Main Menu

Wednesday, September 12th, 2018

 

12-09-2018


ગારીયાધારના સુરનીવાસ ગામે સી.સી.રોડનું ખાતમુર્હત કરતા શ્રી કાછડીયા

અમરેલી  આજ તા. 11 સપ્‍ટેમ્‍બર ર018ના રોજ અમરેલી સંસદીય વિસ્‍તાર હેઠળ આવતા અને ભાવનગર જિલ્‍લાના ગારીયાધાર તાલુકાના સુરનીવાસ ગામે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાથમિક શાળા થી મુખ્‍ય રસ્‍તા ૃસુધી સી.સી. રોડના કામનું ખાતમુહુત અને જીયોના ટાવરનું લોકાપણ કરેલ હતુ. આ તકે, સાંસદશ્રી સાથે ભાવનગર જીલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી વકતુબેન મકવાણા, ભાવનગર જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ કાંત્રોડીયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વી.ડી. સોરઠીયા, તાલુકા વેચાણ સંઘ પ્રમુખ શ્રી કરશનભાઈ જીવાણી સહીતના આગેવાનો, કાયકરો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.


ચિતલની 108 ની ટીમે વાડી વિસ્‍તારમાં જોખમી પ્રસુતિકરાવી

ચિતલ,

ચિતલની 108ની ટીમે વાડી વિસ્‍તારમાં જઇ જોખમી પ્રસુતી કરાવી હતી જોડીયા બાળકોને જનમ આપી માતા અને બાળકોની જીંદગી બચાવી હતીકુંકાવાવ તાલુકાના ઈશ્‍વરીયા ગામના વાડી વિસ્‍તારમાં તા. 8 ના મોડી રાત્રીના શ્રમિક આદિવાસીનો ફોન આવતા રાત્રીના 3.00 કલાકે ચિતલ લોકેશનના ઈ.એમ.ટી. હાર્દિક ભટ્ટ તથા પાઈલોટ વિજયભાઈ ધાધલ તત્‍કાલ પહોચતા ઈ.એમ.ટી. ને માલુમ પડેલ કે લેબર પેસન્‍ટદવાખાના સુધી પહોચે તેમ ન હોય તેથી સમય સુચકતા વાપરી હાર્દિકભાઈ ભટ્ટે વાડીમાંજ મહેનત કરી પ્રસૃતિ કરાવી જોડીયા બાળકોને જન્‍મ કરાવી બાળક તથા માતા બંને જીવ બચાવી યોગ્‍ય સારવાર આપી સમયસર કુંકાવાવ સી.એચ.સી.માં પહોચાડી માનવતાનું કાર્ય કર્યુ હતું.


અમરેલી સિવિલ હોસ્‍પિટલનો વહીવટ સંભાળતું ગજેરા ટ્રસ્‍ટ

અમરેલી
રાજય સરકાર સાથે થયેલ પી.પી.પી. કરાર મુજબ અમરેલી સિવિલ હોસ્‍પિટલનો વહીવટ આજે ગજેરા ટ્રસ્‍ટે સંભાળી લીધો હતો.
અમરેલીની સિવિલ હોસ્‍પિટલનો વિધિવત રીતે ટ્રસ્‍ટ દ્વારા ચાર્જં સંભાળી લેવાયો હતો આ પ્રસંગે ઉદ્યોગપતિ શ્રી વસંતભાઇ ગજેરા તથા મેડીકલ ક્ષેત્રના વરિષ્ઠ તબીબો શાંતાબા મેડીકલ કોલેજના ડીન શ્રી પી.ડી. વિઠલાણી, સિવિલ સર્જન ડો. રાઠોડ, આરએમઓ ડો.ડાભી,ડો. શોભનાબેન મહેતા, ડો. જી.જે.ગજેરા, તથા શ્રી મનસુખભાઇ ધાનાણી, શ્રી ચતુરભાઇ ખુંટ, શ્રી પીન્‍ટુભાઇ ધાનાણી તથા તબીબો ઉપસ્‍થિત રહયા હતા.