Main Menu

Saturday, September 1st, 2018

 

અપહરણના ગુન્‍હામાં પાંચ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી એલસીબી

અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ ગુન્‍હો કરી નાસતા ફરતા વોન્‍ટે ડ આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વમયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાીર્જ પોલીસ ઇન્‍સ . શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે અપહરણનો ગુન્‍હોળ કરી છેલ્લાવ પાંચ વર્ષથી નાસતા ફરતાં આરોપીને બાતમી આધારે ગઇ રાત્રિના વાંશીયાળી થી જેજાદ જવાના રસ્‍તે વાડીએ આવેલ રહેણાંક મકાનેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
ફરિયાદની વિગતઃ- રેખાબેન વા/ઓ રાઘવભાઇ નથુભાઇ વેગડા, રહે.જેજાદ, તા.સાવરકુંડલા વાળાએ હર્ષદ માધા બગડા, રહે.વાંશીયાળી, તા.સાવરકુંડલા, હાલ.મુંબઇ વાળા વિરૂઘ્‍ધણમાં પોતાની દિકરી રેણુકાબેન, ઉં.વ.17 ની ને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપતાં વંડા પોલીસ સ્‍ટોશનમાં ફ.ગુ.ર.નં.19/ર013, ઇ.પી.કો. કલમ 363, 366 વિ. મુજબનો ગુન્‍હોવ રજી. થયેલ અને આ ગુન્‍હાુનો આરોપી ગુન્‍હો કરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.
આરોપીની વિગતઃ- હર્ષદભાઇ માધાભાઇ બગડા,ઉં.વ.ર6, ધંધો.પ્રાઇવેટ નોકરી, રહે.વાંશીયાળી,તા.સાવરકુંડલા, હાલ.મુંબઇ વાળાને તા.30/08/ર018 ના કલાક 1/30 વાગ્‍યે અટક કરી વધુ તપાસ અર્થે વંડા પોલીસ સ્‍ટોશનમાં સોંપી આપેલ છે.આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાંર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


માત્ર 3 કી.મી. ડાઇવર્જનથીઅમરેલીને બ્રોડગેજ રેલ્‍વે મળી શકે

અમરેલી, અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા અપવા માટે ઘણા વર્ષોથી લોકોની માંગણી છે. ભારત સરકાર દ્વારા ઢસા, જેતલસર બ્રોડગેજ રેલ્‍વે લાઇન મંજુર કરેલ છે. જેમાં ખીજડીયા, ચિતલ, લુણીધાર વગેરે ગામોનો સમાવેશ થાય છે. હાલ અમરેલી જુનાગઢ ટ્રેનમાં વિસાવદર જંકશનમાં આવતા જતા એન્‍જીન બદલાય છે તેમ શેડુભારને અમરેલી રોડ જંકશન નામ કરણ કરી શેડુભારમાં ટ્રેનનું એન્‍જીન આવતા જતા બદલાય અને ટ્રેન તેજ રૂટ ઉપર આગળ જાય જેથી જમીન સંપાદનનો પ્રશ્‍ન નથી. વળતર ચુકવવાનો પણ પ્રશ્‍ન જ નથી. તથા રેલ્‍વેને કોઇ ખર્ચ થાય તેમ નથી અને 20લાખની ગ્રામીણ પ્રજાને આ રેલ્‍વેની સવલતનો લાભ મળે અને રેલ્‍વેને આવકમાં વધારો થાય ખીજડીયા જંકશનને ફલેગ સ્‍ટેશન કરી નાખે અને તેના સ્‍ટાફને શેડુભાર સ્‍ટેશને મુકી કાર્યરત કરવાથી સ્‍ટાફનો પ્રશ્‍ન ઉપસ્‍થિત ન થાય જેથી ખીજડીયા જંકશનનો સ્‍ટાફ શેડુભાર સ્‍ટેશને કામગીરી કરે જેથી નવા સ્‍ટાફની ભરતી કરવાનો પ્રશ્‍ન ઉપસ્‍થિત થતો નથી. માત્ર 3 કીલોમીટરનો ડાઇવર્જન આપવામાં આવે તો અમરેલી શહેર બ્રોડગજથી જોડાય જશે. અમરેલી જીલ્‍લાના સાંસદશ્રી અને અમરેલીના આગેવાનો આ બાબતે તાત્‍કાલીક ભારત સરકારને બ્રોડગેજ સુવિધા માટે રજુઆત કરે અને જીલ્‍લાની 20લાખનીજનતાને બ્રોડગેજ રેલ્‍વેનો લાભ આપે તેવી માંગણી સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલશાદ શેખે કર્યાનું જણાવ્‍યું છે.


અમરેલી નગરપાલીકા સામે આમરણાંત ઉપવાસ આંદોલન તોડવાનો પ્રયત્‍ન : સંદીપ ધાનાણી

અમરેલી,અમરેલી નગરપાલીકા સામે આમરણાત ઉપવાસમાં ધરપકડ પોલીસ તંત્ર દ્વારા ઉપવાસ આંદોલન તોડવાના પ્રયત્‍ન કરવામાં આવેલ પરંતુ સંદિપ ધાનાણીએ અને ઉપવાસ કરતાઓએ પોલીસ હેડ કર્વાટર અને ઉપવાસ ચાલુ રાખતા અને જામીન ન લીધા મોડી રાત સુધી તંત્ર ટલે ચડી ગયુ અને આખરે મોડી રાત્રીએ ગુના મુકત કરી નિર્દોષ છોડવા પડયા અને તા. 29-8 ના ફરી તે જ સ્‍થળ અને એજ ઉપવાસની મંજુરી આપવામાં આવી. ગુજરાત રાજયમાં કથપુતળીની જેમ કાયદો અને વયવસ્‍થા ચાલતી હોઈ એવુ ફલીત થાય છે. આજરોજ મંજુરી મેળવીને આમરણાત ઉપવાસ કરી રહેલા સદસ્‍યો સંદીપ ધાનાણી, પતાંજલ કાબરીયા, ચંદુભાઈ બારૈયા, બી.કે.સોળીયા, પ્રકાશ લાખાણી, દ્વારા આમરણાત ઉપવાસ કરી રહેલા છે. તેમાં આજરોજ ઉપવાસમાં વધારો થતા સદસ્‍યશ્રી સમીનાબેન સંધારના પિતાશ્રી દિલાભાઈ ઝુણેજા પણ જોડાયા ઉપવાસ કરતાઓને જોન અને સપોર્ટ કરવા લાઠી-બાબરાના ધારાસભ્‍યશ્રી વીરજીભાઈ ઠુમ્‍મર, કેહુરભાઈ ભેડા, પ્રદિપભાઈ કોટડીયા અને ટીકુભાઈ વરૂ, લલીત ઠુમ્‍મર અને શહેરીજનોનું સમર્થન મળેલ હતું. અમરેલી પાલીકા સામે ચાલતા આંદોલન સામે રાજકમલ ચોકમાં ચાલતા ધારણાકાર્યક્નમને અમરેલી પાલીકાના વોર્ડ નં. 2 ચિતલ રોડ અને વોર્ડ નં. 11 ચક્કરગઢ રોડના લોકો દ્વારા આંદોલનને સમર્થન આપી રોડ રસ્‍તા અને ગટરના પ્રશ્‍ને અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાના વિસ્‍તારમાં રોડ રસ્‍તા ગટર પ્રશ્‍ને રોષભેર રજુઆત કરવામાં આવી હતખ


ધારીમાં ઇલેકટ્રીક શોર્ટ લાગતા 18 વર્ષની યુવતીનું મોતઃપરિવારમાં કલ્‍પાંત

અમરેલી,ધારીમાં રહેતી 18 વર્ષની યુવતી પોતાની અગાસી પર હતી તે દરમીયાન તેનું ઇલેકટ્રીક શોર્ટમાં લાગતા મોત થયું હતુ તેને સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍પીટલમાં ખસેડવામા આવી હતી અને જયારે માતાને પુત્રીની અવસાન થયાનાં સમાચારથી પરિવારમાં કલ્‍પાંતનો માહોલ થયો હતો.આ બનાવથી જી.ઇ.બી કર્મચારીઓ ઉપર અનેક સવાલો ઉઠયો હતો અને તેના પરિવારજનો દ્વારા હેવી લાઇન હટાવી લેવા માટે અનેક વાર રજુઆત કરવામા આવી હતી. આ બનાવની વધુ વિગતો અનુસાર ધારીમાં રહેતા જાવિદભાઇ સૌયદની 18 વર્ષની પુત્રી અજવર પોતાના ઘરની અગાસી પર હતી તે દરમીયાન તેના ઝાડવા પરથી જાતો હેવી 11 કેવીની લાઇન શોટ હોય અને અચાનક અજવર ઝાડને અડતા તેને શોર્ટ લાગ્‍યો હતો.તેને સારવાર અર્થે અમરેલી સીવીલ હોસ્‍પીટલામાં ખસેડવામા આવી હતી જયાં ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કરી હતી.આ સમાચાર તેના પરિવારજનોને ખબર પડતા સમગ્ર પરિવારમાં શોક છવાયો હતો.યુવતીના પરિવારજનો દ્વારા જી.ઇ.બી અધીકારીઓ પર વારંવાર આક્ષેપ કરવામા આવ્‍યો હતોઅને તેઓએ જણાવ્‍યું હતુ કે અમારા ઘર પર હેવી લાઇન જાય છે ઝાડને અડીને અને અમે લાઇન હટાવવા માટે અવાર નવાર રજુઆત કરી હતી છતાય કોઇ પગલા લેવામા ન આવ્‍યા હતા.


અમરેલી લાયન્‍સ કલબ ઓફ સીટી દ્વારા જન્‍માષ્‍ટમી મેળાનો પ્રારંભ

thumbnail of 24-8-18

અમરેલી,
અમરેલી નુતન હાઇસ્‍કુલના મેદાનમાં અમરેલી લાયન્‍સ કલબ ઓફ સીટી બાલમુંકુંદ જવેલર્સ લાયન્‍સ મેળાનું ડિસ્‍ટ્રીક ગવર્નર ચંદ્રકાંતભાઇ દફતરીનાં અઘ્‍યક્ષસ્‍થાને સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુમ્‍મર, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વીનભાઇ સાવલીયા, ડો ભરતભાઇ કાનાબાર, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હીરપરા, દિવ્‍યેશભાઇ સાકરીયા, લાયન્‍સ પ્રમુખ અશ્‍વીનભાઇ ડોડીયા,લાયન્‍સ મેઇનના પ્રમુખ પ્રકાશભાઇ સેંજલીયા, નનકુભાઇ ઝાલાવાડીયા, ગોરધનભાઇ માંદલીયા, મંગળાબેન ગોહીલ, જીતુભાઇ ડેર, વસંતભાઇ મોવલીયા,એ.બી.કોઠીયા, શીવલાલભાઇ અપાણી , ડો.જી.જે.ગજેરા, મહેશભાઇ નગદીયા, પરેશભાઇ આચાર્ય , લાયન્‍સ કલબ સીટી, લાયન્‍સ કલબ મેઇન, લાયન્‍સ કલબ રોયલનાં મેમ્‍બરો ઉપસ્‍થીત રહયા હતા. તેમજ મહિલાઓ પણ આ ઉદદ્યાટન કાર્યક્નમમાં ઉપસ્‍થીત રહેલ આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્‍વીનભાઇ સાવલીયા જણાવ્‍યું હતુ કે મેળો મેળા પણુ કરાવે છે મિત્રો સગા સ્‍નેહીઓ મેળાનાં માઘ્‍યથી મળે છે પહેલાનાં જમાનામાં ધી અને માખણનો જમાનો હતો અને ધી માંથી મીઠાઇ બનાવવામા આવતી હતી અને કાનુડો માખણ પ્રીય હતો કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાનેથી ચંદ્રકાંતભાઇ દફતરીએ જણાવ્‍યું હતુ કે લાયન્‍સ કલબ દ્વારા છત્રીના પ્રોજેકટ બનાવીને તેમાથી એકત્ર થયેલ રકમમાંથી કરોડો રૂપીયા ઓરી અને રૂબેલા રસીકરણ તેમજ કેરળના પુર અસર ગ્રસ્‍તોને ફાળવવામા આવેલ છે.બહેરા મુંગાના બાળકો માટે સંસ્‍થા દ્વારા ઓપરેશ્‍ન માટે કામ કરી રહી છે જેમા સરકાર પણ સહયોગી બને આપણા શ્‍વાસ માટે કાનુડો દોડે છે તે આપણને પ્રેરક બળ પુરુ પાડે છે.અમરેલી લાયન્‍સ કલબ ઓફ સીટી દ્વારા ટીફીન સેવા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતીઓ અને કેમ્‍પો યોજવામા આવે છે. જન્‍માષ્‍ટમીનાં મેળામાં થતી આવક સંસ્‍થા દ્વારા સેવાકીય પ્રવૃતીઓમાં વાપરવામા આવે છે. જે પ્રવૃતીઓને બિરદાવી હતી.આભારવિધિપ્રાંજલ ભટ્ટ દ્વારા કરવામા આવી હતી કાયક્નમનું સંચાલન શરદભાઇ વ્‍યાસ દ્વારા કરવામા આવ્‍યું હતુ.


કાનઘેલુ બનતુ કાઠીયાવાડઃલોકમેળાઓનો પ્રારંભ

અમરેલી
કાનુડાના જન્‍મદિવસને ઉજવવા માટે અમરેલી જિલ્લામાં લોકોમાં થનગનાટ છવાયો છે અને લોકો દ્વારા હરખની હેલી અને ઉમંગની છોળો સાથે લોકો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.
સાતમ આઠમ અને નોમના તહેવારો ઉજવવા માટે લોકો દ્વારા ખરીદીઓ શરૂ થતા બજારોમાં ખરીદીનો માહોલ છવાયો છે.કાઠીયાવાડ કાનઘેલુ બનવા માટે થનગની રહયું છે ત્‍યારે જિલ્લાભરમાં લોકમેળાઓનો પ્રારંભ થયો છે અનેક જગ્‍યાએ સુશોભન કરવામાં આવી રહયું છે તથા વિવિધ જગ્‍યાએ ફલોટો ગોઠવવામાં આવ્‍યા છે.


01-09-2018


error: Content is protected !!