Main Menu

Friday, July 13th, 2018

 

રાજુલા તાલુકાનાં સાંજણવાવની નદીમાં નવાં નીરની આવક

રાજુલા તાલુકા પાસે આવેલ સાંજણવાવ ગામની નદીમાં ઘોડાપુર આવ્‍યુ હતુ.ઘોડાપુરને લીધે રાભડા,કણકોટ,દાતરડી,ગામને જોડતો પુલ પાણીમા ગરકાવ થય ગયો હતો.સાંજણવાવ ગામ પાસેથી પસાર થતી નદીનાં પરના પુલ પરથી પાણી ફરી વળતાં પુલ પરથી વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.ખાનગી સ્‍કૂલની બસ પણ અટકી ગઇ હતી.પરિણામે જીવનાં જોખમે બસને પુલ પરથી પસાર કરવામાં આવી હતી. લોકોએ પુલનાં સમારકામ માટે અનેક વખત તંત્રને રજુઆત કરી પણ તંત્ર ઘોર નિંદ્રામાં જ છે.


બાબરા સહિત તાલુકાના ગામોમાં સતત ધીમીધારે વરસાદ

બાબરા,
દિવસ ભર સખ્‍ત ઉકળાટ અને વરસાદી ગોરંભા બાદ સાંજે મેધરાજા તાલુકાભરમાં ઓછો વધુ વરસાદ વરસી રહયો છે. બાબરામાં સાંજના ૮ સુધીમાં પોણો ઇંચ તાલુકાના સુખપુર,વાકિયા, વાવડા, કોટડાપીઠા,નવાણીયા,મીયા ખીજડીયા,પાનસડા, ઇસાપર સહિતના ગામોમાં એક થી અઢી ઇંચ વરસાદ પડયાના વાવડ મળીયા રહયા છે. ધીમીધારે શરૂ થયેલા વરસાદ થી શહેરી રોડ રસ્‍તા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના ખેતરોમાં પાણી ભરાયાછે. તાલુકામાં ગત તા.૨૪/૬ ના ૨૬ મી.મી વરસાદ થયા બાદ આજનો વરસાદ નોંધપાત્ર ગણવામાં આવી રહયો છે. વરસાદથી ઉભાપાકને સામાન્‍ય રાહત થયાનું ધરતી પુત્રો જણાવે છે. આગોતરા વાવેતર વાળા ખેતરોમાં પાણી ભરાવવા અને સુકી ખેતી વાળી જમીનોમાં આજના વરસાદથી જરૂરના સમયે મેધરાજાની પધરામણી થઇ છે. સામાન્‍ય વરસાદના પગલે ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિજપુરવઠો ગુલ થવા પામેલ હતો.


રાત્રે અમરેલીના બાબાપુર પાસે બોલેરો તણાતા ત્રણ લોકો લાપતા

અમરેલી,રાત્રે અમરેલીના બાબાપુરમાં બોલેરો તણાઇ ગઇ હોવાના અરેરાટીભર્યા સમાચાર મળી રહયા છે સરકારી તંત્ર તથા આગેવાનો બાબપુર દોડી ગયા છે અને તણાયેલા લોકોની બાબાપુરથી ગાવડકા સુધી સતત શોધખોળ ચાલી રહી છે.વધુ વિગતો મેળવાઇ રહી છે.


લોકોએ છેલ્લે એક શખ્‍સનું માથુ પાણીમાં જોયું : રાત્રે ટીમ દ્વારા સર્ચ શરૂ

અમરેલી,તણાયેલ કયાંના છે ? ની તપાસ સાથે એનડીઆરએફ દ્વારા રાત્રે સર્ચ સાથે ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા સતત મોનીટરીંગ ચાલુ છે તણાયેલ પીકઅપ બોલેરો હોવાની શકયતા છે લોકોએ છેલ્લે એક શખ્‍સ સહિત ગાડીને તણાતા જોઇ હતી બાબાપુરના પુલ ઉપર ત્રણ ફુટ પાણી વહયું હતુ શ્રી કૌશિક વેકરીયા, શ્રી અશ્‍વીન સાવલીયા તથા બાબાપુરના સરપંચ શ્રી વિપુલ ગોંડલીયા દ્વારા સતત સંપર્ક અને શોધખોળ શરૂ છે


વડીયાના બરવાળા બાવળમાં બાઇક લઇ જતો યુવાન તણાયો : શોધખોળ

વડિયા,
આજે વહેલી સવાર થી જ વડિયા તથા આસપાસના વિસ્‍તારમાં મેધરાજાએ પધરામણી કરી હતી. વડિયા આજુબાજુના ગામડાઓમાં પણ અતી ભારે વરસાદના સમાચાર મળી રહયા છે. સવાર થી સાંજ સુધીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
હાલ આ લખાઇ છે ત્‍યારે પણ વરસાદ ચાલું છે.વડિયા બાજુમાં આવેલ બરવાળા બાવડ ગામનો યુવાન ભારે પુરના કારણે તણાઇ ગયો હોવાની હકીક્‍ત મળી રહી છે.
જાણવા મળેલી માહિતી મુજબ વડિયા મુકામે વોશીંગ પાવડર અને સાબુનો વેપાર કરતો બરવાળા બાવળનો યુવાન જીતુભાઇ લીંબાભાઇ પાનશુરીયા ઉ.વ.૩૫ આજે બપોર પછી ભારે વરસાદ હોવાના કારણે વડિયા થી બરવાળા બાવળ જવા પોતાની હોન્‍ડા બાઇક સાથે નિકળ્‍યો હતો.
ગામ પાસેજ આવેલ બેઠી ધાબી પરથી પસાર થતા પાણીનાધસમસતા પુરમા બાઇક સાથે તણાઇ ગયો હતો હાલ તેની શોધખોળ ચાલુ છે.
વડિયા મામલતદાર અને પી.એસ.આઇ.તથા તાલુકા વિકાસ અધિકારી સ્‍થળ પર પહોંચી જઇ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.


અનરાધાર ચાર ઇંચ : બાબાપુરમાં બોલેરો પાણીમાં ગઇ : ત્રણ તણાયા

અમરેલી,
આ સીઝનમાં અમરેલી જિલ્લામાં પહેલી વખત સાર્વત્રિક વરસાદ પડયો છે, લાઠી સાથે મેઘરાજાને અણબનાવ હોય તેમ માત્ર ૫ મીમી વરસાદ પડયો છે જયારે અમરેલી જિલ્લામાં દોઢથી ચાર ઇંચ વરસાદ સાંજ સુધીમાં પડી ગયો છે વડીયાના બરવાળા બાવળ નજીક હોન્‍ડા બાઇક સાથે પટેલ યુવાન તણાયો છે તથા બગસરા અને કુંડલામાં ચાર ઇંચ, ધારી અને અમરેલીમાં બે, વડીયામાં ત્રણ, રાજુલા,જાફરાબાદ,લીલીયા,ખાંભામાં દોઢથી પોણાબે ઇંચ વરસાદ પડયો છે જયારે જાફરાબાદના લોરમાં ધાતલ નદી ઉપરનો પુલ તૂટયો, છાપરાઓ ઉડયા હતા અને લોરના શીવરાજભાઇ ખુમાણના ઘરમાં નવ પતરાઓ ઉડીને આવ્‍યા હતા આ ઉપરાંત બગસરામાં તીરુપતિનગર તથા ગોકુલધામ ૧-૨ મળી આસપાસની ત્રણ સોસાયટીમાં મકાનોની લગોલગ પાણી ભરાયા હોવાનુ અને પાણી લોકોના ઘરમાં ઘુસી જાય તેવી હાલત હોવાનુ બગસરાથી શ્રી જયેશ કારીયાએ જણાવ્‍યું હતુ વડીયાના બરવાળા બાવીસીમાં સુપડાધારે પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનો શ્રી દેવકુ કનાળાનો અહેવાલ જણાવે છે વરસાદથી નદીમાં પુર આવ્‍યા હતા સવારથી શરૂ થયેલી એકધારી મેઘમહેરને પગલે જિલ્લાની તમામ નદીઓ વહેતી થઇ ગઇ છે અને ધારીમાં વરસાદી પાણીમાંઇલે.શોક લાગતા બે બળદના મોત થયા હતા તથા ખેડુત દંપતિ ગાડામાંથી ફંગોળાઇ જતા બચી ગયા હતા સાંજે વડીયાથી બરવાળા બાવળ જઇ રહેલ પટેલ યુવાન તણાઇ ગયો હતો તેની મોડી રાત્રી સુધી શોધખોળ ચાલી રહી છે અને મોડી સાંજે પણ લોકોના હૈયા ઠારતી સતત મેઘમહેરથી લોકોના મુખ મલકાઇ ગયા છે.
અમરેલી શહેર અને જીલ્‍લામાં વરસાદ માટેના લાંબા ઈન્‍તજાર બાદ સાર્વત્રીક વરસાદ પ્રથમ વખત આજે પડયો છે.વાવેતર બાદ પ્રથમ વખત જીલ્‍લામાં વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. રાજુલા જાફરાબાદ પંથકમાં આજે સવાર થી બપોર સુધી ધીમીધારે ગાજ વીજ વગર એક ઈંચ વરસાદ પડયો હતો. અને હજુ પણ ધિમી ધારે વરસાદ શરૂ છે.અમરેલી તાલુકાના સરંભડા,દેવરાજીયા, વાંકિયા, બાબાપુર,ચલાલાના ગોપાલગ્રામ, શીલાણા,ચાડિયા,તેમજ ચલાલા શહેરમાં આજે બપોરના ધીમીધારે એક થી દોઢ ઈંચ વરસાદ પડિજતા વાવેતરને ફાયદો થયો છે.ખાંભાના મોટા સમઢીયાળા અને ખાંભા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એક થી દોઢ ઈંચ જેવો વરસાદ પડિજતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.લાઠી શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ આજે બપોરના હળવા ભારે ઝાપટાઓ શરૂ રહયા હતા. અને અડધાથી એક ઈંચ વરસાદ પડયો છે. બગસરા શહેર અને આસ પાસના ગ્રામ્‍યવિસ્‍તારોમાં આજે સવાર થી બપોર સુધી ધીમી ધારે દોઢ થી બે ઈંચ જેવો વરસાદ પડિજતા ખેડૂતોમાં ખુશી વ્‍યાપી છે.કુંકાવાવ શહેર અને આસ પાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે બપોરના ત્રણ વાગ્‍યા થી ધીમી ધારે એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જયારે જાફરાબાદ નજીક આવેલ ટીંબી, હેમાળ,લોહર,ખાચરીયા,છેલણા, સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવા ભારે ઝાપટા થી એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો.લીલીયા શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સવાર થી બપોર સુધીમાં ધીમી ધારે દોઢ થી બે ઈંચ વરસાદ પડયો હતો. જયારે હાથીગઢ,સાજણટીંબા, અંટાળીયા,ખારા, ઢાંગલા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધીમીધારે વરસાદ પડયો છે.દામનગર શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધીમીધારે વરસાદ પડયો હતો. જયારે ગોઢાવદરમાં પણ અડધાથી પોણો ઈંચ વરસાદ પડયા ના વાવડ મળી રહયા છે.મોટા આંકડીયામાં ધીમીધારે એક ઈંચ વરસાદ પડયો હતો. સાવરકુંડલા શહેર અને આસ પાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બે થી ત્રણ ઈંચ સારો વરસાદ પડી જવાના કારણે ખેતી પાકને ફાયદો થશે.ધારી શહેર અને આસપાસ ના ગીર કાંઠાના ગોવિંદપુર,દલખાણીયા, કુબડા,આંબરડી,ડાભાળી, જીરા,માધુપુર,વિરપુર,ખીચા, ગઢીયા સહિતના ગામોમાં એક થી દોઢ ઈંચ પડીજતાખેતી પાકને મોટો ફાયદો થશે. વિજપડીમાં આજે બપોરના ધીમીધારે દોઢ ઈંચ વરસાદ પડીજતા ખેડૂતોમાં ખુશી વ્‍યાપી હતી.
ખાંભાના ડેડાણ અને આસપાસના ત્રાકુડા,નીંગાળા,માલકનેશસહિતના ગામોમાં બપોરના ત્રણ વાગ્‍યાથી વરસાદ શરૂ થયો છે જે મોડી રાત સુધી શરૂ છે અને તેમા બેથી અઢી ઇંચ વરસાદ પડયાનું ડેડાણથી બહાદુરઅલી હીરાણીનો અહેવાલ જણાવેલ છે.


13-07-2018


error: Content is protected !!