Main Menu

Thursday, September 13th, 2018

 

બગસરામાં પાલિકા ભવન માટે રૂા.એક કરોડ મંજૂર

અમરેલી
બગસરામાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેન હિરપરાના પ્રયાસોથી બગસરામાં પાલિકા ભવન માટે રૂા.એક કરોડ મંજૂર થતા બગસરામાં આનંદની લાગણી ફરીવળી છે.હાલમાં બગસરા નગરપાલિકા શોપીંગ સેન્‍ટરની દુકાનમાં બેસીને બગસરા શહેરની સેવાનો કારભાર ચલાવી રહેલ છે અને બગસરા પાલિકાને પોતાનુ મકાન આવવાનો પ્રશ્‍ન છેલ્લા પાંચ વર્ષથી અટકયો હતો. પરંતુ બગસરા નગર પાલિકામાં ભાજપનું રાજ આવતા પ્રશ્‍ન હલ થયો છે જેના માટે શ્રી ફળદુ અને શ્રી હિરપરાનો પાલિકા પ્રમુખ શ્રી ચંપાબહેન બઢીયા તથા ઉપપ્રમુખ શ્રી નિતેશભાઇ ડોડીયા, અને શહેર ભાજપ પ્રમુખ શ્રી એ.વી. રીબડીયા અને જિલ્લા ભાજપ મંત્રીશ્રી રાજુભાઇ ગીડાએ બગસરાની જનતા વતી આભાર માનેલ છે.

 


અમરેલીમાં 1101 વિદ્યાર્થીઓનું ભવ્‍ય સન્‍માન કરાયું

અમરેલી, 2/8/18 ના રોજ પટેલ સંકુલ માશ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમરેલી દ્વારા અગિયારમો તેજસ્‍વી તારલાઓ તેમજ સમાજની ગોંરવન્‍તિ પ્રતિભા ઓનુ ભવ્‍ય રીતે સન્‍માન સમારોહ યોજાયેલ આ કાર્યક્નમ ના દીપ પ્રાગટય આગ્રણી મનુભાઈ કાકડિયા ઉધોગપતિ અશોકભાઈ ગજેરા ગોરધનભાઈ અકબરી ભક્‍તિરામ બાપુ લવજીબાપુ તેમજ લેવા પટેલ સમાજ ના મોભી ઓદ્વારા કરવામાં આવેલ કાર્યક્નમ ના પ્રમુખ અઘ્‍યક્ષ વક્‍તા ધનશ્‍યામભાઈ લાખાણી તેમજ કનુભાઈ કરકરપોતાની આગવી શૈલી માં વિઘ્‍યાર્થી તેમજ પ્રમુખ ડી કે રેયાણી સ્‍વાગત પ્રવચન કરેલ તેમજ ઉદ્વધોસક તરીકે હરેશ બાવીશી એ કરેલ આભારવિધિ સંજય રામાણી એ કરેલ કાર્યક્નમ નું સંચાલન ભીખુભાઈ કાબરીયા કરેલ સેવાકીય કાર્ય શેક્ષણિક કાર્ય સંગઠન કાર્યક્નમ બાબતે જે કાઈ ભવિસ્‍યમાં જરૂરત પડે તેમાં અમારો સંપૂર્ણ સહકાર સહેસે સમાજ તમામ અગ્રણીઓએ ખાતરી આપેલ ઉપરોક્‍ત કાર્યક્નમમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી સમાજની પ્રતિભા જેવી કે ડોકટર પીએચડી એન્‍જીરિંગ તમામ ફેકલ્‍ટી તથા ક્ષત્રમાં સફળતા ના શિખરોસર કરે તેવા તમામ દીકરા દીકરી ઓનું ટ્રવેલિંગ બેગ મોમેન્‍ટ, સિલ્‍ડ તેમજ સન્‍માન પત્ર થી સમાજના મોભીઓ દ્વારાસન્‍માન કરવામાં આવેલ આ કાર્યક્નમ સમાજ લોકો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા જીગે્રશ કયાડા જેકે બેગ સારો સહકાર આપેલ આ સન્‍માન સમારોહ માં ઉપસ્‍થિત રાજસ્‍વી રતનો નારણભાઈ કાછડિયા, વિરજીભાઈ ઠુંમમર કોકિલાબેન કાકડિયા જનકભાઈ તળાવિયા કોવશીક કવેકરીયા હિરેનભાઈ હિરપરા હાર્દિક કાનાની પ્રદિપભાઈ કોટડીયા શંભુભાઈ ધાનાણી વિપુલભાઈ સેલડિયાસમાજ અગ્રણી તેમજ ઉદ્યોગપતિ દાતા કાળુભાઈ ભડેરી, કાળુભાઈ તારપરા, વસંતભાઈ મોવલીયા,દિનેશભાઈ બાભરોલિયા પ્રેમજીભાઈ ડોબરિયા, દકુભાઈ ભુવા એમ કે સાવલિયા કેયુર રેયાણી એ બી કોઠીયા કાંતિભાઈ વધાસીયા રીધેસ નાકરાણી આર કે રેયાની ધનશ્‍યામ રેયાણી પંકજભાઈ ધાનાણી ચંદુભાઈ સાવલિયા ગોધનભાઈ માંદલિયા ભરતભાઈ ચકાણી મનુભાઈ દેસાઈ કાળુભાઈ શુહાદગીયા ચતુરભાઈ ખુંટ વલ્‍લભભાઈ રામાણી મનસુખભાઈ ધાનાણી બ્રિજેશભાઈ પલસાના મગનભાઈ વસોયા નિલેશભાઈ દેસાઈ નંદલાલભાઈ ભડકણ નિમેશભાઈ બાભરોલિયા જગદિશભાઈ તલાવિયા તમામ સભય વાલીઓ વિદ્યાર્થીઓ આ કાર્યક્નમ સફળ બનાવવામાં અરજણભાઈ કોરાટ રમેશભાઈ બાબરિયા નિલેષભાઈ મુલાણિ, કેતનભાઈ કાબરિયા કવશલ ભીમાણી રાહુલ ધાડિયાસુરેશભાઈ દેસાઈ ધનશ્‍યામ રેયાણી જયંતી કાબરિયા ભરતભાઈ પાનસુરિયા તેમજ સમાજ ની ટીચર ટીમ ભરતભાઈ બાવીશી, પંકજભાઈ કાબરીયા કલ્‍પેશભાઈ કાબરીયા મહેશભાઈ રામોલીયા મુકેશભાઈ સોરઠીયા ગોટી પ્રદિપભાઈ સાવલીયા રાકેશભાઈ એ બે સાકરિયા સી પી ગોંડલીયા ભાવેશભાઈ ભાલિયા જયેશભાઈ સાવલિયા કાકડિયા અલ્‍પેશભાઈ ચંદ્રેશ સાવલિયા વિરલ કાનાણી હીમાન્‍સુભીમાણી જીતુબુહા ચેતન રેયાણી વિપુલ બાલ્‍ધા ચંદ્ર સાવલિયા મૂકેશભાઈ વડાલિયા ધીરૂભાઈ દિપક ધાનાણી જયસુખ સોરઠીયા મીનીસેઠ વિમલ દેવાની મહેશભાઈ રામોલિયા ધીરૂભાઈ ઠુંમમર અલ્‍પેસ કાકડિયસા ભારત સોજીત્રા ભૂપતભાઈ ઉધાડ પ્રણવ માલવિયા ચિરાગ ઠુંમમર સી કે રામાણી ચીમનભાઈ સોજીત્રા સંજયભાઈ માલવિયા જયસુખભાઈ સોરઠીયા દિપકભાઈ ધાનાણી ચકકગઢરોડ નાં તમામ શિક્ષીક ટીમ ગા્રફી સાધનાં સ્‍ટુડિયો ફ્રીમાં કરેલ સંસ્‍થા તમામ સભયો તેમજ પટેલ સંસ્‍કુલ નો કાર્યક્નમમાં કેમ્‍પસ નો ઉપયોગ કરવા બદલ સંસ્‍થા એ પટેલ સંસ્‍કુલ આભાર વ્‍યક્‍ત કરેલ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટતમામ શભ્‍શ્રીઓ નો સહકાર મળલ હતો તેમ સંજય રામાણીની યાદીમાં જણાવે છે.


અમરેલી શહેર અને જીલ્‍લામાં આજથી ગણપતિ ઉત્‍સવનો પ્રારંભ

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્‍લામાં આજથી 10 દિવસ ગણપતિ ઉત્‍સવનો પ્રારંભ થનાર છે. ત્‍યારે શહેર અને જીલ્‍લામાં જુદા-જ્રદા વિસ્‍તારોમાં પંડાલો ઉભા કરી ધજા પતાકા અને રોશનીથી સુશોભન કરવામાં આવેલ છે. 10 દિવસ યોજાનાર ગણપતિ મહોત્‍સવ દરમિયાન પુજન આરતી વિવિધ સ્‍પર્ધાઓ, સાંસ્‍કૃતિક કાર્યેક્નમો, સત્‍યનારાયણ ભગવાનની કથા તેમજ મહાનુભાવોના હસ્‍તે આરતી સહિતના કાર્યક્નમો યોજાનાર છે. ગણપતિ ઉત્‍સવ ઉજવવા માટે જીલ્‍લાભરમાં તડામાર તૈયારીઓ સાથે આખરીઓપ આપવામાં આવી રહ્યો છે અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં જુદા-જુદા વિસ્‍તારોમાંથી ડી.જે. અને બેન્‍ડ વાજા સાથે અબીલ ગુલાલની છોળો સાથે શહેરના મુખ્‍યો માર્ગો પર શોભાયાત્રા ફરશે. અને ત્‍યારબાદ પંડાલોમાં વિધિપુર્વક ગણપતિની મુર્તિનું સ્‍થાપન કરવામાં આવશે. અમરેલી શહેરમાં નાગનાથ મહાદેવ ગણપતિ હોલ, પોલીસ હેડ કવાર્ટર, સરકાર વાડા, ચોરાપા વિસ્‍તાર, જેસીંગપરા વિસ્‍તાર, લાઠીરોડ, ચિતલ રોડ, માણેકપરા, ચક્કરગઢ રોડ સહિત શહેરના વિવિધ સોસાયટી વિસ્‍તારોમાં યુવક મંડળો દ્વારા ગણપતિ ઉત્‍સવ ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.


13-09-2018


error: Content is protected !!