Main Menu

Wednesday, July 11th, 2018

 

સાપ સરનામું ભૂલ્યો………..

વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર(ખડચીતરો) આવી ચડ્યો હતો. રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપ ને વશ કર્યો હતો. પરેશભાઇના આ સાહસથી તેમનો સ્ટાફ પણ  અચંબામાં મુકાયો હતો.  સ્ટાફને પછી ખબર પડી કે પરેશભાઈ સાપ પકડવાનો શોખ ધરાવે છે. ગણતરીની સેકન્ડમાં પકડેલ આ ઝેરી સાપ સાથે  જીવદયા દાખવીને નજીકની નિર્જન જગ્યાએ છોડી મુક્યો હતો.

ભાજપથી પસ્‍તાઇને પાછા ઘરે આવવા માંગતા આગેવાનો અને કાર્યકરો માટે ઘર વાપસી કાર્યક્નમ યોજાશે : પરેશ ધાનાણી

આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોઘ્‍યા અને તેઓના પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૧રપ વર્ષથી એક વિચારધારા જેણે દેશને જોડવાનું કામ કર્યું, જેણે દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું, જેણે દેશને દરેક પડકારોની સામે સંધર્ષની રાહે આગળ ધપાવવાનું કામ કર્યું એ કોંગ્રેસ પક્ષના પાયાના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે પરામર્શમાં આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષમાં જેમણે વર્ષો સુધી યોગદાન આપ્‍યું હોય અને કોઈને કોઈ કારણોસર રાહ ભટક્‍યા હતા એવા મિત્રો જેમને પસ્‍તાવો થતો હોય અને આવતા દિવસોમાં ફરી પાછા કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન આપીને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જોડાવા માંગતા હશે તો જિલ્લા અને તાલુકા સ્‍તરના આગેવાનો દરેક સંસદ અને વિધાનસભા સ્‍તરના મુખ્‍ય આગેવાનો સાથે પરામર્શમાં આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી ભૂતકાળમાં વિમુખ થયેલા અને ભાજપથી પસ્‍તાઈને પાછા ધરે આવવા માંગતા દરેક આગેવાનો-કાર્યકર્તાઓ માટે અમે જ્જઘરવાપસીજ્જનો કાર્યઠ્ઠમ શરૂ કરી રભ છીએ.અમારા વિવિધ સ્‍તરના આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્‍થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા,દેશમાં લોકતંત્રનું પુનઃસ્‍થાપના કરાવવા, બંધારણનું રક્ષણ કરવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર એમને આવકારવાના છે.
શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગત અઠવાડિયે કોંગ્રેસ પક્ષના પ્રદેશ સ્‍તરીય શ્રેષ્ઠ નેતૃત્‍વએ ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી અને ભાજપની નીતિ-રીતિઓથી નિષ્‍ફળતાથી નારાજ થઈ અને સત્તા પરિવર્તનમાં સમર્થન આપવા, આ દેશમાં લોકતંત્રને બચાવવા, બંધારણને રક્ષણ પૂરું પાડવા માટે જે કોઈ મિત્રો સમર્થન આપવા માંગતા હશે તેવા કેટલાય પૂર્વ ધારાસભ્‍યશ્રીઓ, સ્‍થાનિક સ્‍વરાન્નયની સંસ્‍થાના વિવિધ સ્‍તરે ભૂતકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના વિવિધ પદ અને સહકારી માળખામાં નેતૃત્‍વ કરતા ધણા મોટા ગજાના આગેવાનો કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનોના સંપર્કમાં છે. સરકારની નિષ્‍ફળતાઓ અંગે પોતાની વ્‍યથાઓ ઠાલવી રભ છે અને આવા બધા જ મિત્રોને ભવિષ્‍યમાં કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર આવીને તમામ મોરચે નિષ્‍ફળ ગયેલ ભાજપને સબક શીખવાડવા માટે અમે આમંત્રણ પાઠવવાના છીએ.
શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કુંવરજીભાઈ બાવળીયાનેએક જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવું, એની એ જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં ભાજપનો ખેસ પહેરાવવો, એની એ જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કેબિનેટખાતાની ભેટ ધરવી એ મને લાગે છે કે ગુજરાતમાં ભાજપનું ખોખલાપણું પ્રજા સમક્ષ ખોખલું થયું છે. કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને નુકસાન કર્યું તેના કરતા ભાજપમાં નારાજ લોકોને સરકાર વિરુદ્ધ સંગઠિત કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્‍યું હોય તેમ હું જોઉં છું. આજ સુધી ભાજપમાં વિવિધ સ્‍તરે સરકારી નીતિ-રીતિઓ, કાર્યઠ્ઠમો અને પાયાના લોકોની અવગણનાથી કેટલાય લોકો નારાજ હતા, પરંતુ તેમની નારાજગીને કેન્‍દ્રિત કરવાનું-સંગઠિત કરવાનું કામ કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈ સીધા કેબિનેટ પદની ફાળવણીથી એ અવસર કોંગ્રેસ પક્ષને અને ગુજરાતની પ્રજા સામે પૂરો પાડયો છે. કુંવરજીભાઈનું જસદણના ધારાસભ્‍ય તરીકે રાજીનામું આપવું અને ફરી પાછા છ મહિનામાં ચૂંટાવાની અવધિ મુજબ આવતી ૩ જાન્‍યુઆરી, ર૦૧૯ પહેલાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની સરકારે ત્‍વરિત જાહેરાત કરવી જોઈએ. મને વિશ્‍વાસ છે કે ગુજરાતની પ્રજા અને જસદણના મતદારોનો કુંવરજીભાઈએ જે દ્રોહ કર્યો છે, તેનાથી તેઓ મોટા માર્જીનથી ચૂંટણી હારવાનાજ છે. ભાજપ કુંવરજીભાઈની હાર અને ભાજપની નિષ્‍ફળતાઓને છૂપાવવા માટે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી, રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની સામાન્‍યચૂંટણીઓ અને દેશની લોકસભાની ચૂંટણીઓને કેલેન્‍ડર વર્ષ ર૦૧૮માં વહેલીતકે પૂર્ણ કરી ભાજપની નુકસાનીને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે એવું મારું માનવું છે. ૭ નવેમ્‍બરે દિવાળી અને રર નવેમ્‍બરે દેવદિવાળી છે એટલે હું વ્‍યક્‍તિગત રીતે માનું છું કે રર નવેમ્‍બર અને ૩૧ ડિસેમ્‍બર વચ્‍ચે જસદણની પેટા ચૂંટણી, રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ, છત્તીસગઢની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ સાથે થશે અને તેના માટે ગુજરાત કોંગ્રેસ આજથી જ તૈયાર છે.કોંગ્રેસ પક્ષે એના પાયાના આગેવાનો, કાર્યકરો અને નેતાઓ સાથે ગયા અઠવાડીયે લોકસભાવાઈઝ પરામર્શ શરૂ કર્યો છે અને આવતા દિવસોમાં પાયાના કાર્યકર્તાઓની લાગણી-માંગણીને ઘ્‍યાને લઈ રાષ્ટ્રીય નેતૃત્‍વ લોકસભામાં યોગ્‍ય ઉમેદવારોની પસંદગી કરશે.
ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોનું પ્રતિનિધિત્‍વ કરતા કોઈ વ્‍યક્‍તિ, વર્ગ કે સમૂહે આમરણાંત ઉપવાસ પર બેસવું પડે તે સરકારની નિષ્‍ફળતાને ઉજાગર કરે છે. આ સંવેદનહીન સરકાર લોકોની સમસ્‍યાઓથી મોઢું ફેરવી માત્ર સત્તાની ગલીયારીઓમાં ભય, ભ્રમ અનેભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે. સામાન્‍ય માણસની પીડાઓ વધી છે, સમસ્‍યાઓ વધી છે, પ્રશ્નો વઘ્‍યા છે ત્‍યારે કોઈ વર્ગનું પ્રતિનિધિત્‍વ કરતા વ્‍યક્‍તિએ જો ઉપવાસ આંદોલન પર બેસવું પડે તે ભાજપ સરકારમાટે શરમજનક બાબત હશે અને આનો પ્રત્‍યુત્તર ગુજરાતની પ્રજા આવતા દિવસોમાં ચૂંટણીઓમાં સરકાર વિરોધી રોષ ઠાલવીને બતાવશે.
કોંગ્રેસ પક્ષની નીતિ-રીતિ-સિદ્ધાંતો સ્‍વયંસ્‍પષ્ટ છે. આ દેશમાંથી ગુલામીની જંજીરો તોડવા, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા, આ દેશમાં જાતિ, ભાષા, વર્ગ અને પ્રાંત વચ્‍ચે વહેંચાયેલા લોકોને જોડવામાં સંવિધાનના તાંતણે સ્‍વાભિમાનની યાત્રા આગળ ધપાવવા માટે કોંગ્રેસ પક્ષે હંમેશા નેતૃત્‍વ લીધું છે. આ લોકતંત્રની અંદર સંવિધાન એ જ ગીતા અને એ જ કુરાન છે ત્‍યારે દેશના સંવિધાન ઉપર ન્નયારે સવાલો ઉભા થાય, દેશના સંવિધાનને તોડવાના સત્તામાં બેઠેલા લોકો દ્વારા પ્રયાસ થાય ત્‍યારે સંવિધાનથી મળેલા અધિકારોનું રક્ષણ કરવા કોઈ પણ વ્‍યક્‍તિ, વર્ગ કે સમૂહ એ અધિકારનું આંદોલન ઉભું કરશે તો કોંગ્રેસ પક્ષ જનસામાન્‍યના અધિકારના આંદોલનના સમર્થનમાં હશે તેમ અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યુંહતું.


બાબરામાં લોકાર્પણની રાહે બગીચો ૬ વર્ષથી બંધ

બાબરા,બાબરાના હાર્દસમાં વિસ્‍તાર બ્રહ્મકુંડ નજીક રાજય સરકાર સ્‍વર્ણીમ ગુજરાત પંચવટી યોજના અંતર્ગત ગ્રામ્‍ય દાતાના લોકફાળા સહકારથી બનાવવામાં આવેલ સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા ઉદ્યાન (બગીચો) છેલ્‍લા છ વર્ષથી રેડી પોઝીશનમાં હોવા છતા સ્‍થાનિક નગરપાલીકા તંત્રની નાદારીના કારણે લોકાર્પણ થવા પામતુ નથી. બાબરાના સપુત નિવૃત પી.એસ.આઈ. સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળાના પરિવારે રાજય સરકારમાં લાખોનો લોક ફાળો આપી બાબરા ગામની સુવિધામાં વધારો કરવા સુંદર બગીચાનું લોક ઉપયોગી નિર્માણ કરવામાં આવેલ છે. ૨૦૧૩ માં સંપુર્ણ તૈયાર થયેલો બાગ લોકાર્પણની રાટમાં બંધ હાલતમાં પડયો હોવાથી સારસંભાળના અભાવે નુકશાન થવા સંભવ છે.
લોકફાળો આપનાર પરિવારે અવાર નવારસ્‍થાનિક તંત્ર સમક્ષ લોકાર્પણ અંગે મંજુરી માંગવાના જવાબમાં તંત્ર દ્વારા નગરપાલીકાની આર્થિક સ્‍થિતિ સારી નહી હોવાની અને વિષેશ ખર્ચ નહી કરી શકવાનું જણાવી દેતા દાન આપનાર ઉપર ચીંતા પ્રસરી જવા પામી છે. રાજય સરકારના આયોજનમાં લાખોનો લોકફાળો જમા કરાવનાર પરિવારે નગરપાલીકાની આળસવૃતિ સંદર્ભે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત અમરેલી જીલ્‍લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. છેલ્‍લા છ વર્ષથી તૈયાર થયેલો બગીચો લોક સુખાકારી માટે આગામી શ્રાવણ માસ પહેલા ખુલ્‍લો મુકવામાં આવે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે. યોગ્‍ય વ્‍યવસ્‍થાના અભાવે લાખોના ખર્ચે બનેલુ ઉદ્યાન ધુળ ઘાણી થવા પામે તે પહેલા યોગ્‍ય કરવા અંતમાં માંગ ઉઠી છે. અત્રે યાદ રહે કે બંધ બગીચામાં અગાઉ આગ અને સામાન્‍ય ચોરી નુકસાનના બનાવો બની ચુકયા છે. લોકફાળા માટે મોટી રકમ આપનાર દશરથભાઈ જૈતાભાઈ વાળા આગામી દિવસોમાં ન્‍યાય માટે તૈયારી કરી રહ્યાનું જણવા મળે છે.


રાજુલામાં વારંવાર વીજ ધાંધીયા : આંદોલનની ચીમકી

રાજુલા,
રાજુલા માર્કેટયાર્ડના ચેરમેન જીજ્ઞેશ પટેલે રાજુલા શહેરમાં વારંવાર વીજ ધાંધીયા સર્જાતા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી જણાવ્‍યુ છે કે અંડર ગ્રાઉન્‍ડ વીજ વાયર નાખવામાં આવે તો પ્રશ્‍ન કાયમી ધોરણે હલ થાય તેમ છે. એ જ રીતે રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ જણાવ્‍યુ કે ઓછા સ્‍ટાફને કારણે રાત્રીના અંધાધુની સર્જાય છે. અને વરસાદમાં લોકો હેરાન થાય છે. ત્‍યારે ફોલ્‍ટ નિવારણ કરવા સ્‍ટાફ વધારવામાં નહી આવે તો ૧૫ દિવસમાં આંદોલન કરાશે. તેમ જણાવ્‍યુ હતુ. રાજુલા ચેમ્‍બર પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્‍યુ કે વીજ પુરવઠો ખોરવાય ત્‍યારે અધિકારીને જાણ કરવામાં આવે છે પણ અપુરતો સ્‍ટાફ છે. જો સ્‍ટાફ ફાળવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવા શહેરી જનો લડાયક મુડમાં છે. તેમસંયુકત યાદીમાં જણાવ્‍યું છે.
વરસાદના છાટા પડે કે તુરત જ વીજળી ગુલ થઈ જાય છે. બપોરે ૨ થી સાંજના ૭ સુધી અને સવારના ૭ થી ૧૧ સુધી વીજ પુરવઠો મળતો નથી. રાજુલામાં ત્રણ ફીડર છે તેના બદલે પાંચ કરવા જરૂરી છે. જીલ્‍લા ભાજપ આગેવાન રવુભાઈ ખુમાણે જણાવ્‍યુ કે રાજુલા ઓફીસમાં ફરિયાદ જાય કે તુરત ફોન એનગેજ મળે છે. ઓફીસર ફોન નીચે મુકી દઈ છે તેમ જણાવ્‍યું હતુ.


અમરેલી તાલુકા પંચાયતમાં બળવો કરનારા કોંગ્રસના ૬ સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરતી કોંગ્રેસ

અમરેલી, અમરેલી તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદત પુર્ણ થતાં તાજેતરમાં ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખ માટે યોજાયેલ હતી. જે ચૂંટણીમાં કોંગ્રસ પક્ષના સતાાવાર ઉમેદવારોના આદેશનું ઉલ્‍લંઘન કરનારા સામે અમરેલી તાલુકા પંચાયતના કોંગ્રસપક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા અરવિંદભાઇ કાછડીયા, જસવંતગઢ ઉપરથી કંચનબેન જયસુખભાઇ દેસાઇ, વડેરા સીટ ઉપરથી વિશાલભાઇ માંગરોળીયા, ગાવડકા સીટ ઉપરથીલાભુબેન મનજીભાઇ રાખોલીયા, નાનાઆંકડીયા સીટ ઉપરથી હરેશભાઇ દેવાભાઇ ભાસ્‍કર તથા મોટાઆંકડીયા સીટ ઉપરથી વિજયાબેન મોહનભાઇ સોલંકી પાર્ટી વિરૂઘ્‍ધ પ્રવૃતિ કરતી કોંગ્રસપાર્ટીના આદેશનું ઉલ્‍લંઘન કરેલ તેમજ મેન્‍ડેન્‍ટ વિરૂઘ્‍ધ મતદાન કરેલ જેથી પ્રદેશ કોંગ્રસ પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા દ્વારા શિસ્‍તભંગના પગલા લઇને ઉપરોક્‍ત છ સભ્‍યોને ૬વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.


અમરેલી જિલ્લામાં ગીર અને દરિયાકાંઠે નદીઓ છલકાઇ : વાંકિયામાં ભારે વરસાદ : છ ઇંચ

અમરેલી,
અમરેલી જિલ્લામાં આ વખતેવરસાદની વિચીત્રતા દેખાઇ રહી છે જિલ્લામાં ખંડવૃષ્‍ટિ થતી હોય તેવી રીતે એક તરફ ધોધમાર વરસાદ અને એક તરફ ખાલી વાદળો જ દેખાયા હતા અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે અને ગીરમાં ગાંડો વરસાદ પડયો છે રાજુલામાં ધીમીધારે ઝરમર વરસાદ પડયો છે
તો નાગેશ્રીના ટીંબીમાં ચાર ઇંચ ઉપરાંત અને અમરેલીના વાંકીયા સાજીયાવદરમાં ચારથી છ ઇંચ વરસાદ ખાબકયો હતો જયારે નજીકના કેરીયાચાડમાં ત્રણ ઇંચ પડયો હતો જયારે ખાંભા પંથકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડયો છે તથા અમરેલી કોરુધાકોડ રહયું હતુ નાગેશ્રી નજીકના હેમાળામાંતો ખેતરોમાં ધોવાણ થયું હતુ અને પાણી એ નુકસાની સર્જી હોવાનું હેમાળના આગેવાન શ્રી ભયલુભાઇએ જણાવ્‍યું હતુ.


જાફરાબાદના લોર ફાચરીયા નીગાળા વાંગધ્રામાં ધોધમાર વરસાદ : નદીમાં પુર આવ્‍યુ

લોર,જાફરાબાદ તાલુકાના લોર ફાચરીયા, નીગાળા, વાંગધ્રામાં ધોધમાર વરસાદને કારણે નદીમાં પુર આવ્‍યુ હતું. સતત વરસાદ સારો પડવાના કારણે તેમજ નદીમાં અવાર નવાર પુર આવવાના કારણે ખેતી પાકને મોટો ફાયદો થશે. વાવેતર બાદ સારા વરસાદથી ખેડુતોમાં ખુશી વ્‍યાપી હોવાનું ડી.ડી.વરૂની યાદીમાં જણાવાયું છે.


૧૨ મીએ પાલિકાના વિરોધમાં બાબરા સજજડ બંધ પાળશે

બાબરા,
બાબરા શહેરની મુખ્‍ય બજાર આડી બજારના તમામ વેપારીઓએ શહેરની મુખ્‍ય બજારના સી.સી. રોડની નબળી કામગીરી અને વેપારીઓના પ્રશ્‍નો તથા કાળુભાર નદીની સફાઈ, યુરીનલ, ડસ્‍ટબીન વગેરે પડતર પ્રશ્‍નની રજુઆતો છતા તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા તા. ૧૨-૭-૧૮ ગુરૂવારે બાબરા શહેરના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી શહરેના બેંક ચોકમાં સવારે ૧૦.૩૦ કલાકે એકત્ર થયા બાદ પડતર પ્રશ્‍ને નગરપાલીકા સામે વિરોધ પ્રદર્શન કરવા અને ધરણા કરવા પણ કાર્યક્નમ યોજાનાર છે. તેમ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા એલાન અપાયાનું જાણવા મળ્‍યું છે.


11-07-2018


error: Content is protected !!