Main Menu

Saturday, September 8th, 2018

 

ગુજરાતના અનેક શહેરોમાં જીએસટી વિભાગના મોટાપાયે દરોડા :1000 કરોડથી વધુના નકલી બીલો ઝડપાયા

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં જીએસટી વિભાગના  જોરદાર દરોડા પાડ્યા છે   મળતી વિગતો મુજબ  ગુજરાતમાં જીએસટી વિભાગે આજે સુરત, પાટણ, જામનગર, ગોંડલ, મહેસાણા, ખેડબ્રહ્મા,ઊંઝા, કનિદૈ લાકિઅ સિદ્ધપુર અને ડીસા સહિત અનેક શહેરોમાં દરોડા પાડીને ૧૦૦૦ કરોડથી  વધુ નકલી ઝડપી લીધા છે આ લોકો નકલી બિલો બનાવીને ટેક્સ ચોરી કનિદૈ લાકિઅ કરતા હતા .   અકિલા વધુમા મળતી વિગત મુજબ જામનગર મહેસાણા અને ઊંઝામાં બબ્બે પેઢીઓ ઉપર તથા પાટણ સિધ્ધપુર ખેડબ્રહ્મા  માં એક એક પેઢીઓ ઉપર અને કનિદૈ લાકિઅ ગોંડલમાં 17 પેઢીઓ પર એકસામટા જીએસટીના દરોડા પડતા  મોટો ખળભળાટ મચી ગયો છે.


પેટ્રોલ ડીઝલના ભાવની સમસીયા સુ રહેશે ભારત બંધ ?

પેટ્રોલ/ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ભારત બંધના એલાનને મળ્યું વિપક્ષી પાર્ટીઓનું સમર્થન :કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના આહવાનને નાની મોટી 18 પાર્ટીઓએ ટેકો


અમરેલીના લીલીયા રોડ ઉપર ભીડભંજન મહાદેવ મંદિરે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાયો

અમરેલી,
અમરેલી લીલીયા રોડ ઉપર ભીડભંજન મહાદેવ મંદિરે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સુંદર પ્‍લોટ દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવનું ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. લોકોએ દર્શનનો બહોળી સંખ્‍યામાં લાભ લીધો હતો.


હાર્દિક પટેલના સમર્થનમાં જેસીંગપરા પાસે ટાયરો સળગાવવાનો નિષ્‍ફળ પ્રયાસ

thumbnail of 31-8-18

અમરેલી,
હાર્દિક પટેલ ના ઉપવાસ ને લઇ ને અમરેલી જિલ્લા ના પાટીદારો માં સરકાર સામે વધુ રોષ જોવા મળી રભે છે ત્‍યારે આજે બપોરે ના સમયે જેસિંગ પરા વિસ્‍તાર માં શિવાજી નગર માં રોડ પર કેટલાક ઈસમો ટાયરો રોડ પર લાવ્‍યા અને એસ.પી.નિરલિપ્ત રાયન્‍&ેં સમાચાર મળતા ખુદ એસ.પી સહિત નો પોલીસ કાફલો ઘટના સ્‍થળે પોહચવા રવાના થયા ના સમાચાર થી ટાયરો સળગાવવા નો પ્રયાસ નિષ્‍ફળ ગયો હતો માત્ર રોડ પર ટાયરો ના કાલા દાગ જોવા મળિયા હતા
સ્‍થિતિ ને જોતા અહીં પોલીસ તંત્ર એ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો જિલ્લા ની સુરક્ષા એજન્‍સી ઓ પણ સતર્ક જોવા મળી હતી આજે હાર્દિક પટેલ ને હોસ્‍પિટલમાં એડમિટ કરતા અમરેલી પોલીસ તંત્ર એલર્ટ જોવા મળી હતી


અમરેલીમાં રેતીની સમસ્‍યામાં ડો. કાનાબારના પ્રયાસોને સફળતા

અમરેલી,
અમરેલી – જીલ્‍લામાં ઈકોઝોનની જોગવાઈઓમાં હાઈકોર્ટના આદેશોને કારણે બાંધકામની રેતીની મોટી સમસ્‍યા ઉભી થઈ હતી. બાંધકામમાં વપરાતી રેતી ભાદર અને ભોગાવો નદીના રૂટના વિસ્‍તારમાંથી મંગાવવી પડતી હોઈ રેતીના ભાવો આસ્‍માને પહોંચ્‍યા હતાં. રેતીની આ તંગીનો લાભ લઈ કેટલાંક લોકોએ ખાણ ખનિજ અને પોલીસ ખાતાની મીઠી નજર તળે રેતીના કાળાબજાર કરવાનું શરૂ કરેલ. બાંધકામની પ્રવૃત્તિ બંધ પડવાથી અમરેલીમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ હજારો કારીગરો અને મજુરો બેરોજગાર બન્‍યા હતાં.
આ પ્રશ્‍ન અંગે અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પાસે રજુઆત કરી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ પ્રશ્‍નની ગંભીરતા સમજી સી.એમ. ઓફિસના મુખ્‍યમંત્રીના ખાસ અધિકારી શ્રી કૈલાસ નાથજી તથા ખાણ ખનિજ ખાતાના રાજયના વડા રૂપવંતસિંઘને ડો. કાનાબાર સાથે બેસાડયા હતાં. આ મીટીંગના અનુસંધાને અમરેલી જીલ્‍લાના રેતીના 13 બ્‍લોકસની લીઝ આપવાની કાર્યવાહી કરવા આાગળ વધારવામાં આવી. આ 13 બ્‍લોક પૈકી સાવરકુંડલા તાલુકાના કુલ પ બ્‍લોક (કરજાળા ખાતે 4 અને નેસડી ગામે 1 બ્‍લોક) તથા ધારી તાલુકાના 8બ્‍લોક (દિતલા ગામે 3, નવા ચરખા ખાતે 4 અને ખંભાળીયા ખાતે 1 બ્‍લોક) બનાવવાના ચક્રો ગતિમાન થયા. આ બ્‍લોકની લીઝ માટે માપણી કરવા, નાગપુરથી કેન્‍દ્ર દ્ધારા આઉટ સોર્સીંગ કરાયેલ ટીમ અમરેલી આવી પણ એ સમયગાળામાં અમરેલી જીલ્‍લામાં વ્‍યાપક વરસાદ હોવાથી આ માપણીનું કામ અધુરૂં રહેલ.
લીઝના બ્‍લોક બનાવવામાં અને તેની ઓનલાઈન હરરાજી કરી, માંગણી ધારકોને આપવાની વિધિમાં 4-6 મહિના પસાર થઈ જાય તેમ ડહોવાથી, ડો. કાનાબારે ફરીવાર ખાણ ખનિજ ખાતાના સ્‍ટેટના મુખ્‍ય અધિકારી રૂપવંતસિંઘ પાસે રજુઆત કરી. આ રજુઆતના અંતે સરકારશ્રી, જયાં સુધી રેતીના નવા બ્‍લોકની લીઝની લીઝની હરરાજીનું કામ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી સરકારી કોન્‍ટ્રાકટરો તથા અંગત ઉપયોગ માટે જીલ્‍લાના નાગરિકોને રેતીની પરમીટ આપવી તેવો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયના અનુસંધાને જેમને જરૂરિયાત હોય તે લોકો, ખાણ ખનિજ ખાતામાં તેમને કેટલી જરૂરિયાત છે તે દર્શાવતી ઓનલાઈન અરજી ખાણ ખનિજ વિભાગને કરશે. આ અરજીના 1પ દિવસમાં જ માંગણીદારને પરમીટ અપાશે તેવી ખાત્રી ખાણ ખનિજના અમરેલીના અધિકારી શ્રી વાય.સી. પટેલે આપી છે.
આમ, રેતીના પ્રશ્‍ને ડો. કાનાબાર સતત રજુઆત કરી, આગામી દિવસોમાં કોન્‍ટ્રાકટરો અને વપરાશકારોને રેતી વ્‍યાજબી ભાવે મળી શકે તે પ્રકારનીસરકારમાંથી નીતિ નકકી કરવામાં સફળ થયા છે. જેના પરિણામે આગામી દિવસોમાં રેતી લોકોને વ્‍યાજબી ભાવે મળતી થાય તેવા સંજોગો ઉભા થયા છે.
ડો. કાનાબારના આ પ્રયાસો માટે તેમને અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, કોન્‍ટ્રાકટર એસોસિએશનના શ્રી હસુભાઈ સતાણી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પી. પી. સોજીત્રા, યુવા ભાજપના શ્રી દિપકભાઈ વઘાસીયા, ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ ટાંક, તથા અમરેલી વિશ્‍વકર્મા મંડળના તમામ હોદૃેદારોએ અભિનંદન આપ્‍યા છે.અમરેલી,
અમરેલી – જીલ્‍લામાં ઈકોઝોનની જોગવાઈઓમાં હાઈકોર્ટના આદેશોને કારણે બાંધકામની રેતીની મોટી સમસ્‍યા ઉભી થઈ હતી. બાંધકામમાં વપરાતી રેતી ભાદર અને ભોગાવો નદીના રૂટના વિસ્‍તારમાંથી મંગાવવી પડતી હોઈ રેતીના ભાવો આસ્‍માને પહોંચ્‍યા હતાં. રેતીની આ તંગીનો લાભ લઈ કેટલાંક લોકોએ ખાણ ખનિજ અને પોલીસ ખાતાની મીઠી નજર તળે રેતીના કાળાબજાર કરવાનું શરૂ કરેલ. બાંધકામની પ્રવૃત્તિ બંધ પડવાથી અમરેલીમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ હજારો કારીગરો અને મજુરો બેરોજગાર બન્‍યા હતાં.
આ પ્રશ્‍ન અંગે અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પાસે રજુઆત કરી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ પ્રશ્‍નનીગંભીરતા સમજી સી.એમ. ઓફિસના મુખ્‍યમંત્રીના ખાસ અધિકારી શ્રી કૈલાસ નાથજી તથા ખાણ ખનિજ ખાતાના રાજયના વડા રૂપવંતસિંઘને ડો. કાનાબાર સાથે બેસાડયા હતાં. આ મીટીંગના અનુસંધાને અમરેલી જીલ્‍લાના રેતીના 13 બ્‍લોકસની લીઝ આપવાની કાર્યવાહી કરવા આાગળ વધારવામાં આવી. આ 13 બ્‍લોક પૈકી સાવરકુંડલા તાલુકાના કુલ પ બ્‍લોક (કરજાળા ખાતે 4 અને નેસડી ગામે 1 બ્‍લોક) તથા ધારી તાલુકાના 8 બ્‍લોક (દિતલા ગામે 3, નવા ચરખા ખાતે 4 અને ખંભાળીયા ખાતે 1 બ્‍લોક) બનાવવાના ચક્રો ગતિમાન થયા. આ બ્‍લોકની લીઝ માટે માપણી કરવા, નાગપુરથી કેન્‍દ્ર દ્ધારા આઉટ સોર્સીંગ કરાયેલ ટીમ અમરેલી આવી પણ એ સમયગાળામાં અમરેલી જીલ્‍લામાં વ્‍યાપક વરસાદ હોવાથી આ માપણીનું કામ અધુરૂં રહેલ.
લીઝના બ્‍લોક બનાવવામાં અને તેની ઓનલાઈન હરરાજી કરી, માંગણી ધારકોને આપવાની વિધિમાં 4-6 મહિના પસાર થઈ જાય તેમ ડહોવાથી, ડો. કાનાબારે ફરીવાર ખાણ ખનિજ ખાતાના સ્‍ટેટના મુખ્‍ય અધિકારી રૂપવંતસિંઘ પાસે રજુઆત કરી. આ રજુઆતના અંતે સરકારશ્રી, જયાં સુધી રેતીના નવા બ્‍લોકની લીઝની લીઝની હરરાજીનું કામ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી સરકારી કોન્‍ટ્રાકટરો તથા અંગત ઉપયોગ માટે જીલ્‍લાના નાગરિકોને રેતીની પરમીટ આપવી તેવો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયના અનુસંધાને જેમનેજરૂરિયાત હોય તે લોકો, ખાણ ખનિજ ખાતામાં તેમને કેટલી જરૂરિયાત છે તે દર્શાવતી ઓનલાઈન અરજી ખાણ ખનિજ વિભાગને કરશે. આ અરજીના 1પ દિવસમાં જ માંગણીદારને પરમીટ અપાશે તેવી ખાત્રી ખાણ ખનિજના અમરેલીના અધિકારી શ્રી વાય.સી. પટેલે આપી છે.
આમ, રેતીના પ્રશ્‍ને ડો. કાનાબાર સતત રજુઆત કરી, આગામી દિવસોમાં કોન્‍ટ્રાકટરો અને વપરાશકારોને રેતી વ્‍યાજબી ભાવે મળી શકે તે પ્રકારની સરકારમાંથી નીતિ નકકી કરવામાં સફળ થયા છે. જેના પરિણામે આગામી દિવસોમાં રેતી લોકોને વ્‍યાજબી ભાવે મળતી થાય તેવા સંજોગો ઉભા થયા છે.
ડો. કાનાબારના આ પ્રયાસો માટે તેમને અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, કોન્‍ટ્રાકટર એસોસિએશનના શ્રી હસુભાઈ સતાણી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પી. પી. સોજીત્રા, યુવા ભાજપના શ્રી દિપકભાઈ વઘાસીયા, ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ ટાંક, તથા અમરેલી વિશ્‍વકર્મા મંડળના તમામ હોદૃેદારોએ અભિનંદન આપ્‍યા છે.


કરોડો ડોલરની અમેરિકન સહાય કપાઈ જતા હવે પાકિસ્તાનને ભૂખ ભરડો લેશે

(તંત્રી લેખ)

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના આગમન પછી પ્રજા વિવિધ આશાઓના હીંચકે ઝૂલવા લાગી છે. પરંતુ એક ઈમરાનના આવવાથી આતંકવાદની જાળ રાતોરાત દૂર થવાની નથી. ભારતમાંથી વિખૂટું પડેલું અને ભારતના જ અંગ સમુ નાનકડું પાકિસ્તાન ત્રાસવાદને મુદ્દે વિશ્વના નકશા પર કાયમ ટમટમતું રહ્યું છે. ત્રાસવાદની ચર્ચા પાકિસ્તાનના નામથી શરૂ થાય છે અને તેના નામ સાથે જ સમાપન પામે છે. પાકિસ્તાનની ધરતી પર આતંકવાદ વિકસતો રહ્યો છે. પાકિસ્તાન આતંકવાદીઓનું જન્મદાતા જ નહીં એના પાલનપોષણ ને ઉછેર માટેનું મોટું કેન્દ્ર હોવાની હકીકત વિશ્વના દરેક દેશને છે. એટલે જ વારંવાર આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની વાત આવે એટલે આંગળી પાકિસ્તાન તરફ ચીંધીને તેને પોતાની જમીન ત્રાસવાદના ઉપયોગ માટે વાપરવા નહીં દેવાની વિનવણીઓ કરવામાં આવે. અમેરિકા જેવો દેશ તેને ચીમકી પણ આપે, એ બધું પથ્થર પર પાણી ઢોળવા જેવું થાય. જાડી ચામડી ધરાવતા આ દેશને કોઈ અસર ન જ થાય. આ વરવી વાસ્તવિકતા છે.
ભારત અને અમેરિકાનાં વિદેશ પ્રધાનો અને સંરક્ષણ પ્રધાનોની ટૂ પ્લસ ટૂ મંત્રણામાં પણ આતંકવાદના મુદ્દાને લઈને ચિંતા વ્યક્ત થઈ અને તેને પગલે તરત જ ભારત અને અમેરિકાએ પાકિસ્તાનને તેની જમીન પર ત્રાસવાદી પ્રવૃત્તિઓ ન થાય એની ખાતરી આપવાનો અનુરોધ કરાયો, સાથે સાથે મુંબઈ, પઠાનકોટ અને ઉરી સહિતના ત્રાસવાદી હુમલાઓ પાછળના માસ્ટર માઈન્ડ ત્રાસવાદીઓની સામે કાનૂની પગલાં લેવામાં ઉતાવળ કરવાનું પણ જણાવી દેવાયું. હકીકતે પાકિસ્તાનને અપાયેલી આ એક ચેતવણી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, અમેરિકાના વિદેશ પ્રધાન માઈકલ પોમ્પિઓ તથા સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટીસે ત્રાસવાદીઓ દ્વારા ખેલાતી પ્રોક્સી વૉરની ઝાટકણી કાઢી. પાકિસ્તાને ત્રાસવાદી હુમલાઓ માટે પોતાની ધરતીનો થતો ઉપયોગ બિલકુલ બંધ કરાવવો જોઈએ એવી તાકીદ પણ કરી છે. આનાથી થોડું વાતાવરણ સુધર્યું છે પણ આપડા મલકની કહેવત પ્રમાણે લખ્ખણ નો જાય લાખા એ રીતે પાકિસ્તાન કંઈ રાતોરાત તો સુધરવાના ચાન્સ ઓછા છે.
મુંબઈ પરના ત્રાસવાદી એટેકના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના માથા માટે અમેરિકાએ ઈનામ જાહેર કર્યું હોવા છતાં તે પાકિસ્તાનમાં બિનધાસ્ત ફર્યા કરે છે. પાકિસ્તાન એના માટે કોઈ પગલાં લેતું નથી કે પગલાં લેવા માટે સમર્થ નથી. અમેરિકાએ જો કે ભારતની આ અંગેની ચિંતામાં સૂરમાં સૂર પુરાવ્યો ખરો. અમેરિકા પણ તેને ઈચ્છા થાય ત્યારે અથવા તો લોકલાજે વિશ્વને દેખાડવા પૂરતું પાકિસ્તાનનું કાંડું આમળે છે. તેની આર્થિક કે બીજી સહાય બંધ કરે છે. પોતાની ધરતી પર સક્રિય ત્રાસવાદી જૂથો સામે પાકિસ્તાન કોઈ પગલાં લેતું નહીં હોવાથી વૉશિંગ્ટને 30 કરોડ ડોલરની લશ્કરી સહાય રદ કરી, પરંતુ કૂતરાની પૂછડી વાંકી તે વાંકી જ. પાકિસ્તાન ક્યાં કોઈને ગાંઠે છે? પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઈમરાન ખાન આમ તો સ્પોટર્સમેન છે. ત્રાસવાદની બાબતમાં ન્યાય તોળીને, માસ્ટર માઈન્ડોને પકડાવીને, ભારત સાથેની મૈત્રીને મજબૂત બનાવીને સ્પોર્ટમેન સ્પિરિટ બતાવે ત્યારે સાચું.
પાકિસ્તાન ચીનના ડ્રેગનના જોરે ત્રાસવાદની પૂંછડી પટપટાવી રહ્યું છે. લશ્કરના પીઠબળથી વડા પ્રધાનપદે બિરાજમાન ઈમરાન ખાન માટે પણ ત્રાસવાદ માથાનો દુખાવો સાબિત થવાનો એ હકીકત છે. ભારત પાકિસ્તાનને અગાઉ કેટલીયવાર મુંબઈ એટેકના કેસની પુન: તપાસ શરૂ કરવાની અને માસ્ટર માઈન્ડની સામે કડક હાથે કામ લેવાની વિનંતી કરી છે. રાજદ્વારી સ્તરે બધું જ થઈ ચૂક્યું છે અને થઈ રહ્યું છે. જોકે નવાઇની વાત એ છે કે આટઆટલાં વાતોનાં વડાં છતાં કશું નક્કર થતું નથી. સઇદનો જ દાખલો લઇએ તો એની સામે પગલાં લેવાની પૂરેપૂરી તૈયાર થઇ જાય છે પણ યુનોની સલામતી સમિતિ જેવા રાષ્ટ્રીય મંચ પર ચીન આડું ફાટે છે અને ભારતની તમામ ગણતરીઓ ઊંધી વાળી દે છે.
અમેરિકા કેટલું પણ દબાણ લાવે પરંતુ અત્યારે પાકિસ્તાન કાંઇ તેની આતંકવાદી નીતિને તિલાંજલિ આપે એવું નથી લાગતું. બહુ દબાણ વધશે તો એ ચીનના ખોળે જઇને બેસશે. આમેય ચીનને અત્યારે તેના વન બેલ્ટ, વન રૉડ પ્રકલ્પ માટે કોઇ સાથી જોઇએ જ છે. આમ બંને એકમેકને સાથ આપશે. આમાં સૌથી મોટી મોંકાણ ભારત માથે જ થશે. આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર વિશ્વ એક વાતે સંમત થાય છે કે પાકિસ્તાન ત્રાસવાદને સાથ આપે છે છતાં ધુરંધર દેશો સહિતના કોઈ દેશ એની સામે મેદાનમાં ઊતરીને પાક ધરતી પર પનાહ લેતા નાપાક ત્રાસવાદને રોકી શકતા નથી. આને કરુણતા કહેવી કે મુત્સદ્દીગીરી? અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 30 કરોડ ડૉલર એટલે કે લગભગ 2100 કરોડ રૂપિયાની મદદ રદ કરી એનો પાક નેતાઓને એટલો બધો આઘાત લાગ્યો છે કે પાકની અરે દરેક ધર્મ સભામાં પણ અમેરિકા વિરુદ્ધ હદ બહારનો બકવાસ તેમણે ચાલુ કરી દીધો છે. પાક મુલ્લાઓ અને સામાજિક નેતાઓ પણ અમેરિકા વિશે આડેધડ બોલવા લાગ્યા છે. સહાય બંધ કરવાનો નિર્ણય હકીકતમાં અમેરિકન સેનાધિકારીઓનો નિર્ણય છે. પાકિસ્તાન ઉગ્રપંથી જૂથો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ સેનાધિકારીઓએ કહ્યું છે.
અમેરિકાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ કોની ફૉકનરે તો વળી એમ કહ્યું કે, અમેરિકન રક્ષા વિભાગ હવે આ રકમનો ઉપયોગ જરૂરી અન્ય પ્રાથમિકતાઓ માટે કરશે. ટ્રમ્પનું વહીવટીતંત્ર કહે છે કે, જે ચરમપંથીઓ અફઘાનિસ્તાનમાં છેલ્લાં 17 વર્ષોથી યુદ્ધ કરી રહ્યા છે, તેમના માટે પાકિસ્તાન એક સુરક્ષિત મુકામ બનેલું છે. જોકે પાકિસ્તાન આ આરોપોથી ઇન્કાર કરતું રહ્યું છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, જો પાકિસ્તાન પોતાનું વલણ બદલે તો તેને ફરીથી અમેરિકાનું સમર્થન મળી શકે છે.
જોકે, રક્ષા મંત્રાલયના આ નિર્ણયને હજી અમેરિકાન સંસદની મંજૂરી મળવી બાકી છે. આ પહેલાં પણ અમેરિકાએ વર્ષ 2018ની શરૂઆતમાં પાકિસ્તાનને 50 કરોડ ડૉલરની આર્થિક મદદ રદ કરી દીધી હતી. એ સમયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018ના પ્રથમ દિવસે જ એક ટ્વીટમાં પાકિસ્તાન પર જુઠ્ઠું બોલવાનો અને ચરમપંથીઓને પનાહ આપવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાન અમેરિકા પાસેથી અબજો ડોલર્સની મદદ લેવા છતાં ચરમપંથીઓને પાળી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, “અમેરિકાએ છેલ્લાં 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલર્સથી વધુની મદદ કરી અને તેણે બદલામાં ખોટી વાતો અને છળ સિવાય કશું જ નથી આપ્યું. એ વિચારે છે કે અમેરિકન નેતા મૂર્ખ છે. અમે અફઘાનિસ્તાનમાં જે આતંકવાદીઓને શોધી રહ્યા છીએ, તેમણે એ લોકોને પનાહ આપી છે. બસ હવે વધુ અમે બેવકૂફ બનીશું નહીં.
અમેરિકન રક્ષા મંત્રાલયના પ્રવક્તા કોની ફૉકનરે તો કહ્યું કે ખરેખર તો દક્ષિણ એશિયા માટે અમેરિકાની સૈન્ય વ્યૂહરચનામાં સહકાર ન આપવાને કારણે પાકિસ્તાનને બાકીની 30 કરોડ ડૉલર્સની સહાય રદ કરવામાં આવી છે. અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાન ખાનની તકલીફો વધશે. ઇમરાન ખાને ગયા મહિને જ પાકિસ્તાનની સત્તા સંભાળી છે અને તે દેશના આર્થિક મોરચે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મે 2017માં જ્યાં પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 16.4 અબજ ડૉલર હતો, હવે તે 10 અબજ ડૉલર્સ કરતાં પણ ઓછો થઈ ગયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાને કારણે પાકિસ્તાનમાં ચાલુ ખાતાની ખાધનું સંકટ વધું ગંભીર બન્યું છે. ઈમરાનની હાલત સાત સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.


અમરેલીમાં હાર્દિકના સમર્થનમાં ચાર ધારાસભ્‍યોના 24 કલાકના ઉપવાસ શરૂ

અમરેલી,
પાટીદારોની વધારે વસતી ધરાવતા અમરેલી જિલ્લામાં હાર્દિકના સમર્થનમાં પાટીદાર સમાજ ઉપરાંત હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે.
આજે હાર્દિકના સમર્થનમાં અમરેલીમાં ચાર ધારાસભ્‍યો 24 કલાકના આમરણ ઉપર બેસનાર છે. ખેડુતોના દેવા માફ કરવા અને રાજયની હાલની ખરાબ સ્‍થિતિને કાબુમાં લાવવા માટે તથા હાર્દિકના સમર્થનમાં લોકશાહીને બચાવવા માટે અમરેલીના રાજકમલ ચોકમાં પાંચેય ધારાસભ્‍યો નગારે ઘા દેશે અમરેલીના લાઠીના શ્રી વિરજીભાઇ ઠુમ્‍મર, સાવરકુંડલાના શ્રી પ્રતાપ દૂધાત, ધારીના શ્રી જે.વી. કાકડીયા, રાજુલાના શ્રી અંબરીષ ડેર તાલુકા સંધના ઉપપ્રમુખ દલસુખભાઇ દુધાત, સંજયભાઇ ગજેરા, જયસુખભાઇ ભંડેરી સહીતના અગ્રણીઓ અને કાર્યકરો જિલ્લા અને તાલુકા પંચાયતના 11 કાર્યકરોની સાથે 24 કલાકના આમરણ ઉપર ઉતર્યા હતા.


લાઠી તાલુકામાં કૃત્રિમ વરસાદ વરસાવી ખેડુતનો પાક બચાવો

અમરેલી,અત્‍યારે હજૂ વાદળાઓ છે પછી જો એ પણ નહી રહે તો મોટી મુશ્‍કેલી સર્જાશે તેથી લાઠી તાલુકામાં કૃત્રિમ વરસાદ વરસાવી ખેડુતનો પાક બચાવો તેવો પોકાર લોકોમાં પડયો છે.હાલમાં સમગ્ર લાઠી તાલુકામાં સારા વરસાદનો અભાવ છે ખેતીને ટપક સિંચાંઇ પઘ્‍ધતીથી ગાગડીયામાં એક પણ વખત પુર આવ્‍યું નથી અને લાઠી તાલુકાની ધરતી હજુ પણ સુકીભઠ્ઠ હાલતમાં હોવાને કારણે લોકોના જીવ અઘ્‍ધર છે અને જો પુરો વરસાદ ન પડે તો પાણીના અભાવે ખેતી પડી ભાંગશે અને વેપારને પણ અસર થશે જયારે પોકાર પડે ત્‍યારે સરકાર ત્‍યારે જાગે તેના કરતા અત્‍યારે જ સરકાર જાગે તેવી લાઠી તાલુકાની જનતાની માંગ છે.


હાર્દિકના પ્રશ્નોનો સરકાર ઉકેલ લાવે: જેનીબેન ઠુમ્મર

thumbnail of 28-8-18

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી, પુર્વ જિલ્લા પંચાયત, અમરેલી પ્રમુખ જેનીબેન ઠુંમરે એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, ગ્રામ્ય સમાજ, ખેડુત સમાજ વરસાદ ખેંચાવાના કારણે હાલ બેહાલ બન્યો છે. પશુપાલકો ઘાસચારા વગર મુશ્કેલીમાં મુકાયા છે. સારાય રાજયમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે ખેડુતના હકક માટે હાર્દિક જેવો નવયુવાન પોતાના સમાજ માટે અને ખેડુતોને મુશ્કેલીઓથી બહાર લાવવા દેવા નાબુદી માટે તેર-તેર દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે ગુજરાતની દિકરી તરીકે ખુબ દુ:ખ અનુભવી રહી છું. જિલ્લા પંચાયતના અઢી વર્ષ ના શાસનકાળ દરમ્યાન સામાન્ય લોકોએ, ગરીબ લોકોએ, કર્મચારીઓએ અમારી જિલ્લા પંચાયત સામે અનેક વખત આંદોલન કર્યા છે. જિલ્લાના પ્રથમ નાગરીક તરીકે અમારી સામે આંદોલન હોય તો પણ તેમને શાંતવન આપવા માટે તેમનો અવાજ સાંભળવાના પ્રયાસો કર્યા હતાં. રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ને એક પ્રેસ નિવેદન કરી દર્દભરી અપીલ સાથે વિનંતી કરૂ છું કે આપ તો મારા પિતા તુલ્ય છો પણ ગુજરાતના પ્રથમ નાગરીક છો ત્યારે કોઇપણ સમાજ કે વ્યક્તિ પોતાના સમાજ માટે કે અન્ય સમાજ માટે હકક માંગવા ઉપવાસ આંદોલન કરે તો તેની મંજુરી પણ આપવી જોઇએ અને સાંભળવા પણ જોઇએ. આપના વ્યસ્ત સમયમાં સરકારનાં પ્રતિનિધિ મંડળને મોકલીને પણ સમાધાનના પ્રયાસો કરવા જોઇએ તેવું હું માની રહી છું. જેથી ફરી દર્દભરી અપીલ કરૂ છું કે આ પ્રશ્નો નો તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે અને સર્વ સમંત કોઇ ઉપાય કાઢીને નવલોહ્યા યુવાન હાર્દિકને ઉપવાસ છોડાવવામાં આવે તેવી જેનીબેન ઠુંમરે રાજયના મુખ્યમંત્રી તેમજ તેની ટીમને એક દર્દભરી અપીલ કરી હતી.


અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અને સભ્‍યો વચ્‍ચે બઘડાટી

અમરેલી,

અમરેલી નગરપાલીકા જનરલ બોર્ડની મીટીંગ મળતા સાશકપક્ષ અને વિરોધપક્ષના સભ્‍યો વચ્‍ચે બઘડાટી બોલતા અને ખુરશીઓ ઉડતા સરકારી કામમાં રૂકાવટ થતા પાલીકા કચેરી બપોર બાદ બંધ કરવામાં આવી હતી. આ પ્રશ્‍ને સાશકપક્ષના પાલીકાના પ્રમુખ જયંતીભાઈ રાણવાના જણાવ્‍યા મુજબ જાતિ પર હુમલો કરી વિરોધ પક્ષના 20 માંથી 18 સભ્‍યો હાજર રહી સાશકપક્ષને 24 સભ્‍યોએ સમર્થન આપતા વિરોધપક્ષના 8 સભ્‍યોએ સરકારી કામમાં રૂકાવટ કરી બોર્ડ ચાલવા ન દઈ ધાંધલ ધમાલ મચાવી હતી. સંદીપભાઈ ધાનાણી, ઈકબાલભાઈ બીલખીયા, પતાંજલભાઈ કાબરીયા, માધવીબેન જોષી, કંચનબેન સોળીયા, હંસાબેન જોષી, પ્રકાશભાઈ લાખાણી, નાનભાઈ બીલખીયાએ દેકારો કરી પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફીસર પર હુમલો કરતા આ બનાવ અંગે સીટી પી.આઈ.ને લેખીતમાં ફરિયાદ આપેલ અને એટ્રોસીટી મુજબ ફરિયાદ દાખલ થયેલ છે. વિરોધપક્ષે હુમલો કરી ખોટી રીતે ઈકબાલભાઈ આમદભાઈ બીલખીયા, બાલુબેન દિનેશભાઈ પરમાર, રીટાબેન કૌશિકભાઈ ટાંક, સમીનાબેન અલ્‍તાફભાઈ સંઘવી, જશુબેન ચંદુભાઈ બારૈયા તોફાન કર્યા પછી કલેકટર પાસે બોર્ડ બંધ કરાવવા જઈને ફરિયાદ દાખલ થવાની ખબર પડતા તેઓ દવાખાને દાખલ થયાનું જયંતીભાઈરાણવાએ જણાવ્‍યું હતું. જયારે વિરોધપક્ષે સંદીપભાઈ ધાનાણીએ જણાવ્‍યુ હતું કે શહેરના ર્સ્‍વાંગી વિકાસ માટે અમો ચુંટાયેલા સભ્‍યોશ્રીઓએ પ્રાદેશિક કમીશ્‍નર ભાવનગર, જીલ્‍લા કલેકટર, પ્રાંત અધિકારી અમરેલી, પાલીકાના ચીફ ઓફીસરને લેખીત જાણ કરેલ તા. 7-9 ના સામાન્‍ય સભા મળવાની છે ત્‍યારે એજન્‍ડા પૈકી 93 પ્રશ્‍નો મુકવામાં આવેલ હતા. તે પૈકી અમો તંદુરસ્‍ત ચર્ચા કરી કાર્યવાહી કરવા જણાવેલ. માત્ર 5 મીનીટ ચર્ચા કર્યા વગર બોર્ડ પુરૂ થયાનું જણાવેલ અને અમોએ ચીફ ઓફીસરને ચર્ચા કરવા જણાવેલ છતા બોર્ડ સમાપ્‍તી કરવુ યોગ્‍ય નથી. અમારા સભ્‍યોને હાજર ન રહેવા પ્રલોભન અને ધાક ધમકી આપવા છતા બધા સભ્‍યો હાજર રહેતા તેઓ બહુમતી પુરવાર કરી શકે તેમ ન હોવાથી કારોબારી સમિતિ, ટાઉન પ્‍લાનીંગ સમિતિમાં સભ્‍યોની વરણી કરવાની હોય જેમાં તંદુરસ્‍ત રીતે કોમ્‍પીટીશન થવી જોઈએ તે ન કરી ઈકબાલ બીલખીયાને હડધુત કરી ધક્કો મારેલ અને બાલુબેન પરમાર જે ગત ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રમુખ પદ માટે પાર્ટીએ મેંડેડ આપેલ તેની અંગત દુશ્‍માનાવટ રાખી હડધુત કરેલ તેમણે તેના વિસ્‍તારના વિકાસના પ્રશ્‍ને વાત કરેલ તે પ્રમુખ સાંભળવા તૈયાર ન થયા. બીજા સદસ્‍ય રમેશભાઈ ભુરાભાઈ ભાભોર આદિવાસી સમાજના પોતાના વિસ્‍તારની વિકાસની વાત કરીત્‍યારે તને ના પાડી તો કેમ બોર્ડમાં હાજર રહ્યો તેમને પૈસા આપવા પ્રલોભન આપેલ જેનું રોર્કોડીંગ રમેશભાઈ પાસે ઉપલ્‍બધ છે. શહેરનો ર્સ્‍વાંગી વિકાસ કરવો હોય તો આવા પ્રલોભન શા માટે ? સમગ્ર ગુજરાતમાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી દ્વારા મગફળી કાંડને ઉજાગર કરવામાં આવેલ ત્‍યારે અમોને નિચા દેખાડી પરેશભાઈ ધાનાણી પર ડાઘ લગાડવા હીન પ્રયાસ કરેલુ હોવાનું સંદીપભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું. આ બનાવ અંગે પાલિકા પ્રમુખની ફરિયાદ ઉપરથી આઠ સભ્‍યોની સામે એટ્રોસીટી તથા સરકારી મીલકતને 10 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ દાખલ કરી છે અને સામે પક્ષે શ્રી બાલુબહેન પરમાર દ્વારા પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.આ બનાવમાં પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફીસર શ્રી એલજી હુણ અને કંચનબેન વાઘેલા તથા શકીલબાપુ સૈયદને ઇજા થયાનું જણાવાયુ છે તથા સામા પક્ષે બાલુબેન પરમાર, રમેશભાઇ ભાંભોર, ઇકબાલભાઇ બીલખીયા, રીટાબેન ટાંક, સમીનાબેન સંઘાર, જશુબેન બારૈયાને ઇજા થઇ હોવાનું શ્રી સંદીપ ધાનાણીએ જણાવેલ હતુ.


error: Content is protected !!