Main Menu

Monday, September 17th, 2018

 

અમરેલીની એ. સેશન્‍સ કોર્ટમાં વિડીયો કોન્‍ફરન્‍સથી નિવેદન લેવાયું

અમરેલી,
અમરેલીની એડીશનલ સેશન્‍સ કોર્ટમાં લાંચ રૂશ્‍વતના કેસ ચલાવવાની મંજુરી આપનારા રાજયસરકારના સનદી અધિકારીનું વિડીયો કોન્‍ફરન્‍સથી નિવેદન નોંધવામાં આવ્‍યું હતુ.
આ અંગેરી વિગતો એવા પ્રકારની છે કે, 2012ની સાલમાં બગસરાના વર્ગ 2ના અધિકારી ગણાતા મહીલા સીડીપીઓ રૂા. 8 હજારની લાંચ લેતા ઝડપાયા હતા આ કેસ ચલાવવાની સક્ષમ અધિકારી તરીકે તત્‍કાલીન મહીલા અને બાળવિકાસ વિભાગના સચીવ શ્રી અંજુ શર્માએ મંજુરી આપી હતી. આ કેસમાં તમામ સાહેદો અને સંબંધીતોના નિવેદનો નોંધવામાં આવ્‍યા બાદ જે તે વખતે 2012માં આ કેસ ચલાવવા માટે સક્ષમ એવા રાજય સરકારના વરીષ્ઠ અધિકારી શ્રી અંજુ શર્માએ મંજુરી આપલ હોય તેઓનું નિવેદન કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જરુરી હોય અને વ્‍યસ્‍તતાને કારણે તેઓનું નિવેદન વિલંબમાં પડતુ હોય અમરેલીની એડીશનલ સેશન્‍સ કોર્ટના જજ શ્રી ગોસ્‍વામીની કોર્ટમાં શ્રી અંજુ શર્માનંું નિવેદન વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા નોંધાયુ હતુ જેમા સરકારી વકીલ શ્રી રાજયગુરુ તથા બચાવ પક્ષે શ્રી ગીરીશભાઇ દવે ઉપસ્‍થિત રહયા હતા શ્રી અંજુ શર્માના નિવેદનને અદાલતે રેકોર્ડ કર્યુ હતુ અને આધુનિક ટેકનોલોજીનો અમરેલીનીઅદાલતમાં ઉપયોગ કરાતા ન્‍યાયીક પ્રકિ્નયા વેગવંતી બની હતી.


જાફરાબાદના બલાણામાં તળાવમાં નહાવા ગયેલ ત્રણ બાળકીના મોત

જાફરાબાદ તાલુકા ના બલાણા ગામ માં તળાવ માં નાહવા જતા 3 બાળકી ના મૃતદેહ મળી આવ્‍યા ર સગી બહેન નાનકડા ગામ માં શોક છવાયો મામલતદાર સહીત તંત્ર ના અધિકારી ઓ દોડ્‍યા ર સગી બહેન ના મોત થી સમગ્ર કોળી સમાજ માં અરેરાટી હોસ્‍પિટલ ભાજપ કોંગ્રેસ ના આગેવાનો દોડ્‍યા જાફરાબાદ તાલુકા ના બલાના ગામ માં આજે બપોર ના 1 વાગ્‍યા બાદ ગામ ની દૂર સર્ખેશ્‍વર રોડ પર આવેલ તળાવ માં 3 બાળકી નાહવા પડી અને આસપાસ કપડાં ધોતી મહિલા ઓ સહીત સ્‍થાનિક લોકો ની નજર માં આવતા ગામ ના સરપંચ ને જાણ કરી સરપંચ એ મામલતદાર ને જાણ કરી જોકે આજે બલાના સેવાસેતુ કાર્યઠ્ઠમ હોવાને કારણે મામલતદાર સહીત તાલુકા કક્ષા ના મોટાભાગ ના અધિકારી નો કાફલો અહીં જ આવેલી શાળા માં હતો ત્‍યાર બાદ તમામ તંત્ર ના અધિકારી સહીત ગામ ના તરવૈયા ની ટિમો પણ અહીં તળાવ નજીક પોહચી ગામ ના રામભાઈ સહીત ના તરવૈયા ઓ દ્વારા પાણી માંથી બહાર કાઢતા મૃત હાલત માં લાશો મળી આવતા અને પરિવાર સહીત ગામ માં શોક ભર્યું માહોલ જોવા મળિયો ત્‍યાર બાદ મામલતદાર સહીત ગામ ના લોકો દ્વારા તાત્‍કાલિક મૃતકો ને જાફરાબાદ હોસ્‍પિટલ ખસેડવા માં આવ્‍યા અને મોટીસંખ્‍યા માં લોકો હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા અહીં ભાજપ ના અગ્રણી ચેતનભાઈ શિયાળ,કોંગ્રેસ અગ્રણીપ્રવીણભાઈ બારૈયા સહીત ગામ ના સરપંચ કોળી સમાજ ના યુવાનો સહીત ના લોકો હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા જેમાં મૃતકો દિપીકાબેન મોહનભાઇ પરમાર ઉમર 1ર અને નાનીબેન મોહનભાઇ પરમાર ઉમર 9 આ બને સગા બહેનો હોવાનું જાણવા મળી રભ્‍ું છે અને મંજુલાબેન લાખાભાઇ બાંભણીયા ઉમર 9 આમ કુલ ત્રણ બાળકી ના મોત થયા હતા અહીં આવેલ રામભાઈ તરવૈયા એ જણાવ્‍યું હતું હું ઘરે જમવા બેઠો હતો અને મને ફોન આવ્‍યો આવી રીતે ગામ ની બાળાઓ ડૂબી એટલે હું અને બીજા બે ચાર લોકો ત્‍યાં પોંહચીયા અને બાળકી ઓ ને બહાર કાઢી તેમ રામભાઈ એ જણાવ્‍યું હતું


ધારીના પતિ-પત્‍નીના હત્‍યા કેસમાં એકને આજીવન કેદ

ધારી,
ધારી ખાતે એક ખાનગી હોટલમાં નાણાંકીય લેતી દેતી બાબતે બ્રહ્મ સમાજના પતિ-પત્‍નીની હત્‍યા થઈ હતી. જેમાં આજે મુખ્‍ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જાણવા મળતી વિગત તા. 10-3-14 એટલે કે 4 વર્ષ પહેલા મીરા હોટલમાં દંપતી અશોકભાઈ મનસુખભાઈ મહેતા અને તેના પત્‍ની હર્ષાબેન મહેતા નાણાંકીય લેતી દેતી બાબતે સમાધાન માટે બોલાવ્‍યા હતા. જેવા બેઠકનો દોર શરૂ થયો ત્‍યારે જેણે સમાધાન માટે બોલાવ્‍યા તે આરોપી મહેશભાઈ દવેએ અશોકભાઈની હત્‍યા કરી હતી. બાદમાં બીજા સ્‍થળે અશોકભાઈના પત્‍ની હર્ષાબેનની હત્‍યા કરી હતી.
જેમાં ફરિયાદી પ્રકાશભાઈ ભવાનીશંકાર રવૈયા તથા તેમના ભાઈ સાવરકુંડલા પ્રોફીસર શૈલેષભાઈ રવૈયાના બેન બનેવી થતા હોય જેમાં ફરિયાદીઓ બન્‍યા હતા. જેનો કેસ રાજુલા એડીશનલ સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા આરોપી મહેશ મોહન દવેને આજીવન કેદની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ રાજુભાઈ જોષી અને રાજુલામાં જોખીયા રોકાયા હતા. આ કેસમાં બંને વકીલોએ ધારદાર દલીલો રજુ કર્યા બાદ સેશન્‍સ કોર્ટના જજ શ્રી એ.કે.શાહે મહત્‍વપુર્ણ ચુકાદો સંભળાવ્‍યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે149 પાનાના તપાસ અહેવાલ, પંચ, સાક્ષી, જુબાનીના આધારે ડબલ મર્ડર કેસમાં ચુકાદો આવ્‍યો હતો. આજે આ કેસની સુનાવણી હોય તે ઘ્‍યાને લઈ રાજુલા કોર્ટમાં કડક જાપ્‍તો ગોઠવવામાં આવયો હતો.
આ ચુકાદો સાંભળવા ધારી ખાંભાના લોકો ઉમટી પડયા હતા.


error: Content is protected !!