Main Menu

Tuesday, September 4th, 2018

 

અમરેલીમાં એસબીઆઇની મુખ્‍ય શાખામાં ૧.૩૪ કરોડની ચોરી

અમરેલી શહેરમાં ચોરે એસબીઆઇ બેંક તોડી સવા કરોડ ઉપરાંતની રકમ ઉઠાવી લેતા ગુજરાત ભરમાં ખળભળાટ મચી ગયો છે હાલમાં અમરેલી નાગનાથ પાસે આવેલ એસબીઆઇની મુખ્‍ય શાખામાં તા.૩/૯/૧૮ના રોજ રાત્રીના સમયે અજાક્કયા શખ્‍સોએ બેંકમાં પ્રવેસ કરી રોકડ રૂ.૧.૩૪ કરોડ ઉપરાંતની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા અમરેલી જિલ્‍લાનાં એસપી શ્રી નિર્લીપ્‍ત રાય એસબીઆઇમાં પહોંચી ગયા હતા અને મેનેજર સાથે વાતચીત કરી બનાવ કઇ રીતે બન્‍યો તેની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવથી પોલીસનો કાફલો પણ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.બેંકની બહાર પણ લાંબી કતારો લાગી ગઇ હતી અને આવડી મોટી રકમની ચોરી કઇ રીતે થઇ?કયારે થઇ? તેની શોધખોળ કરવા માટે પોલીસ ચક્નોગતીમાન કર્યા હતા. વધુ વિગતોમાં જાણવા મળેલ છે કે, પોલીસ દ્વારા જયારે સીસીટીવી કેમેરા ચકાસવામા આવ્‍યા ત્‍યારે ચોરી કરતો એક શખ્‍સ દેખાય છે જેમાં તેના હાથમાં મોજા પહેન્‍યા છે