નાગેશ્રીમાં સારો વરસાદ હોવાનું જયદેવ વરૂની યાદીમાં જણાવાયુ છે. મોટા ભંડારીયામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડતા નદીનાળા છલકાયા હતા. નાગ્રધામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયાનું મધુભાઈ ભડીંગજીએ જણાવેલ છે. જયારે બરવાળા બાવીશીમાં આજે સાડા ત્રણ ઈંચ ધોધમાર વરસાદ પડયાનું દેવકુભાઈ કનાળાએ જણાવ્‍યું છે. જયારે ગઈકાલે લીલીયાના હાથીગઢમાં સાજે 5 થી 7.30 કલાકે દરમિયાન ધોધમાર બે થી અઢી ઈંચ પડી જતા વાવેતરને મોટો ફાયદો થયેલ છે અને સારા વરસાદને કારણે ગામનું તળાવ ઓવર ફલો થઈ જવાથી ખેડુતોમાં ખુશીની લાગણી વ્‍યાપી છે. જયારે નજીકનારંગપુર વડેરામાં બે થી અઢી ઈંચ વરસાદ પડી જવાથી તળાવમાં નવા નીર આવ્‍યા છે. જયારે ગઈકાલે ટોડા વરસડા વચ્‍ચે સારો વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. મોટી કુંકાવાવમાં કિર્તીકુમાર જોષીના જણાવ્‍યા મુજબ આજે સાંજે 5.45 વાગે સખત ઉકળાટ બાદ એક કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ પડી જતા ખેડુતોમાં હર્ષની હેલી ફેલાઈ હતી. કારણ કે કુંકાવાવ વિસ્‍તારમાં બે વખત બીયારણ નિષ્‍ફળ ગયું હતું. અને જો વરસાદ ખેંચાઈ તો અતિ વિકટ પરિસ્‍થિતી સર્જાય તેમ હતી. તેવા સમયે સારો વરસાદ થવાથી વાવેતરને મોટો ફાયદો થયેલ છે. અને ધોધમાર વરસાદને કારણે નીચાણ વિસ્‍તારોમાં ભરાયા હતા અને નદીઓમાં ધીમે-ધીમે પાણીની આવક શરૂ થઈ છે. અને હવે જો કુદરત વધારે મહેરબાન થાય તો પાણીનો પ્રશ્‍ન ઉકલે તેમ લોકો ઈચ્‍છી રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં આજે બપોરના 2 થી 4 વચ્‍ચે ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડી જતા વેપારી અને ખેડુત વર્ગમાં વધુ વરસાદ પડે તેવી આશા બંધાઈ છે. સાવરકુંડલા તાલુકાના વંડા, પીઠવડી, ગાધકડા, કાના તળાવ, ધજડી, ઓળીયા જેવા ગામો પણ વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. અમરેલી તાલુકાના બાબપુર, ભંડારીયા, પાણીયા તેમજ બગસરાના ટીંબલા શિલાળામાં ધોધમાર વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. સારા વરસાદનાકારણે સાતલી નદીમાં પુર આવેલ છે. જુના વાઘણીયામા આજે બપોર બાદ એક ઈંચ જેવો વરસાદ પડી જતા મોલાતને જીવતદાન મળ્‍યુ છે અને ખેડુતોમાં ખુશી વ્‍યાપી હતી.


અમરેલીમાં પિતાએ દિકરીને સાસરે વળાવવાને બદલે સ્‍મશાને મુકવા જવું પડયું

thumbnail of 10-7-18

અમરેલી,
વહાલના દરિયા જેવી દિકરીના અકાળે અવસાનથી અમરેલીના સોહલીયા પરિવાર ઉપર આભ તૂટી પડયું હતુ.
અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા શ્રી બળવંતભાઇ સોહલીયાની દિકરીના અકાળે અવસાનથી અમરેલીના પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
હાલ ચલાલા પોલીસ મથકમાં ફરજ બજાવતા બળદેવભાઇ સોહલીયાને સંતાનમાં બે દિકરીઓ છે અને મોટી મોનિકાનું અચાનક અકાળે નિધન થયું હતુ. અને દિકરીને સાસરે વળાવવાની હોશવાળા પિતાને વહાલસોયી દિકરીને ડોલીને બદલે અર્થીમાં સ્‍મશાને મુકવા જવું પડતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.
અમરેલી જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા સરળ સ્‍વભાવના શ્રી બળદેવભાઇ ઉપર વજ્રઘાત થયો હોય મોનિકના અકાળે નિધન થતા પરિવાર તો ઉંડા શોકમાં ગરકાવ છે અને તેમને સાંત્‍વના પાઠવવા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા સદગતની અંતિમયાત્રામાં વિશાળ સંખ્‍યામાં પોલીસ તંત્ર તથા લોકો જોડાયા હતા અને સદગતને શ્રઘ્‍ધાંજલી આપી હતી. અને શોકની લાગણી વ્‍યક્‍ત કરી હતી.


10-07-2018


error: Content is protected !!