Main Menu

August, 2018

 

31-08-2018


30-08-2018


29-08-2018


28-08-2018


26-08-2018


25-08-2018


અમરેલીના હિરામોતી ચોકના ડખામાં ત્રણ આરોપીઓની ધરપકડ : જેલહવાલે કરાયા

અમરેલી,અમરેલીના હીરામોતી ચોકમાં થયેલી દાદાગીરીના કેસમાં પોલીસે ત્રણ આરોપીને પકડીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.આ અગેની વિગતો એવા પ્રકારની છે કે, પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્‍ત રાયની સુચનાથી અમરેલી ડીવીઝનના ના.પો અધિ. શ્રી એલ.બી મોણપરાએ તથા અમરેલી સીટી પોસ્‍ટે ના પોલીસઈન્‍સપેકટર આર.વી.દેસાઈએ અમરેલી સીટી પો.સ્‍ટે ફ.ગુ.ર.નં 90/18 ઈ.પી.કો ક.326. 323. 504. 506 2.114 ના ગુનામાં આરોપીઓએ અમરેલીના હિરામોતી ચોકમાં ગાડી પાર્ક કરવા બાબતે વેપરીઓ સાથે ઝધડો કરી,વેપારીઓને માર મારી ઈજા કરી ગુન્‍હો કર્યા બાદ ભાગી ગયેલ અને ગુન્‍હો કર્યા પછી સતત નાસતા ફરતા રહેલ આરોપી (1) દિલાવરસિંહ ઉર્ફે દીલીપસિંહ ઉદેસિંહ પરમાર ઉ.વ.60 રહે. અમરેલી,ચિતલ રોડ, કોસ્‍ટલ સોસાયટી.તથા શિવરાજભાઈ મનુભાઈ વાળા ઉ.વ.35 રહે.કાઠમાં તા.જી અમરેલી તથા જયરાજભાઈ રાણીંગભાઈ વાળા ઉ.વ.26 રહે.ખડખંભાળીયા તા.જી અમરેલી વાળાઓને ગઈ કાલ તા.22/8/18 ના ક 13/30 વાગ્‍યે પકડેલ અને આ ગુન્‍હોના કામે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી આજરોજ નામદાર કોર્ટમાં રજુ કરતા તેઓના જામીન નામદાર કોર્ટએ ના મંજૂર કરતા આરોપીઓને અમરેલી સબ જેલમાં મોકલી આપેલ છે.


શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાને સુરતમાં અકસ્‍માત : ચમત્‍કારીક બચાવ

અમરેલી,
બાબરા પંથકના ભામાશા અને જાગતા ભાજપના આગેવાન અને અનેક દિકરીઓના પિતા એવા શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાને સુરતમાં અકસ્‍માત નડયો હતો પણ રામ રાખેતેને કોણ ચાખેની કહેવત સાચી પડતી હોય તેમ શ્રીગોપાલભાઇનો ચમત્‍કારીક બચાવ થયો હતો.
આ અંગે જાણવા મળતી માહીતી અનુસાર સુરત ખાતે શ્રી વસ્‍તરપરાની ગૌશાળામાં સર્જાયેલા અકસ્‍માતમાં તેમને ખંભા ઉપર ઇજા થઇ હતી પણ હાલમાં તેમની તબીયત સ્‍વસ્‍થ છે તેમના અકસ્‍માતના સમાચાર બાબરા લાઠી પંથકમાં ફેલાતા તેમના અનેક મિત્રો,ચાહકો અને ભાજપના કાર્યકર્તાઓમાં ચીંતાની લાગણી પ્રસરી ગઇ હતી.
નોધારી અને ગરીબ પરિવારની અનેક દિકરીઓના પાલક પિતા બની સાસરે વળાવનારા શ્રી ગોપાલશેઠની તબીયત માટે તેમને સૌ શુભકામનાઓ પાઠવી રહયા છે.શ્રી ગોપાલભાઇને ખંભાના ભાગે વધુ ઇજા થઇ હોવાનું જાણવા મળેળ છે. અને હાલ તેઓને તબીબે સંપુર્ણ આરામની સલાહ આપી હોવાનું જાણવા મળેલ છે.


અમરેલી જીલ્‍લામાં મહીલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી

અમરેલી,
રાજય સરકારશ્રી દ્વારા મહીલા સશકિતકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત તા. 9-8 ના રોજ અમરેલી મહીલા વિકાસ મંડળમાં જીલ્‍લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંસ્‍થાની મુલાકાત બાદનિવાસી કલેકટર એ.બી. પાંડોર, દહેજ પ્રતિબંધક અધિકારી, આર.કે.જાખણીયા, જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી, એન.એમ.ચૌહાણ, જીલ્‍લા બાળ અધિકારી વી.યુ.જોષી, સંસ્‍થાકીય સુરક્ષા અધિકારી બી.ડી.ભાડ, વિવિધ લક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્ર અમરેલીના બહેનો, મહીલા વિકાસ મંડળ, અમરેલી સ્‍ટાફ તથા બાળાઓ ઉપસ્‍થિત રહેલ. અધિક નિવાસી કલેકટરના અઘ્‍યક્ષ સ્‍થાને કાર્યક્નમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્નમની શરૂઆત મહીલા વિકાસ મંડળની બાળાઓ દ્વારા સ્‍વાગત ગીતથી કરવામા આવેલ. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા મહીલા દિન વિશે જાણકારી આપી ત્‍યારબાદ બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સંભાળ ગૃહોની બાળાના મા વાત્‍સલ્‍ય કાર્ડ કઢાવેલ જે નિવાસી કલેકટરશ્રીના વરદ હસ્‍તે કાર્ડ વિતરણ કાર્યક્નમ રાખેલ હતો.
કાર્યક્નમ પુર્ણ થયા બાદ ઉપસ્‍થિત અધિકારીઓએ સંસ્‍થાનું નિરિક્ષણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્નમને સફળ બનાવવા જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્‍લા બાળ સુરક્ષા એકમ દ્વારા કાર્યક્નમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


અમરેલીમાં શિવવંદના કાર્યક્મ યોજાયો

અમરેલી,
અમરેલીમાં ગઈકાલે શ્રાવણ મહિનાના સોમવારે હોટેલ એન્‍જલના સહયોગથી તથા આશા દવે તથા એસ.કે.ભટ્ટ દ્વારા આયોજીત શિવવંદનાનો કાર્યક્નમ યોજાયો હતો. જેમાં અમરેલી શહેર તથા આજુબાજુના ગામોમાંથી ખુબ મોટી સંખ્‍યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા અને શિવવંદનાનો લાભ લીધો હતો. શ્રાવણ મહિનામાં સૌ શિવભકતો દ્વારા ભગવાન શિવની સ્‍તુતિ કરવામાં આવે છે.
શિવતાંડવ, શિવ સ્‍તૃતિ, શિવ વંદના જેવા વિવિધ કાર્યક્નમોનું આયોજન કરવામાં આવે છે. અમરેલીમાં પણ ગઈકાલે હોટેલ એન્‍જલ ખાતે રાત્રે આશા દવે તથા એસ.કે.ભટ્ટ દ્વારા આયોજીત શિવ વંદના કાર્યક્નમ યોજાયો હતો. આ કાર્યક્નમમાં અમરેલીના ખ્‍યાતનામ ગાયક વિમલ મહેતાએ સૌ ભુદેવોને શિવ વંદનામાં રસતરબોળ કર્યા હતા. આ તકે અમરેલીના શરદભાઈ કે.વ્‍યાસે સમગ્ર કાર્યક્નમનું સંચાલન કર્યુ હતું. આ તકે ઉદયનભાઈ ત્રિવેદી, ડો.મુકેશભાઈ ત્રિવેદી, હેમંતભાઈ, મહેન્‍દ્રભાઈ જોષી, નિલેશભાઈ પાઠક વિગેરે ભુદેવો હાજર રહ્યા હતા.


error: Content is protected !!