Main Menu

Tuesday, September 11th, 2018

 

તેલંગાણામાં મોટી બસ દુર્ઘટના બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકી : બે બાળક સહિત ૫૪ લોકોના મોત

હૈદરાબાદ,
તેલંગાણાના કોંડાગટ્ટુમાં એક પેસેન્જર ભરેલી સરકારી બસ ખીણમા ખાબકી હતી. આ ઘટનામાં ૫૪ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે પેસેન્જરોથી ભરેલી બસ કોંડાગટ્ટુ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ હતી અને બસ સ્પીડમાં હોવાના કારણે સીધી ખીણમાં ખાબકી હતી. આ બસમાં પેસેન્જરો પણ ઓવરલોડિંગ ભર્યા હોવાના કારણ બસ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ હતી. અકસ્માતમાં ૨ બાળકો સહિત કુલ ૫૪ લોકોના મૃત્યુ થયા છે. બસમાં લગભગ ૭૫ જેટલા મુસાફરો સફર કરી રહ્યા હતા.
શરૂઆતમાં મળતી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ખીણમાં અચાનક ખીણમાં ખાબકી, જેમાં ૫૪ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યૂ કરી સારવાર માટે નજીકની હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગણા રાજ્ય પરિવહન નિગમ(ટીએસઆરટીસી)ની આ બસ મંગળવારે સવારે કોંદાગટ્ટૂથી જગતિયાલ પાછી ફરી રહી હતી તે સમયે રસ્તામાં શનિવારપેટ ગામ પાસે રોડ પરથી ઉતરી ખીણમાં ખસકી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે.
દુર્ઘટના સ્થળે રહેલા સ્થાનિક લોકોના મતે બસની બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટેરિંક પરથી કાબુ ગુમાવી દીધો. જોકે, પોલીસનું કહેવું છે કે તે પૂરા મામલાની તપાસ કરી રહી છે. આ તપાસ બાદ જ સ્પષ્ટ કારણ બહાર આવશે. કોંડાગટ્ટૂમાં સ્થિત અંજનેય સ્વામી મંદિર ઘણુ પ્રસિદ્ધ છે, જેને સ્થાનિક લોકો તીર્થ સ્તળ તરીકે માને છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બસના મોટાભાગના યાત્રાળુઓ મંદિરે દર્શન કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે.


11-09-2018


દામનગરના નારણગઢમાં કોંગ્રેસનું સરકાર સામે રણશિંગુ

અમરેલીદામનગરના નારણગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજીત ખેડુત મહાસંમેલનમાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ચાર ધારાસભ્‍યો તથા કોંગ્રેસન આગેવાનો અને ખેડુતોની ઉપસ્‍તિીમાં યોજાયેલા મહાસંમેલનમાં ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવામાં આવ્‍યું હતુ.લાઠી બાબરા વિસ્‍તારના ધારાસભ્‍ય ને કોંગ્રેસના પ્રદેશ આગેવાન શ્રી વિરજીભાઇ ઠુમ્‍મર અને યુવા ઉદ્યોગપતિશ્રી જનક તળાવિયા તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલા આયોજનમાં વિરોધ પક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્‍થિતિ હતી આ ઉપરાંત સાવરકુંડલાના ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત, ધારીના ધારાસભ્‍યશ્રી જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખો, શ્રી જેનીબેન ઠુમ્‍મર, સંગઠનના હેદ્દેદારો, વિવિધ સંસ્‍થાઓના પદાધિકારીઓ વર્તમાન અને જિલા અને તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ,ઉપપ્રમુખો, પુર્વ ધારાસભ્‍યશ્રીઓ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ ભવનના નિર્માણકાર્યમાં યુવા આગેવાન શ્રી જનક તળાવિયા દ્વારા રૂા. પાંચ લાખનો એક અર્પણ કરવામાં આવ્‍યો હતો.


સાવરકુંડલાનાં રત્‍નકલાકાર સાથે 30 લાખની છેતરપીંડી કરનાર શખ્‍સનાં જામીન નામંજુર

અમરેલી,
ધંધો કરવાની લાલચ આપી જમીનના કાગળો પર સહી લઇ જમીન ગીરવે આપી 30 લાખ પચાવી પાડનાર 3 શખ્‍સના જામીન અમરેલીની સેશન્‍સ કોર્ટ દ્વારા નામંજુર કરી દેવાયા હતા.આ અંગેની વધુ વિગતો એવા પ્રકારની છે કે, અમદાવાદમાં રહેતા અને હાલ સાવરકુંડલા ખાતે હિરા ઘસવાનું કામ કરતા ભીખુભાઇ વિરાણીને ભાભલુભાઇ બાલુભાઇ વાળા, હકુભાઇ આપાભાઇ વાળા, હિતેશભાઇ બાબુભાઇ ભુવા સહિત અન્‍ય ચાર શખ્‍સોએ ધંધા માટે ઓફર આપી અને ધંધામાં રોકાણ કરવા માટે પૈસાની માંગણી કરી હતી
જેથી ભીખુભાઇના પિતાની જમીન પર સહી લેવા માટે કહયું હતુ જેથી ભીખુભાઇએ તેના પિતાની કાગળો પર સહી મેળવી આરોપી હવાલે કરી દીધા હતા.આ તમામ શખ્‍સે જમીન ગીરવે મુકી 30 લાખ રૂપીયા મેળવી લીધા હતા અને ત્‍યાર બાદ ભીખુભાઇ સાથે કોઇ પણ પ્રકારનો ધંધો ન કર્યો હતો.
આ બનાવની જાણ ભીખુભાઇએ સાવરકુંડલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા પોલીસે તમામ સામે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુન્‍હો નોંધયો હતો. પોલીસે તમામની ઘરપકડ કરી અનેકોર્ટમાં રજુ કર્યા હતા
તેની સુનાવણી સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા આજ રોજ આરોપીએ જામીન માટે અરજી કરી હતી જે કોર્ટના જજશ્રી જે.આર.શાહએ ફગાવી દેતા આરોપીને ફરી જેલ હવાલે કરી દેવામા આવ્‍યા હતા.


લીલીયાના અંટાડીયા મહાદેવ ખાતે શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા યોજાયેલા થાળમાં 10 હજાર લોકો ઉમટયા

શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિતે અને અંટાળીયા મહાદેવ પ્રત્‍યેની શ્રઘ્‍ધા થકી ગત તા. 9/9/ર018ને રવિવારના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિર ખાતે થાળનું આયોજન કરેલ હતુ.
જેમાં દસ હજાર જેટલુ માનવ મહેરામણ ઉમટયુ હતુ અને દાદાના દશન કરી પ્રસાદ લીધેલ હતો અને જેના લીધે અંટાળીયા મહાદેવ મંદિરે અદ્‌ભુત દ્રષ્‍યો જોવા મળેલ હતા.
અંટાળીયા મહાદેવ મંદિરના ટ્રસ્‍ટીઓ અને સંચાલકોએ સાંસદ શ્રી નારણભાઈને અભિનંદન આપતા જણાવેલ હતુ કે, મંદિરના ઈતીહાસમાં એક સાથે આટલા મોટા માનવ મહેરામણની સેવાનો પ્રથમ મોકો સાંસદશ્રી થકી મળેલ છે. આ તકે રાજયના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુ સાહેબે પણ વિશેષ હાજરી આપી પ્રસાદ ગ્રહણ કરેલ હતો.
આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન અને ઈફકોના ડીરેકટર શ્રી દીલીપભાઈ સંઘાણી, ગારીયાધારના ધારાસભ્‍ય શ્રી કેશુભાઈ નાકરાણી, પૂવ ધારાસભ્‍યો શ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી વી.વી.વઘાસિયા, શ્રી વાલજીભાઈ ખોખરીયા, જીલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, મહામંત્રીઓ શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી કમલેશભાઈ કાનાણી, શ્રી કૌશિભાઈ વેકરીયા સહીત જીલ્‍લા ભાજપ ટીમ, પૂવ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને શ્રી દિનેશભાઈ પોપટ, અમર ડેરીનાચેરમેન શ્રી અશ્‍વિનભાઈ સાવલીયા, અમરેલી સંસદીય વિસ્‍તારના તમામ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખો, સેલના કન્‍વીનર/સહકન્‍વીનરો તથા વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ તથા તમામ પ્રકલ્‍પોના હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા.
ઉપરાંત આ તકે વેપારી મંડળ, ચેમ્‍બર ઓફ કોમસ, ઓઈલ મીલ અને જીનીંગ મીલ ધારકો, માકેટીંગયાડના ડીરેકટરો, સહકારી સંસ્‍થાઓના ડીરેકટરો, ડોકટરો, વકીલો સહીતના વિવિધ સામાજિક આગેવાનો અને સહકારી આગેવાનો પણ ઉપસ્‍થિત રહયા હતા.ભારતીય જનતા પાટીમાં વિખવાદ છે
તેવા ખોટા સંદેશાઓને ફોક સાબીત કરી, સાંસદશ્રી દ્વારા આયોજીત થાળમાં ભારતીય જનતા પાટીના તમામ હોદેદારો, આગેવાનો અને કાયકરોએ હાજરી આપી આવનાર તમામ દશનાથીઓનો આદર સત્‍કાર કરેલ હતો.
વિશેષમાં આ તકે મહીલા મોરચાની બહેનો ઉપરાંત સમગ્ર સંસદીય વિસ્‍તારમાં વસવાટ કરતા બહેનો તથા પ્રિન્‍ટ અને ઈલેકટ્રોનીક પ્રેસ મીડીયાના મિત્રો વિશેષ ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમરેલીકોંગ્રેંસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને અમરેલી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો હતોઅમરેલી,કુંડલા અને લીલીયા તથા વડીયા સિવાય બંધની અસર નહીવત જોવા મળી હતી.રાજુલા,જાફરાબાદ, ખાંભા, બગસરા ચલાલામાં બંધની અસર દેખાઇ ન હતી ખાંભાના ડેડાણે સજજડ બંધ પાળ્‍યો હતો.જયારે વડીયામાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી બંધની અપીલ કરવા નિકળ્‍યા હતા તો તેની સામે બંધ ન પાળવા શ્રી છગનલાલ ઢોલરીયા નિકળ્‍યા હતા.અમરેલીના ચિતલમાં બંધની કોઇ અસર દેખાઇ ન હતી અને કોઇ બંધ કરાવવા આવેલ નહી અને ચિતલે બંધ પાળેલ નહી.લાઠીએ આંશિક બંધ પાળ્‍યો હતો.


સાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ

સાવરકુંડલા
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધ ના એલાન ના અનુસંધાને આજરોજ સાવરકુંડલા શહેર માં વેપારીઓ દ્વારા સ્‍વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધ ના એલાન ને સમર્થન આપવામાં આવ્‍યું હતું આ બંધ ના સમર્થન સાવરકુંડલા શહેર ની સનરાઈઝ સ્‍કૂલ, સેન્‍ટ થોમસ સ્‍કૂલ, સિગ્‍મા સ્‍કૂલ ઓફ સાયન્‍સ, એમ.એલ. શેઠ ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ દ્વારા શાળા માં રજા રાખવામાં આવી હતી. સમગ્ર સાવરકુંડલા શહેર માં બંધ ના પગલે પોલીસ નો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. સાવરકુંડલા શહેર માં અમુક વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખવામાં આવતા ધારાસભ્‍ય પ્રતાપ દુધાત દ્વારા વેપારી ને ગુલાબ નું ફૂલ આપી બંધ ના સમર્થન માં જોડાવા વિનંતી કરી હતી


રાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ

thumbnail of 8-9-18

રાજુલા શહેર માં કબ્રસ્‍તાન જવા માટે નો માર્ગ અતિ બિસમાર હાલત માં હતો અહીં ચોમાસા માં પૂર ની સ્‍થિતિ હોય છે માણસ ના મૃત્‍યુ સમયે અહીં જોય ના શકાય તે પ્રકાર ના દ્રશ્‍યો થતા હતા અને અતિ બિસમાર માર્ગ હતો અહીં આસપાસ અનેક ખેડૂતો ની જમીનો આવેલી છે જેના કારણે ખેડૂતો પણ ભારે પરેશાન હતા તાજેતર માં કોંગ્રેસ ની નગરપાલિકા આવી અને સતાસ્‍થાને પ્રમુખ તરીકે બાઘુબેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા અને તેની નગરપાલિકા સદસ્‍ય ટિમ એ સૌવ થી પહેલા આ માર્ગ બનાવવા માટે ના અનેક પ્રયાસો કર્યાં હતા અને થોડા દિવસો પહેલા નગરપાલિકા ના સદસ્‍યો સાથે કોંગ્રેસ એ રાજકીય રીતે છેડો ફાડી નાખ્‍યો અને ભારે વિવાદો થયા ત્‍યાર બાદ પ્રમુખ ઉપપ્રમુખ એ સરકાર સુધી ઉગ્ર રજૂઆતો કરી ગમે તેમ થાય પહેલા આ માર્ગબનાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હાલ માં આ નગરપાલિકા બોડી એ આજે પુંજાબાપુ ગૌશાળા થી લઇ ને કબ્રસ્‍તાન સુધી ના માર્ગ ની 61 લાખ ના ખર્ચે મંજૂરી મળી જતા આહીર સમાજ ના અગ્રણી અને રાજુલા જાફરાબાદ વિસ્‍તાર દિગન્નજ નેતા બાબુભાઇ જાલંધરા ના વરદ હસ્‍તે માર્ગ નું ખાતે મૂર્ત કરી માર્ગ નું કામ શરૂ કરવા માં આવશે ત્‍યારે આ વિસ્‍તાર માં માર્ગ નુંખાતે મૂર્ત થતા સ્‍થાનિક હિન્‍દૂ મુસ્‍લિમ સહીત જ્ઞાતિ માં ભારે હર્ષ ની લાગણી ઓ જોવા મળી હતી અગાવ અનેક રાજકીય નેતાઓ એ આ માર્ગ બનાવી આપવા ના વાયદાઓ કરવા માં આવ્‍યા હતા પરંતુ આજે તમામ જ્ઞાતિ ના અગ્રણી ઓ સહીત રાજકીય પાર્ટી ના અગ્રણી ઓ વચ્‍ચે માર્ગ નું ખાત મૂર્ત થતા લોકો એ નગરપાલીકા ટીમ ની કામગીરી બિરદાવી હતી આ તકે ઉપસ્‍થિત નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ તરીકે બાલાભાઈ વાણીયા,ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, સહીત નગરસેવકો અને પૂર્વ પ્રમુખ રામકુભાઇ ધાખડા,જિલ્લા ભાજપ મહા મંત્રી રવુભાઇ ખુમાણ,કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામ,કરસનભાઈ કળસરીયા,તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર,શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે,દાદભાઈ વરૂ(ખુલતો છગડિયો કા!સ)કાતર(બંધ થતો છગડિયો કા!સ),ચેમ્‍બર મંત્રી બકુલભાઈ વોરા,પ્રતાપભાઈ મકવાણા,અબ્‍દુલભાઇ સેલોત, કાનભાઈ વાણીયા, બચુભાઈ,ગટાભાઈ,મેહબૂબભાઇ વિનુભાઈ, હનુભાઈ ધાખડા,શાબાનભાઈ માવાણી,બાબુભાઇ વાણીયા,બિપીનભાઈ લહેરી,દોલુભાઈ રાજગોર સહીત દરેક જ્ઞાતિ ના અગ્રણી સહીત વેપારી નગરપાલિકા ટિમ સહીત ના લોકો ઉપસ્‍થિત રભ હતા અને પ્રમુખ ઉપપ્રમુખ સહીત પાલિકા ના નગરસેવકો ની વિકાસ કરવા ની કાર્યપદ્ધતિ ને લોકો એ આવકારી હતી અને સૌવ કોઈએ પ્રવસનો કરી વહેલી તકેમાર્ગ નું કામ પૂર્ણ કરી શહેર ના અલગ અલગ આવેલા માર્ગો નું આગામી દિવસો માં ખાતે મૂર્ત કરી કામો શરૂ કરવા માં આવશે અને સ્‍થાનિક ખેડૂતો સહીત પાંચાલી આહીર સમાજ સહીત મુસ્‍લિમ સમાજ ના લોકો મોટી સંખ્‍યા માં હાજર રભ હતા


અમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો

અમરેલી,
ભારત બંધના કોંગ્રેસના આજે સોમવારે અમરેલી શહેરના વેપારીઓ દ્વારા દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ તથા રાંધણ ગેસના બમળા ભાવો ખેડુતોના દેવા માફ કરવા સહિત વિવિધ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે. ત્‍યારે આજે સવારે પ્રદેશ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લલીતભાઈ ઠુંમર સહિત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શહેરમાં જયા દુકાનો ખુલી હતી ત્‍યા બંધ કરવવા અપીલ કરતા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાવવધારા સામે પોતાનો સુર પુરાવ્‍યો હતો.


અમરેલી જીલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખપદે શ્રી ઉદયન ત્રિવદીની વરણી

અમરેલી, અમરેલી જીલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજ એક આગવી ઓળખ ધરાવ છે. અમરેલી ખાતે તા. 9-9-18 ને રવિવારના રોજ જીલ્‍લા બ્રહ્મ સમાજના હોદેદારોની વરણી માટે શ્રી મુળશંકરભાઈ તેરૈયાના અઘ્‍યક્ષ સ્‍થાન અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના નિરીક્ષકશ્રીઓ ડી.જી.મહેતા, છેલભાઈ જોશી, ચેતનભાઈ પંચોલી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવર્તમાન કારોબારી સદસ્‍ય ગીરીશભાઈ રાજયગુરૂની પરિસ્‍થિતિમાં બેઠક યોજાયેલ જેમા નવી ટર્મ માટે અમરેલી જીલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે તુષારભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે પરાગભાઈ ત્રિવેદી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના કારોબારી સભ્‍ય તરીકે અશ્‍વીનભાઈ ત્રિવેદી તેમજ અશ્‍વીનભાઈ મહેતાની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ પરેશભાઈ આચાર્યએ શુછેચ્‍છા પાઠવી હતી અને જીલ્‍લાભરના તમામ મંડલના પ્રમુખશ્રીઓ, મંત્રીઓ તેમની ટીમ સાથે તેમજ જીલ્‍લા બ્રહ્મ શ્રષ્ઠીઓ અને જીલ્‍લાભેરના બ્રહ્મ યુવાનો આ તકે ઉપસ્‍થિત રહ્યા હતા અને નવનિયુકત ટીમને અભિનંદન પાઠવેલ. નવનિયુકિત પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીએ જણાવેલ કે, સમાજને સંગઠીત કરી સમાજ માટે રચનાત્‍મક કાર્યો સમગ્ર બ્રહ્મ સમાજ સાથે મળી કરવાનીનેમ આ તકે વ્‍યકત કરી હતી અને ત્‍યાર બાદ અમરેલી શહેર મઘ્‍યે નિર્માણાધિન ભગવાન શ્રી પરશુરામના મંદિરની રજ મસ્‍તકે ચડાવી ત્‍યાર બાદ નાગનાથ મહાદેવના મંદિરે આર્શિવાદ લેવા જીલ્‍લામાંથી પધારેલા બ્રહ્મ સમાજ અમરેલીના પુર્વ મહામંત્રી દિલીપ મહેતાની યાદીમાં જણાવાયેલ છે.


error: Content is protected !!