Main Menu

Friday, September 21st, 2018

 

અમરેલી તાલુકા પંચાયતના જંગમાં ઝુકાવતા શ્રીઅશ્‍વીન સાવલીયા

અમરેલી,
અમરેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં તાલુકા પંચાયતને કબજે કરવાના વ્‍યુહના ભાગરૂપે શ્રી પરસોતમભાઇ રૂપાલા તથા શ્રી દિલીપ સંઘાણી અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ શ્રી અશ્‍વીન સાવલીયાને મેદાનમાં ઉતાર્યા છે.
તેના ભાગરૂપે અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીન સાવલીયાએ આજે ઉમેદવારી રજુ કરી હતી. અમરેલી તાલુકા પંચાયતમાં છે બેઠકોની પેટા ચૂંટણી આવી પડી હતી જેમા પ્રતાપપરા બેઠક ઉપર ભાજપમાંથી ઉમેદવાર નિશ્ચીત કરવા માટે બેઠક યોજાઇ હતી જેમા પ્રતાપપરા બેઠક હેઠળ આવતા વરૂડી,વેણીવદર,માંગવાપાળ સહિતના પાંચ ગામના લોકો એકત્ર થયા હતા
સૌએ એક અવાજે શ્રી અશ્‍વીનભાઇ સાવલીયાને ચૂંટણી લડાવવા માટે માંગ કરતા પ્રતાપપરા બેઠક ઉપર તેમને લડાવવાનું નકી કરાતા આજે પુર્વ ધારાસભ્‍ય અને પુર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી કૌશિક વેકરીયા, શ્રી મનીષ સંઘાણી, શ્રી ભાવનાબેન ગોંડલીયા, શ્રી અરવિંદભાઇ કાછડયા, શ્રી બાબુલાલ ઠુમ્‍મર,શ્રી હસમુખ પાચાણી, શ્રી ઘનશ્‍યામભાઇ ત્રાપસીયા, શ્રી વિઠલભાઇ ગજેરા,શ્રી રણજીતભાઇ વાળા, શ્રી સુરેશ પાથર, શ્રી લાલભાઇ દેસાઇ, શ્રી વિપુલ ગોંડલીયા, શ્રી વીડી નાકરાણી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા અત્રે એ ઉલેખનીય છેકે, શ્રી અશ્‍વીન સાવલીયાના દાદા પણ અમરેલી તાલુકા પંચાયતના બિનહરીફ પ્રમુખ રહી ચૂકયા છે સાવલીયા પરિવારનું અમરેલી પંથકના વિકાસમાં મોટુ યોગદાન છે.


કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રીરૂપાલા 22મીએ અમરેલીના પ્રવાસે

અમરેલી,કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રીપરશોતમભાઇ રૂપાલાનો પ્રવાસ કાર્યક્નમ જાહેર થયા મુજબ તા.20 રાત્રે ગાંધીનગર, તા.21 સવારે 8:00 30:00 બાપુનગર, 13:30 કમલમ ઓફિસ પ્રદેશની મીટીંગમાં ઉપસ્‍થિતિ, તા.22 ના રોજ સવારે 9:30 ખેડુત તાલીમ કેન્‍દ્ર અમરેલી, 11:35 અમરેલી એરપોર્ટ ખાતે શ્રીરાજનાથનુ સ્‍વાગત 13:45 એરપોર્ટ બાદ ઇશ્‍વરીયા રાત્રી રોકાણ અને તા.23 રવિવારે બપોરે 1:00 વાગ્‍યે અમરેલી આયુષ્‍યમાન ભારત કાર્યક્નમમાં અને 16:00 કલાકે ઇશ્‍વરીયા 18:00 ગાંધીનગર રાત્રી રોકાણ બાદ અનુકુળતાએ દિલ્‍હી જવા રવાના થશે.


અમરેલી લોકસભા બેઠક ઉપર મુખ્‍ય પક્ષો મહીલાઓને લડાવશે ?

અમરેલી,
અમરેલી લોકસભા બેઠક ઉપર આ વખતે કોણ ચૂંટણી લડશે ? ની ચર્ચા સૌથી વધારે ચાલી રહી છે.
કોંગ્રેસના અઘ્‍યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આ વખતે કોંગ્રેસ મહીલાઓને પ્રાધાન્‍યતા આપવાની જાહેરાત કરી છે તેની સામે ભાજપમાં જો મહીલાને લડવવાનું નિશ્ચીત થાય તો કોણ મેદાનમાં ઉતરેની ચર્ચાઓ સૌથી વધારે ચાલી રહી છે.
કોંગ્રેસમાં શ્રી જેનીબેન ઠુમ્‍મર, શ્રીમતી કોકીલાબેન કાકડીયા, શ્રી રેખાબેન માવદીયા, શ્રી મધુબેન જોષી, શ્રીઅલકાબેન દેસાઇ અનેઅમરેલી પાલિકાનો સુંદર વહીવટ કરી શહેરની શકલ ફેરવી નાખનાર પાલિકાના પુર્વ પ્રમુખ શ્રીમતી અલકાબેન ગોંડલીયા, તથા શ્રી મંજુબહેન જોષીના નામોની ચર્ચા ચાલી રહી છે જો કોંગ્રેસમાં શ્રી પરેશ ધાનાણી ન લડે તો તે જેનું નામ સુચવે તેને ટીકીટ મળશે તેમ લાગી રહયું છે અને કોંગ્રેસ જો અમરેલી બેઠક ઉપર મહીલાને મેદાનમાં ઉતારે તો ભાજપ મહીલાને મેદાનમાં ઉતારશે કે નહી ? ની અટકળો ચાલી રહી છે.અમરેલી જિલ્‍લાનાં સ્‍થાનિક રાજકારણમાં લોકસભાની ટીકીટનો પ્રશ્‍ન સૌથી હોટ છે.


અમરેલી જિલ્લામાં આખરી રાઉન્‍ડનો વરસાદ ખેંચાતા દુષ્‍કાળની સ્‍થિતિ

thumbnail of 13-9-18

અમરેલી,મેઘરાજાના સમયસરનું આગમન ન થતા ભર ભાદરવે લોકોના ચહેરા ઉપર ચિંતાની લકીર ખેંચાઇ છે અમરેલી જિલ્લામાં આખરી રાઉન્‍ડનો વરસાદ ખેંચાતા ખેડુતો મુશ્‍કેલીમાં મુકાયા છે ઓણ સાલ ચોમાસાની શરૂઆતથી જ ઓછો વરસાદ પડયા બાદ હવે સારો વરસાદ આવશેની આશા ખોટી ઠરી છે ે આકાશમાં વાદળો હટતા અને ગુલાબી ઠંડી શરૂ થતા જમીનોનો ભેજ ગાયબ થઇ રહયો હાલમાં અરબી સમુદ્રમાં નજીકમાં કોઇ સીસ્‍ટમ નથી બંગાળના ઉપસાગરની સીસ્‍ટમ જો ગુજરાત તરફ આવે તો આખરી રાઉન્‍ડમાં ખેતીપાકો બચી શકે તેમ છે. હાલમાં જિલ્લાભરના મોટાભાગના જળાશયો અધુરા છે.


21-09-2018


error: Content is protected !!