Main Menu

Thursday, September 20th, 2018

 

20-09-2018


સુરતમાં બાંભણીયા ગામના યુવાનને પત્‍નીએ ગળુ દબાવી મારી નાખ્‍યો

અમરેલી,
અમરેલી જિલ્લાના વતની એવા બેકાર રત્‍નકલાકાર યુવાનનું ઘરકંકાસમાં પત્‍નીએ ગળુ દબાવીને નિમર્મ હત્‍યા કરી નાખતા સુરતમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી જીલ્‍લાના કુંકાવાવના બાંભણીયા ગામના વતની અને સુરતના કતારગામમાં આંબા તલાવડી પાસે આવેલ સોનલપાર્કમાં રહેતા અશોક બાબુભાઇ પાનસુરીયા (ઉ.વ.38)ના લગ્‍ન 18 વર્ષ પહેલા ધારીના વિરપુર (ગઢીયા) ગામના નાગજીભાઇની દિકરી શિલ્‍પા સાથે થયા હતા અને તેમને ત્રણ સંતાન છે જેમા સૌથી મોટુ સંતાન 14 વર્ષનું છે.અશોક રત્‍ન કલાકાર હોય અને હાલ બેકાર હોય બન્‍ને વચ્‍ચે અવાર નવાર ઝગડા થતા હતા ગત રાત્રીના સમયે બન્‍નેવચ્‍ચે મારામારી થઇ હતી અને ઝપાઝપી થતા દિવાલ સાથે અથડાયેલા અશોકના માથામાથી લોહી નિકળવા લાગેલ અને આ અરસામાં શિલ્‍પાએ અશોકનું ગળુ દબાવી તેની હત્‍યા કરી નાખી હતી.રાત્રીના સમયે બનેલા બનાવ બાદ બીજા દિવસે સવારે શિલ્‍પાએ ફોન કરી પોતાના જેઠને બોલાવી અને અશોક ઉઠયો ન હોવાનું જણાવેલ પણ અશોકના માાથામાંથી લોહી નિકળેલું જોઇને તેને શંકા ગઇ હતી અને કતારગામના પીઆઇ શ્રી ડી કે રાઠોડની તપાસમાં અને ગળુ દબાવેલ હોવાનુ મેડીકલમાં ખુલતા શિલ્‍પાની કરેલી પુછપરછમાં ા બનાવનો ભાંડો ફુટી જતા હત્‍યાનો ગુનો દાખલ કર્યો છે. સુરતમાં આ બનાવે ભારે ખળભળાટ મચાવ્‍યો છે.


કુંડલા માર્કેટ યાર્ડમાં શ્રી દિપક માલાણીની પેનલનો ઝળહળતો વિજય

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં યોજાયેલી ચૂટણીમાં શ્રી દિપક માલાણીની પેનલનો ઝળહળતો વિજય થયો હતો.ખેડુત વિભાગની 8 અને વેપારી વિભાગની 4 તથા સહકારી પેનલની 2 મળી કુલ 14 બેઠકો ઉપર શ્રી દિપક માલાણી પ્રેરીત પેનલનો વિજય વાવટો ફરકયો હતો.શ્રી માલાણીની ખેડુત સહકારી પેનલ અને શ્રી કાળુભાઇ વિરાણીની ખેડુત વિકાસ પેનલની વચ્‍ચે કુંડલાના માર્કેટ યાર્ડમાં આરપારનો ચૂંટણી જંગ લડાયો હતો.
સાવરકુંડલા માર્કેટયાર્ડની ચુંટણીમાં મતદાન બાદ ગણતરી માર્કેટ યાર્ડમા કરવામાં આવતા દિપકભાઈ માલાણીની પેનલનો ઐતેહાસિક વિજય થતા 14 માંથી 14 બેઠકો કમ્‍જે કરી કાળુભાઈ વીરાણીની પેનલનો સફાયો થયેલ છે. ગઈકાલે યોજાયેલ ચુંટણીમાં 93 ટકા જેવુ મતદાન થતા આજે યાર્ડમાં મતગણતરી શરૂ થતા ખેડુતો અને વેપારીઓમાં ભારે ઉતેજના જોવા મળી હતી. સવારથી જ યાર્ડમાં પરિણામ જાણવા માટે આવ્‍યા હતા. તેલીબીયા સહકારી વિભાગમાંથી દેવાયતભાઈ બલદાણીયા, ધીરૂભાઈ લાલજીભાઈ વોરા બીનહરીફ ચુંટાયા હતા. દિપકભાઈ માલાણીની ખેડુત વિભાગની પેનલમાં તળાવીયા મનજીભાઈ સવજીભાઈ 423 મત, માલાણી દિપકભાઈ કુરજીભાઈ 409, જયાણી વિનુભાઈ ભોળાભાઈ 399, કોઢીયાદુર્લભજીભાઈ મનજીભાઈ 397, ખુમાણ જસુભાઈ સાર્દુળભાઈ 398, માલાણી ચેતનભાઈ છગનભાઈ 393, ગુર્જર હિંમતભાઈ મોહનભાઈ 390, રાદડીયા અતુલભાઈ સામજીભાઈને 375 મત મળ્‍યા હતા. જયારે વેપારી પેનલમાં આકોલીયા ભીખાભાઈ પરશોતમભાઈ 89, કસવાળા ઘનશ્‍યામભાઈ રામભાઈ 94, મશરૂ હરેશભાઈ ધીરજલાલ 103, માલાણી અશ્‍વીનભાઈ ખીમજીભાઈને 108 મત મળ્‍યા હતા. જયારે હારેલા કાળુભાઈની પેનલમાં ખેડુત વિભાગમાં કાછડ બાબુભાઈ ભીમભાઈ 159 મત, કોઢીયા અરવીંદભાઈ વી. 183, રામાણી શિવલાલ લાલજીભાઈ 184, લુણસર કાળુભાઈ નાથાભાઈ 183, વઘાસીયા કરશનભાઈ નાનજીભાઈ 165, વીરાણી કાળુભાઈ વીરજીભાઈ 217, શેખડા ચીમનભાઈ એન. 191, સાવઝ પ્રવીણભાઈ બાબુભાઈ 171 મત મળ્‍યા હતા.

જયારે વેપારી પેનલમાં ગજેરા સુરેશભાઈ બી. 60 મત, બોવાડીયા મુકેશભાઈ બી. 50, મહેતા અરવીંદભાઈ ડી. 65, રૂપારેલ શ્‍યામ સુબોધભાઈ 53 મત મળતા હારેલા જાહેર થયા હતા.
રાજકારણમાં કોણ કોની સામે અને સાથે હશે એ કહેવુ મુશ્‍કેલ હોય છે આવોજ કિસ્‍સો સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચૂંટણી જંગમાં સામે આવ્‍યો છે. એક સમયના ગાઢ સાથીદાર ભાજપના આગેવાનો શ્રી કાળુભાઇ વિરાણી અને શ્રી મનજીબાપા તળાવિયા સામ સામા ચૂંટણી લડયા હતા જેમા પીઢ ભાજપ આગેવાન શ્રી મનજીબાપાનો વિજય થયો હતોજયારે પુર્વ ધારાસભ્‍ય શ્રી કાળુભાઇ વિરાણીનો પરાજય થયો હતો. જોકે આ ચૂંટણી ભાજપ પ્રેરીત નહી પણ કોંગ્રેસની કોંગ્રેસની સામે લડાઇ હતી તેમ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી શ્રી કમલેશ કાનાણીએ જણાવ્‍યુ હતુ તેમણે જણાવેલ કે ભાજપના શ્રી વિરાણીને કોંગ્રેસના જ આગેવાનોનું સમર્થન હતુ પ્રદેશમાંથી આ ચૂંટણી લડવાની સંગઠનને મનાઇ હતી.


error: Content is protected !!