Main Menu

Monday, September 10th, 2018

 

બંધના એલાનને અનુલક્ષી અમરેલીમાં કોઇ બનાવ ન બને તે માટે એસ.પી. શ્રી રાય ખડેપગે

ભારતબંધનાં એલાનમાં અમરેલી પણ જોડાયુ હતુ અને દિવસ ભરમાં કોઇ બનાવ ન બને અને દિવસ શાંતીમય રીતે બીતે તે માટે અમરેલીના એસ.પી.શ્રી નિર્લીપ્‍ત રાય પોતે રાજકમલ ચોક ખાતે પાતાની ટીમ સાથે સવારે ખડેપગે રહયા હતા.


અમરેલી પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોગ્રેસ પ્રેરીત ભારત બંધમાં એલાનમાં અમરેલી શહેરની મુખ્‍ય બજારો સજજડ બંધ રહી

thumbnail of 2-9-18

આજ સવારથી અમરેલી શહેરમાં ભારતબંધનાં એલાનમાં અમરેલીમાં મુખ્‍ય બજારો જેમકે રાજકમલ ચોક, ટાવર રોડ, કંસારા બજાર, કાપડબજાર, દાણા બજાર, હરી રોડ સહિતની મુખ્‍ય બજારો સજજડ બંધ જુવો મળી હતી. જયારે સવારે 10 કલાકે વિરોધપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી સહિતની એક ટીમ અમરેલી શહેરની મુખ્‍ય બજારોમાં ફરી વ્‍યપારીઓને બંધ કરવાની અપીલ કરી હતી. બાદમાં વેપારીઓ શટર ખેંચી લીધા હતા જયારે અમરેલી શહેરની મુખ્‍ય બજરને જોળતી બસ સ્‍ટેન્‍ડ રોડ, માણેકપરા યાર્ડ રોડ સહતિના વિસ્‍તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી.


અનામત રદ કરી દેવુ જોઇએ : શ્રી શંકરાચાર્ય

મથુરા તા. ૧૦ – – એસસી/એસટી એકટ વિરુદ્ઘ બોલનારા દ્વારકા-શારદાપીઠ અને જયોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે, અનામતને સંપૂર્ણ કનિદૈ લાકિઅ રીતે નાબૂદ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના બદલે સમાજના દરેક વર્ગને ઉન્નતિની સમાન તક આપી સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ, ત્યારે જ બધાનું કનિદૈ લાકિઅ ભલું શકય છે. અકિલા તેમના પ્રતિનિધિ દ્વારા જારી નિવેદનમાં આ મુજબ જણાવાયું છે. સ્ટેટમેન્ટ મુજબ, સ્વામીએ કહ્યું કે, જેને શિક્ષણ, નોકરી, પ્રમોશન કનિદૈ લાકિઅ બધામાં અનામતની વિશેષ સુવિધા મળી રહી હોય, તેમને કોઈ શું હેરાન કરી શકશે? અકીલા તેમણે સવાલ કર્યો કે, જયારે તે અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો કનિદૈ લાકિઅ પર બેઠા છે, તો તેમની સતામણી શકય પણ છે ખરી? તેમના પર કોઈ કઈ રીતે અત્યાચાર કરશે? નેતાઓએ દરેક વ્યકિત, દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ, કનિદૈ લાકિઅ નહીં કે માત્ર કોઈ વર્ગ વિશેષ માટે. તેમણે કહ્યું કે,’અનામત સંપૂર્ણ રીતે નાબૂદ થવી જોઈએ અને બધાને ઉન્નતિની સરખી તક આપી સમાજ સેવા કરવા કનિદૈ લાકિઅ યોગ્ય બનાવવા જોઈએ. જો યોગ્યતા વિના અનામતના આધાર પર ડોકટર બનશે તો પેટમાં કાતર જ ભૂલશે, અને જો પ્રોફેસર બનશે તો તે ભણાવશે નહીં. એ જ પ્રકારે કનિદૈ લાકિઅ એન્જિનિયર બનશે તો પુલ પાડશે. એવું ન કરો. તેમને પણ યોગ્ય બનવા દો, તેમને પ્રતિસ્પર્ધામાં આવવા દો. ત્યારે તેમનો વિકાસ થશે. તેમને માત્ર વોટ કનિદૈ લાકિઅ બેંક બનાવીને રાખવા તેમના પ્રત્યે અત્યાચાર સમાન છે.


ભારતબંધના એલાનમાં જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાત

અમરેલી,
સવારે નવથી બપોરના ત્રણ સુધી કોંગ્રેસ દ્વારા અપાયેલાભારતબંધના એલાનમાં સોમવારે અમરેલી જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાતે અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરી છે.
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને રાંધણગેસના બમણા ભાવો તથા ખેડુતોના દેવા માફ કરવા સહિતના વિવિધ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે તે અનુસંધાને સોમવારે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે.તે અનુસંધાને સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતે લોકોને બંધમાં જોડાવવાનો અનુરોધ કર્યો છે.


અમરેલી નગરપાલીકા બેઠકમાં થયેલા હંગામા પ્રકરણમાં સામસામી ફરિયાદ

અમરેલી નગરપાલીકામાં કોંગ્રેસના વર્તમાન અને બળવાખોર સભ્‍યો વચ્‍ચે જનરલ બોર્ડની મીટીંગમાંસામસામી શામ્‍દિક ટપાટપી અને મારામારીમાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવેલ છે. એક પક્ષે પાલીકાના પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા સભામાં દબંગાઈથી લુખ્‍ખાગીરી અને દાદાગીરી કરી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી હુમલો કરી સરકારી કામમાં રૂકાવટ કરી મારી નાખવા ધમકી આપી સંદીપ ધાનાણી, હંસાબેન જોષી, પતાંજલ કાબરીયા, ઈકબાલભાઈ બીલખીયા, માધવીબેન જોષી, ચંદ્રિકાબેન સોળીયા, પ્રકાશભાઈ લાખાણી, નાનભાઈ બીલખીયાએ પાલીકાની 5 થી 7 ખુરશીઓ તથા ટેબલ તોડી સરકારી મિલકતને રૂ. 10 હજારનું નુકશાન કર્યાનું અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે બાલુબેન દિનેશભાઈ પરમાર દ્વારા જયશ્રીબેન ડાબસરા, અલ્‍કાબેન ગોંડલીયા, પદમાબેન ગોસાઈ, નટુભાઈ સોજીત્રા, હિરેનભાઈ સોજીત્રા, પંકજભાઈ રાઠોડ, મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, શકીલબાપુ સૈયદ, પ્રકાશભાઈ કાબરીયા, માધવીબેન જાની અને ચીફ ઓફીસર સામે ગાળો બોલી ખુરશી વડે માર મારી બાલુબેન તેમજ રમેશભાઈ ભાભરને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી મહીલા બહેનોએ કપડા ફાડી નાંખ્‍યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલીમાં ખેડુત હેલ્‍પલાઈનનું ઉદ્‌ઘાટન કરતા દિલીપભાઈ સંઘાણી

અમરેલી,
અમરેલી એસ.ટી. ડેપો પાસે સીટી અંડર ગ્રાઉન્‍ડ દુકાન નં. 6-7 માં ખેડુત હેલ્‍પલાઈન ગુજરાત સ્‍ટોરનું ઉદ્‌ઘાટન નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્‍વીનભાઈ સાવલીયા, જીલ્‍લા બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, બાબુભાઈ હીરપરા, કૌશિકભાઈ વેકરીયા, ધીરૂભાઈ ગઢીયા, ભાવનાબેન ગોંડલીયા, જયંતીભાઈ ચક્નાણી, લાભુભાઈ અકબરી તેમજ બહોળી સંખ્‍યામાં ખેડુતો ઉપસ્‍થિત રહ્યા હતા. ખેડુતોને સરકારી યોજનાની ફ્રીમાં માહીતી તેમજ ઓનલાઈન અરજી ફ્રી મા કરી અપાશે. ખેડુતો માટે ખેડુત હેલ્‍પ લાઈન તરફથી 10 થી 35 ટકા ડિસ્‍કાઉન્‍ટ સારામાં સારી ખેતી ઓજાર દાતરડાથી લઈ ટ્રેકટર સુધીના તમામ ખેતઓજારો ખેડુત હેલ્‍પલાઈનમાંથી મળશે. સરકાર માન્‍ય સબસીડી વાળા ખેતઓજારો પણ મળશે. અમરેલીમાં આ નવમો મોલ છે. ખેડુત હેલ્‍પલાઈનનો ગુજરાતમાં તાલુકા અને જીલ્‍લા મથકે તમામ જગ્‍યાએ ટુંક સમયમાં મોલ શરૂ કરવામાં આવશે

 


error: Content is protected !!